Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સોમિલ બ્રાહ્મણ પુત્રી સોમા કા વર્ણન
તે દ્વારાવતી નગરીમાં ઋગ્વેદ આદિ ચારેય વેદ્યમાં અને વેદાંગામાં પરિતિષ્ઠિત તથા ધનધાન્યથી સમૃદ્ધ સેમિલનામને બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણની પત્નીનું નામ સેામશ્રી હતું. તે સેામશ્રી બ્રાહ્મણી અત્યન્ત સુકુમાર હતી. તે સેામિલ બ્રાહ્મણની પુત્રી સામશ્રીની આત્મજા સામા નામની એક દારિકા (કન્યા) હતી. જે સુકુમાર અને સુરૂપા હતી તથા આકાર અને લાવણ્યમાં ઉત્કૃષ્ટ હતી, તથા તે સામા ખાલિકા પાંચે ઇન્દ્રિયાથી અહીન (ખાડવગરની) હાવાને કારણે અને અવયવની યથાવત્ સ્થિતિ પ્રાપ્ત હાવાને કારણે ઉત્કૃષ્ટ શરીરશેાભવાળી હતી. (સૂ૦ ૨૨)
અરિષ્ટનેમિ કે દર્શન કે લિયે કૃષ્ણ કા જાના
ત્યારપછી તે સામા ખાલિકા સ્નાન કરી યાવત્ અનેક જાતના અલંકારોથી વિભૂષિત થઈ ઘણી કુબ્જા દાસીએ અને બીજી કેટલીક દાસીએથી ઘેરાઈને પોતાનાં ઘેરથી નીકળી રાજમાર્ગ ઉપર આવી અને ત્યાં સેાનાના દડાથી રમવા લાગી તે કાલ તે સમયે અદ્વૈત રિષ્ટનેમિ ભગવાન તે દ્વારકાનગરીમાં પધાર્યા. તેથી ધર્મકથા સાંભળવા માટે પિરષદ પોતપોતાને ઘેરથી નીકળી. ત્યારપછી કૃષ્ણવાસુદેવ ભગવાનના આવવાના વૃત્તાન્ત સાંભળી સ્નાન કરી યાવત આભૂષાથી વિભૂષિત થઈ પેાતાના નાનાભાઈ ગજસુકુમાલ કુમારની સાથે હાથી ઉપર બેઠા. કુરણ્ય ફૂલેાની માલાથી યુકત છત્રથી તથા વિજાતા ચામરાથી સુથેભિત તે કૃષ્ણવાસુદેવ દ્વારાવતી નગરીના મધ્યમાંથી અર્હત્ અરિષ્ટનેમિની પાસે તેમનાં ચરણવંદન કરવા માટે નીકળ્યા. તે સમયે દ્વારકા નગરીના રાજમાર્ગમાં રમતી સામા દારિકાને કૃષ્ણવાસુદેવે જોઇ. તે સામા દ્વારિકાનું રૂપ, લાવણ્ય અને યૌવનને જોઇને કૃષ્ણવાસુદેવને ઘણુ જ આશ્ચ થયું. (સ્૦ ૨૩)
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૨૩