Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 36
________________ કૃષ્ણ કા હરિણૈગમેષી દેવ કી આરધના ત્યારપછી કૃષ્ણ વાસુદેવે તે દેવકી દેવીને આ પ્રકારે કહ્યુ "હે માતા ! તમે તમારા મનારથા લીભૂત ન થવાને કારણે આ પ્રકારે આ ધ્યાન ન કર. હું એવા પ્રયત્ન કરીશ કે જેથી મારે એક નાના ભાઇ થશે. એમ કહી અભિષિત પ્રિય માનુકૂળ વચનાથી દેવકી મહારાણીને કૃષ્ણ વાસુદેવે ધીરજ અને વિશ્વાસ આપ્યા. પછી તેની પાસેથી નીકળી જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા. અને જેવી રીતે અભયકુમારે બ્રહ્મચર્ય સહિત પૌષધથી યુકત એકલા દના આસને બેસી અષ્ટમ ભકતને સ્વીકાર કરી મિત્ર દેવની આરાધના કરી હતી તેવીજ રીતે કૃષ્ણ વાસુદેવે પણ હિરણેગમેષી દેવની આરાધના કરી. વિશેષ એટલું જ છે કે દશેય દિશાઓને પ્રકાશમય કરતા દિવ્યરૂપધારી તે દેવે તેની સમીપ આવી આકાશમાં ઊભા રહી કૃષ્ણ વાસુદેવને આ પ્રકારે કહ્યું :— હું દેવાનુપ્રિય ! તમે મારૂ સ્મરણ કર્યું" છે. તેથી હું ઉપસ્થિત થયા. ખેલો. હું શું કરૂ? શું આપું ? તમારા શું મનેરથ છે ? ત્યારપછી કૃષ્ણ વાસુદેવે આકાશમાં ઊભેલા તે દેવને જોઇને બહુજ હર્ષિત થઇ પૌષધ પાળ્યું અને હાથ જોડીને આ પ્રકારે કહ્યું—હૈ દેવાનુપ્રિય ! આપની કૃપાથી મારે એક સહાદર લઘુભ્રાતાના જન્મ થાય એવી મારી ઈચ્છા છે. (સૂ. ૧૯) કૃષ્ણ કો વરપ્રાપ્તિ ઔર કૃષ્ણ કા દેવકી દેવી કે સમીપ વરપ્રાપ્તિ કા સંદેશ કહના ત્યારપછી તે હિરણૈગમેષી દેવે કૃષ્ણવાસુદેવને આ પ્રકારે કહ્યું—હૈ દેવાનુપ્રિય ! દેવલાકથી એક દેવતા આયુષ્ય પૂર્ણ કરી તમારા નાના ભાઇ થઇને જન્મ લેશે અને તે ખાલ્યાવસ્થા વીતી જતાં અર્થાત્ યુવાવસ્થા પ્રાપ્ત થતાંજ અર્હત અરિષ્ટનેમિની પાસે સુડિત થઇ દીક્ષા લેશે. તે હરિગમેષી દેવે કૃષ્ણવાસુદેવને ખીજી વાર ત્રીજી વાર ઉપર પ્રમાણે કહ્યું, અને પછી જે દિશામાંથી તે આવ્યા હતા તેજ દિશા તરફ પાછે ચાલ્યે ગયે. (સૂ ૨૦) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૨૧

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87