Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 34
________________ પત્નીના પાસે મુકી દેતે. માટે હે દેવકી ! અતિમુક્તક (એવન્તા) અનગારનાં વચન સત્ય છે. આ બધા તારા જ પુત્રો છે, નહિ કે સુલસી ગાથાપત્નીના. (સૂ૦ ૧૫) દેવકી દેવી કા વાત્સલ્ય ત્યાર પછી તે દેવકી દેવીએ અહંતુ અરિષ્ટનેમિના મુખેથી આ વૃત્તાન્ત સાંભળીને તે વાતને પિતાના હૃદયમાં અવધારિત કરી. પછી હુષ્ટ-તુષ્ટ-હૃદયથી અહંન્ત અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા. અને ત્યાર પછી જ્યાં તે છ અનગાર હતા ત્યાં ગઈ અને તેમને વંદન નમસ્કાર કર્યા. તે અનગારને જોઈ પુત્રપ્રેમને કારણે તેના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. હર્ષના કારણથી તેની આંખમાં હર્ષાશ્રુ ભરાઈ આવ્યા. હર્ષથી શરીર પુલવાના કારણે કંચુકીની કસે તૂટી ગયી અને ભુજાઓ ઉપરનાં ઘરેણું તથા હાથની ચૂડિઓ ટૂંકી થવા લાગી. વરસાદની ધારા પડવાથી જેમ કદંખપુષ્પ એકી– વખતે જ વિકસિત થઈ જાય છે તે પ્રકારે તેના શરીરનાં બધાં રૂંવાડા પુલકિત થઈ ગયાં. તે છએ અનગારેને અનિમેષદષ્ટિથી જેતી થકી બહુકાલ સુધી નિરખવા લાગી. પછી તેમને વંદન-નમસ્કાર કરી ભગવાન અહંત અરિષ્ટનેમિની પાસે આવી અને ભગવાનને વિધિપૂર્વક વંદન નમસ્કાર કર્યા પછી પિતાના ધાર્મિક રથ ઉપર ચઢીને દ્વારકાની વચ્ચેવચ્ચે થઈને ચાલી અને કમથી પિતાની બહારની ઉપસ્થાનશાલા (બેઠક)માં પહોંચી. ત્યાં પિતાના શ્રેષ્ઠ ધાર્મિક રથ ઉપરથી ઉતરીને પિતાના ભવનમાં જઈને પિતાની સુકેમલ શય્યાપર બેઠી (સૂ૦ ૧૬). દેવકી કા માનસિક સંકલ્પ ત્યારપછી તે દેવકી પુત્ર સંબંધી ચિતાથી યુકત અભિલષિત (વિચારેલા વિચારે) પિતાના મનમાં આ પ્રમાણે કરવા લાગી કે-મેં આકાર, વય તથા કાન્તિમાં સરખા શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૧૯

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87