Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગજસુકુમાલ કો જન્માદિ વર્ણન
ત્યારપછી તે કૃષ્ણવાસુદેવ પૌષધશાળામાંથી નીકળી દેવકી દેવીની પાસે આવ્યા અને તેઓના ચરણમાં વંદન કર્યું. પછી તેમણે દેવકી દેવીને આ પ્રકારે કહ્યું- હે માતા! મારે એક નાનો ભાઈ થશે. તમે ચિંતા ન કરો. તમારા મનોરથ પૂર્ણ થશે. આ પ્રકારનાં ઈષ્ટ મનહર અને મનનુકૂળ વચનથી કૃષ્ણ વાસુદેવ દેવકી દેવીને સંતુષ્ટ કર્યા. એ પ્રમાણે તેમને સંતોષ આપીને તેમની પાસેથી ચાલ્યા ગયા. ત્યારપછી પુણ્યશાળીઓ જ માત્ર જેને ઉપભેગ કરી શકે છે તેવી સુકોમલ શય્યામાં સુતેલી તે દેવકીએ સ્વપ્નમાં સિંહને જે. સ્વપ્ન જોયા પછી જ્યારે જાગૃત થઈ ત્યારે સ્વપ્નને વૃત્તાન્ત તેણે વસુદેવને કહો પિતાના મને રથની પરિપૂર્ણતાને નિશ્ચિત સમજીને દેવકીનું મન હૃષ્ટતુષ્ટ થઈ ગયું. ત્યારપછી તેણે અત્યંત સુખથી ગર્ભને ધારણ કર્યો. (સૂ. ૨૧)
ત્યારપછી નવ મહિના અને સાડાસાત દિવસ વીત્યા પછી દેવકીદેવીએ, જપાકુસુમ, બન્ધકપુષ્પ, લાક્ષારસ તથા પારિજાત અને ઉગતા સૂર્યના જેવી પ્રભાવાળો અને બધા જનનાં નયનને સુખ આપવાવાળે, અત્યંત કૅમળ યાવત્ સુરૂપ અને હાથીના તાળવાં જે સુકોમળ બાળકને જન્મ આપે, જે પ્રકારે મેઘકુમારને જન્મ થતાં તેના માતાપિતાએ મહત્સવ કર્યો હતો તેવી જ રીતે દેવકી અને વસુદેવે જન્મમહોત્સવ કર્યો. તેમણે વિચાર્યું કે આ અમારો બાળક હાથીના તાળવા જેવો સુકેમલ છે, માટે એનું નામ ગજસુકુમાલ રહે. પછી તેના માતાપિતાએ તે બાળકનું નામ ગજસુકુમાલ પાડયું. ગજસુકમાલ કુમારના બાલ્યકાળથી માંડીને યૌવનકાળ સુધીને વૃત્તાન્ત મેઘકુમારના જે જાણ.
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર