Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવકી કા માનસિક વિચાર ઔર અહં અરિષ્ટનેમિ કે સમીપ ગમન
તે અનગારે ચાલ્યા ગયા પછી તે દેવકી દેવીના આત્મામાં એ માનસિક વિકલ્પ ઉત્પન્ન થયો કે જ્યારે હું નાની હતી તે સમયે પલાસપુર નગરમાં અતિમુકતક (એવન્તા) અનગારે મને કહ્યું હતું કે હે દેવકી! તું આઠ પુત્રને જન્મ આપશે. તારા એ બધા પુત્ર આકાર, વય તથા કાન્તિ આદિમાં સમાન થશે તથા તે નલક્બરના જેવા સુંદર થશે. આ ભારતવર્ષમાં બીજી કઈ માતા એવા સુંદર પુત્રને જન્મ આપી શકશે નહિ. પરંતુ અતિમુક્તક અનગાર (એવન્તા અનગાર)નાં આ બધાં કથન અસત્ય થયાં; કેમકે આ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે જે આ ભરત ક્ષેત્રમાં બીજી માતાઓએ પણ આવા પ્રકારના પુત્રને જન્મ આપે છે. અતિમુક્ત અનગારનાં વચન અસત્ય હોઈ શકે નહિ. છતાં અસત્ય જેવું દેખાઈ રહ્યું છે. માટે મને ઉચિત છે કે ભગવાન અહંત અરિષ્ટનેમિની પાસે જાઉં અને તેમને વન્દન નમસ્કાર કરી તથા તેમને પૂછી મારા આ સંદેહની નિવૃત્તિ કરૂં. તે દેવકી એવા વિચારો મનમાં કરે છે અને પછી પિતાના ભૂત્ય (સેવકો) ને બોલાવે છે તથા તેમને કહે છે – હે દેવાનુપ્રિયે! ધાર્મિક રથ તૈયાર કરો તથા રથ ચલાવવામાં ચતુર સારથીની સાથે રથને મારી પાસે લઈ આવે. દેવકીની એવી આજ્ઞા સાંભળીને તે બૃત્ય (સેવક)–ગણ ચતુર સારથીથી યુકત ધાર્મિક રથને લઇ આવી દેવકીની સામે ઉપસ્થિત કરે છે. ત્યાર પછી તે દેવકી જે પ્રકારે મહાવીર સ્વામીની માતા દેવાનન્દા ભગવાન સમીપે રથ પર ચડીને દર્શન કરવા માટે ગઈ હતી તથા વન્દના અને નમસ્કાર કરી ઉપાસના કરવા લાગી હતી તે પ્રકારે રથ ઉપર બેસીને અહંત અરિષ્ટનેમિની પાસે દર્શન કરવા માટે ગઈ અને વન્દન નમસ્કાર કરીને ભગવાનની નિરવ સેવા કરવા લાગી. (સૂ) ૧૩)
બાદ ભગવાન અહંત અરિષ્ટનેમિએ દેવકી દેવીને આ પ્રકારે કહ્યું–હે દેવકી !
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર