Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 31
________________ અને તે અનગારોને પ્રતિલાભિત કરી તેમને વિનયથી વિસર્જિત કર્યા. (સૂ) ૯) ત્યાર પછી બીજો સંઘાડે પણ ઉચ્ચ નીચ મધ્યમ કુળોમાં ફરતે ફરતો દેવકીને ઘેર આવ્યા. દેવકી રાણીએ એજ પ્રમાણે તેમને પ્રતિલાભિત કરી (વહેરાવી) વિસર્જિત કર્યો. પછી ત્રીજો સંઘાડે પણ એવી રીતે આવ્યા. દેવકી રાણીએ તેને પણ એવાજ ઉદાર ભાવથી ભિક્ષા આપી વિનયપૂર્વક પૂછ્યું. હે દેવાનુપ્રિય ! કૃષ્ણવાસુદેવ જેવા મહાપ્રતાપી રાજાની નવ જન પહોળી અને બાર યોજન લાંબી સ્વર્ગલેક જેવી આ દ્વારકા નગરીના ઉચ્ચ નીચ ને મધ્યમ કુળમાં સામુદાનિક ભિક્ષા માટે ફરતા શ્રમણ નિથાને શું આહાર-પાણી મળતું નથી કે જેથી એકજ કુલમાં વારંવાર આવવું પડે છે ? ( સૂટ ૧૦ ) દેવકીનો આ પ્રશ્નન સાંભળીને તે અનગાર આમ કહેવા લાગ્યા– હે દેવાનુપ્રિયે ! કૃષ્ણ વાસુદેવની સ્વર્ગ જેવી આ દ્વારકા નગરીમાં શ્રમણ નિથાને આહાર પાણી મળતું નથી તથા તેઓ એક ઘરમાં વારંવાર ભિક્ષા માટે આવે છે, એવી વાત નથી. પરંતુ હે દેવાનુપ્રિયે ! અમારા એક સરખા રૂપ આદિના કારણે તમારા મનમાં શંકા થઈ છે. શંકાનું કારણ એ છે કે અમે લેક ભલિપુરનિવાસી નાગ ગાથાપતિના પુત્ર અને સુલતાના અંગજાત, રૂપ લાવણ્ય આદિથી સરખા તથા નલકૃબરના જેવા સુંદર છે સાદર ભાઈઓ છીએ. અમે ભગવાન અરિષ્ટનેમિની પાસે ધર્મ સાંભળી સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ જન્મમરણથી છુટવા માટે પ્રત્રજ્યા ગ્રહણ કરી ( સૂ૦ ૧૧ ) ત્યાર પછી અમે જે દિવસે દીક્ષા લીધી તેજ દિવસથી ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરી છઠ્ઠ છઠ્ઠ પારણું કરવાની પ્રતિજ્ઞા લીધી. અને તે જ પ્રમાણે છઠ્ઠ છઠ્ઠ પારણાં કરીએ છીએ. આજે અમારે બધાઓને છઠ્ઠનું પારણું છે. તેથી અમે પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કરીને, બીજા પ્રહરમાં ધ્યાન ધરીને અને ત્રીજા પ્રહરમાં ભગવાનની આજ્ઞા લઈ ત્રણ સંઘાડાથી નીકળી ઉચ્ચ, નીચ, મધ્યમ કુળમાં સામુદાનિક ભિક્ષા માટે ફરતા ફરતા તમારે ઘેર આવ્યા. આથી હે દેવાનુપ્રિયે ! જે અનગાર પહેલા આવ્યા તે જુદા, વચમાં આવ્યા તે જુદા અને અમે જુદા છીએ. આ પ્રકારે દેવકી દેવીના મનની શંકા દૂર કરીને તે સંઘાડે પિતાને સ્થાને ગયે. ( સૂ૦ ૧૨ ) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87