Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રમાં જોઈ લેવું. તે ઉદ્યાનમાં “સુપ્રિય નામે જીર્ણ યક્ષાયતન હતું. તે એક વનખંડથી ઘેરાયેલું હતું. તે જ નંદનવનની વચમાં શ્રેષ્ઠ એક અશોક વૃક્ષ હતું અને તેની નીચે આસનને આકારવાળું સુંદર શિલાપટ્ટ હતું. આ દ્વારકાનગરીનું રાજ્ય મહાન મર્યાદાવાન કૃષ્ણ વાસુદેવ કરતા હતા. તેમનું વર્ણન કેણિકના જેવું સમજી લેવું જોઈએ.
દ્વારકાનગરીમાં સમુદ્રવિજય આદિ દશ દશાર તથા બલદેવ આદિ પાંચ મહાવીર હતા. પ્રદ્યુમ્ન આદિ સાડાત્રણ કરોડ કુમાર હતા. શત્રુઓથી કદી પરાજિત ન થાય એવા સામ્બ આદિ સાઠ હજાર શૂર હતા. મહાસેન આદિ સેનાપતિઓના તાબામાં રહેવાવાળાં છપ્પન હજાર બલવર્ગ– સૈનિકાલ હતું સંકેત મળતાંજ કાર્યારૂઢ થઈ જાય એવા દક્ષ વિરસેન આદિ એકવીશ હજાર વીર હતા. ઉગ્રસેન આદિ આધીનમાં રહેવાવાળા સેળહજાર નૃપગણ હતા. ક્મણી આદિ સેળહજાર રાણીઓ હતી, ચોસઠ કળાઓમાં નિપુણ અનંગસેના આદિ ગણિકાઓ હતી. તથા સર્વદા આજ્ઞામાં રહેનારા બીજા ઘણુ ઐશ્વર્યશાલી નાગરિક, નગરરક્ષક, સીમાન્તરાજા, ગામના મુખિયા, અને ઈભ્ય હતાં
- ઈભ એટલે હાથી. હાથીના વજન બરાબર દ્રવ્ય જેની પાસે હોય તે ઈભ્ય કહેવાય છે. જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી ઈભ્ય ત્રણ પ્રકારના છે. જે હાથી બરાબર મણી, મુકતાફળ, પ્રવાલ, સેનું, ચાંદી, આદિ દ્રવ્યરાશિને સ્વામી હોય તે જઘન્ય ઈભ્ય છે. જે હાથી બરાબર હીરા અને માણેકની રાશિનો સ્વામી હોય તે મધ્યમ ઈલ્ય છે. અને જે હાથી બરાબર કેવળ હીરાની રાશિને સ્વામી હોય તે ઉત્કૃષ્ટ ઈય છે. તથા શેઠ, સેનાપતિ અને સાથે વાહ આદિ તેમની આજ્ઞામાં રહેતા હતા.
એવા પરમ પ્રતાપી કૃષ્ણ વાસુદેવ દ્વારકાથી માંડીને જેની સીમા વૈતાઢય પર્વત પર્યન્ત છે તે અર્ધસરત સુધીનું અર્થાત્ ત્રણ ખંડનું સંપૂર્ણ રાજ્ય કરતા હતા (સૂ૦ ૫)
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87