Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 20
________________ સ્થવિર કહે છે. પરિષદુ-જનસમુદાયરૂપ સભા ધર્મકથા સાંભળવા માટે પિતપતાના ઘેરથી નીકળી ધર્મકથા સાંભળી પિતપતાને સ્થાને ગઈ. તે કાલ તે સમય આર્ય સુધર્મા સ્વામીની સેવામાં સદા સમીપ રહેવાવાળા રત્નત્રય પ્રાપ્તિના ઈચ્છુક, કાશ્યપગોત્રીય, સપ્તહસ્તપરિમિતદેહધારી જબૂએ આ પ્રકારે પૂછ્યું :– હે ભદંત! અર્થાત-હે કલ્યાણ કરવાવાળા ! હે ભયનિવારક! સંસારસંકટવિનાશક અથવા હે મુકિતદાતા! પિતાનાં શાસનની અપેક્ષાથી ધર્મને આદિ કરવાવાળા, સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત, શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ઉપાસવરા નામના સાતમા અંગમાં શ્રાવકેન આચારનું નિરૂપણ કર્યું છે, પરંતુ ગત તવશા નામના આઠમાં અંગમાં ભગવાને કયા વિષયનું પ્રતિપાદન કર્યું છે? (સૂ૦ ૩) સુધર્માસ્વામી કા ઉત્તર સુધર્માસ્વામી કહે છે-હેજબૂ! જેમણે ભવને અંત કરી દીધું છે એવા મહાપુરુષના ચરિત્રનું પ્રતિપાદન કરવાવાળી ગ્રન્થપદ્ધતિને કહે છે. તેના આઠમાં અંગમાં સિદ્ધપદ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ આઠ વર્ગોનું પ્રતિપાદન કર્યું છે. હે ભગવાન! યત્તતા નામના આઠમાં અંગમાં શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ આઠ વર્ગોનું પ્રતિપાદન કર્યું છે, તેમાં પ્રથમ વર્ગનાં કેટલાં અધ્યયન કહ્યાં છે ? હે જખ્ખ ! મેક્ષને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ બન્નતા નામના આઠમાં અંગના પ્રથમ વર્ગનાં દશ અધ્યયન કહ્યાં છે. જે વિનય આદિ ક્રમથી ગુરુની સમીપ ભણાય, અથવા જેનાથી આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય, અથવા જેના વડે અનેકભાજિત કર્મોની નિર્જરા થાય, અથવા જેનાથી નવીન કર્મોનું બંધ ન થાય તેને અધ્યયન કહે છે. આ અર્થનું નિરૂપણ કરવાવાળી ગાથા આ પ્રકારે છે :"अज्झप्पस्साणयणं, कम्माणं अवचओ उवचियाणं । બgવાગો જ નવા, તણા શાળમિતિ ઈત્યાદિ. તે અધ્યયનેના નામ આ પ્રકારે છે – (૧) ગૌતમ (૨) સમુદ્ર (૩) સાગર (૪) ગંભીર (૫) સ્તિમિત (૬) અચલ (૭) કાપલ્ય (૮) અક્ષભ (૯) પ્રસેનજિતુ (૧૦) વિષ્ણુકુમાર (સૂ૦ ૩) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર


Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87