Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હું ભગવન્ ! હું માતાપિતાને પૂછીને આપની પાસે દીક્ષા લેવા ચાહું છું. ત્યારપછી ગૌતમ અનગાર થવા સુધીના વૃત્તાન્ત મેઘકુમારના વૃત્તાન્તના જેવા સમજી લેવા. જેમ-મેધકુમાર વૈરાગ્ય પ્રાપ્ત કરી માતાપિતાના બહુજ સમજાવવા છતાં પણ સઘળી ભેર્ગવલાસની સામગ્રીઓ છેડી અનગાર થયા, તેવીજ રીતે ગૌતમકુમાર અનગાર થઇ ગયા. અને અનગાર થયા પછી ઇર્યાંસમિતિ, ભાષાસમિતિ આદિથી માંડીને આ નિન્થપ્રવચન (જિનપ્રવચન) ને પેાતાની સામે રાખીને અર્થાત્ ભગવાનનાં કહેલાં વચને પાલન કરતાં કરતાં વિહાર કરવા લાગ્યા. ત્યારપછી ગૌતમ અનગારે અંત અરિષ્ટનેમિના ગીતા સ્થવિરાની પાસે સાવદ્યયેાગપરિવર્જન, નિરવદ્યયેગસેવનરૂપ સામાયિક આદિ અગીયાર અંગોનું અધ્યયન કર્યું, અને અધ્યયન કર્યાં પછી ઘણાં ચતુ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, અમાસ અને માસક્ષપણુ આદિ તપ કરીને આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી એક દિવસ ભગવાન અર્હત અરિષ્ટનેમિ દ્વારકાનગરીના નન્દનવન નામના ઉદ્યાનથી વિહાર કરીને ધમેપદેશ કરતાં કરતાં વિચરવા લાગ્યા. (સૂ॰ ૭)
ગૌતમ કી સિદ્ધિ-પ્રાપ્તિ
6
ત્યારપછી એક દિવસ અનગાર ગૌતમ, જયાં અર્હત્ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા અને અત્ અરિષ્ટનેમિને ત્રણવાર આદક્ષિણપ્રદક્ષિણ ' કર્યાં. હાથેાને અંજલી પુરૂપ ખાંધી જમણા કાનથી લર્જી લલાટ ઉપર ફેરવી પેાતાના ડાખા કાન સુધી લઈ જઇ પાછે તેને ફેરવી જમણા કાન પર લઈ આવવા અને પછી તેને પેાતાના કપાળ પર સ્થાપન કરવું તેને આદક્ષિણપ્રદક્ષિણ કહે છે. આદક્ષિણપ્રદક્ષિણુ કર્યા પછી તેમની વન્દના કરી તથા પંચાંગ નમસ્કાર કર્યાં. તેમણે ભગવાન અર્હ ́તૂ અરિષ્ટનેમિને આવી રીતે પ્રાર્થના કરી. હૈ ભદન્ત ! આપની આજ્ઞા મેળવી માસિક ભિક્ષુપ્રતિમાને સ્વીકાર કરી હું વિચરણ કરવા ઈચ્છા રાખું છું. ભગવાને આજ્ઞા આપી ભગવાનની આજ્ઞા મેળવી સ્કન્દકની પેઠે તેમણે બાર ભિક્ષુપ્રતિમાનું સમારાધન કર્યું. ત્યાર પછી સ્કન્દકની પેઠેજ ગુણરત્ન નામની તપસ્યાનુ પણ પૂર્ણ રૂપે આરાધન કર્યું જેવી રીતે સ્કન્દકે વિચાર કર્યાં અને જેમ તેમણે ભગવાનને પૂછ્યું તે રીતે ગૌતમે પણ વિચાર કર્યાં અને પૂછ્યું. એવી રીતે સ્થવિરાની સાથે શત્રુંજય પર્વતપર ગયા અને ખાર વરસ દીક્ષાપર્યાય પાલન કરી માસિક સલેખના દ્વારા માક્ષ પ્રાપ્ત કર્યાં. (સૂ॰ ૮ )
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૯