Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 23
________________ ગૌતમ કા જન્માદિસે લેકર વિવાહપર્યન્ત કા વર્ણન તે દ્વારકા નગરીમાં મહા હિમવાને મંદર આદિ પર્વતેના જેવા સ્થિર, બળશાળી એવં મર્યાદાપાલક અન્ધકવૃષ્ણિ નામે રાજા હતા. સ્ત્રીઓનાં સર્વલક્ષણોથી યુકત ધારિણું” નામે તેની રાણી હતી. તે ધારિણી રાણી એક સમયમાં જ્યારે પુણ્યાત્માએજ શયન કરી શકે એવી કોમળતા આદિ ગુણોથી યુકત (સુંવાળી) શગ્યા ઉપર સુતી હતી ત્યારે તેણે એક શુભ સ્વપ્ન જોયું, અને નિદ્રા ઉડી જવા પછી તે સ્વપ્નને વૃત્તાન્ત રાજાને કહી સંભળાવ્યું. ત્યાર પછી બાળકને જન્મ થયે. તેને બાલ્યકાળ બહુ સુખપૂર્વક વીત્યે. તે કુમાર લેખન આદિ તેર કળાઓ શીખે. પછી યુવાન થતાં તેનાં લગ્ન થયાં, તેને મહેલ બહુ સુંદર હતું. અને તેની ઉપગ સામગ્રીઓ ચિત્તાકર્ષક હતી. એનું બધું વૃત્તાન્ત મહાબલના જેવું છે. વિશેષ માત્ર એટલું છે કે તેનું નામ ગૌતમ હતું. માતાપિતાએ એક દિવસમાં જ રાજાઓની આઠ સુંદર કન્યાઓની સાથે તેનાં લગ્ન કરાવ્યાં. વિવાહમાં આઠ આઠ પ્રકારના દહેજ મળ્યા. (સૂ૦ ૬) ગૌતમ કી પ્રવજ્યા તે કાલ તે સમયે પિતાના શાસનની અપેક્ષાથી ધર્મની આદિ કરનાર ભગવાન અહંત અરિષ્ટનેમિ, તીર્થંકર પરંપરાથી વિચરતા દ્વારકા નગરીના નંદનવન નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ભવનપતિ, વ્યન્તર, તિષ્ક, વૈમાનિક, આ ચારે પ્રકારના દેવગણ, ધર્મકથા સાંભળવા આવ્યા. વાસુદેવકૃષ્ણ પણ પિતાના મહેલમાંથી નીકળી ભગવાનની પાસે ધમશ્રવણ કરવા આવ્યા. ત્યારપછી ગૌતમકુમાર પણ મેઘકુમારની પેઠે ધર્મકથા સાંભળવા માટે ઘેરથી નીકળ્યા. ભગવાને ધર્મ સંભળાવ્યું. શ્રતચારિત્રલક્ષણ ધર્મ સાંભળીને તથા તેને હૃદયથી અવધારણ કરી ભગવાનની પાસે તેમણે પ્રાર્થના કરી: શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87