Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
The .
કાયસ્થિતિ, નિર્લપકાળ વગેરે વગેરે સર્જન વિસર્જન થયા કરે છે. પ્રયોગ–૨૫ – જીવના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. તેમાંય તિર્યંચ યોનિના અનેક પ્રકાર હોય છે. યોનિ સાથે જાતિ, કુળ કોટિનું વર્ણન સમજવા જેવું છે. પ્રયોગ–૨૬ - ભગવતીમૈયા બોલ્યા- કુમારો ! આ પ્રયોગ બહુ સૂક્ષ્મ છે. આમાં જીવના અધ્યવસાયનું આંદોલન છે. આ ભવમાં બધા જીવો અનાભોગથી આયુષ્યનો બંધ કરે છે તેને પરભવમાં વેદે છે. પૂર્વભવમાં અને માર્ગમાં જીવને અલ્પ વેદના હોય કે મહાવેદના; પરંતુ ઉત્પન્ન થયા પછી નારકી નરક ભવમાં મહાવેદના વેદ અને દેવલોકમાં દેવ અલ્પવેદના વેદે છે. મનુષ્ય, તિર્યંચ સ્વસ્થાને ઉત્પન્ન થયા પછી બંને પ્રકારની વેદના વેદે છે. જીવોપરની અનુકંપાથી જીવને શાતા વેદનીય બંધાય છે અને જીવોને પરિતાપ, દુઃખ આપવાથી અશાતા વેદનીય બંધાય છે. મનુષ્ય પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનક દ્વારા કર્કશ વેદના–તીવ્ર અશાતા વેદનીય અને ૧૮ પાપની વિરતિ દ્વારા અકર્કશ વેદનીય એટલે ઉત્કૃષ્ટ પુણ્ય બાંધે છે. ભારત એરવત ક્ષેત્રમાં દુઃખમાદુઃખમી નામના છઠ્ઠા કાલ વિભાગ(આરા)માં જીવની દુર્દશા કેવી થાય ? તેનું હૃદયદ્રાવક ચિત્ર આપણે ઉદ્દેશક ખોલી ખોલીને જોશે. તમારે આ પ્રયોગમાં ખૂબ ચિત્તની એકાગ્રતા કરવી પડશે માટે ફક્ત માહિતી આપી છે. પ્રયોગ–૨૭ – કુમારો ! આ પ્રયોગમાં બિલકુલ કષાયથી શાંત તથા ક્ષીણ થયેલા આત્માને હલન-ચલન કરવાની ક્રિયામાં ફક્ત ઈર્યાપથિકી નામની જ ક્રિયા લાગે છે, તેને સંવૃત અણગાર કહેવાય છે. આપણે બધાને આ સ્થાનમાં પહોંચવાનું છે. બાકી તો સર્વ જીવો રૂપી; સચેત-અચેત કામ ભોગવતા, પાંચ ઈન્દ્રિયના વિષયોમાં એવા રાચતા, મન દ્વારા ઉત્થાનાદિ ક્રિયા કરતા દેવલોકમાં, મનુષ્યલોકમાં, તિર્યચલોકમાં ફજેત ફાળકાની જેમ ફરે છે. ક્યારેક કામભોગ ભોગવવામાં સમર્થ તો ક્યારેક અસમર્થ; કર્મ પ્રમાણે થયા કરે છે, પરંતુ પરમાવધિજ્ઞાન કે કેવળજ્ઞાન મેળવીને જીવ ક્ષીણભોગી થાય અને તે જ ભવે મુક્ત થાય તેને પણ આપણે આ ઉદ્દેશક ખોલીને વિચાર વિમર્શ કરશું. પ્રયોગ–૨૮:- કુમારો! જે સંવૃત અણગાર બને છે તે સંપૂર્ણ કર્મનો ક્ષય કરી, કેવળ જ્ઞાન પામી ત્રણ યોગનું રૂંધન કરી, તૈજસ કાર્મણશરીરથી મુક્ત બની સિદ્ધ થાય છે; તેને ફરવું પડતું નથી. તેઓ લોકાગ્રે પહોંચીને આત્માના અનંતગુણમય વૈભવમાંવિલાસ કરે છે. જીવનું શુદ્ધ સ્વરૂપ પણ આ જ છે. જ્યાં સુધી આ સ્વરૂપ પ્રગટ થાય નહીં, ત્યાં
43