Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૪૮
શ્રી ભગવતી સૂત્ર-૨
શતક-પ : ઉદેશક-૯]
~ સંક્ષિપ્ત સાર
-
આ ઉદ્દેશકમાં રાજગૃહીનું સ્વરૂ૫, ૨૪ દંડકોના જીવોમાં પ્રકાશ–અંધકાર, તે જીવોને સમયાદિનું જ્ઞાન, પાર્થાપત્ય સ્થવિરો અને પ્રભુ મહાવીરના પ્રશ્નોત્તરનું નિરૂપણ છે. * રાજગૃહી નગરી તે ત્યાં રહેલા સર્વ જીવ, અજીવ અથવા સર્વ સચિત્તઅચિત્ત અને મિશ્ર દ્રવ્યના સંયોગ રૂપ છે. *પ્રકાશ અંધકાર-સૂર્યકિરણોના શુભ પુદ્ગલસંયોગેશુભ પરિણમનથી દિવસે પ્રકાશ અને સૂર્યકિરણના અભાવે અશુભ પુલ પરિણમનથી રાત્રે અંધકાર હોય છે. * નરકમાં સૂર્યપ્રકાશ નથી. ત્યાં પુદ્ગલોનું પરિણમન અશુભ હોવાથી સદાને માટે અંધકાર હોય છે. * પાંચ સ્થાવર, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય જીવોને ચક્ષુરિન્દ્રિય ન હોવાથી કદાચ સૂર્યકિરણોનો સંયોગ થાય તોપણ તે જીવો તેનો ઉપયોગ કરી શકતા નથી. તેથી તે જીવોને માટે સદા અંધકાર હોય છે.
* ચૌરેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં સૂર્યના સદુભાવમાં પ્રકાશ અને સુર્ય ન હોય ત્યારે અંધકાર એમ બંને હોય છે. તેથી ત્યાં પુદ્ગલનું પરિણમન શુભાશુભ રૂપ હોય છે. કે ચારે જાતિના દેવોમાં સૂર્ય કિરણોનો સંયોગ નથી તેમ છતાં દેવલોકની ભાસ્વરતાના કારણે સદાય શુભ પુદ્ગલ પરિણમન અને પ્રકાશ હોય છે. * સમયાદિનું જ્ઞાન– ૨૪ દંડકના જીવોમાં મનુષ્યને જ સમય, આવલિકા, મુહૂર્ત આદિનું જ્ઞાન થાય છે. મનુષ્ય ક્ષેત્રમાં જ સૂર્યની ગતિના આધારે કાલગણના થાય છે અને મનુષ્ય જ કાલવ્યવહારી છે. તેથી તેને જ કાલનું જ્ઞાન થાય છે. અન્ય ક્ષેત્રમાં(નરક કે દેવલોકમાં)કાલ વર્તે છે પરંતુ ત્યાં સૂર્યની ગતિના આધારે થતાં દિવસ-રાત આદિની ગણના કે જ્ઞાન નથી; તેથી તેઓ કાલવ્યવહારી નથી. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય
જીવોને કાલનું જ્ઞાન નથી. તિર્યંચ પંચેન્દ્રિયને રાત-દિવસની જાણકારી હોય છે પરંતુ તે મુહૂર્ત, દિવસ, માસ, વર્ષ વગેરેની ગણના કરી શકતા નથી. * પ્રભુ પાર્શ્વનાથના સ્થવિરોએ પ્રભુ મહાવીર સ્વામીને પૂછ્યું કે અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં અનંત રાત્રિ દિવસ કઈ રીતે થઈ શકે?
તેનું સમાધાન એ છે કે જેમ અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં તથાપ્રકારના સ્વભાવે અનંત જીવો અને