Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક— ઃ ઉદ્દેશક-૫
પ્રકાશમાન હોઈ શકે છે અને કેટલીક પૃથ્વી અંધકારમય હોય છે. પરંતુ તમસ્કાયમાં તો ઉદ્યોત(પ્રકાશ) અંશ માત્ર પણ નથી. તેથી તે પૃથ્વીરૂપ નથી પણ પાણીરૂપ છે.
૨૩૫
--
तमुक्काए कहिं समुट्ठिए તમસ્કાયનું ઉદ્ભવ અને અંત સ્થાન. જંબુદ્રીપથી બહાર અસંખ્ય દ્વીપસમુદ્રને પસાર કર્યા પછી અરુણવરદ્વીપ છે. તે દ્વીપની વેદિકાના અંતથી અરુણવર સમુદ્રમાં ૪૨૦૦૦ યોજન જઈએ ત્યાંથી લવશિખાની જેમ સમાનપ્રદેશવાળી સમભિત્તિરૂપ-દિવાલની જેમ તમસ્કાય–જલરાશિ સીધી ઉપર ઊઠેલી છે. જે સંખ્યાત યોજન વિસ્તૃત છે. અરુણવર સમુદ્રની જેમ તે વલયાકારે ૧૭૨૧ યોજન સીધી ઊંચે જઈને, ત્યાર પછી તિરછી વિસ્તૃત થતાં અસંખ્યાત યોજન વિસ્તૃત થાય છે. તે પાંચમાં દેવલોકના ત્રીજા રિષ્ટ પ્રસ્તટ સુધી જઈને અંત પામે છે.
અર્ણવર
તમસ્કાયનો બાહ્યથી દેખાવ
તમસ્કાયનો અંદરથી દેખાવ
एगपएसियाए सेढीए :– એક પ્રદેશી એટલે એક સરખી. નીચેથી ઉપર સુધી એક સમાન ભીંત–દિવાલ રૂપ શ્રેણી. આ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે છે– સમ મિત્તિતયા ત્થર્થ:। ન ચ वाच्यम् - एक प्रदेश प्रमाण्या इति । असंख्यात प्रदेश जीवावगाह स्वभावत्वेन जीवानाम् । तस्यां जीवावगाहा भाव प्रसंगात्, तमस्कायस्य च स्तिबुकाकार अप्कायिक जीवात्मकत्वात् बाहल्यमानस्य च प्रतिपादयिष्य- माणत्वात् ।ટીકા. અર્થ- સમભિત્તિ રૂપે. અહીં એકપ્રદેશી શ્રેણી, અર્થ ન કરવો. કારણ કે જીવનો તથાપ્રકારનો સ્વભાવ હોવાથી સ્તિબુક સંસ્થાનવાળા અપ્સાયિક જીવ એક પ્રદેશી શ્રેણી પર રહી શકતા નથી તેથી તથા અહીં તમસ્કાયની પહોળાઈ બતાવવાનો પ્રસંગ હોવાથી અહીં 'ાપસિયાર્ સેન્દ્રીÇ' નો અર્થ