Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૧૦]
શ્રી ભગવતી સૂત્ર-૨ तं दिव्वं देविडिं, दिव्वं देवज्जुई, दिव्वं देवाणुभागं सुणित्ता य पासित्ता य बहुजणो अण्णमण्णस्स एवं आइक्खइ जाव परूवेइ- एवं खलु देवाणुप्पिया ! बहवे मणुस्सा जाव देवलोएसु देवत्ताए उववत्तारो भवंति ।
ભાવાર્થ:- તે સમયે ત્યાં તે વરુણનાગનzઆને કાલધર્મ પ્રાપ્ત થયેલા જાણીને નિકટવર્તી વાણવ્યંતર દેવોએ તેના પર સુગંધિત જલની વૃષ્ટિ કરી; પાંચ વર્ણના પુષ્પ વરસાવ્યા અને દિવ્યગીત અને ગંધર્વ-નિનાદ પણ કર્યો.
તે સમયે તે વરુણનાગનzઆની તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ અને દિવ્ય દેવપ્રભાવને સાંભળીને અને જોઈને ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા યાવતું પ્રરૂપણા કરવા લાગ્યા- હે દેવાનુપ્રિયો ! સંગ્રામ કરતા જે અનેક મનુષ્યો મરે છે તે દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વરુણનાગનતુઆના જીવનના એક પ્રસંગને વિસ્તારથી આલેખ્યો છે. જે શ્રાવકોને માટે અત્યંત પ્રેરક છે. શ્રાવકોને પણ રાજાદિના અભિયોગ-દબાણથી ક્યારેક યુદ્ધમાં જવું પડે, ત્યારે તે કેવા ભાવથી યુદ્ધ કરે અને યુદ્ધમાં જ્યારે જીવનનો અંત નિકટ જણાય ત્યારે કેવા પ્રકારની આરાધનાથી સમરાંગણમાં પણ આરાધક બની જાય, તે વરુણનાગનતુઆના પ્રસંગથી સમજી શકાય છે.
વરુણનાગનqઆને છઠ–છઠની તપસ્યા ચાલતી હતી. યુદ્ધમાં જવાના દિવસે એક ઉપવાસ વધારી તેમણે અટ્ટમ કર્યો. સ્વીકારેલા અહિંસા વ્રતને ટકાવી રાખવા અભિગ્રહ કર્યો કે સામી વ્યક્તિ પ્રહાર કરે પછી જ પ્રહાર કરવો. સ્થૂલ અહિંસાવ્રતમાં સાપરાધી હિંસાનો આગાર હોય છે. તે ઉપરાંત સ્વયં ઘાયલ થયા ત્યારે તુરંત જ યુદ્ધભૂમિમાંથી બહાર નીકળી, એકાંત સ્થાનમાં સ્થિર થઈ, સભાન અને સાવધાનીપૂર્વક પૂર્વકૃત પાપની આલોચના અને પ્રાયશ્ચિત્ત સાથે જીવન પર્યતનું અનશન વ્રત સ્વીકારી, શ્રાવકના ત્રીજા મનોરથને પૂર્ણ કર્યો અને સમાધિભાવે કાલધર્મ પામી આરાધક થયા.
દઢ શ્રદ્ધા અને લક્ષ્ય પ્રતિ જાગૃતિ હોય તો વ્યક્તિ ગમે તે ક્ષેત્રમાં, ગમે તે પ્રવૃત્તિઓ વચ્ચે આરાધના કરી શકે છે. વરુણનાગનતુઆએ યુદ્ધમાં જવાના સમયે છઠનો અઠ્ઠમ કર્યો હતો અને યુદ્ધ કરતાં મૃત્યુનો સમય જાણી સાવધાનીપૂર્વક સંથારો કર્યો. આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે ધર્મ આરાધનાને ક્ષેત્ર કે કાલનું બંધન હોતું નથી.
વરુણનાગનzઆ કાલધર્મ પામી દેવલોકમાં ગયા. તેની દેવગતિને જાણીને લોકોમાં ભ્રાન્ત માન્યતા પ્રચલિત થઈ કે સંગ્રામમાં મૃત માનવોની દેવગતિ થાય છે, પરંતુ દેવગતિની પ્રાપ્તિનું કારણ સંગ્રામ નથી કારણ કે યુદ્ધના વેરઝેરના ભાવમાં અસમાધિભાવે કાલધર્મને પ્રાપ્ત કરનારાઓની તો પ્રાયઃ દુર્ગતિ જ થાય છે. રથમસલ અને મહાશિલા કંટક સંગ્રામના વર્ણનથી સ્પષ્ટ છે કે સંગ્રામમાં મૃત માનવોએ પ્રાયઃ