Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 489
________________ પરિશિષ્ટન ૪૨૭ પરિશિષ્ટ-૧ મહાશિલાકંટક અને રથમુસલ સંગ્રામ પછીનું કથા વિવરણ : શક્રેન્દ્ર અને ચમરેન્દ્રની સહાયતાથી રાજા કોશિક વિજયને પામ્યા. રાજા ચેટકના બા નિષ્ફળ ગયા. ત્યારે અઢારે ગણરાજાઓ નાસીને પોત–પોતાના નગરમાં પેસી ગયા અને ચેડા રાજા પણ પોતાની નગરીમાં ચાલ્યા ગયા. ત્યાર પછી કોણિકે વૈશાલી નગરીને ઘેરી લીધી. યુદ્ધ વિરામ થવા છતાં બંને પક્ષે વૈરની ભાવના યથાવત્ રહી. પરસ્પરની વૈરભાવનાની પરાકાષ્ટાએ યુદ્ધ પછી કોણે કેવા કેવા કૃત્યો કર્યા અને તેનું તમ પરિણામ શું આવ્યું ? આ વિષયમાં શ્રી નિરયાવલિકા સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર તથા અન્ય આગમોમાં કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. તીર્થંકર ચરિત્રના આધારે અહીં પરિશિષ્ટરૂપે તે વિષયોનું આલેખન કર્યું છે. હલ્લ વિશ્વલ્લ અને સેચનક ગંધહસ્તિ :- દરરોજ રાત્રે સેચનક ગંધહસ્તિ ઉપર ચઢીને હલ્લ વિહલ્લ કોશિકની છાવણીમાં આવીને ઘણા સૈન્યનો વિનાશ કરવા લાગ્યા. એક દિવસ કોણિકે મંત્રીઓને કહ્યું કે આ હલ્લ વિહલ્લ આપણા સૈન્યને વિપ્ત કરી રહ્યા છે. તેને રોકવાનો કોઈ ઉપાય વિચારવો જોઈએ. મંત્રીઓએ કહ્યું કે જ્યાં સુધી હલ્લ વિહલ્લ સેચનક હસ્તિ ઉપર બેસીને આવે છે ત્યાં સુધી તેને કોઈ રીતે જીતી શકાશે નહીં. માટે યુક્તિપૂર્વક હાથીનો નાશ કરવો જોઈએ. મંત્રીઓએ તેના નાશ માટે ઉપાય શોધી કાઢ્યો કે "તેના આવવાના માર્ગમાં એક ખાઈ ખોદી તેમાં ખેરના અંગારા ભરવા, તેના ઉપર એવી રીતે આચ્છાદન કરવું કે જેથી તેને ખબર પડે નહીં. જ્યારે સેચનક વેગપૂર્વક દોડતો આવશે ત્યારે તે તેમાં પડશે અને મરણ પામશે." કોણિકને આ યુક્તિ ગમી ગઈ અને તેને શીઘ્ર અજમાવી. રાત્રે હલ્લ વિહલ્લ ગર્વપૂર્વક નગરીમાંથી નીકળ્યા. માર્ગમાં અંગારાવાળી ખાઈ આવી. સેચનકે તરત જ વિમંગજ્ઞાનથી રાજા કોશિકની યુક્તિને જાણી લીધી અને ખાઈના કાંઠે ઊભો રહી ગયો. મહાપ્રયત્ન કરવા છતાં તે ખસ્યો નહીં. તેથી હલ્લ વિહલ્લે તિરસ્કારપૂર્વક હાથીને કહ્યું– અરે સેચનક ! તું અત્યારે ખરેખર ! પશુ થયો છે, તેથી જ કાયર થઈને ઊભો રહી ગયો છે. તારા માટે અમે પિતાની નગરી છોડી, વિદેશગમન કર્યું; બંધુ ત્યાગ કર્યો; તારા માટે અમે નાનાજી ચેટક રાજાને પણ મુશ્કેલીમાં મુક્યા. જે સ્વામીને વફાદાર રહે છે તેવા પ્રાણીઓને જ પાળવા શ્રેષ્ઠ છે પણ તારા જેવાનું પોષણ કરવું વ્યર્થ છે." આવા તિરસ્કારપૂર્વકના વચનો સાંભળીને નિમક હલાલી વફાદાર સેચનક હસ્તિએ હલ્લ વિહલને પોતાની પીઠ પરથી નીચે ઉતાર્યા અને સ્વયં અંગારાની ખાઈમાં પડીને સંપાપાત કર્યો. કાપોનલેશ્યાના પરિણામોમાં મૃત્યુ પામીને તે સેચનક હસ્તિરત્ન પ્રથમ નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થયો. હલ્લ વિહલ બંને ભાઈઓએ વાસ્તવિકતા નિહાળી. નિર્દોષ પ્રાણીને તિરસ્કારપૂર્વકના વચનો કહીને આપણે મહાપાપનું કામ કર્યું છે માટે ધિક્કાર છે આપણને ! આપણે શું કર્યું ? ખરેખર આપણે પશુ તુલ્ય છીએ. પૂજનીય માતામહ-નાના ચેટકને મહાસંકટમાં નાંખી, બંધુના સૈન્યનો મહાવિનાશ કર્યો. હવે આપણે જીવવું યોગ્ય નથી અને જો જીવીએ તો પાપના પ્રાયશ્ચિત રૂપે પ્રભુ વીરના શિષ્ય થઈને સંયમી

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505