Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 478
________________ ૪૧૬ શ્રી ભગવતી સૂત્ર-૨ બેઠા; આનંદપૂર્વક બેસીને તેઓમાં પરસ્પર આ પ્રકારે વાર્તાલાપ થયો કે શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીર પાંચ અસ્તિકાયનું નિરૂપણ કરે છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. તેમાંથી ચાર અસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર અજીવકાય કહે છે; જેમ કે- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય; એક જીવાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર અરૂપી અને જીવકાય કહે છે. તેમજ શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકામાંથી ચાર અસ્તિકાયોને અરૂપી કહે છે; જેમ કે- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય; કેવળ એક પુદ્ગલાસ્તિકાયને જ શ્રમણ જ્ઞાતપુત્ર રૂપીકાય અને અજીવકાય કહે છે. તેમની આ વાત કઈ રીતે માની શકાય ? | ३ तेणं कालेणं तेणं समएणं समणे भगवे महावीरे जाव गुणसीलए चेइए समोसढे जाव परिसा पडिगया । तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णामं अणगारे गोयमगोत्तेणं, एवं जहा बितियसए णियंठुद्देसए जाव भिक्खायरियाए अडमाणे अहापज्जत्तं भत्तपाणं पडिग्गहित्ता रायगिहाओ णयराओ पडिणिक्खमइ अतुरियं अचवलं असंभंतं जाव रियं सोहेमाणे सोहेमाणे तेसिं अण्णउत्थियाणं अदूरसामंतेणं वीइवयइ । ભાવાર્થ - તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા યાવત પરિષદ ધર્મોપદેશ સાંભળીને પાછી ફરી. તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ગૌતમ ગોત્રીય ઈન્દ્રભૂતિ નામના અણગાર, બીજા શતકના નિગ્રંથ ઉદ્દેશકમાં કહ્યા અનુસાર વિશેષણોથી સંપન્ન યાવત ભિક્ષાચરીને માટે પર્યટન કરતાં આવશ્યક આહાર-પાણી ગ્રહણ કરીને રાજગૃહ નગરમાંથી નીકળ્યા અને શાંત, અચપલ, અસંભ્રાંતપણે ઈર્યાસમિતિનું શોધન કરતાં કરતાં તે અન્યતીથિકોના આશ્રમ પાસેથી નીકળ્યા. ४ तएणंते अण्णउत्थिया भगवंगोयमं अदूरसामंतेण वीइवयमाणं पासंति, पासित्ता अण्णमण्णं सद्दार्वति, सद्दावेत्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हे इमा कहा अविप्पकडा, अयं च णं गोयमे अम्हं अदूरसामंतेणं वीईवयइ । तं सेयं खलु देवाणुप्पिया ! अम्हंगोयमं एयमटुं पुच्छित्तए त्ति कटु अण्णमण्णस्स अंतिए एयमढें पडिसुणति, पडिसुणित्ता जेणेव भगवं गोयमे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवं गोयम एवं वयासी एवं खलुगोयमा !तव धम्मायरिए धम्मोवएसए समणे णायपुत्ते पच अस्थिकाए पण्णवेइ, तं जहा- धम्मत्थिकायं जाव पोग्गलत्थिकाय; तं चेव जावएगं च णं समणे

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505