Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૭: ઉદ્દેશક-૯,
૪૦૧
उववण्णा ? गोयमा ! ओसण्णं णरग-तिरिक्खजोणिएसु उववण्णा ।
શબ્દાર્થ:- સM = પ્રાયઃ
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શીલ રહિત, વ્રત રહિત, ગુણ રહિત, મર્યાદારહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત, રુષ્ટ અને ક્રોધાયમાન, યુદ્ધમાં ઘાયલ થયેલા અને અનુપશાંત તે યુદ્ધ કરનારા મનુષ્યો મૃત્યુના સમયે મરીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા?
ઉત્તર- હે ગૌતમ! તે મનુષ્યો પ્રાયઃ નરક અને તિર્યંચગતિમાં ઉત્પન્ન થયા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાશિલાકંટક સંગ્રામનું નિરૂપણ છે.
હાર અને હાથી માટે રાજા કોણિક અને ચેટક રાજા વચ્ચે થયેલા યુદ્ધનું મૌલિક અને વિસ્તૃત વર્ણન શ્રી ઉપાંગ સૂત્રના નિરયાવલિકા વર્ગમાં છે. પ્રસ્તુત પ્રસંગમાં ગૌતમ સ્વામીની જિજ્ઞાસાના સમાધાનાર્થે પ્રભુએ આ સંગ્રામમાં કોનો અને કેવી રીતે વિજય થયો? તેનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે.
કોણિક રાજાના પક્ષમાં કાલકુમાર આદિ દશ ભાઈઓ અને ચેટક રાજાના પક્ષમાં નવ મલ્લી અને નવ લિચ્છવી તે ૧૮ દેશના ગણરાજાઓ પોતાની ચતુરંગી સેના સાથે આવ્યા હતા. નિરયાવલિકા સૂત્રના વર્ણનાનુસાર પ્રથમ દશ દિવસના યુદ્ધમાં ચટક રાજાનો જય અને કોણિકનો પરાજય થયો. ત્યાર પછી કોણિક અઠ્ઠમ તપની આરાધના કરીને પોતાના પૂર્વભવના મિત્રદેવનું સ્મરણ કર્યું. શક્રેન્દ્ર અને ચમરેન્દ્ર કોણિકની સહાયતા માટે આવ્યા. શક્રેન્દ્ર, અભેધ કવચની વિફર્વણા કરીને ઉપસ્થિત રહ્યા. શક્રેન્દ્રની સહાયતાથી થયેલા એક દિવસીય મહાશિલાકંટક સંગ્રામમાં શક્રેન્દ્ર અને કોણિકનો જય થયો. વળી વિદપુત્તે – વજને ધારણ કરનાર વજી. શક્રેન્દ્રનું શસ્ત્ર વજ હોવાથી શક્રેન્દ્રને વજી કહેવાય છે અને વિદેહપુત્રથી કોણિકનું કથન છે.
સન :- કાશી અને કોશલ આ બે દેશ છે. તેના જદા જુદા વિભાગોમાં નવ મલ્લી અને નવ લિચ્છવી રાજા રાજ્ય કરતા હતા. તે અઢાર રાજાઓનું ગણતંત્ર રાજ્ય હતું. તેઓમાં મુખ્ય ચેટક રાજા હતા. તેઓ ચેટક રાજાના પક્ષમાં યુદ્ધ કરતાં પરાજિત થયા. મતક સંખ્યા અને ગતિ :- એક દિવસના મહાશિલાકંટક સંગ્રામમાં ચોરાસી લાખનો જનસંહાર થયો. તે સર્વે પ્રાયઃ નરક અને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થયા. મહસિતારાને - કોણિકના વિજય માટે શક્રેન્દ્ર દ્વારા દૈવિક માયાથી વિકર્વિત સંગ્રામ. જેમાં કોણિકના સૈનિકો ચેટક રાજાના સૈન્ય પર કાંટા, કાંકરા કે તણખલાનો પ્રહાર કરે તો પણ તેઓને મહાશિલાના પ્રહાર જેવો અનુભવ થતો. તેથી તે મહાશિલાકંટક સંગ્રામ કહેવાય છે.