Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૭: ઉદ્દેશક-૯ .
૪૦૫ ]
भवंति; जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु । अहं पुण गोयमा ! एवं आइक्खामि નાવ પકવેનિ---
एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं वेसाली णामं णयरी होत्था, वण्णओ। तत्थ णं वेसालीए णयरीए वरुणे णामं णागणत्तुए परिवसइ । अड्डे जाव अपरिभूए; समणोवासए अभिगयजीवाजीवे जाव पडिलाभेमाणे छटुं छठेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणे विहरइ ।। શબ્દાર્થ –ળાTMg-નાગ નામના ગૃહસ્થાના દોહિત્ર કે પૌત્ર અપરિપૂર-અતિરસ્કૃત, સમ્માનિત. ભાવાર્થઃ-પ્રશ્ન- હે ભગવન્! અનેક લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, પ્રરૂપણા કરે છે કે નાના-મોટા કોઈ પણ સંગ્રામમાં યુદ્ધ કરતા આહત થયેલા અનેક મનુષ્યો કાલના સમયે કોલ કરીને કોઈ પણ દેવલોકમાં દેવરૂપે થાય છે; હે ભગવન્! શું આ કથન સત્ય છે?
ઉત્તર- હે ગૌતમ ! અનેક મનુષ્યો, જે આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે કે સંગ્રામમાં મરેલા મનુષ્યો દેવલોકમાં ઉત્પન્ન થાય છે; આ પ્રમાણે કહેનારા મનુષ્યો મિથ્યા કહે છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું યાવતુ પ્રરૂપણા કરું છું- (આ ભ્રમિત લોક પ્રવાદના ઉત્પત્તિનું મૂળભૂત કારણ સમજાવવા પ્રભુએ વરુણનાગનતુઓનું જીવન વૃત્તાંત કહેવાનો પ્રારંભ કર્યો).
હે ગૌતમ! તે કાલે, તે સમયે વૈશાલી નામની નગરી હતી, તેનું વર્ણન ઔપપાતિક સૂત્રોક્ત ચંપા નગરીની જેમ જાણી લેવું જોઈએ. તે વૈશાલી નગરીમાં 'વરુણ' નામક નાગનતૃક(વરુણનાગનતુઆ) રહેતા હતા. તે ધનાઢય અને અપરિભૂત હતા; તે શ્રમણોપાસક હતા અને જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા હતા યાવતું તે આહારાદિ દ્વારા શ્રમણ નિગ્રંથોને પ્રતિલાભિત કરતા તથા નિરંતર છઠ–છઠની તપસ્યા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતાં વિચરણ કરતા હતા. २० तएणं से वरुणे णागणत्तुए अण्णया कयाई रायाभिओगेणं, गणाभिओगेणं, बलाभिओगेणं रहमुसले संगामे आणत्ते समाणे छट्ठभत्तिए अट्ठमभत्तं अणुवट्टेइ, अणुवट्टित्ता कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! चाउग्घंट आसरहं जुत्तामेव उवट्ठावेह; हय-गय-रह जाव सण्णाहेत्ता ममं एवं आणत्तिय पच्चप्पिणह । ભાવાર્થ:- એક વાર રાજાના આદેશથી, ગણ કે બલ ના અભિયોગથી તે વરૂણનાગનતુઆને રથમૂસલ સંગ્રામમાં જવાની આજ્ઞા પ્રાપ્ત થઈ. ત્યારે તેણે છઠ તપને વધારીને, અઠ્ઠમ તપ કરી લીધો. અઠ્ઠમ તપ કરીને તેણે પોતાના સેવક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! ચાર ઘંટાવાળો અશ્વરથ સામગ્રીયુક્ત તૈયાર કરીને શીઘ્ર ઉપસ્થિત કરો તેમજ અશ્વ, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી