Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૩૨ |
શ્રી ભગવતી સત્ર-૨
કહે છે. (૫-૬) સાગાર–અનાગાર પ્રત્યાખ્યાન :- છૂટ સહિતના પ્રત્યાખ્યાન સાગાર પ્રત્યાખ્યાન અને છૂટ રહિતના પ્રત્યાખ્યાન અનાગાર પ્રત્યાખ્યાન છે. સાધુ અથવા શ્રાવક કોઈપણ વિશિષ્ટ પ્રત્યાખ્યાન આગાર સહિત પણ કરી શકે અને દઢતા હોય તો આગાર રહિત પણ કરી શકે છે. આ કારણે પ્રત્યાખ્યાનના સાગાર અને અનાગાર તેમ બે ભેદ થાય છે.
(૭) પરિમાણ કત પ્રત્યાખ્યાન - દત્તિ, કવલ, ઘર, ભિક્ષા અથવા ભોજ્ય દ્રવ્યોની મર્યાદા કરવી. જેમ કે પાત્રમાં એક સાથે જેટલી અન્નાદિક વસ્તુ પડશે, તેટલી વસ્તુ હું વાપરીશ તે દત્તિ પરિમાણ છે. આ જ રીતે કવલ, ઘર આદિની પણ મર્યાદા થઈ શકે છે. (૮) નિરવશેષ પ્રત્યાખ્યાન :- અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ, આ ચારે પ્રકારના આહારના સમયની મર્યાદા સાથે સર્વથા પ્રત્યાખ્યાન કરવા. (૯) સંકેત પ્રત્યાખ્યાન - મુઠ્ઠી, અંગૂઠી ગાંઠ અને નમસ્કાર મંત્ર આદિ પ્રત્યાખ્યાન પૂર્ણ કરવાના કોઈપણ સંકેતપૂર્વક પ્રત્યાખ્યાન કરવા. (૧) અતા પ્રત્યાખ્યાન - અદ્ધા-કાલ વિશેષને નિયત કરીને પ્રત્યાખ્યાન કરવા; જેમ કે પોરસી, બે પોરસી, મા ખમણ, અદ્ધમાખમણ આદિ.
શ્રમણોપાસકના પાંચ અણુવ્રતોને પુષ્ટ કરનારા ગુણવ્રતને દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન કહે છે તેના સાત પ્રકાર છે
(૧) દિગ્ગત :- દિશા પરિમાણ વ્રત. પૂર્વાદિ છ એ દિશાઓમાં ગમનની મર્યાદા કરવી, નિયમ કરેલી દિશા સિવાયના ક્ષેત્રમાં આશ્રવ–સેવનનો ત્યાગ કરવો.
(૨) ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત - ઉપભોગ્ય- એકવાર ભોગવવા યોગ્ય ભોજનાદિ અને પરિભોગ્ય- વારંવાર ભોગવવા યોગ્ય વસ્ત્રાદિ વસ્તુઓ [૨૬ બોલની મર્યાદા કરવી.
(૩) અનર્થદંડ વિરમણ વ્રત - અપધ્યાન, પ્રમાદ, હિંસાકારી શસ્ત્ર પ્રદાન, પાપકર્મોપદેશ આદિ નિરર્થક નિપ્રયોજન હિંસાદિજનક કાર્ય અનર્થદંડ છે, તેનાથી નિવૃત્ત થવું. (૪) સામાયિક વ્રત - સાવદ્ય-પાપકારી પ્રવૃત્તિ અને આર્ત–રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી, ધર્મધ્યાનમાં તથા સમભાવમાં સ્થિર થવું. (૫) દેસાવગાસિક વ્રત - દિવ્રતમાં દિશાઓની જે મર્યાદા કરી છે, તેનો અને પહેલાં ગ્રહણ કરેલાં પ્રત્યેક વ્રતોની મર્યાદાનો દૈનિક સંકોચ કરવો; એક દિવસ માટે તે મર્યાદાઓ ઘટાડી, મર્યાદા ઉપરાંતના ક્ષેત્રમાં આશ્રવ સેવનનો ત્યાગ કરવો અને મર્યાદિત ક્ષેત્રમાં જેટલા દ્રવ્યાદિની મર્યાદા કરી છે, તે ઉપરાંત પદાર્થોનું સેવન ન કરવું તે.