Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૭: ઉદ્દેશક-૯
[[ ૩૯૩]
શતક-૭ : ઉદ્દેશક-૯
- સંક્ષિપ્ત સાર
-
આ ઉદ્દેશકમાં અસંવૃત અણગારની વિદુર્વણાનું અને મહાશિલાકંટક સંગ્રામ તથા રથમૂસલ સંગ્રામનું વિસ્તૃત વર્ણન છે. * વૈક્રિયલબ્ધિસંપન્ન અસંતૃત અણગાર બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને (૧) એકવર્ણ એકરૂપ (૨) એકવર્ણ અનેકરૂપ (૩) અનેકવર્ણ એકરૂપ (૪) અનેકવર્ણ અનેકરૂપની વિદુર્વણા કરી શકે છે. આ રીતે વર્ણના ૧૦, ગંધનો એક, રસના ૧૦ અને સ્પર્શના ૪ વિકલ્પ થાય છે. અર્થાત્ વર્ણની જેમ ભિન્ન ભિન્ન ગંધ, રસ અને સ્પર્શ સાથે સંયોગ કરીને પૂર્વવત્ ચૌભંગી બને છે. * મહાશિલાટક સંગ્રામ રાજા શ્રેણિકના પુત્ર કોણિક અને રાજા ચેટક વચ્ચેનો હતો. પિતા તરફથી પ્રાપ્ત થયેલો સેચનક હાથી અને અઢારસરો હાર નાના ભાઈ વિહલ પાસે હતા. જેને મેળવવાના નિમિત્તે કોણિકને ભાઈ સાથે વૈમનસ્ય થયું. વિહલે પોતાની સલામતી માટે નાનાજી ચેડા રાજાનો આશ્રય લીધો. ચેડા રાજાએ ન્યાયને પ્રાધાન્ય આપ્યું અને યુદ્ધ માટે તૈયાર થયા. ચેડા રાજા અને દોહિત્ર કોણિક વચ્ચે મહાયુદ્ધ થયું. કોણિક રાજાએ પોતાના કાલ આદિ દશ ભાઈઓને યુદ્ધમાં સાથે રાખ્યા, ચેડા રાજાએ કાશી અને કોશલ દેશના નવ મલ્લ જાતિના અને નવ લિચ્છવી જાતિના ૧૮ ગણરાજાઓને સાથે રાખ્યા હતા.
ચેડા રાજાના બાણથી કાલ આદિ દશ કુમારો મૃત્યુ પામ્યા. રાજા કોણિક પોતાની સલામતી માટે ચિંતાતુર બન્યા. તેણે યુદ્ધ સ્થગિત રાખી, અઠ્ઠમ તપની આરાધના કરી, પોતાના પૂર્વભવના મિત્ર શક્રેન્દ્ર અને તાપસ પર્યાયના મિત્ર ચમરેન્દ્રનું સ્મરણ કર્યું. મિત્રતાના સંબંધે બને ઈન્દ્રો યુદ્ધમાં ઉપસ્થિત થયા. મહાશિલાકંટક સંગ્રામમાં રાજા કોણિકના સૈનિકો તૃણ, પત્ર, કાષ્ઠ આદિ કાંઈ પણ ફેંકે, તેનાથી શત્રુ સેનાને મહાશિલા પડવાનો અનુભવ થતો. તેથી તે મહાશિલાકંટક સંગ્રામ નામથી પ્રસિદ્ધ થયો છે. આ સંગ્રામમાં ૮૪ લાખ મનુષ્યોનો સંહાર થયો. તેમાં શક્રેન્દ્રની સહાયતાથી રાજા કોણિકનો જય અને ચેડા રાજાનો પરાજય થયો. રથમુસળ સંગ્રામમાં મુસળ યુક્ત એક રથ ઘોડા, સારથી વિના જ અર્થાત્ યાંત્રિક રીતે ચાલતો હતો. જેની આગળ યંત્રમાં ગોઠવાયેલું જે મુસળ–સાંબેલુ ફરતું હતું તે ભયંકર જનસંહાર કરતું હતું. તેથી તેને રથમુસલ સંગ્રામ કહે છે. તેમાં ૯૬ લાખનો જનસંહાર થયો. તેમાં ચમરેન્દ્ર અને રાજેન્દ્ર બે ઈન્દ્રોની સહાયતાથી રાજા કોણિકનો વિજય અને ચેડા રાજાનો પરાજય થયો.
આ રીતે આ ઘોરસંગ્રામમાં એક ક્રોડ એસી લાખ મનુષ્યો મૃત્યુ પામ્યા. યુદ્ધમાં મરેલા મનુષ્યોમાં