Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૭૨ |
શ્રી ભગવતી સૂત્ર-૨
વિષયક પ્રશ્નોત્તર છે. રત્નપ્રભા આદિ કોઈ પણ પૃથ્વીની નીચે કે દેવલોકની નીચે ઘર, દુકાન કે ગ્રામ, નગર, સન્નિવેશ વગેરે નથી.
ત્યાં દેવકૃત મેઘ, મેઘ ગર્જના અને વિદ્યુત હોઈ શકે છે. તેમાં પહેલી અને બીજી નરક સુધી વૈમાનિક દેવ, અસુર અને નાગકુમાર તે કાર્ય કરે છે; ત્રીજી નરક સુધી દેવ અને અસુર કરે છે; ચોથીથી સાતમી નરક સુધી કેવળ વૈમાનિક દેવો જ તે કાર્ય કરે છે.
પહેલા અને બીજા દેવલોક સુધી અસુરકુમાર અને વૈમાનિક દેવ મેઘાદિ કરે છે. ત્યાર પછી ઉપરના દેવલોક નીચે કેવળ વૈમાનિક દેવ જ તે કાર્ય કરે છે. મેઘાદિ કાર્ય બાર દેવલોક સુધી જ થાય છે, તેનાથી ઉપર દેવ જતા નથી, તેથી ત્યાં વાદળા વગેરેનો સદુભાવ નથી.
બાદર ૫થ્વીકાય અને બાદર અગ્નિકાય - દેવ વિમાનો અને નરક પૃથ્વીઓ, પૃથ્વીમય છે પરંતુ તેની નીચે બાદર પૃથ્વી કે બાદર અગ્નિ નથી. કારણ કે ત્યાં તેના સ્વસ્થાન નથી. દેવલોકમાં કૃષ્ણરાજિઓ પૃથ્વીમય છે, તેથી ત્યાં પથ્વીકાય છે. નરકમાં અચિત્ત ઉષ્ણપુદગલની ઉષ્મા હોય અને દેવલોકમાં પ્રકાશમય પુદ્ગલોનો પ્રકાશ હોય છે પરંતુ ત્યાં અગ્નિકાય નથી. અપકાય, વાયુકાય અને વનસ્પતિકાય - પ્રત્યેક નરક પૃથ્વીની નીચે ઘનોદધિ અને ઘનવાત છે. તેથી ત્યાં અપકાય અને વાયુકાય છે અને સત્ય ના તલ્થ વા તે નિયમાનુસાર અપકાયની સાથે વનસ્પતિ- કાયનું સાહચર્ય છે; તેથી ત્યાં વનસ્પતિકાય પણ છે.
સૌધર્મ અને ઈશાન દેવલોક ઉદધિ પ્રતિષ્ઠિત છે, તેથી ત્યાં અપકાય છે. સનસ્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મ દેવલોક પર્યત નમસ્કાયની અપેક્ષાએ અપકાય છે. અપકાય હોય ત્યાં વનસ્પતિકાય પણ હોય છે. પાંચમા દેવલોકથી ઉપરના દેવલોક વાયુપ્રતિષ્ઠિત છે. તેથી ત્યાં અપકાય કે વનસ્પતિકાયનો સદ્ભાવ નથી. પરંતુ બાર દેવલોક સુધીમાં વાવડી વગેરે જલસ્થાનો હોય છે તેથી ત્યાં અપકાય અને વનસ્પતિકાયનો સદ્ભાવ હોય છે અને વાયુ તો સર્વત્ર છે.
જીવોના આયુષ્ય બંધના પ્રકાર :| १६ कइविहे णं भंते ! आउयबंधे पण्णत्ते ?
गोयमा ! छव्विहे आउयबंधे पण्णत्ते, तं जहा- जाइणामणिहत्ताउए, गइणाम- णिहत्ताउए, ठिइणामणिहत्ताउए, ओगाहणाणामणिहत्ताउए, पए सणामणिहत्ताउए, अणु- भागणामणिहत्ताउए । दंडओ जाव वेमाणियाणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આયુષ્યબંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! આયુષ્યબંધના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) જાતિ નામ નિધત્તાયુ,