Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૬ઃ ઉદ્દેશક-૧૦
૨૮૯
પ્રમાણ, અડદ પ્રમાણ, મગ પ્રમાણ, જું પ્રમાણ કે લીખ પ્રમાણ પણ કોઈ પુરુષ બહાર કાઢીને દેખાડી શકે નહીં; હે ભગવન્! શું આ કથન સત્ય છે?
ઉત્તર- હે ગૌતમ! જે અન્યતીર્થિક ઉપર્યુક્ત પ્રમાણે કહે છે વાવતુ પ્રરૂપણા કરે છે, તે મિથ્યા કહે છે, હે ગૌતમ! હું આ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે સંપૂર્ણ લોકમાં રહેલા સર્વ જીવોના સુખ અથવા દુઃખને કોઈ પણ પુરુષ બોરના ઠળિયા પ્રમાણ યાવતું લીખ પ્રમાણમાં પણ બહાર કાઢીને દેખાડી શકે નહીં.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! આ જંબુદ્વીપ નામનો દ્વીપ છે યાવત તેની ત્રણ ગુણી સાધિક પરિધિ છે. તેવા દ્વીપમાં કોઈ મહદ્ધિક દેવ એક મોટા વિલેપનવાળા(સુગંધી ચૂર્ણવાળા) ગંધ દ્રવ્યના ડબ્બાને લઈને ઉઘાડે, ઉઘાડીને તે ડબ્બાને હાથમાં લઈને ત્રણ ચપટી વગાડે, એટલા સમયમાં જંબૂદ્વીપની ૨૧ વાર પરિક્રમ્મા કરીને પાછો આવી જાય, તો હે ગૌતમ! શું ગંધયુગલોથી આ સંપૂર્ણ જંબૂદ્વીપ સ્પષ્ટ થાય છે?
[ગૌતમ) હા, ભગવન્! તે સ્પષ્ટ થાય છે.
[ભગવાન] હે ગૌતમ! કોઈ પુરુષ બોરના ઠળિયા પ્રમાણ થાવત્ લીખ પ્રમાણ તે ગંધયુગલોને બતાવવા સમર્થ છે?
[ગૌતમ) હે ભગવન્! તેમ શક્ય નથી.
ભિગવાન હે ગૌતમ! તે જ રીતે કોઈપણ જીવોના સુખ દુઃખને બહાર કાઢીને કોઈ દેખાડી શકતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવોના સુખ દુઃખને બહાર કાઢીને કોઈ દેખાડી ન શકે તત્સંબંધી અન્યમત અને સ્વમતનું નિરૂપણ છે. અન્યમતનું કથન - રાજગૃહી નગરમાં જેટલા જીવ છે, તેઓના સુખ દુઃખને બહાર કાઢીને કોઈ દેખાડી શકતા નથી. સ્વમતનું કથન – સંપૂર્ણ લોકના સમસ્ત જીવોના સુખ દુઃખને બહાર કાઢીને કોઈ દેખાડી શકતા નથી.
સૂત્રમાં સુખ દુઃખ દેખાડવાની માત્રા માટે બોરના ઠળિયાથી લઈ લીખ સુધીના સાત પદાર્થોનો નામ નિર્દેશ છે તે માત્ર ઉદાહરણ રૂપે છે. જે સ્વમત અને અન્યમત બંનેના કથનમાં સમાન છે.
ન દેખાડી શકવાનું કારણ - અન્યમતના કથનમાં ન દેખાડી શકવાના કારણનું સ્પષ્ટીકરણ નથી.