Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૨
પૂર્વના સૂત્રોમાં આહારના અનેક ગુણ અને દોષની પૃચ્છા કરી, તેના ઉત્તરમાં પ્રત્યેક ગુણ–દોષનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. જ્યારે આ સૂત્રના પ્રશ્નમાં આહારના પાંચ ગુણોના અર્થની પૃચ્છા કરીને તેના ઉત્તરમાં સૂત્રકારે એક એક ગુણની ક્રમપૂર્વક વ્યાખ્યા—નિર્વચન ન કરતાં વિસ્તૃત અને મહત્વપૂર્ણ સ્પષ્ટીકરણ કર્યું છે. જેમાં પ્રશ્નગત પાંચે ય ગુણોનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે.
સર
सत्थातीयस्स सत्थपरिणामियस्स -- શસ્ત્રાતીત અને શસ્ત્રપરિણત. ભોજ્ય પદાર્થ પર શસ્ત્રનો પ્રયોગ થયો હોય, જેમ કે છરીથી કાકડી આદિ સુધારવા, અગ્નિ પર ભોજ્ય પદાર્થ મૂકવા, તે શસ્ત્રાતીત કહેવાય અને જ્યારે તે આહાર અચિત્ત બની જાય, જીવ રહિત બની જાય તે શસ્ત્રપરિણત—અચિત્ત આહાર કહેવાય. સાધુ પ્રાસુક—અચિત્ત આહાર જ ગ્રહણ કરે છે.
સૂત્રગત વવાય સુર્ય પદ્ય પત્તવેત નીવિષ્વનરૢ નો સમાવેશ શસ્ત્રાતીત, શસ્ત્રપરિણત વિશેષણમાં કરી શકાય. વવાય = વ્યપગત. ઈયળ, ધનેડા, મટકા જેવા ત્રસજીવો આહારમાંથી સ્વયં નીકળી ગયા હોય અર્થાત્ ત્રસ જીવોથી રહિત આહાર. નુય = ચ્યુત. આયુષ્યક્ષય થવાના કારણે સ્વભાવથી અથવા પર પ્રયોગ(શસ્ત્ર પ્રયોગ)થી આહાર જીવરહિત બની ગયો હોય. વડ્યું - વ્યવિત. અગ્નિ આદિ શસ્ત્ર દ્વારા જીવ ચ્યવી ગયા હોય ચત્તવેF = ત્યક્ત દેહ. જે આહારમાંથી જીવ શરીરનો ત્યાગ કરી નીકળી ગયા હોય તેવો નવવિપ્પનતં = અચિત્ત આહાર, પ્રાસુક આહાર સાધુ ગ્રહણ કરે છે.
શિયલ્સ :- ગવેષણા, ગ્રહણેષણા અને પરિભોગૈષણાના દોષ રહિત આહારાદિ એષિત કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં અકૃત, અકારિત આદિ વિશેષણથી સૂત્ર સમાપ્તિ સુધીના સમસ્ત વિશેષણોનો સમાવેશ એષિતમાં થાય છે.
પવોડીપતુિર્ક:- નવકોટિ વિશુદ્ધ– (૧) કોઈ જીવની હિંસા કરવી નહીં (૨) કરાવવી નહીં (૩) અનુમોદના આપવી નહીં (૪) સ્વયં રસોઈ કરવી નહીં (૫) રસોઈ કરાવવી નહીં (૬) તેની અનુમોદના કરવી નહીં (૭) સ્વયં ખરીદવું નહીં (૮) અન્ય પાસે ખરીદાવવું નહીં (૯) ખરીદનારને અનુમોદના આપવી નહીં. આ નવ દોષથી રહિત આહારને નવ કોટિ વિશુદ્ધ આહાર કહે છે.
उग्गमुप्पायनेसणा :- આધાકર્મ આદિ ૧૬ ઉદ્ગમના; ધાત્રી, દૂતી આદિ ૧૬ ઉત્પાદનના; શંકિત આદિ ૧૦ એષણાના દોષ; આ રીતે એષણાના ૪૨ દોષ કહેવાય છે. તે દોષરહિત આહાર ગ્રહણ કરવો ઉદ્ગમ ઉત્પાદન એષણા પરિશુદ્ધ આહાર કહેવાય છે. જેમાં ઉદ્ગમના દોષ દાતા તરફથી, ઉત્પાદનના દોષ સાધુથી અને એષણાના દોષ બંનેથી લાગે છે.
વેસિયલ્સ :- સાધુવેષ, સાધુની મર્યાદા અને સાધુ સમાચારીને અનુરૂપ આચરણપૂર્વક જે આહાર ગ્રહણ થાય કે ભોગવાય તે વેષિત આહાર છે.
રજોહરણ, મુહપત્તિ, શ્વેતવસ્ત્ર વગેરે દ્રવ્ય સાધુવેષ છે. મૂળગુણ, ઉત્તરગુણનું પાલન, અનાસિકેત, આલોલુપતા વગેરે ભાવ સાધુવેષ છે. આ રીતે દ્રવ્ય અને ભાવથી સાધુવેષથી પ્રાપ્ત થયેલો આહાર વેષિત