Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૯૬
શ્રી ભગવતી સત્ર-૨
શતક-૭ |
જેન્જ પરિચય
જે
આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયો આ પ્રમાણે છે
ઉદેશક-૧ - જીવની અનાહારક દશાનું કાલમાન, સર્વ અલ્પાહારતા, લોકસંસ્થાન, સામાયિકમાં સ્થિત શ્રાવકને લાગતી ક્રિયા, શ્રાવક વ્રતમાં અતિચાર સંબંધી શંકા સમાધાન, શ્રમણોને અપાતા આહારદાનનું ફળ, કર્મ રહિત જીવની ગતિ, દુઃખીને દુઃખની સ્પષ્ટતા આદિ સિદ્ધાંતો, અનુપયુક્ત અણગારને લાગતી ક્રિયા, અંગારાદિ આહાર દોષો વગેરે વિષયોનું નિરૂપણ છે.
ઉદ્દેશક–૨ - સુપ્રત્યાખ્યાન અને દુપ્રત્યાખ્યાનનું સ્વરૂપ, પ્રત્યાખ્યાનના ભેદ પ્રભેદ, ૨૪ દંડકમાં તેનું અસ્તિત્વ, અલ્પબદુત્વ અને જીવની શાશ્વતતા-અશાશ્વતતા વગેરે વિષયોનું પ્રતિપાદન છે. ઉદેશક-૩ :- વનસ્પતિકાયિક જીવોના સર્વ અલ્પાહાર અને સર્વમહાહારની સ્થિતિ, વનસ્પતિકાયના મૂળ, કંદ આદિ તેમના જીવોથી સ્પષ્ટ છે કે નહીં? બટેટા આદિ અનંતકાયિક વનસ્પતિમાં જીવોનું પૃથકત્વ, લેશ્યાની અપેક્ષાએ જીવોમાં અલ્પમહાકર્મત્વ, વેદના અને નિર્જરા વગેરે વિષયોનું પ્રતિપાદન છે.
ઉદ્દેશક–૪:- સંસારી જીવોના સંબંધમાં જીવાજીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક વર્ણન છે. ઉદ્દેશક–૫:- પક્ષીઓના વિષયમાં યોનિસંગ્રહ, વેશ્યા આદિ ૧૧ દ્વારોનાં સંબંધમાં જીવાજીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક વર્ણન છે.
ઉદ્દેશક-૬:- જીવોના આયુષ્યબંધ અને આયુષ્ય વેદન, જીવોની મહાવેદના અને અલ્પવેદના, જીવોના અનાભોગ નિર્વર્તિત આયુષ્ય તથા કર્કશ–અકર્કશ વેદનીય, શાતા–અશાતા વેદનીય કર્મબંધના કારણ, ઈત્યાદિનું પ્રતિપાદન કર્યું છે. અંતે છઠ્ઠા આરામાં ભારત, ભારતભૂમિ, ભારતવાસી મનુષ્યો તથા પશુપક્ષીઓના આચારભાવ-સ્વરૂપનું પ્રતિપાદન છે.
ઉદ્દેશક–૭:- સંવૃત-અસંવૃત અણગારની ક્રિયા, કામ, ભોગ અને કામભોગનું સ્વરૂપ, છાસ્થ મનુષ્ય અધોવધિજ્ઞાની પરમાવધિજ્ઞાની અને કેવળજ્ઞાનીના સંબંધમાં ક્ષીણભોગી કે ભોગી વિષયક નિરૂપણ અસંજ્ઞી અને સમર્થ જીવો દ્વારા અકામ અને પ્રકામનિકરણ વેદના ઈત્યાદિ વિષયોનું કથન છે.
ઉદેશક-૮:- છદ્મસ્થ અવસ્થામાં કોઈની મુક્તિ થતી નથી પરંતુ પરંપરાથી કેવળી બનીને જ તે મુક્ત થઈ શકે છે; આ સૈકાલિક સિદ્ધાંતનું પ્રતિપાદન, હાથી અને કુંથવામાં સમાન જીવત્વ, નૈરયિકની ૧૦