Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૨
શ્રી ભગવતી સૂત્ર–૨
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી.
પ્રશ્ન− હે ભગવન્ ! શું તે દેવ બહારના પુદ્ગલોને ગ્રહણ કરીને ઉપર્યુક્તરૂપે વિકુર્વણા કરવામાં સમર્થ છે ?
ઉત્તર– હા, ગૌતમ ! તે દેવ તે પ્રમાણે કરવામાં સમર્થ છે.
३ से णं भंते ! किं इहगए पोग्गले परियाइत्ता विउव्वइ, तत्थगए पोग्गले परियाइत्ता विउव्वइ, अण्णत्थगए पोग्गले परियाइत्ता विउव्वइ ?
गोयमा ! णो इहगए पोग्गले परियाइत्ता विउव्वइ, तत्थगए पोग्गले परियाइत्ता विउव्वइ, णो अण्णत्थगए पोग्गले परियाइत्ता विउव्वइ; ।
एवं एएणं गमेणं जाव एगवण्णं एगरूवं, एगवण्णं अणेगरूवं, अणेगवण्णं एगरूवं, अणेगवण्णं अणेगरूवं; चउभंगो ।
શબ્દાર્થ:- FEIQ = માનવલોકના તત્કાQ = જ્યાં તે દેવ છે તે ક્ષેત્રના, દેવલોકના અળસ્થાQ = અન્ય કોઈ સ્થાનના.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે દેવ અહીં મનુષ્યલોકમાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરે છે કે ત્યાં દેવલોકમાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરે છે કે અન્ય સ્થાનમાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે દેવ અહીં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને વિપુર્વણા કરતા નથી; ત્યાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરે છે, અર્થાત્ દેવલોકમાં રહેલા તથા જ્યાં વિપુર્વણા કરે છે ત્યાંના પુદ્ગલો ગ્રહણ કરીને, વિકુર્વણા કરે છે. પરંતુ અન્યત્ર રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરતા નથી.
આવી જ રીતે યાવત્ વિધુર્વણા સંબંધી ચાર ભંગ કહેવા જોઈએ યથા– (૧) એક વર્ણ અને એક રૂપની (૨) એક વર્ણ અને અનેક રૂપની (૩) અનેક વર્ણ અને એક રૂપની (૪) અનેક વર્ણ અને અનેક રૂપની. તે ચારે પ્રકારના રૂપોને વિકુર્વિત કરવામાં સમર્થ છે.
४ देवे णं भंते ! महिड्डीए जाव महाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू कालगपोग्गलं णीलगपोग्गलत्ताए परिणामेत्तए, णीलगपोग्गलं वा कालगपोग्गलत्ताए परिणामेत्तए ?
નોયમા ! જો ફળકે સમદું । પરિયાન્ના પમ્મૂ |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું મહર્દિક, મહાનુભાવ આદિ વિશેષણ સંપન્ન દેવ બહારના પુદ્ગલોને