Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૬ઃ ઉદ્દેશક-૭
[ ૨૫ ]
થાવત્ છ પ્રકારના મનુષ્ય હતા. યથા– (૧) પદ્મગંધવાળા (૨) મૃગગંધવાળા (૩) મમત્વ રહિત (૪) તેજસ્વી (૫) સહનશીલ અને (૬) ઉત્સુક્તા રહિત ધીરે—ધીરે ચાલનારા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભરતક્ષેત્રના અવસર્પિણી કાલના સુષમસુષમા નામક પ્રથમ આરાનું સંક્ષિપ્ત વર્ણન છે. જીવાભિગમ સૂત્ર પ્રમાણે તેનો ભાવ આ પ્રમાણે છે
સુષમસુષમા કાલઃ- તે આરો કેવળ સુખમય છે. તેનું કાલમાન ચાર ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તેમાં પૃથ્વીના રસ કસ, મનુષ્યના આયુષ્ય, અવગાહના તેમજ પુગલના વર્ણ, ગંધાદિ સર્વ ઉત્કૃષ્ટ કક્ષાના હોય છે. મનુષ્યનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું અને અવગાહના ત્રણ ગાઉની હોય છે. તે જીવો દશ પ્રકારના કલ્પવૃક્ષથી સંપૂર્ણ જીવન સુખપૂર્વક વ્યતીત કરે છે. આ યુગલિક કાલ છે.
તે સમયે ભરતક્ષેત્રની ભૂમિ અત્યંત સમતલ અને અત્યંત રમણીય હોય છે. તે ભૂમિમાં તૃણ, વનસ્પતિ, પત્ર, પુષ્પયુક્ત વૃક્ષો વગેરે શોભી રહ્યા હોય છે.
યુગલિકોની આવશ્યકતાની પૂર્તિ અત્યંત સહજપણે થતી હોવાથી તેઓ પ્રકૃતિથી જ ભદ્રિક, મંદકષાયી, અલ્પ મોહભાવવાળા, સહનશીલ, ઉત્સુકતાથી રહિત હોય છે. તેમજ તે પુણ્યવાન હોવાથી તેજસ્વી, પદ્મ કે કસ્તુરીની ગંધવાળા હોય છે.
તેઓ સુખપૂર્વક જીવન વ્યતીત કરીને આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે એક યુગલને જન્મ આપી, તેની પ્રતિપાલના ૪૯ દિવસ પર્યત કરે છે પછી તે યુગલ આત્મ નિર્ભર અર્થાત્ સ્વાવલંબી થઈ જાય છે. ભાઈ બહેન બને સહ વિચરણ કરે છે. યૌવનમાં પ્રવેશ કરતાં તે ભાઈ બેન સ્વતઃ પતિ-પત્ની બની જાય છે. આ રીતે તેઓની પરંપરા ચાલે છે. પતિ-પત્ની બંનેનું આયુષ્ય સાથે પૂર્ણ થાય અને મરીને દેવગતિમાં જ જાય છે.
શતક / સંપૂર્ણ છે