Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૫૨
श्री भगवती सूत्र -२
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ મારણાન્તિક સમુદ્દાતથી સમવહત થઈને ત્યાર પછી જો તે અસુરકુમારના ચોસઠ લાખ આવાસમાંથી કોઈ એક આવાસમાં ઉત્પન્ન થાય તો, શું તે જીવ ત્યાં જઈને, આહાર કરે, આહારને પરિણમાવે અને શરીર બાંધે છે ?
ઉત્ત૨– હે ગૌતમ ! જે રીતે નૈરયિકોના વિષયમાં કહ્યું, તે જ રીતે અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી કહેવું જોઈએ.
४ जीवे णं भंते ! मारणंतियसमुग्धाएणं समोहए, समोहणित्ता जे भविए असंखेज्जेसु पुढविकाइयावाससयसहस्सेसु, अण्णयरंसि पुढविक्काइयावासंसि पुढविकाइयत्ताए उववज्जित्तए, से णं भंते ! मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं केवइयं गच्छेज्जा, केवइयं पाउणिज्जा ?
गोयमा ! लोयतं गच्छेज्जा, लोयंतं पाउणिज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ મારણાન્તિક સમુદ્દાતથી સમવહત થઈને ત્યારપછી જો તે જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક આવાસોમાંથી કોઈ એક પૃથ્વીકાયિક આવાસમાં પૃથ્વીકાયકરૂપે ઉત્પન્ન
થાય તો કે भगवन् ! ! ! તે જીવ મેરુ પર્વતથી પૂર્વમાં કેટલે દૂર જાય અને કેટલા દૂરના પ્રદેશને પ્રાપ્ત કરી શકે ?
ઉત્તર– હે ગૌતમ ! તે લોકાન્ત સુધી જઈ શકે અને લોકાન્તને પ્રાપ્ત કરી શકે છે.
५ से णं भंते ! तत्थगए चेव आहारेज्ज वा परिणामेज्ज वा सरीरं वा बंधेज्जा ?
गोयमा ! अत्थेगइए तत्थगए चेव आहारेज्ज वा परिणामेज्ज वा सरीरं वा बंधेज्जा; अत्थेगइए तओ पडिणियत्तइ, पडिणियत्तित्ता इहं हव्वं आगच्छइ, आगच्छित्ता दोच्चं पि मारणंतियसमुग्धाएणं समोहणइ, समोहणित्ता मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं अंगुलस्स असंखेज्जइभागमेत्तं वा, संखेज्जइभागमेत्तं वा, वालग्गं वा, वालग्गपुहुत्तं वा; एवं लिक्खं, जूयं, जवं, अंगुलं जाव जोयणकोडिं वा, जोयणकोडाकोडी वा, संखेज्जेसु वा असंखेज्जेसु वा जोयणसहस्सेसु, लोगंते वा एगपएसियं सेढिं मोत्तूण असंखेज्जेसु पुढविक्काइयावाससयसहस्सेसु अण्णयरंसि पुढविक्काइयावासंसि पुढविकाइयत्ताए उववज्जित्ता, तओ पच्छा आहारेज्ज वा परिणामेज्ज वा सरीरं वा बंधेज्जा ।
जहा पुरत्थिमेणं मंदरस्स पव्वयस्स आलावओ भणिओ एवं दाहिणेणं, पच्चत्थिमेणं, उत्तरेणं, उड्डे, अहे ।