Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૫ : ઉદ્દેશક-૯
ચાતુર્યામ ધર્મ :– તેમાં (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ (૨) સર્વથા મૃષાવાદ વિરમણ (૩) સર્વથા અદત્તાદાન વિરમણ અને (૪) સર્વથા બહિદ્ધાદાનનો ત્યાગ; આ ચાર મહાવ્રત હોય છે. બહિદ્વાદાન ત્યાગમાં મૈથુન અને પરિગ્રહ વિરમણ બંને વ્રતનો સમાવેશ થાય છે અને પંચમહાવ્રતરૂપ ધર્મમાં મૈથુન અને પરિગ્રહ વિરમણ વ્રતનું પૃથક્ કથન કરતાં પાંચ મહાવ્રત થાય છે.
૧૫૯
આ રીતે જોતા જણાય છે કે બંને ધર્મમાં કેવળ શાબ્દિક ભેદ છે. તાત્ત્વિક કોઈ ભેદ નથી તેમ છતાં ચાતુર્યામધર્મ અને પંચમહાવ્રતરૂપ ધર્મના નિયમ ઉપનિયમોમાં કંઈક તફાવત પણ છે, યથા–
પ્રથમ અને અંતિમ તીર્થંકરના સાધુઓ માટે– સ્થિતકલ્પ છે. તેઓને દશ પ્રકારના કલ્પ હોય છે– (૧) અચેલ કલ્પ (૨) ઔદ્દેશિક કલ્પ (૩) રાજપિંડ કલ્પ (૪) શય્યાતર પિંડ કલ્પ (૫) માસ કલ્પ (૬) ચાતુર્માસિક કલ્પ (૭) વ્રત કલ્પ (૮) પ્રતિક્રમણ કલ્પ (૯) કૃતિકર્મ કલ્પ–રત્નાધિક સાધુઓને વંદન વ્યવહારાદિ (૧૦) પુરુષ જ્યેષ્ઠ કલ્પ. તે સાધુઓને આ દશે કલ્પનું પાલન અનિવાર્ય છે.
મધ્યના ૨૨ તીર્થંકરના સાધુઓ માટે— અસ્થિત કલ્પ છે. તેઓને પૂર્વોક્ત ૧૦ કલ્પમાંથી ચાર કલ્પ હોય છે– (૧) શય્યાતર પિંડ (૨) વ્રત (૩) કૃતિકર્મ (૪) પુરુષ જ્યેષ્ઠકલ્પ. આ ચાર કલ્પનું પાલન તેઓને અનિવાર્ય હોય છે અને શેષ છ કલ્પનું પાલન વૈકલ્પિક(ઐચ્છિક) હોય છે. ઋજુ અને પ્રાજ્ઞ હોવાના કારણે તે સાધુઓને અસ્થિત કલ્પ હોય છે.
પંચમહવ્વયાર્ં, સહિવમળ થમ્મ :- પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રત ધર્મ. સ્થિત કલ્પના સાધુઓ માટે ઉભયકાલ પ્રતિક્રમણ કરવું આવશ્યક છે, જ્યારે ચાતુર્યામ ધર્મમાં ઉભયકાલ પ્રતિક્રમણનો કલ્પ વૈકલ્પિક– ઐચ્છિક છે, તેઓ જ્યારે દોષ સેવન થઈ જાય ત્યારે જ પ્રાયશ્ચિત કરી લે છે. તેથી તેઓ માટે ઉભયકાલ પ્રતિક્રમણ અનિવાર્ય નથી. –[ભગવતી સૂત્ર વૃત્તિ પૃષ્ટાંક-૨૪૯]
જ્ઞાતા સૂત્ર વર્ણિત શૈલક રાજર્ષિના જીવન વર્ણનથી જણાય છે કે મધ્યમ બાવીસ તીર્થંકરના શાસનના શ્રમણ નિગ્રંથો પાક્ષિક, ચાતુર્માસિક આદિ પર્વ દિવસોમાં આવશ્યક રૂપે વિધિયુક્ત પ્રતિક્રમણ કરતા હતા. દેવલોક ઃ
१२ कइविहा णं भंते ! देवलोगा पण्णत्ता ?
गोयमा ! चउव्विहा देवलोगा पण्णत्ता, तं जहा- भवणवासी वाणमंतरजोइसिय वेमाणिया । भेएण- भवणवासी दसविहा, वाणमंतरा अट्ठविहा, जोइसिया पंचविहा, वेमाणिया दुविहा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દેવલોકના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! દેવલોકના ચાર પ્રકાર છે— ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. ભેદની અપેક્ષાએ ભવનવાસીના—૧૦, વાણવ્યંતરના–૮, જ્યોતિષીના–૫ અને વૈમાનિકના—૨ પ્રકાર છે.