Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૬ઃ ઉદ્દેશક-૫
૨૨૭
| શતક-૬ : ઉદેશક-પી
~ સંક્ષિપ્ત સાર
-
આ ઉદ્દેશકમાં મુખ્ય ત્રણ વિષયનું પ્રતિપાદન છે– સમસ્કાય, કૃષ્ણરાજિ અને લોકાંતિક દેવ. * તમસ્કાય:- તે પાણીનું એક વિશેષ પ્રકારનું પરિણમન છે. અસંખ્યાતમા અરુણોદય નામના સમુદ્રની આત્યંતર વેદિકાથી ૪૨,000 યોજન સમુદ્રમાં ગયા પછી ત્યાં લવણશિખાની જેમ સમભિત્તિ રૂપ તમસ્કાય ઉપર ઊઠે છે, જે સંખ્યાત યોજન જાડી છે. અરુણોદય સમુદ્ર ચૂડીના આકારે હોવાથી તમસ્કાય પણ વલયાકારે ઉપર ઊઠેલી છે. ૧૭ર૧ યોજન સીધી ઊંચે ગયા પછી તે તિરછી વિસ્તૃત થાય છે અને પાંચમા દેવલોકના ત્રીજા રિષ્ટ પ્રસ્તટ પાસે તે અસંખ્યાત યોજન વિસ્તૃત બની જાય છે. આ રીતે સંપૂર્ણ તમસ્કાયનો આકાર નીચે સુરાઈના મુખાકારે અને ઉપર કૂકડાના પિંજરા જેવો છે. * આ સમસ્કાય ધુમ્મસથી પણ અત્યંત પ્રગાઢ છે. તે સઘન અંધકારરૂપ છે, તેથી તેનું નામ જલની મુખ્યતાથી નહીં પરંતુ અંધકારની મુખ્યતાએ તમસ્કાય આપ્યું છે. તેના ગુણ નિષ્પન્ન ૧૩ નામ છે. * તમસ્કાયમાંથી કોઈ દેવને પસાર થવું હોય તો તે પણ ભ્રાંત બની જાય છે અને શીધ્ર નીકળી જાય છે. કોઈ અસુરકુમાર, નાગકુમાર કે વૈમાનિક દેવ તેમાં વીજળી કે વરસાદ કરી શકે છે. પરંતુ તે દેવકૃત હોવાથી અચિત્ત હોય છે. તેની અંદર જ્યોતિષી વિમાન નથી પરંતુ તેના કિનારે જ્યોતિષી વિમાન હોઈ શકે છે. તેની પ્રભા તમસ્કાયમાં પડે છે પરંતુ તેમાં તેના અંધકારથી તે નિપ્રભ બની જાય છે. તે તમસ્કાય અપકાય રૂ૫ હોવાથી ત્યાં વાયુ અને વનસ્પતિના જીવો હોઈ શકે છે પરંતુ પૃથ્વી કે અગ્નિના જીવો નથી.
આ લોકના સર્વ જીવો ભૂતકાળમાં તમસ્કાય રૂપે ઉત્પન્ન થઈ ગયા છે. * કણરાજિ:- પાંચમા દેવલોકમાં રિષ્ટ નામના પ્રસ્તટમાં આઠ કૃષ્ણરાજિઓ કાળા વર્ણની રાજિ એટલે લાંબી રેખાની સમાન નક્કર પૃથ્વીશિલારૂપે છે. ચાર દિશામાં ચાર અને તે ચારેની બહારની દિશામાં ચાર અર્થાત્ એક એક દિશામાં બે–બે કૃષ્ણરાજિ છે. અંદરની ચારે સમચતુષ્કોણ અને લંબચોરસ આકારની છે. બહારની બે ઉત્તર-દક્ષિણમાં ત્રિકોણ અને પૂર્વ પશ્ચિમમાં ષટ્કોણ આકારવાળી છે. તે સર્વે સંખ્યાત યોજન પહોળી અને અસંખ્યાત યોજન લાંબી છે.
* એક દિશાની આત્યંતર કષ્ણરાજિ પછીની દિશાની બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શ કરે છે, અર્થાત્ દક્ષિણ- દિશાની આત્યંતર કૃષ્ણરાજિ પશ્ચિમ દિશાની બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શે છે; આ રીતે પ્રત્યેકમાં સમજવું.