Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શત–૬ : ઉદ્દેશક-૩
૭૦૦૦ વર્ષનો છે; ત્યાં સુધી તે કર્મ પોતાનો અનુભવ કરાવતું નથી. તત્પશ્ચાત્ મોહનીય કર્મ ૭૦૦૦ વર્ષ ન્યૂન ૭૦ ક્રોડાકોડી સાગરોપમ પર્યંત પોતાનો અનુભવ(વેદન)કરાવે છે, આ રીતે જીવ જેટલી સ્થિતિના જે જે કર્મો બાંધે છે તે પ્રમાણે કર્મોનો અબાધાકાલ સ્થિતિ અનુસાર નિશ્ચિત્ત થાય છે. જો મોહનીય કર્મ મધ્યમ ૬૦ ક્રોડાકોડી સાગરોપમનું બંધાય તો 5000 વર્ષનો અબાધાકાળ પડે છે. આ રીતે આયુષ્ય સિવાય સર્વ કર્મોમાં અબાધાકાળ જાણવો.
આયુષ્ય કર્મમાં વિશેષતા :- સૂત્રમાં જ્ઞાનાવરણીય આદિ સાત કર્મો માટે અાદૂળિયા મંદ્િ મગિસેઓ કથન છે. જ્યારે આયુષ્ય કર્મ માટે મંડુિં ખિસેઓ કથન છે. આ ભિન્નતાનું તાત્પર્ય એ છે કે સાત કર્મોમાં અબાધાકાલ સિવાયની કર્મસ્થિતિમાં કર્મ પુદ્ગલોની ગોઠવણી થાય છે જ્યારે આયુષ્યકર્મમાં સંપૂર્ણ કર્મસ્થિતિમાં કર્મ પુદ્ગલોની ગોઠવણી થાય છે. તે કારણે જ તેના માટે સૂત્રમાં પ્રવાળિયા શબ્દપ્રયોગ કર્યો નથી. આ અંતરના કારણે આયુષ્યકર્મનો બંધ થતાં જ તેનો પ્રદેશોદય પ્રારંભ થઈ જાય છે. પ્રદેશોદયમાં કર્મનું વેદન હોતું નથી, માટે પ્રદેશોદય હોવા છતાં તે અબાધાકાલ રૂપ છે. કારણ કે તે સમયે આગામી ભવના આયુષ્યનો વિપાક ઉદય અને તત્સંબંધી કોઈપણ સુખ દુઃખ હોતા નથી અને સાત કર્મોના અબાધાકાલમાં(પુદ્ગલ રચના –નિષેક ન હોવાથી) તે કર્મોનો પ્રદેશોદય પણ હોતો નથી.
વૈદનીય કર્મની સ્થિતિ ઃ- જે વેદનીય કર્મબંધમાં કષાય કારણ ન હોય, કેવળ યોગ જ નિમિત્ત હોય તેવા ઐર્યાપથિક વેદનીયકર્મ બંધની સ્થિતિ બે સમયની છે. તે વેદનીય કર્મ પ્રથમ સમયે બંધાય, બીજે સમયે તેનું વેદન થાય છે. પરંતુ સકષાય(સાંપરાયિક)વેદનીય કર્મના બંધની સ્થિતિ જઘન્ય ૧૨ મુહૂર્તની હોય છે. શેષ કર્મોની સ્થિતિ સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
આઠ કર્મોની સ્થિતિ અને અબાધાકાલ :
૧૮૯
કર્મબંધની સ્થિતિ અબાધાકાળની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય
કર્મપુદ્ગલ નિષેકની સ્થિતિ
જઘન્ય
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત | ૩૦૦૦ વર્ષ ૩૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત
૩૦૦૦ વર્ષ ન્યૂન ૩૦ ક્રોડાકોડી સાગરોપમ
જ્ઞાનાવરણીય અંતર્મુહૂર્ત ૩૦ ક્રોડાક્રોડી દર્શનાવરણીય
સાગરોપમ
અત્તરાય
મોહનીય અંતર્મુહૂર્ત ૭૦ ક્રોડાક્રોડી | અંતર્મુહૂર્ત | ૭૦૦૦ વર્ષ | અંતર્મુહૂર્ત
સકષાય વેદનીય ૧૨ મુહૂર્ત ૩૦ ક્રોડાક્રોડી | અંતર્મુહૂર્ત | ૩૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત
સાગરોપમ.
૭૦૦૦ વર્ષ ન્યૂન
૭૦ ક્રોડાક્રોડી
સાગરોપમ
૩૦૦૦ વર્ષ ન્યૂન ૩ ક્રોડાકોડી સાગરોપમ