Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૫ઃ ઉદ્દેશક-૯
| ૧૫૭ |
શિષ્ય વિછિ = નષ્ટ થાય છેરિત્તા = પરિમિત, અસંખ્ય, નિયતા નીતિ = નષ્ટ થાય છે વિજાણું = નષ્ટ થયાછેતો દેખાય છે નાગતિ =જાણે છે વિશ્વાસ કરવા લાગ્યા નવલણ જીવસમૂહ, જીવરાશિ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અસંખ્ય લોકમાં અનંત રાત્રિ-દિવસ ઉત્પન્ન થયા છે થાવત્ પરિત્ત રાત્રિ-દિવસ નષ્ટ થશે?
ઉત્તર- હે આર્યો! પુરુષાદાનીય અહેતુ પાર્શ્વનાથ પ્રભુએ લોકને શાશ્વત કહ્યો છે, તેમજ લોકને અનાદિ, અનંત તથા પરિમિત, અલોકથી પરિવ્રત (ઘેરાયેલો), નીચે વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર વિશાળ, તથા નીચે પર્યકના આકારે, મધ્યમાં ઉત્તમ વજના આકારે અને ઉપર ઊર્ધ્વ મૃદંગના આકારે કહ્યો છે. તે પ્રકારના શાશ્વત, અનાદિ, અનંત, પરિત્ત, પરિવૃત્ત, નીચે વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર વિશાળ તથા નીચે પર્યકના આકારે, મધ્યમાં ઉત્તમ વજના આકારે અને ઉપર ઊર્ધ્વ મૃદંગના આકારે સંસ્થિત લોકમાં અનંત જીવરાશિ ઉત્પન્ન થઈ–થઈને નષ્ટ થાય છે અને પરિત્તજીવરાશિ પણ ઉત્પન્ન થઈ, થઈને વિનષ્ટ થાય છે, તેથી તે લોકમાં જીવો ઉત્પન્ન થાય, વિનષ્ટ થાય અને પરિણામાંતરને પામે છે તથા તે જીવો અજીવના માધ્યમે દેખાય છે, જણાય છે. જે લોકિત-અવલોકિત થાય છે તે જ લોક છે ને?
સ્થાવિરોએ સમર્થન કરતા કહ્યું– હા ભગવન્! આપે કહ્યું તે પ્રમાણે જ છે. ત્યારે પ્રભુએ કહ્યું
હે આર્યો ! તેથી જ એમ કહેવાય છે કે અસંખ્ય લોકમાં અનંત રાત્રિ દિવસ થયા છે યાવતું પરિમિત રાત્રિદિવસ ઉત્પન્ન અને વિનષ્ટ થયા છે ઈત્યાદિ. આ પ્રકારે અનેકાંતિક ઉત્તર સાંભળી પાર્થાપત્ય સ્થવિર ભગવંત, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સર્વજ્ઞ અને સર્વદર્શી છે, તેમ શ્રદ્ધા કરવા લાગ્યા. ११ तएणं ते थेरा भगवंतो समणं भगवं महावीरं वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंच महव्वयाई, सपडिक्कमणं धम्म उवसंपज्जित्ता णं विहरित्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध ।
तएणं ते पासावच्चिज्जा थेरा भगवंतो जाव चरमेहिं उस्सासणिस्सासेहिं सिद्धा जाव सव्वदुक्खप्पहीणा; अत्थेगइया देवलोएसु उववण्णा । ભાવાર્થઃ- તત્પશ્ચાતુ તે સ્થવિર ભગવંતોએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! અમે આપની સમીપે ચાતુર્યામ ધર્મના સ્થાને પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રત ધર્મનો સ્વીકાર કરીને વિચારવા ઈચ્છીએ છીએ. હે દેવાનુપ્રિય ! જેમ આપને સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારે તે પાર્થાપત્ય સ્થવિર ભગવંત પંચ મહાવ્રતરૂપ ધર્મને ધારણ કરીને યથાસમયે સંલેખનાદિ આરાધના કરીને, કેટલાક સ્થવિરો કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અંતિમ શ્વાસોચ્છવાસ પૂર્ણ થતાં સિદ્ધ થયા વાવત સર્વ દુઃખોથી મુક્ત થયા અને તેમાંથી કેટલાક સ્થવિરો દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા.