Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાર્થ પરંપરાના શ્રમણોનો પ્રભુ મહાવીર સાથેનો વાર્તાલાપ છે.
પાર્થ પરંપરાના શ્રમણો અનેક પ્રશ્નોના માધ્યમે પ્રભુ મહાવીરની સર્વજ્ઞતાની કસોટી કરતા હતા. કારણ કે તે સમયમાં ગોશાલક અને પ્રભુ મહાવીર બંને ચોવીસમાં તીર્થકર રૂપે પ્રસિદ્ધ હતા. ત્રેવીસમા તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથના શિષ્યોને ચોવીસમા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતાં બે તીર્થંકરમાંથી એકનો નિર્ણય કરવા માટે તેઓ અટપટા પ્રશ્નો પૂછતા હતા. પ્રસ્તુતમાં તેવા જ એક પ્રસંગનું નિરૂપણ છે. પાપત્ય સ્થવિરોના બે પ્રશ્નો અને સમાધાન :(૧) જો લોક અસંખ્ય પ્રદેશાત્મક છે તો તેમાં અનંત રાત્રિ-દિવસ કેવી રીતે થઈ શકે? કારણ કે લોક રૂ૫ આધાર અસંખ્ય પ્રદેશાત્મક હોવાથી નાનો છે અને રાત્રિ-દિવસ રૂ૫ આધેય અનંત હોવાથી વિશાળ છે તો નાના આધારમાં વિશાળ આધેયનો સમાવેશ કેવી રીતે થાય?
તેનું સમાધાન આ પ્રમાણે છે કે અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં અનંત જીવ રહે છે. તે જીવો સાધારણ શરીરની અપેક્ષાએ એક જ સ્થાનમાં એક જ સમયમાં અનંત ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે. તે સમયે સમયાદિ કાલ તે અનંત જીવો પર વર્તે છે તેથી અનંત રાત્રિ દિવસ થાય છે. આ કારણે અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં અનંત રાત્રિ દિવસ થઈ શકે છે. (૨) જો રાત્રિ દિવસ અનંત હોય તો તે પરિત્ત કેવી રીતે હોય? કારણ કે અનંત અને પરિત્ત(નિયત પરિમાણ) પરસ્પર વિરોધી છે?
તેનું સમાધાન આ પ્રમાણે છે કે જે રીતે અનંત જીવરૂપ લોકના સંબંધથી રાત્રિ-દિવસ રૂ૫ કાલ અનંત છે, તે જ રીતે પ્રત્યેક શરીરી–પરિત્ત જીવો પર પણ કાલ વર્તી રહ્યો છે. પરિત્ત જીવરૂપ લોકના સંબંધથી રાત્રિ-દિવસ રૂપ કાલ પરિત્ત પણ થાય છે. તેથી બંનેમાં કોઈ વિરોધ નથી. ચાતર્યામ ધર્મથી પંચમહાવ્રત ધર્મમાં પ્રવેશ :- પ્રભુ મહાવીરના વચનોથી પાર્થાપત્ય સ્થવિરોની શંકાનું સમાધાન થયું. સ્થવિરોને પ્રભુની સર્વજ્ઞતા સ્પષ્ટ જણાઈ આવી. તેથી ઋજુ અને પ્રાજ્ઞ સ્થવિરોએ પાર્શ્વનાથ પ્રભુના શાસનનું પરિવર્તન કરીને પ્રભુ મહાવીરના શાસનમાં પ્રવેશ કર્યો અને પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રત રૂપ ધર્મનો સ્વીકાર કર્યો.
શાસન પરંપરાનો નિયમ છે કે એક તીર્થંકરના શાસનના સાધુઓ જ્યારે બીજા તીર્થકરના શાસનની સ્થાપના થઈ જાય ત્યારે તે શાસનનો સ્વીકાર કરે છે. ઉપરોક્ત પ્રસંગ પરથી જણાય છે કે તે સ્થવિરોએ શાસન પરંપરાને જાળવીને તદનુસાર આચરણ કર્યું છે. ચાતુર્યામ અને પંચમહાવ્રત રૂપ ધર્મ – ભરત અને ઐરાવત ક્ષેત્રમાં મધ્યના રર તીર્થકરોના શાસનમાં તેમજ મહાવિદેહ ક્ષેત્રમાં ચાતુર્યામ ધર્મ હોય છે અને ભરત તથા ઐરવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થકરોના શાસનમાં પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતરૂપ ધર્મ હોય છે.