Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સાર જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભરત, ઐરવત, પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ આ ચાર ક્ષેત્રોની અપેક્ષાએ ચાર કોણોમાં સૂર્યના પ્રગટ થવાનું અને ક્રમશઃ અસ્ત થવાનું નિરૂપણ છે.
તે ચારે કોણનો ક્રમ આ પ્રમાણે છે– (૧) ઈશાનકોણ (૨) અગ્નિકોણ (૩) નૈઋત્યકોણ (૪) વાયવ્યકોણ. બે દિશાઓની વચ્ચે આ કોણ હોય છે, તેને વિદિશા પણ કહે છે. પ્રત્યેક કોણ બે દિશાના સંયોગથી બને છે, તેથી સૂત્રમાં તેના નામ બે–બે દિશાનો સંયોગ કરીને આપ્યા છે. યથા– ઉત્તરપૂર્વ, પૂર્વદક્ષિણ, દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમઉત્તર. દિશા બે પ્રકારની હોય છે– ક્ષેત્ર દિશા અને તાપ દિશા.
ક્ષેત્ર દિશા : લોક કે જંબૂતીપમાં જે સ્થાયી દિશાનું વિભાજન છે તે ક્ષેત્ર દિશા કહેવાય છે. દિશાઓ મેરુપર્વતથી પ્રારંભ થાય છે. તે પ્રારંભમાં બે પ્રદેશી હોય છે અને ત્યારપછી નિરંતર બે—–બે પ્રદેશની વૃદ્ધિ સાથે વિસ્તૃત થતી જાય છે. ચારે વિદિશાઓ સર્વત્ર એક પ્રદેશી હોય છે.
વાયવ્ય
પિશ્ચમ
નૈઋત્ય
ચાર દિશાઓ અને વિદિશાઓ
ઉત્તર મેરુની અંદર ચાર રૂચક પ્રદેશ
દક્ષિણ
શ્રી ભગવતી સૂત્ર–૨
-ઈશાન
પૂર્વ
અગ્નિ
તાપ દિશા :– સૂર્યોદય અને સૂર્યાસ્તના આધારે નિશ્ચિત થતી દિશાને તાપ દિશા કહે છે. જેમ કે– જે ક્ષેત્રમાં જે દિશાથી સૂર્યોદય થાય છે તે ક્ષેત્રમાં તે પૂર્વ દિશા અને તદનુરૂપ પશ્ચિમ આદિ દિશા હોય છે, અહીં ક્ષેત્ર દિશાની અપેક્ષાએ વર્ણન છે.
જબૂરીપમાં બે સૂર્ય છે. તે બંને સૂર્ય સામસામી દિશામાં હોય છે. એક સૂર્ય ઈશાનકોણમાં હોય તો બીજો નૈઋત્યકોણમાં હોય છે. આ બંને સૂર્ય ગતિમાન છે, તેથી એક દિશામાં ઉદય થાય છે અને ગતિ કરતાં બીજી દિશામાં આવે તેને અસ્ત કહે છે.