Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૫ઃ ઉદ્દેશક-૪
[ ૪૩]
| શતક-૫ : ઉદેશક-૪]
~ સંક્ષિપ્ત સાર
-
આ ઉદ્દેશકમાં છદ્મસ્થ અને કેવળીની વિષય ગ્રહણ શક્તિ, છદ્મસ્થ અને કેવળીનું જ્ઞાન સામર્થ્ય, બંનેમાં હસવું, નિદ્રા લેવી આદિ ચેષ્ટાઓની વિચારણા, હરિëગમેષી દેવની ગર્ભ સંહરણ શક્તિ, અતિમુક્તક કુમાર શ્રમણની બાલચેષ્ટા અને દેવોની મનોલબ્ધિ વગેરે વિવિધ વિષયોનું પ્રતિપાદન છે. * છાસ્થ મનુષ્યો ઈન્દ્રિયોની મર્યાદામાં રહેલા સ્પષ્ટ શબ્દોને જ સાંભળી શકે છે. જ્યારે કેવળીનું કેવળજ્ઞાન ઈન્દ્રિયાતીત છે. તે ઈન્દ્રિયોના શબ્દાદિ કોઈ પણ વિષયોને સાક્ષાત્ આત્માથી જ પૂર્ણપણે જાણે છે અને દેખે છે. તેઓને ઈન્દ્રિયોના માધ્યમની આવશ્યકતા હોતી નથી. * છદ્મસ્થ મનુષ્યોમાં મોહનીય કર્મજન્ય હસવું, ઉત્સુક થવું અને દર્શનાવરણીય કર્મજન્યનિદ્રા આદિ ચેષ્ટાઓ થાય છે પરંતુ તે ક્રિયાઓ કેવળીમાં હોતી નથી, કારણ કે તેઓને મોહનીય કે દર્શનાવરણીય કર્મ નથી. 'હસવું આદિ ક્રિયા કરતા જીવ સાત અથવા આઠ કર્મ બાંધે છે. * શક્રેન્દ્રનો દૂત હરિëગમેલી દેવ ગર્ભને યોનિ દ્વારા બહાર કાઢીને કોઈપણ પ્રકારની પીડા વિના, અન્ય સ્ત્રીના ગર્ભાશયમાં રાખી શકે છે. તે જ રીતે તેણે પ્રભુ મહાવીરના ગર્ભનું સંહરણ કર્યું હતું. ક્ષમતાની અપેક્ષાએ તે દેવ નખમાંથી પણ ગર્ભને કાઢી શકે છે અને તેમ કરતાં ગર્ભગત જીવને કંઈપણ કષ્ટ ન થાય તેમ સૂક્ષ્મ રીતે કાર્ય કરવામાં તે કુશળ છે. * વરસાદ આવ્યા પછી વહેતા પાણીમાં માટીની પાળ બાંધી અતિમુક્તક કુમાર શ્રમણે પાત્રને તરાવવા રૂપ બાલક્રીડા કરી. તે સંબંધી સ્થવિરોની શંકાનું સમાધાન કરતા પ્રભુએ બાલમુનિ આ જ ભવમાં મોક્ષગામી છે તેવું કથન કરી સ્થવિરોને પોતાની જવાબદારી વહન કરવા સાવધાન કર્યા તે પ્રસંગનું સંક્ષિપ્ત વર્ણન છે. * દેવો પાસે મનોલબ્ધિ હોય છે. જેના દ્વારા તેઓ પ્રભુને મનથી પ્રશ્ન પૂછી, મનથી જ સમાધાન પ્રાપ્ત કરી શકે છે. સાતમા દેવલોકના બે દેવો પ્રભુ પાસે આવ્યા અને પોતાની જિજ્ઞાસાને મનોમન શાંત કરી. તે જોતાં ગૌતમ સ્વામીને જિજ્ઞાસા થઈ અને પ્રભુના આદેશથી તેણે દેવ પાસે જઈને સમાધાન પ્રાપ્ત કર્યું કે પ્રભુના શાસનમાં સાતસો શિષ્ય સિદ્ધ થશે. * દેવોને સંયત કે સંયતાસંયત કહેવું તે અસત્ય વચન છે અને અસંયત કહેવું તે નિષ્ફર વચન છે. માટે દેવોને નોસંયત કહેવાય છે. દેવોની ભાષા અર્ધમાગધી છે. * કેવળી ભગવાન પાસે અનંત અને નિરાવરણ જ્ઞાન હોવાથી સંસારનો અંત કરનાર એવા અંતિમ