Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૫ઃ ઉદ્દેશક-૭,
[ ૧૦૫ ]
एवं अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा ? णवरं झियाएज्ज भाणियव्वं। एवं पुक्खलसंवट्टगस्स महामेहस्स मज्झमज्झेणं वीइवएज्जा ? णवरं उल्ले सिया भाणियव्वं । एवं गंगाए महाणईए पडिसोयं हव्वं आगच्छेज्जा? णवरं विणिहायं आवज्जेज्जा भाणियव्वं । एवं उदगावत्तं वा उदगबिंदु वा ओगाहेज्जा? णवरं पारियावज्जेज्जा भाणियव्वं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું અનંતપ્રદેશ સ્કંધ તલવારની ધાર પર અથવા સુરધાર પર રહી શકે
છે?
ઉત્તર- હા, ગૌતમ ! રહી શકે છે.
પ્રશ્ન- હે ભગવન્! શું તલવારની ધાર કે સુરધાર પર રહેલા અનંત પ્રદેશી અંધ તે ધારથી છિન્નભિન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક અનંતપ્રદેશી સ્કંધ છિન્ન-ભિન્ન થાય છે અને કેટલાક અનંતપ્રદેશી અંધ છિન્ન-ભિન્ન થતા નથી.
તે જ રીતે પરમાણુ પુદ્ગલથી અનંતપ્રદેશી સ્કંધ શું (૧) અગ્નિમાં ગમન કરતા બળે છે? (૨) શું પુષ્કલ સંવર્તક મહામેઘની મધ્યમાંથી ગમન કરતાં ભીંજાય જાય છે? (૩) શું ગંગા મહાનદીના પ્રતિશ્રોતમાં વહેતાં વિનિષ્ટ થાય છે? (૪) ઉદગાવર્ત–વમળ કે પાણીના ટીપામાં અવગાહના કરતાં તે રૂપે પરિણત થાય છે? વગેરેનું કથન કરવું.
વિવેચન :
Mા - આશ્રય પ્રાપ્ત કરવો. આકાશપ્રદેશ પર અન્ય પુલાદિ દ્રવ્યો સ્થિત થાય, સ્થાન પામે, તેને અવગાહન કહે છે અને જે આકાશપ્રદેશ પર અન્ય પગલાદિ દ્રવ્ય આશ્રય પામે તે આકાશપ્રદેશ તે પુલાદિ દ્રવ્યનું અવગાહન ક્ષેત્ર કહેવાય છે.
તલવાર કે અસ્ત્રાની ધાર, અગ્નિ, પાણીનું ટીપું વગેરે સ્થલ દષ્ટિએ સૂક્ષ્મ દેખાવા છતાં તે અસંખ્યાત આકાશપ્રદેશને અવગાહીને રહ્યા હોય છે તે જ આકાશપ્રદેશ પર અન્ય પરમાણુથી લઈ અનંતપ્રદેશી સ્કંધ અવગાહના પામી શકે છે તેથી સૂત્રકારે કહ્યું છે કે બધા જ પુદ્ગલ દ્રવ્ય અસ્ત્રની ધારાદિ પર અવગાહન પ્રાપ્ત કરી શકે છે પરંતુ પરમાણુ વગેરે તે બધા પુદ્ગલ દ્રવ્યને તે ધાર છેદન-ભેદન કરી શકતી નથી. કેટલાકમાં છેદન, ભેદન આદિ ક્રિયાઓ થાય અને કેટલાકમાં તે ક્રિયાઓ થતી નથી.
પરમાણુ પુદ્ગલથી લઈ અસંખ્યાત પ્રદેશ સ્કંધ સૂક્ષ્મ અને ચતુઃસ્પર્શી હોય છે તેમાં છેદનભેદનાદિ કોઈ ક્રિયાઓ થતી નથી.