Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૨
અનંતપ્રદેશી સ્કંધ બે પ્રકારના હોય છે– સૂક્ષ્મ અને બાદર. તેમાં ચતુઃસ્પર્શી સૂક્ષ્મસ્કંધોમાં છેદનાદિ ક્રિયાઓ થતી નથી, આઠ સ્પર્શી બાદર સ્કંધોમાં થાય છે. તેથી સૂત્રગત પ્રશ્નોત્તરમાં વૈકલ્પિક ઉત્તર છે કે કેટલાક સ્કંધમાં છેદનાદિ ક્રિયા થાય છે અને કેટલાકમાં થતી નથી.
૧૦૬
આ સૂત્ર વર્ણનનું તાત્પર્ય એ છે કે બાદર અનંત પ્રદેશી સ્કંધને તલવાર, પાણી, અગ્નિ રૂપ શસ્ત્ર અસર કરે છે. પરમાણુ તથા અનંતપ્રદેશી સુધીના સૂક્ષ્મ સ્કંધોને કોઈ શસ્ત્ર અસર કરતું નથી.
પુદ્ગલોની સાર્ધતા સમધ્યતા :
७ परमाणुपोग्गले णं भंते ! किं सअड्डे समज्झे सपएसे; उदाहु अणड्ढे अमज्झे अपएसे ?
गोयमा ! परमाणुपोग्गले अणड्ढे अमज्झे अपएसे; णो सअड्डे णो समज्झे णो सपएसे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું પરમાણુ પુદ્ગલ સાર્ધ, સમધ્ય અને સપ્રદેશ છે કે અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ છે ?
ઉત્તર– હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલ અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ છે પરંતુ સાર્ધ, સમધ્ય અને સપ્રદેશ નથી.
८ दुप्पएसिए णं भंते ! खंधे किं सअड्डे समज्झे सपएसे उदाहु अणड्डे अमज्झे अपएसे ?
गोयमा ! दुप्पएसिए खंधे सअड्डे अमज्झे सपएसे; णो अणड्ढे णो समज्झे णो अपएसे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું દ્વિપ્રદેશી સ્કંધ, સાર્ધ, સમધ્ય અને સપ્રદેશ છે કે અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ છે ?
ઉત્તર– હે ગૌતમ ! દ્વિપ્રદેશી સ્કંધ સાર્ધ, અમધ્ય અને સપ્રદેશ છે; અનર્ધ, સમધ્ય અને અપ્રદેશ
નથી.
९ तिप्पएसिए णं भंते ! खंधे,
પુચ્છા ?
गोयमा ! तिप्पएसिए खंधे अड्डे समज्झे सपएसे; णो सअड्डे णो अमझे णो अपएसे । जहा दुप्पएसिओ तहा जे समा ते भाणियव्वा, जे विसमा ते जहा तिप्पएसिओ तहा भाणियव्वा ।