Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૫ઃ ઉદ્દેશક-૭.
[ ૧૧૫]
અસંખ્યકાલ પર્યત રહે છે અને ત્યારપછી તે અવસ્થાનું અવશ્ય પરિવર્તન થઈ જાય છે.
ક્ષેત્રગત પદગલની સ્થિતિ :- એક પ્રદેશાવગાઢથી અસંખ્યપ્રદેશાવગાઢ સુધીના સર્વ સકંપ પુદ્ગલની સ્થિતિ-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ અને નિષ્કપ પુલની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાલ છે. (પુદ્ગલ દ્રવ્ય લોકાકાશમાં હોય છે અને લોકાકાશના પ્રદેશ અસંખ્ય છે. તેથી પુદ્ગલ, એક પ્રદેશાવગાઢથી અસંખ્ય પ્રદેશાવગાઢ સુધી જ હોય છે પરંતુ અનંત પ્રદેશાવગાઢ હોતા નથી.)
પદુગલ જ્યારે સકંપ થાય ત્યાર પછી જ તેની પર્યાયનું પરિવર્તન થાય છે. પુદ્ગલ દ્રવ્યમાં બે પ્રકારની સ્થિતિ હોય છે. (૧) સકંપ (૨) નિષ્કપ. પરમાણુ પુદ્ગલ કે કોઈ પણ સ્કંધની સ્થિતિ અસંખ્યાત કાલની કહી છે. તેથી સિદ્ધ થાય છે કે તે સ્કંધ પોતાના તે જ સ્વરૂપમાં ઉત્કૃષ્ટ અસંખ્યકાલ પર્યત નિષ્કપ અવસ્થામાં રહી શકે, ત્યાર પછી તેમાં પર્યાય પરિવર્તન માટે સકંપ અવસ્થા થાય છે. આ સકંપ અવસ્થા જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યત રહે છે. તેટલા સમયમાં તેની પર્યાયનું પરિવર્તન થઈ જાય છે અને ત્યારપછી તે નિષ્કપ બની જાય છે.
ભાવગત યુગલની સ્થિતિ - એક ગુણ કાળાથી અનંતગુણ રૂક્ષ સ્પર્શ પર્વતના પુદ્ગલની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાલ છે. ત્યાર પછી તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં અવશ્ય પરિવર્તન થાય છે.
શબ્દ–અશબ્દ પરિણત પુદગલની સ્થિતિ :- શબ્દ પરિણત પુદ્ગલ તે રૂપમાં ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ સુધી રહે છે. તે પછી અશબ્દ પરિણત થઈ જાય છે અને અશબ્દ પરિણત યુગલ તે રૂપમાં ઉત્કૃષ્ટ અસંખ્યકાલ સુધી રહે છે. પુગલોનો અંતરકાલ :१९ परमाणु पोग्गलस्स णं भंते ! अंतरं कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુલનું અંતર કેટલું છે? અર્થાત્ જે પુગલ વર્તમાને પરમાણુ રૂપ છે, તે પોતાનું પરમાણપણ છોડી, કોઈ પણ સ્કંધ રૂપે પરિણત થઈ, પુનઃ પરમાણુપણાને ક્યારે પ્રાપ્ત કરે છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું અંતર હોય છે. २० दुप्पएसियस्स णं भंते ! खंधस्स अंतरं कालओ केवच्चिर होइ ? गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं अणंतं कालं । एवं जाव अणंतपएसिओ।