Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૫ઃ ઉદ્દેશક-૭.
[ ૧૦૧ |
'શતક-પ : ઉદ્દેશકte |
એજન
પરમાણુ પુદ્ગલનું કંપન :|१ परमाणुपोग्गले णं भंते ! एयइ वेयइ चलइ फंदइ घट्टइ, खुब्भइ उदीरइतं तं भावं परिणमइ ? गोयमा ! सिय एयइ जाव तं तं भावं परिणमइ; सिय णो एयइ जाव णो त त भावं परिणमइ । શબ્દાર્થ – પથર કંપે છે વેય= વિશેષરૂપે કંપે છે વન= ચાલે છે પર= સ્પંદિત થાય છે, બીજા સ્થાન પર જઈને પાછો પૂર્વ સ્થાન પર આવે છે પદૃ = અન્ય પદાર્થને સ્પર્શ કરે છે પુમડું = ક્ષભિત થાય છે ૩ = અન્ય પદાર્થમાં મળી જાય છે તે તે ભાવે પાિમ = તે તે ભાવે પરિણમે છે, પરિણામાંતરને પ્રાપ્ત થાય છે. ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! શું પરમાણુ પુગલ કંપે છે, વારંવાર કંપે છે, બીજા સ્થાન પર જાય છે, ત્યાંથી ત્રીજા, ચોથાદિ સ્થાન પર જાય છે, અન્ય પદાર્થને સ્પર્શ કરે છે, સ્વતઃ એકદેશમાં ભિત થાય છે, સ્વતઃ સર્વદેશમાં ક્ષભિત થાય છે, પરિણામાંતરને પ્રાપ્ત થાય છે?
ઉત્તર– હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ કદાચિતુ(કોઈ સમયે) કપિત થાય છે યાવતુ તે તે પરિણામોમાં પરિણત થાય છે અને કદાચિત્ કંપિત થતો નથી થાવ, વિભિન્ન પરિણામોમાં પરિણત થતો નથી. | २ दुप्पएसिए णं भंते ! खंघे एयइ जाव तं तं भावं परिणमइ ?
गोयमा ! सिय एयइ जावतं तं भावं परिणमइ, सिय णो एयइ जाव णो तं तं भावं परिणमइ; सिय देसे एयइ, देसे णो एयइ जाव देसे तं तं भावं परिणमइ, देसे तं तं भावं णो परिणमइ । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શું ક્રિપ્રદેશિક સ્કંધ કંપે છે યાવત વિભિન્ન પરિણામોમાં પરિણત થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) ઢિપ્રદેશી અંધ ક્યારેક કંપિત થાય છે યાવત વિભિન્ન પરિણામોમાં પરિણત થાય છે. (૨) ક્યારેક કંપિત થતો નથી યાવત વિભિન્ન પરિણામોમાં પરિણત થતો નથી. (૩) ક્યારેક એક દેશથી કંપિત થાય છે, એક દેશથી કંપિત થતો નથી થાવત ક્યારેક એક દેશથી પરિણત થાય છે એક દેશથી પરિણત થતો નથી.