Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૫ : ઉદ્દેશક–5
૯૭
ખરલના પ્રયોગથી કોઈ વસ્તુ ખાંડવી સૂપડાથી સાફ કરવી વગેરે. આ સર્વ પ્રવૃત્તિઓથી આહાર રચિત દોષયુક્ત થઈ જાય છે.
આચાર્ય-ઉપાધ્યાયની ગતિ :
१९ आयरिय-उवज्झाए णं भंते ! सविसयंसि गणं अगिलाए संगिण्हमाणे, अगिलाए उवगिण्हमाणे कइहिं भवग्गहणेहिं सिज्झइ जाव अंतं करेइ ?
गोयमा ! अत्थेगइए तेणेव भवग्गहणेणं सिज्झइ, अत्थेगइए दोच्चेणं भवग्गहणेणं सिज्झइ तच्चं पुण भवग्गहणं णाइक्कमइ ।
વિત્તિ = પોતાના વિષયમાં શિન્દમાળે = સ્વીકાર કરતાં ભિન્દ્રમાને
શબ્દાર્થ:સહાયતા કરતાં.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે આચાર્ય, ઉપાધ્યાય પોતાના વિષયમાં અર્થાત્ વાચના પ્રદાન અને અનુશાસન વગેરેમાં શિષ્યવર્ગની ખેદ વિના, ઉત્સાહભાવથી દેખરેખ અને સારસંભાળ રાખે અર્થાત્ તેઓની સંયમોન્નતિનું ધ્યાન રાખે તેને સંયમ પાલનમાં સહાયક બને, તે આચાર્યાદિ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! (પ્રશ્નોક્ત ગુણ સંપન્ન) કેટલાક આચાર્ય અને ઉપાધ્યાય તે જ ભવમાં સિદ્ધ થાય છે, કેટલાક બે ભવ કરીને સિદ્ધ થાય છે, પરંતુ ત્રીજા ભવનું અતિક્રમણ કરતા નથી અર્થાત્ ઉત્કૃષ્ટ ત્રણ ભવ કરી મુક્ત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કર્તવ્યનિષ્ઠ આચાર્ય અને ઉપાધ્યાયનું માહાત્મ્ય પ્રદર્શિત કર્યું છે.
જે આચાર્ય અને ઉપાધ્યાય પોતાના કર્તવ્ય અને ઉત્તરદાયિત્વનું સમ્યક્ પ્રકારે વહન કરે છે અર્થાત્ સ્વયં નિર્દોષ આચારનું પાલન કરે છે અને શિષ્યવર્ગના નિર્દોષ સંયમ પાલનમાં પ્રેરક અને સહાયક બને છે તે અવશ્ય મોક્ષગામી બને છે. તેમાં કેટલાક આચાર્ય—–ઉપાધ્યાય તે જ ભવમાં મુક્ત થાય છે, કેટલાક દેવલોકમાં જઈ મનુષ્યનો બીજો ભવ ધારણ કરીને મુક્ત થાય છે અને કેટલાક ફરી દેવલોકમાં જઈ મનુષ્યનો ત્રીજો ભવ ધારણ કરીને મુક્ત થાય છે. તેઓ મનુષ્યના ત્રણ ભવથી વધુ ભવ કરતા નથી. આ રીતે મનુષ્યના ત્રણ ભવ અને વચ્ચે દેવના બે ભવ કુલ પાંચ ભવ સમજવા.
મિથ્યાદોષારોપણનું દુષ્કળ :
२० जे णं भंते ! परं अलिएणं असब्भूएणं अब्भक्खाणेणं अब्भक्खाइ तस्स णं