Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
es
થાય છે. તેમજ ક્રીતદોષથી રાજપિંડ દોષ સુધી સર્વ દોષો માટે જાણવું.
વિવેચન :
શ્રી ભગવતી સૂત્ર–૨
પ્રસ્તુત સૂત્રોમાં આધાકર્માદિ દોષથી દૂષિત આહારને નિષ્પાપ, નિર્દોષ સમજનાર વ્યક્તિની આરાધના અને વિરાધનાનું નિરૂપણ કરતાં ચાર વિકલ્પો દર્શાવ્યા છે.
ચાર વિકલ્પ :(૧) આધાકર્મ દોષયુક્ત પદાર્થોને નિર્દોષ માને.(૨) તે દોષયુક્ત પદાર્થનું સ્વયં સેવન કરે. (૩) તે દોષયુક્ત પદાર્થ અન્ય સાધુઓને આપે. (૪) તે પ્રકારે ખોટી પ્રરૂપણા કરે.
પ્રસ્તુત ચારે વિકલ્પથી દોષ સેવન કરનાર સાધકની શ્રદ્ધા, પ્રરૂપણા કે સ્પર્શના યથાર્થ નથી. તેથી તે દોષની શુદ્ધિ માટે સાધકને આલોચનાદિની અનિવાર્યતા છે. જો દોષ સેવન કરનાર વ્યક્તિ આલોચનાદિ કરીને કાલધર્મ પામે તો જ તે આરાધક બને છે. આલોચનાદિ કરવાથી તેની પાપની પરંપરા તૂટી જાય છે. આલોચનાદિ ન કરવાથી તેની પાપની પરંપરા ચાલુ જ રહે છે; તેથી તે સાધક વિરાધક બને છે.
કદાચ કોઈ પરિસ્થિતિવશ સાધુ-સાધ્વી આધાકર્મ દોષયુક્ત આહારનું સેવન કરે તો પણ તેની શ્રદ્ધા અને પ્રરૂપણા તો યથાર્થ જ હોવી જોઈએ અને પરિસ્થિતિ પૂર્ણ થતાં તે દોષની આલોચનાદિ કરી લેવી જોઈએ. કારણ કે શુદ્ધ શ્રદ્ધા પ્રરૂપણા અને આલોચના, પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાનો દોષમુક્તિના અમોઘ સાધન છે.
નિષ્કર્ષ એ છે કે કોઈપણ દોષોની આલોચના, પ્રતિક્રમણાદિ કર્યા વિના જ કાલધર્મ પામનાર સાધુ વિરાધક થાય છે અને આલોચના–પ્રતિક્રમણાદિ કરીને કાલધર્મ પામનાર સાધુ આરાધક થાય છે. રત્નત્રયની વિરાધનાઃ– આધાકર્માદિ દોષને નિર્દોષ હોવાની મનમાં ધારણા કરી લેવી તથા આધાકર્માદિના વિષયમાં નિર્દોષ હોવાની પ્રરૂપણા કરવી, તે વિપરીત શ્રદ્ધાનાદિ રૂપ હોવાથી દર્શન વિરાધના છે. તેને વિપરીત રૂપે જાણવું તે જ્ઞાન વિરાધના છે તથા આ દોષોને નિર્દોષ કહીને સ્વયં આધાકર્માદિ દોષથી દૂષિત આહારાદિનું સેવન કરવું તથા અન્ય સાધુઓને તેવો દોષયુક્ત આહાર આપવો, તે ચારિત્ર વિરાધના છે. આ રીતે ઉપરોક્ત પ્રવૃત્તિઓમાં રત્નત્રયની વિરાધના થાય છે.
માહાત્મ્ય :- આધાકર્મ દોષ. આપવા સાધુખિયાનેન યત્ શ્વેતન(પવાથ)મવેતનમ્ क्रियते, अचेतनं पच्यते, चीयते वा गृहादिकम्, वयते वा वस्त्रादिकम्, तदाधाकर्म । અર્થ– સાધુના નિમિત્તે સચેત પદાર્થને અચેત કરે, અચેત દાળ–ચોખા વગેરેને પકાવે, મકાનાદિ બનાવે, વસ્ત્રાદિનું વણાટ કરે, તેને આધાકર્મ કહે છે. ક્રીતકૃત આદિ અન્ય દોષોનું સ્પષ્ટીકરણ શબ્દાર્થમાં આપ્યું છે. રડ્યું ઃ– રચિત દોષયુક્ત આહાર. સંસ્કારિત કરેલો આહાર. તેનું તાત્પર્ય એ છે કે સાધુ માટે દળેલો, ખાંડેલો, વાટેલો, ઝાટકીને અને ગાળીને સાફ કરેલો ખાદ્યપદાર્થ અર્થાત્ અગ્નિ, પાણીના આરંભ વિના સંસ્કારિત કરેલો આહાર. યથા– ફળો સુધારીને રાખવા, મેવાના ટુકડા કરીને રાખવા, ઉખળ મૂસળના કે