Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૮૪ ]
શ્રી ભગવતી સત્ર-૨
તહીવં સમM વા મા વા- તથારૂપ = સંયમ સાધનાને અનુરૂપ વેષના ધારક મહિs = પૂર્ણ અહિંસક શ્રમણ અથવા અહિંસાના ઉપદેશક શ્રમણને માહણ કહે છે. મારા શબ્દ અહીં શ્રમણના પર્યાયવાચી શબ્દરૂપે કે વિશેષણ રૂપે પ્રયુક્ત છે. (૧) અલ્પાયબધઃ- તથા પ્રકારના શ્રમણોને સચિત્ત અને અગ્રાહ્ય આહાર પાણી વહોરાવવાથી અલ્પાયુષ્ય બંધાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે દાન અને દાનની ભાવના તો શુભ આયુષ્યબંધનું કારણ છે અને શ્રમણ-શ્રમણીઓને આહારાદિ દાન આપનાર વ્યક્તિને દેવ કે મનુષ્યના આયુષ્યનો બંધ થાય. પરંતુ તે અપાતા આહાર, પાણી જો સદોષ હોય; પ્રાણાતિપાત અને અસત્ય ભાષણથી યુક્ત હોય; તો તે દાનના કારણે શુભ આયુ અને પ્રાણાતિપાતાદિ દોષના કારણે અલ્પ સ્થિતિનું આયુષ્ય બંધાય છે. પ્રતિપાત્ય
आधाकर्मादि करणतो मृषोक्त्वा । यथा- भोः साधु ! स्वार्थः सिद्धमिंद भक्तादि વન્જનીયં વો (વાન) નારાંગ વ્ય અર્થ– આધાકર્મી આહાર તૈયાર કરવામાં જીવહિંસા થાય અને તે આહાર વહોરાવવા માટે અસત્ય ભાષણ કરાય, યથા- હે સાધુ! આ આહાર અમારા માટે બનાવેલો છે, તેથી તે નિર્દોષ છે, કલ્પનીય છે. તમારે તેમાં શંકા કરવી નહીં.
જોકે સદોષ આહાર દાન અલ્પાયુનું કારણ છે, છતાં રોગાદિ વિશિષ્ટ પરિસ્થિતિમાં સહજ સેવા ભાવનાથી શ્રાવક દ્વારા મુનિને જે સહકાર આપવામાં આવે તે અલ્પાયું બંધનું કારણ બનતું નથી. કારણ કે તેમાં અસત્ય ભાષણ નથી પરંતુ સપરિસ્થિતિક અપવાદ સેવન છે, તેમ સમજવું. (૨) દીર્ધાયુષ્યબંધ:- આધાકર્માદિ દોષથી રહિત પ્રાણાતિપાત અને મૃષાવાદથી રહિત, અચિત્ત અને નિર્દોષ આહાર પાણી આપવાથી દીર્ધાયુ બંધાય છે.
(૩) અશભ દીર્ધાય બંધ:- પ્રાણાતિપાતાદિના સેવનથી તથા શ્રમણની અવહેલના, નિંદા, અવજ્ઞાતિરસ્કાર, અપમાન કરી, દુર્ભાવનાથી કોઈ અમનોજ્ઞ, વિરસ આહાર આપે તો તેને અશુભ દીર્ધાયુનો બંધ થાય છે.
(૪) શુભદીર્ધાયુ બંધઃ- હિંસા અસત્યાદિનો ત્યાગ કરી, શ્રમણોને વંદન નમસ્કાર, સન્માનાદિકપૂર્વક મનોજ્ઞ આહારાદિ આપવાથી શુભ દીર્ધાયુષ્યનો બંધ થાય છે.
- આ ચાર સૂત્રોમાં જૈન શ્રમણોને આહાર દાન આપતા દાતાના આયુષ્યબંધને અનુલક્ષીને બે પ્રકારે પ્રતિફળ દર્શાવ્યા છે (૧) સામાન્ય રીતે પ્રથમ સૂત્રમાં સદોષ આહાર દાનનું પ્રતિફળ અલ્પાયુ કહ્યું છે અને બીજા સૂત્રમાં નિર્દોષ આહાર દાનનું પ્રતિફળ દીર્ધાયુ કહ્યું છે. (ર) વિશેષ અપેક્ષાએ ત્રીજા સૂત્રમાં અશુભ પરિણામોથી મુનિને તિરસ્કારપૂર્વક નરસી વસ્તુના દાનનું પ્રતિફળ અશુભ દીર્ધાયુ કહ્યું છે અને ચોથા સૂત્રમાં શુભ પરિણામથી મુનિને સન્માનપૂર્વક સારી વસ્તુના દાનનું પ્રતિફળ શુભ દીર્ધાયુ કહ્યું છે.
પ્રથમના બે સૂત્રોમાં વસ્તુની સદોષતા, નિર્દોષતા લક્ષિત છે જ્યારે પછીના બે સૂત્રોમાં વસ્તુ અને વિચારોની તથા વ્યવહારની સુંદરતા, અસુંદરતા લક્ષિત છે.