Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સંસ્કરણ નક્કર કડીનું કામ કરી રહ્યું છે. પ્રસ્તુત સંસ્કરણમાં આધારભૂત ગ્રંથોઃ
પ્રસ્તુત સંસ્કરણમાં મૂળપાઠમાં સૈલાના દ્વારા પ્રકાશિત શ્રી ભગવી સૂત્રને આધારભૂત તરીકે સ્વીકાર્યું છે. તેમ જ અનેક સ્થાને યુવાચાર્ય મહાપ્રજ્ઞજી કૃત શ્રી ભગવતી સૂત્ર અંગ સુત્તાણિ ખંડ-૨ તથા 'મહાવીર જૈન વિદ્યાલયના ભગવતી સૂત્ર'ના આધારે પાઠનું સંશોધન કર્યું છે. ભાવાર્થ અને વિવેચનમાં શ્રી બેચરદાસજી કૃત ભગવતી સૂત્ર, સૈલાના-ભગવતી સૂત્ર, યુવાચાર્ય શ્રી મધુકરમુનિ કૃત ભગવતી સૂત્ર, ખંડ-૧ પૂ. ઘાસીલાલજી મ.સા. કૃત ભગવતી સૂત્ર, આગમ દિવાકર પૂ. જનક મુનિ મ. સા. લેખિત ભગવતી ઉપક્રમ, આગમ મનીષી પૂ. તિલોક મુનિ મ.સા. લેખિત જૈનાગમ નવનીત ભાગ ૭ને આધારભૂત બનાવ્યા છે. આભાર દર્શન - આ ઉમદાકાર્યના ઉદ્ભવનું પ્રબળ નિમિત્ત પ્રાતઃ સ્મરણીય ઉપકારી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. નું જન્મ શતાબ્દી વર્ષ છે.
જેમની ઉજ્જવળ પરંપરા રૂપ જિન શાસનમાં સ્થાન પામ્યા, આગમનું જ્ઞાન પામ્યા, જીવન જીવવાનું વિજ્ઞાન પામ્યા, તેવા અનંત ઉપકારી ગુસ્વર્યોની ઉપકાર સ્મૃતિ નિમિત્તે અનાદિની અરતિને દૂર કરી, અખંડ રતિ આનંદને પ્રાપ્ત કરવા આ વિશાળ આયોજનનું નિર્માણ થયું છે. આ આયોજનને પૂર્ણ કરવા મુખ્યતયા પૂ. મુક્ત–લીલમ ગુક્ષ્મી સહ તેમના પરિવારના સાધ્વીજીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આજે ગુરુ પ્રાણ આગમ બત્રીસીનું ૧૫મું પુષ્પ પ્રકાશિત થઈ રહ્યું છે. આ પાવન પ્રસંગે સહુ પ્રથમ આગમ સાત સમ ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામી. સૂત્ર સંકલન કર્તા શ્રી સુધર્માસ્વામી, આગમલિપિબદ્ધ કર્તા પૂર્વધર શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણને હૃદય પટ પર સ્થાપિત કરી શ્રદ્ધાપૂર્વક નતમસ્તકે વંદન કરું છું. જેણે આગમ સાહિત્યને પ્રવાહિત કર્યું, તેવા આચાર્ય ભગવંતો તથા મમ શ્રદ્ધામૂર્તિ પૂ. જય-માણેક–પ્રાણ- ગુરુવર પ્રતિ શ્રદ્ધાભાવ પ્રગટ કરું છું.
તેમ જ અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવ! શ્રી ભગવતી સૂત્રના પ્રકાશન સમયે આપ સ્મૃતિ પટ પર પધારો છો, આપના પાવન સાનિધ્યમાં આપે બે બે વાર શ્રી ભગવતી સૂત્રની વાચના મને કરાવી અને તે જ આગમ લેખનનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત