________________
( ૨૫ ) વિકાસ થતાં મહાનુભાવ આમા મોહની જાળને વીંખી નાંખી બહાર આવશે અને આધ્યાત્મિક સાધનામાં આગળ વધી આત્મજીવનની મંગળમય ભૂમિને પ્રાપ્ત કરવા સમર્થ થશે.
પ્રસ્તુત ગ્રન્થનો અહી પરિચય આપવા એ કરતાં વાચક મહાશય સ્વયં પ્રસ્થમાં પ્રવેશ કરી અવલોકે એ વધારે ચાગ્ય સમજું છું. આ પ્રકરણમાં આ ગ્રખ્ય પૂરે થાય છે. પહેલું પ્રકરણ સામાન્ય છે. એ પછીનાં છ પ્રકરણે ચોકકસ વિષય પર વિવેચન કરનારાં છે. અને છેલ્લું પ્રકરણ “અતિમ ઉદ્દગાર છે. આ સંસ્કૃત ગ્રન્થનું પ્રણયન મેં વિક્રમસંવત્ ૧૯૭૪માં કરેલું, અને વિ.સં. ૧૭૬ માં મુંબઈના ચતુર્માસમાં તેનું પ્રથમ પ્રકાશન થયું હતું. તેનું આ દ્વિતીય સંસ્કરણ પ્રગટ થાય છે. પ્રથમ સંસ્કરણમાં સંસ્કૃત ગ્રન્થ ગુજરાતી અને અંગ્રેજી બનેમાં અનુવાદ તેમજ વિસ્તૃત વિવેચન સાથે પ્રગટ થયા હતા જ્યારે પ્રસ્તુત સંસ્કરણમાં કેવળ ગુજરાતી અનુવાદ માત્ર સાથે બહાર આવે છે. પણ તે બહુ સુધારાવધારા સાથે. ગ્રન્થની શ્લેકસંખ્યા પાંચસેથી ઉપર છે. સંસ્કૃત સાથે ચોજાયેલું તેનું ગુજરાતી સંસ્કૃતના અનલિશ ગુજરાતીઓ અગર ગુજરાતી જાણનારાઓને ઉપચાગી થશે. વાચક વાંચે, વિચારે અને જીવનમાં ઉતારવા યથાશક્તિ પ્રયત્ન કરે એજ શુભેચ્છા.
ન્યાયવિજય.