________________
પ્રવા]
ધ્યાનમાં
૨૦૯
ચિત્તશુદ્ધિ એ યોગમાર્ગ પર પ્રકાશ નાંખનારી દીવાદાંડી” છે. વેગના અંકુરાઓને ઉત્પન્ન કરનારી એ સર્વોત્તમ ભૂમિ છે. એની પ્રથમ જરૂર છે. એ વગર સઘળે પ્રયાસ વ્યર્થ છે.
૧૪ ચિત્તની શુદ્ધિ એ જ ધર્મનું તત્વ છે. સર્વ ક્રિયાકાંડ તેને જ માટે છે. ક્રિયાથી જેટલે અંશે મન શુદ્ધ થાય તેટલે અંશે તે ક્રિયા) સફળ ગણાય. ક્રિયાની સફલતાનું માપ મનઃશુદ્ધિના પ્રમાણુ પર અંકાય છે.
ક્રિયાવિધિ નાનાવિધ છે. અને તે જે ચિત્તશુદ્ધિનું કામ બજાવતી હોય તે તે સઘળી ઉપચાગી ગણાય. ક્રિયાકાંડના ભેદમાત્રથી ( ક્રિયાદો પર ) તકરાર કરવાની ન હાય.
શિયામાર્ગ અનેકવિધ છે. પણ તે સર્વ ચિત્તશુદ્ધિના ઉદેશ માટે જાયેલ છે. એક સાધ્યનાં અનેક સાધને નથી હોતાં શું ? પછી તેમાં (ક્રિયા માટે) વિવાદ છે ?