________________
gવરાપ
]
ध्यानसिद्धिः।
२३९
આવા પ્રકારના લોકનું સ્વરૂપ ચોથા સ્થાનમાં ધ્યાનાભ્યાસીએ ચિંતવે છે. આમ ધર્મધ્યાનમાં વર્તનારાઓને સ્વસવેવ અતીન્દ્રિય સુખની અનુભૂતિ પ્રાપ્ત થાય છે.
આમ ધ્યાનચે જેઓ પોતાનું મનુષ્યજીવન મહાન ઉરચ બનાવે છે તેઓ મનુષ્યજન્મ પૂરા કરી મહદ્ધિ દેવલોકને પ્રાપ્ત થાય છે. પછી દેવલોકની જિન્દગી પૂરી થતાં તેઓ ત્યાંથી ફરી મનુષ્યજન્મમાં આવે છે. આ વખતે તેમની સાધનસમ્પનતા વિશેષ બલવતી હોય છે. તેઓ ચાગમાં આગળ વધે છે. અને અઘરે ચાગ પૂર્ણ કરવા તત્પર થાય છે.
૩૫ તેઓ ધ્યાનમાં આગળ વધતાં જ્યારે પોલ્કષ્ટ શુકલધ્યાન પર આવે છે ત્યારે તેમના આત્મા પરનાં સર્વ આવરણ દૂર થાય છે. અને તેઓ પૂર્ણ ઉજવળ બની પરમવિમલ, પરમવિકસિત જ્ઞાનને (કેવલજ્ઞાન) પ્રાપ્ત કરે છે. આમ ચાગના ચરમ શિખર પર પહોંચી આત્મા પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. એ પછી એઓ (દેહધારી પરમાત્મા), જેમનાં અન્તઃકરણ પ્રભાવિત થઈ રહ્યાં છે એવી લકસભામાં માહાકારના નાશ માટે ધર્મપ્રકાશન કરે છે. અને આયુષ્ય પૂર્ણ થતાં સચ્ચિદાનન્દ પરબ્રહ્મ સ્વરૂપ સ્થિતિને પ્રાપ્ત થાય છે,
સંસારવતી પ્રાણુઓ મલિન દર્પણ જેવા છે. તેમાં જે આત્મા પોતાની શોધનવિધિમાં ઉઘુક્ત થાય છે તે અભ્યાસક્રમે જ્યારે પરમ શદ્ધિને પ્રાપ્ત કરે છે ત્યારે પરમાત્મા બને છે, અર્થાત ઈશ્વર થાય છે. કેમકે પરમાભા થવું એટલે ઈશ્વર થવું. મહાવૃત આત્મા ભવચક્રમાં ભમે છે, જ્યારે મેહનું આવરણ ખસતાં તે આત્મા પોતે જ શિવરૂપ, ઇશ્વરરૂપ છે. સ્વરૂપે શિવરૂપ, ઇશ્વરરૂપ આત્મા મહાશે ભવમાં ભમી રહ્યો છે. માહ જતાં એ શિવ જ છે, ઈશ્વર જ છે.