________________
अन्तिम उद्गार।
२५५
આ ચૈતન્યસ્વરૂપ આત્માની અનન્ત શક્તિ છે. ભાગ્યવાન એને જાણવાને, એને ઓળખવાનો પ્રયત્ન કરે છે. એ પ્રકાશિત થતાં બધું પ્રકાશે છે, અને એ પ્રકાશિત નથી ત્યાં સુધી બધું અન્ધકારમય છે.
એનું પ્રકાશન માહપ્રણાશ પર અવલખિત છે. અને મેહમણાશ તત્વચિન્તનથી સાધ્ય છે. ચિન્તનીય તત્વ સ્વયં પિતે છે. હું કેણુ? આ ભવવાસ કેમ? આ સુખ-દુખ શું? અને આ વિશ્વરચના શી? એને શાન ભાવે વિચાર કરવો એ તત્વચિન્તન છે.
વિવેકજ્ઞાન તરવચિન્તનથી થાય. અને તત્વચિન્તન મેહપ્રપંચથી વેગળા થઈ શાન્તભાવે અન્તર્મુખે નિરીક્ષણ કરવાથી થાય.
ચિન્તન એ જ્ઞાનપ્રકાશને માર્ગ છે. જે ચિન્તનશીલ નથી, તે ગતાનુગતિક પામર પ્રાણું સાચે વૈરાગ્ય પામી શકતો નથી.