________________
प्रकरणम् ] अभागयोगः । १४५
૧૨૧ પ્રત્યાહારદ્વારા પ્રભેિદ” થતાં જેમનાં માનસ વિવેકફુરણુથી ઉજવલ બન્યાં છે એવા મહાત્માઓને સંસારચેષ્ટા ધૂળનાં ઘર બનાવી રમનારા બાળકની ચેષ્ટા જેવી ભાસે છે.
૧૨૨
આ દષ્ટિમાં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ્યોતિ એ જ પરમ તવ સમજાય છે. બાકી ભવપ્રપચ વૈકલ્પિક વિપ્લવરૂપ જણાય છે. આ દષ્ટિમાં સંસારના ભાગે ભવરૂપ સર્પની ફણાના આટેપ સરખા ભાસે છે.
૧૨૩
એ પછી કાન્તા” દષ્ટિમાં પ્રવેશ થાય છે. આ દષ્ટિમાં પ્રગટ થતા દર્શનને તારા–પ્રભાની ઉપમા આપવામાં આવી છે. આ દૃષ્ટિમાં ચાગનું અંગ ધારણ” પ્રાપ્ત થાય છે. કઈ પણ ધ્યેય પ્રદેશ પર ચિત્તને સ્થિર બાંધવું એનું નામ “ધારણ.”
૧૨૪ આ દૃષ્ટિમાં ચાગના છઠ્ઠા અંગ પર આરૂઢ થયેલ મહાત્મા આત્મસાધનને વિકાસ અધિક સાધે છે. અહીં સ્થિર સ્વભાવના ચગે અન્ય પ્રવૃત્તિમાં ચિત્તની ઉત્સુકતા થતી નથી. તેમજ આત્મધર્મમાં રમણતા હોવાથી ભેગા ભવહેતુ થતા નથી.