________________
બવરામ ]
अष्टाङ्गयोग.
૧૧૩ શાસ્ત્રાર્થબલથી બીજાને પરાસ્ત કરવાથી કે શાસમૂહના અભ્યાસ માત્રથી તવભૂમિ પ્રાપ્ત થઈ શકતી નથી. પરંતુ તેની સિદ્ધિ શમશાલી શીલ પર અવલંબિત છે.
૧૧૪ અધિકાંશ, ધર્મના ઝઘડા કે દાર્શનિક કલહ ભિન્ન ભિન્ન દર્શનેની ભિન્ન ભિન્ન શબ્દપરિભાષા અને ભિન્ન ભિન્ન પ્રતિપાદનશૈલીને લઇને થાય છે. મૂળ વસ્તુ શું છે, પરમાર્થ તવ શું છે એ વિચારવું જોઈએ. તત્વષ્ટાને કલહ કે? સમદશી તે સર્વત્ર સમ જુએ છે. જ્યાં સમવયશક્તિ છે ત્યાં સમભાવ છે.
તરવસિદ્ધિ માટે સારો ઉપાય તે એ છે કે પિતાના જીવનશોધનમાં સદા યત્નપરાયણ થવું જોઈએ. પ્રકાશપ્રાપ્તિનું મુખ્ય સાધન ચિત્તશુદ્ધિ છે. વિમલ ચિત્તની સમાહિત અવસ્થામાં સમ્યગ્દર્શનને પ્રકાશ થાય છે.
આ પહેલી ચાર દૃષ્ટિએ ચપિ મિથ્યાત્વવાળી છે, પણ ત્યાં મિથ્યાત્વની મન્દતા છે. એટલે ચરમપુદ્ગલપરાવર્તભાવી અને સમુચિત યોગ્યતા ધરાવતી એ દષ્ટિએ માર્ગાલિમુખ હાઈ મોક્ષમાર્ગને સજે છે.