________________
પ્રવાન ]
आत्मजागृतिः।
૧૩
જેની ચિત્તવૃત્તિ આત્માના શુદ્ધ સ્વરૂપમાં નિરત છે અને જેની દષ્ટિ ભવપ્રપંચમાં તટસ્થ છે એવા મહાન આત્માને અધ્યામ-રાજેશ્વરના વિપુલ પ્રસાદથી સિદ્ધિઓ અને લબ્ધિઓની શી કમી હેચી
૧૪
જે અખિલ વિશ્વપ્રપંચને કર્મપ્રેરિત સમજી પરમ સમભાવની દશાને પ્રાપ્ત થયેલ છે એ અધ્યાત્મવિદ્ ગમે તેટલે તિરસ્કૃત કે સમ્માનિત થતાં રૂટ કે તુષ્ટ થતા નથી,
૧૫ આત્મા છે, કર્મ છે, પુનર્જન્મ છે, મેક્ષ છે અને તેને તમાક્ષને) સાધનમાર્ગ છે એ પ્રકારની સમ્યક્ પ્રતીતિ અન્તઃકરણમાં સમ્યક્ વિચારપૂર્વક થવી જોઈએ.
અવષ્ટિઓને પરોક્ષ તત્ત પ્રત્યક્ષ–ગોચર ન થાય. છતાં સુજ્ઞ જન અતીન્દ્રિયજ્ઞાની મહાન આત્માઓના ઉપદેશના આધાર પર યથાર્થ કલ્યાણભૂત તત્વપ્રતીતિ કરવામાં સહા ઉઘુક્ત રહે છે.