Page #1
--------------------------------------------------------------------------
________________
@@@@@l=GUQUg
લેખિકા : સુનંદાબહેન વોહોરા
Page #2
--------------------------------------------------------------------------
________________
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
લેખિકાઃ સુનંદાબહેન વોહોરા
પ્રેરક : રાત્રી સત્સંગ પરિવાર તથા અન્ય વર્ગનો પરિવાર
શુભાશીષ : ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજ્યસૂરિજી
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #3
--------------------------------------------------------------------------
________________
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો લેખિકા : સુનંદાબહેન વોહોરા
પ્રકાશક : સ્વાધ્યાય સત્સંગ પરિવાર
આનંદ સુમંગલ પરિવાર અમદાવાદ.
પ્રથમ આવૃત્તિ : ૭૫૦ નકલ ૨૩, નવેમ્બર, ૨૦૧૮
પ્રાપ્તિ સ્થાન : સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : (૦૭૯) ૨૬૫૮ ૯૩૬૫ સમય : સાંજે પ-૦૦ થી ૬-૦૦ કલાકે
મુદ્રણ :
સ્નેહરશ્મિ એન. કટારીઆ મોબાઈલ : ૯૯૨૫૪ ૬૦૪૩૫
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #4
--------------------------------------------------------------------------
________________
પ.પૂ. ભક્તિયોગાચાર્યશ્રી યશોવિજ્યસૂરિજી
अनि सुन -६) रेन १२) २२६१) यस पुस्तक ' सत्यास तत्प भय. ५२।
ल145 ते ते मा १सको सपना स न 3 अक ८ २). ___६५ २५२॥ २०) ५ ल4 11 सतत २५१९ 0 तक) .. 20 ते २५ ते ५० साधना ४०) मा २२२१२८] +1) 20 6२२, .
cod५ये ५ नन् सन हे या प्रेम,
जनू 0 . जो 60 4 0 24, १२) न rat + - २१२९ ८.
२4/10/18
मऽ डासा)
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
રાત્રી સત્સંગવર્ગના પરિવારની હાર્દિક ભાવનાનું કિરણ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
રાત્રીના સત્સંગ સ્વાધ્યાય પરિવારમાં ભાઈ-બહેનો દસ વર્ષથી સત્સંગ કરે છે. તેમાં શાંત સુધારસ, પ્રશમરતિ, જ્ઞાનસાર, આઠદૃષ્ટિની સજઝાય આત્મઉત્થાનનો પાયો, ધ્યાન અને કાયોત્સર્ગ, અધ્યાત્મ ઉપનિષદ જેવા શાસ્ત્રોના સ્વાધ્યાય સૌ ભાવથી કરીએ છીએ.
આ શાસ્ત્રોના તત્ત્વ રહસ્યને સરળતાથી સમજવા નાના દૃષ્ટાંતો, કથાનકોનો આધાર લેવામાં આવતો જેથી શ્રવણ સરળ અને રસપ્રદ લાગતું.
એકવાર મનાલી અને જ્યોતિ કહે આવા રૂપકો, પ્રસંગો બહુ પ્રેરણા આપે છે. તમે તેને લખીને આપો તો તેનું પુસ્તક તૈયાર કરીએ. અગાઉ લેખકે સીત્તેર જેવા પુસ્તકો લખ્યા છે. કેટલાકનું પુનઃમુદ્રણ પણ થયું છે. આમ નિમિત્ત મળતા લખવાનો લોભ થઈ ગયો અને લેખન શરૂ થયું. ૯૦ જેટલા પ્રસંગો લખ્યા અને પરાગભાઈ શાહ કહે ૯૭ એ પહોંચી જાવ અને સહેજે તેમ થયું છે. મિત્રો ૯૭નો મેળ જાણે છે.
ખાસ કરીને સૌને એક વિનંતિ છે કે પ્રસંગો માટે તે સમયે કોઈ પુસ્તકોનો આધાર લીધો નથી. કારણકે તે તે પુસ્તકો મેળવવા તેમાંથી તારવણી ક૨વી તે વયોવૃદ્ધતાને કારણે મારી શક્તિ ન હતી. તેથી સવિશેષ આચાર્ય શ્રી યશોવિજ્યસૂરિના ગ્રંથોમાં આવતા પ્રસંગો, વ્યાખ્યાનોમાં શ્રવણ થયેલા, ભૂતકાળમાં વાંચેલાનું સ્મરણમાં સંગ્રહાયેલું તે લખતી ગઈ અને સ્મરણમાં છૂપાયેલું પ્રગટ થઈ લેખનમાં ઉતર્યું છે. તેમાં નામ સ્થળ કાળના સંદર્ભમાં ક્ષતિ થઈ હોય તો સૌ ક્ષમા કરજો અને સુધારીને વાંચવા વિનંતિ.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૩
Page #7
--------------------------------------------------------------------------
________________
આ લેખનને વ્યવસ્થિત પુસ્તકાકારે કરવામાં શ્રી પરાગભાઈ શાહનો સહકાર મળ્યો છે. આર્થિક સહયોગ રાત્રીના સ્વાધ્યાયના પરિવારે કર્યો છે. કેટલાક ઉતારાનું કાર્ય સુલક્ષણાબહેને કર્યું છે. અને કુમુદબહેન પાલખીવાળા જેઓ શિક્ષણક્ષેત્રે અનુભવી છે તેમણે પ્રથમ પૂરું લેખન વાંચી, પ્રુફ રીડીંગ પણ પૂરું કરવામાં સહાયક રહ્યા છે. તેમણે મારો ઘણો શ્રમ બચાવ્યો છે તે સૌને શુભેચ્છા પાઠવું છું, આભાર માનું છું..
કેટલાક પ્રસંગો હાલ આપણા પરિચયમાં છે. તેમને માટે કંઈ વધતુ ઓછું લખાયું હોય તો ક્ષમા કરે.
સવિશેષ પૂ. ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજ્યસૂરિજીએ જે અત્યંત પ્રેરણાત્મક શુભાશિષ આવી છે તે બદલ આપણે સૌ તેમના ઋણી છીએ. જીવનમાં તેમના આલેખેલા ભાવોને ધારણ કરીએ તો જીવન સાર્થક થાય તેવા અતંરના આશિષને આપણે પાત્ર થઈએ તે અભ્યર્થના.
પ્રેસ મેટર અને પુસ્તક તૈયાર કરવામાં સ્નેહરશ્મિભાઈ કટારીઆનો સહકાર મળ્યો છે.
સર્વથા સૌ સુખી થાઓ.
૪
- સુનંદાબહેન વોહોરા
ચરણેષુ છે આધ્યાત્મિક પ્રેરકદાતા
પૂ. શ્રી આચાર્ય યશોવિજ્યસૂરિજી - સુનંદાબહેન વોહોરા
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #8
--------------------------------------------------------------------------
________________
નં. વાર્તાનું નામ
૧.
ધન્ય તે ધરા
૨.
કોઈ કોઈનું નથી
૩. સર્વ દુઃખ દૂર થશે
૪.
૫. સતી સુંદરીનું સત્વ ૬. જ્ઞાનમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્ર
૭.
શમ-ઉપશમ સમક્તિનો રથ
અનુક્રમણિકા
પાના નં.
૭
૧૦
૧૧
અવાજ ઊઠે છે ?
૧૮. આત્મઘન
૧૯. સંત મહિમા
૨૦. જીવ મૈત્રી
૨૧. સમર્પણ કયાં
૨૨. પ્રભુભક્તિની મસ્તી
૨૩. પુણ્ય સ્વયં જાગે છે ૨૪. પહેલું આચરણ પછી
પ્રસારણ
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
ઉત્તમ આરાધક
શ્રી ગોકુળભાઈ
૮.
સત્ય ઘટના
૨૬
૨૭
૨૮
૯. સમગણે તૃણમણિ પાષાણ ૨ ૧૦. ગુરુ આજ્ઞાથી નિશ્ચિંતતા ૧૧. સંત જીવનની સહજતા ૧૨. વહેતી મૈત્રી ભાવના ૧૩. સૌમાં પરમાત્મા વસે છે ! ૧૪. ગૃહસ્થોનું આકિંચન્ય ૧૫. જોગીનું પવિત્ર આભામંડળ ૩૪
૨૯
૩૧
૩૩
૧૬. જીવંત શ્રદ્ધા
૩૬
૧૭. અંતરમાં શાનો
૧૬
૧૮
૨૦
૨૧
૨૩
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
૪૬
૪૮
નં.
૨૫.
વાર્તાનું નામ
માણસથી મહાન
તો ઈશ્વર છે.
૨૬. આ ચમત્કાર નથી
જીવનનો મર્મ છે.
૨૭. જાબાલ સત્યકામ
૨૮. વસુમતિ ચંદનબાળા થઈ વંદનબાળા બની
૨૯. ઉદાસીનતા
૩૦. સ્વરૂપાનુભૂતિ
૩૧. અક્ષુદ્રતા - ગાંભીર્ય ૩૨. પૂર્વ સંસ્કાર એ ચેતનાનું સાતત્ય છે.
૩૩. સાથે ના આવે
૩૪. અસ્તિત્વનો ભ્રમ !
પાના નં.
૩૫. પરમાત્માની પરમતા ૩૬. વિદ્યા વિનયથી વિકસે ૩૭. મૂળ ગુણનું મહાત્મ્ય ૩૮. માતૃપ્રેમનો પુરસ્કાર
૩૯. તપ આરાધન
પૂરું થયું પછી ? ૪૦, જિન પ્રતિમા
શું શીખવે છે ? ૪૧. ગુણ જેનું જીવન છે. ૪૨. સાધનાનું સાતત્ય ૪૩. ભાખરીના ચિત્રથી
૪૮
૪૯
૫૧
૫૩
૫૭
૫૮
૫૯
” જ થ્રુ જ “ ” ð
૬૯
o o o
૭૭
પેટ ન ભરાય ૪૪. સંતત્ત્વનું સામર્થ્ય ૪૫. સદ્ગુરુની અદ્ભુત આભા ૮૦
૭૮
૫
Page #9
--------------------------------------------------------------------------
________________
નં. વાર્તાનું નામ ૪૬. અહં ટળે અર્હમ્ પ્રગટે
૪૭. નામરૂપ જૂજવા ૪૮. સદાય પ્રસન્ન મુનિવરા
૪૯. બહુ રત્ના વસુંધરા
૫૦. સંસાર અસાર છે.
અનુક્રમણિકા
પાના નં.
૮૧
૮૨
૧૩
૮૬
૮૯
૫૧. ગુરુકૃપા અનોખું રહસ્ય છે. ૯૧
૯૫
૫૨. ધર્મનું મહાત્મ્ય ૫૩. કર્મની વિચિત્રતાનું
એક રૂપક ૫૪. સત્ત્વશીલ નારીઓ ૫૫. સંપત્તિનું સુખ કેટલું ? ૫૬. જે થાય તે સારા માટે !
૯૬
૯૭
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
૧૧૦
૧૧૩
૧૧૫
૧૧૬
૬૩. શુભ સંકલ્પનું બળ ૬૪. ધ્યાન એક અનોખું રહસ્ય છે ૧૧૧ ૬૫. એ આ કાળના સાધક હતા ૬૬. સુખ કાં સમાણું ૬૭. એકત્વ ભાવનાથી બોધ ૬૮. મુનિ બળદેવ ૬૯. સંન્યાસી પાસે શસ્ત્રો ન હોય ૧૨૧ ૭૦. પ્રભુભક્તિ જેનું જીવન છે ૧૨૩ ૭૧. મૃત્યુને મુલતવી રખાતું નથી ૧૨૫ ૭૨. અધ્યાત્મનું મૂલ્ય
૧૧૯
૧૨૬
૬
૫૭. ક્રૂ સૂરુ બન્યો ૫૮. મુક્ત થવાનો સંકેત
૫૯. સાધક જીવનની ચર્યા
૬૦. સંત શ્રદ્ધા જીવંત છે
૬૧. તપ એ દેહદમન નથી
૬૨. સંતોની નિઃસ્પૃહતા
નં. વાર્તાનું નામ
૭૩. સંતની કરુણા
૭૪. અનોખી મૈત્રી
૭૫. ગુરુ આજ્ઞા પારતંત્ર્ય નથી
૭૬. સર્વાત્મમાં સમદૃષ્ટિ
૭૭. સીમા રહિત માતૃત્વ
૭૮. નિસ્વાર્થ દીર્ઘદૃષ્ટિ
૭૯. સ્વર્ગ-નરક કયાં છે ?
પાના નં.
૧૨૮
૧૩૦
૧૩૪
૧૩૬
૧૩૭
૧૩૯
૧૪૦
૧૪૨
૮૦. રામ કયા વસે છે ?
૮૧. પશુઓમાં પ્રેમનું અનોખું દર્શન
૮૨. યોગીની નિર્ભયતા
૮૩. માનવ જીવનનો વૈભવ
૮૪. આત્માના છ સ્થાનકે
૮૫. મૂળા શેઠાણી !
૮૬. જિન પ્રતિમાના
દર્શનનો પ્રભાવ
૧૫૩
૮૭. ધર્મની સાચી સમજ
૧૫૫
૮૮. ઔદાર્ય ગુણ
૧૫૬
૧૫૯
૮૯. મદ શું છે જાણો છો ? ૯૦. કરમનો કોયડો અલબેલો ૧૬૨ ૯૧. વર્તમાન કાળમાં
શ્રમણીજીઓનું પ્રદાન
૯૨. બહુ રત્ના વસુંધરા ૯૩. સર્વ જગ થયું ખારું
૯૪. સન્મિત્ર
૧૪૪
૧૪૬
૧૪૭
૧૪૯
૧૫૧
૧૬૩
૧૬૫
૧૬૮
જ્યોતિબાળા બહેન
૧૭૨
૧૭૩
૯૫. સંસાર અસાર છે. ૯૬. અનોખી પ્રતિભા - ગુરુમા ૯૭. ગુરુકૃપા અનોખું રહસ્ય છે. ૧૭૭
૧૭૬
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #10
--------------------------------------------------------------------------
________________
૧. ધન્ય તે ધરા
અધ્યાત્મયોગી આ. શ્રી કલાપૂર્ણસૂરિનો પ્રભાવ
રાજસ્થાનની ભૂમિએ ઘણા સંતપુરુષોનું પ્રદાન કર્યું છે. તેવી એક ફલોદી નગરીમાં પિતા પાબુદાન અને માતા ખમાબાઈના કૂખે પુણ્યશાળી પુત્રરત્નનો જન્મ થયો તે અક્ષયરાજ.
પ્રાથમિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું. યુવાનવયે ધંધાર્થે રાજનાંદ ગામમાં આવી વસ્યા. ગામમાં ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર અને બાજુમાં ઉપાશ્રય હતો. અક્ષયરાજ સવારે દસ વાગ્યા સુધી સામાયિક દર્શનપૂજન કરતા પછી દુકાનના પગથિયાં ચઢતા. ભક્તિ રંગ ઘેરો થતો ગયો. તેમાં એક દહેરાસરમાં એકાંતમાં પ્રભુ સામે બેઠા હતા ભક્તિમાં લીન થયા અને અંતરમાંથી અવાજ ઊઠયો ભક્તિ ક્યાં સુધી કરીશ તારે તો મુક્તિનો માર્ગ પકડવાનો છે. આ અંતરના અવાજે અજવાળું કર્યું. અને ઉપાશ્રયે જઈ આજીવન બ્રહ્મચર્યનું વ્રત લઈ દીક્ષાના મથોરથ કરી ઘરે પહોંચ્યા.
હૈયામાં ઉમંગ ભર્યો હતો. પત્નીને વાત કરી, પત્ની આ વાત સાંભળી મૂંઝાયા. તેમણે પિતાને કાગળ લખ્યો કે તમારા જમાઈ દીક્ષા લેવાના ભાવ કરે છે, બાળકોનું શું કરવું ?
પિતાનો જવાબ આવ્યો કે, હું સંયમ લેવાનો ભાવ કરીને સોબત શોધતો હતો, સારું થયું મને ઘરનો જ સાથ મળી ગયો. તમારી બધી જ વ્યવસ્થા કરશું, ફિકરના કરશો.
અક્ષયરાજે આચાર્યશ્રીને વાત કરી. આચર્યશ્રી કહે જેમાં તમારું ભલું તેમાં બાળકોનું ભલું. તેમનું ધાર્મિક શિક્ષણ શરૂ કરો.
એ કાળે બાળકોને ધર્મક્ષેત્રે વાળવા સરળ હતું સસરાજીને કહેવરાવ્યું કે આપણે સંયમ દઢપણે પાળી શકીએ તેવા ગુરુની શોધ કરો. ફલોદીના તે સમયના એક ભાઈ સંયમમૂર્તિ આ. શ્રી વિજયકનકસૂરિ પાસે દીક્ષિત થયા હતા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
の
Page #11
--------------------------------------------------------------------------
________________
વડીલ મિશ્રિલાલજીએ પૂ. શ્રી કનકસૂરિજી કચ્છ વાગડના ઉધ્ધારક તરીકે જાણીતા હતા, તેમની પાસે દીક્ષિત થવાનું નક્કી કર્યું.
આમ વડીલ, અક્ષયરાજ, પત્ની, બે બાળકો પછી જાણે લાઈન લાગી. સાળો ભત્રીજો સાતની મંડળી જામી.
ફલોદી નગરી ધન્ય થઈ ગઈ. એક સાથે સાત સાધકો સંયમમાર્ગે જઈ રહ્યા હતા. અતિભવ્ય આયોજન સાથે સાત દિવસ ઉત્સવરંગે સાત સાધકો સંયમ માર્ગે વળ્યા. ધન્ય તે ધરા.
ખૂબ જ ભવ્ય રીતે પ્રસંગ ઉજવાયો. સંયમને માર્ગે પ્રયાણ પછી પ્રમાદ કેવો? અક્ષયરાજ હવે કલાપૂર્ણ સાધુ થયા. શાસ્ત્રાભ્યાસ કરી, વિનયયુક્ત કલાપૂર્ણ ગુરુજનોની વૈયાવચ્ચ પણ કરતા. તેમની યોગ્યતાને કારણે થોડાજ વખતમાં તેમને અનુક્રમે પન્યાસપદવી પછી આચાર્યપદવી આપવામાં આવી.
તેઓએ કચ્છવાગડને પોતાની સાધના ભૂમિ તરીકે સ્વીકારી હતી. ત્રીસ વર્ષ સુધી તે જ પ્રદેશમાં વિચર્યા. કચ્છની પ્રજામાં જૈનધર્મનો બોધ પ્રસાર કરી પ્રજાને યોગ્ય માર્ગે વાળી. કચ્છની પ્રજા આજે પણ તેમને દિવ્યપુરુષ તરીકે જાણે છે. તેઓ પોતાની પાછળ જાહેર થતી ચમત્કારની વાત ને ગૌણ કરી દેતા, તેવી જાહેરાતો થવા ન દેતા.
લગભગ ત્રીસેક વર્ષ પહેલા કચ્છમાં સમાચાર મળ્યા કે આચાર્ય રજનીશ કચ્છમાં પોતાનું ભવ્ય સ્થાન કરવા માંગે છે તે સમયે આ. રજનીશના કુંડલીની જાગૃતિ કરવા વિગેરેના સમાચાર દેશ વ્યાપી થયા હતા તેના કેટલાક દૂષણો જાણી, આચાર્યશ્રીએ સંઘના આગેવાનોને એકઠા કરી સમજાવ્યા કે આ. રજનીશનો કચ્છમાં પગપેસારો થશે તો કચ્છની પ્રજા તેમનાથી ભરમાઈ જશે, દૂષણો પેદા થશે, ગમે તેમ કરી આ. રજનીશને કચ્છમાં આવતા રોકો.
ગામ આગેવાનો તે વખતના મંત્રીઓને મળ્યા અને આ. રજનીશના પ્રવેશનો પ્રતિબંધ જાહેર થયો. આમ તેઓ ભાવિના સંકેતને સમજી લેતા હતા.
ત્રીસ વર્ષે કચ્છની બહાર નીકળ્યા અને અમદાવાદ સંમેલનમાં આવ્યા ત્યાર પછી મદ્રાસ-ચેન્નાઈ, બેંગલોર, હૈદરાબાદ વિગેરે શહેરોમાં
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #12
--------------------------------------------------------------------------
________________
તેઓએ વિહાર કર્યો દરેક સ્થાને તેમની ભવ્યતા નિખરતી હજારોની સંખ્યામાં તેમના દર્શનાર્થે ભાવિકો પધારતા છતાં સાહેબની નિસ્પૃહતા, સહજતા, સંયમની દઢતા નિખરતી, શુદ્ધ આચરણની અગ્રિમતા રહેતી.
અમદાવાદમાં સંમેલન સમયે રોજે એક કલાક શ્રી દેવચંદ્રના સ્તવનનું તત્ત્વ સમજાવતા. તે દિવસોમાં પૂજ્યની નિશ્રાને કારણે મારી જીવન પ્રત્યેની દૃષ્ટિમાં અનોખું પરિવર્તન આવ્યું અન્ય સ્થાનોએ જવાની વૃત્તિ સંકેલાઈ ગઈ.
તે પછી તો તેઓ જયાં હોય ત્યાં તે સ્થાનોમાં તેમના સાનિધ્યનો લાભ મળતો. છેક હૈદરાબાદ સુધી પહોંચી જતી. પૂજયશ્રી પણ ખૂબ વ્યસ્ત છતાં રોજે એક બે કલાક શાસ્ત્રબોધ આપતા. તેમના શિષ્ય શ્રી કલ્પતરૂ કહેતા કે આવો તત્ત્વબોધનો સાહેબનો વારસો લેવામાં બહેનોમાં તમે એકલાજ છો.
એકવાર પાલીતાણામાં બિરાજમાન હતા ત્યારે પંદર વીસ દિવસ સાન્નિધ્ય રહ્યું. તેમાં સદ્ભાગ્યે એકવાર તેઓ અને પૂ.આ. ભગવંત યશોવિજ્યસૂરિજી પાટ પર બેઠા કંઈ સંગોષ્ઠી કરતા હતા. વંદન કરીને ત્યાં બેઠી, તેઓની જોડી દેવતાઈ જેવી શોભી રહી હતી મને કોઈ સંકેતથી પૂ. શ્રી યશોવિજયજીના દર્શન થયા. જેની કૃપા આજ સુધી ચાલુ છે. જાણે ભવિષ્યમાં મારી સોપણી એમને કરવાની હોય?
૨૦૦રના મહાસુદ-૪ને શુક્રવાર સવાર ઉગી શું? ને આથમી શું? પૂ. શ્રી નું પ્રતિક્રમણના કાઉસગ્ન વખતે સ્વાસ્થ કથળ્યું. શિષ્ય ગણ સાવધાન હતો. ઝાલોર પાસેનું કેસવણા ગામે પૂજયશ્રીનો ૭ વાગે દેહવિલય થયો, તેઓએ દિવ્યસૃષ્ટિમાં પ્રયાણ કર્યું.
વૈજ્ઞાનિક યુગના ઝડપી સાધનો દ્વારા ગામે ગામ ખબર પહોંચ્યા. શંખેશ્વર તરફ પાલખીનું પ્રયાણ થયું. ભક્તો જે સાધન મળ્યું તેમાં ઝડપથી શંખેશ્વર પહોંચ્યા. મહાસુદ છઠ્ઠને દિવસે શંખેશ્વર આગમ મંદિર પાસે સૂરજના આથમવા સાથે, પૂજયશ્રીનો નશ્વર દેહ પણ વિલીન થયો. હજારો માણસોએ સાહેબજીના અંતિમ દર્શન કર્યા.
સૌ બોલતા રહ્યા કે અમર રહો, અમર રહો, અમર રહો.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #13
--------------------------------------------------------------------------
________________
ર. કોઈ કોઈનું નથી કે
*
એક સંત પાસે એક સત્સંગી આવતો. તે કહેતો કે ગુરુજી : મારે સંન્યાસ લેવો છે. મનને રોજ કહું છું, પૂછું છું પણ મન હજી તૈયાર થતું નથી.
ભાઈ, જે મને તને વગર ખર્ચ કરે ચૌદરાજલોકમાં અનંત વાર ફેરવ્યો, અનેક પ્રકારના દુઃખ ભોગવ્યા. ક્યાંક સુખ ભોગવ્યું હશે તેના ભ્રમમાં તને સંસાર ત્યાગવાની પ્રેરણા કેવી રીતે મળે ?
એકવાર અનંતશકિત સ્વરૂપ એવા આત્મદેવને પૂછ. જેની પાસે દુઃખ વગરનું સુખ છે, તે તને સાચો જવાબ આપશે.
સંતની હાજરી હતી. તેણે શાંત ચિત્તે આત્માને પૂછયું. સંતનો સમાગમ, સંતની દૃષ્ટિ, જવાબ શું મળે? સંસાર છૂટી ગયો.
કોઈ પર્વતિથિ હોય સવારે મનને પૂછો ઉપવાસ કરવો છે? મન કહેશે આજ તો નહિ થાય અને ભાઈ રોજે જ કાલ પર અવલંબે તે વ્રત રોજ કાળ જ બતાવશે. માટે પૂછવું તો આતમદેવને પૂછવું તો તે સત્નો માર્ગ બતાવશે.
સાધક કહે ઘરમાં સૌને મારા માટે ઘણો પ્રેમ છે તે રજા નથી આપતા. સંતે કહ્યું કાલે સવારથી તું બિમાર થઈને પડયો રહેજે. તેણે તેમ કર્યું. - સંત તેને ઘેર પહોંચ્યા અને કુટુંબીઓને કહ્યું બિમારી ભયંકર છે, પણ મારા મંત્રથી સારું થઈ જશે. તેને માટે કોઈએ પોતાના પ્રાણ આપવા જોઈએ. સૌ એકબીજાના સામે જોવા લાગ્યા. ડોસા કહે હું જઉં પછી ડોસીને કોણ સાચવે ? ડોસી કહે ડોસાને કોણ સાચવે? પત્ની કહે બાળકને કોણ સાચવે? આખરે ડોસાએ સંતને કહ્યું મહારાજ તમારે આવી કંઈ ઉપાધિ નથી તમે જ મંત્ર ભણો, તમારા મૃત્યુબાદ મોટી સમાધિ ચણાવશું. રોજે પૂજા કરશું.
સંત મંત્ર ભણી વિદાય થયા, સાધક પણ ઊભો થઈને તેમની
૧૦
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #14
--------------------------------------------------------------------------
________________
સાથે વિદાય થયો. તેને બોધ પ્રાપ્ત થયો. “જાગરે માનવ જાગ, કોઈ કોઈનું નથી રે.”
બીજો એક યુવાન સંત સેવી હતો. ઘરે પિતાજીની રજા લેવા ગયો કે મારે સંન્યાસ લેવો છે.
પિતાજીએ તો તેના લગ્નની તૈયારી કરી હતી. અને તરતજ બધો સ્વાંગ સજાવી તૈયાર કરી દીધો.
અજબ કહે સંતના આશિષ લેવા જઉં ? અજબ સંત પાસે આવ્યો.
સંતઃ અરે અજબ આ શું કર્યું ? આ વેશ ? સંસારના બંધન સજીને આવ્યો.
અજબે સંત સામે નજર મેળવી. સંતે કૃપા દૃષ્ટિ કરી. અજબે લગ્ન સજાવટ ઉતારી દીધી અને સંન્યાસી બની ગયો. પિતાજી લેવા આવ્યા. અરે અજબ આ શું કર્યું ?
અજબે ગજબ કીયા.
સંસાર છૂટી ગયો સંન્યાસ પ્રગટ થયો. આ છે સંત સમાગમ! સંતોની પવિત્રતાની સરવાણી !
* ૩. સર્વ દુ:ખ દૂર થશે
(સુલસાસતી)
જૈનદર્શનને પામેલો જીવ જવલ્લેજ સુલસા નામથી અપરિચિત હશે. જો તેના શ્રવણે આ નામ ચઢયું ન હોય તો તેટલો કમભાગી. સુલસા એટલે પ્રભુભક્તિનું પૂર્ણ સ્વરૂપ, જેના રોમે રોમે વીરના સ્મરણનું સાતત્ય હતું. ગુંજન હતું.
વીર જાદુગર હતા ? ના તેમના આત્મપ્રદેશે પ્રદેશે જીવ જાગરણના કલ્યાણનો ગુંજારવ વહેતો રહેતો. તેમાં સુલસા જેવા ભાગ્યશાળી જીવો તેના સ્પર્શના ભાગ્યશાળી બનતા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૧
Page #15
--------------------------------------------------------------------------
________________
સુલતાને દૈવી સહાયથી બત્રીસ પુત્રો એક સાથે જન્મેલા તેનું એક રહસ્ય તેણે ગુપ્ત રાખેલું. બત્રીસ પુત્રીનો જન્મ સમય એકજ હતો તેમ મૃત્યુનું નિર્માણ પણ એક સમયે હતું. આ છૂપું રહસ્ય ફકત તુલસાએ જ હૃદયમાં દાટી રાખ્યું હતું.
બત્રીસપુત્રો અભયકુમારના પ્રિયપાત્રો, તેથી તેમનું શિક્ષણ શ્રેષ્ઠી પુત્રો છતાં ક્ષત્રિયપદ્ધતિથી અપાયું. અને ભરયુવાન વયે તેઓ શ્રેણિકરાજાના દૈહિક રક્ષણ કર્યા સહાયક બન્યા.
ચેટક રાજાની બે પુત્રીઓ ચેલણા અને સુયેષ્ઠા. બંને પ્રભુની ભકત હતી. યુવાન વયે શ્રેણિક રાજાનું ચિત્ર જોઈ સુજ્યેષ્ઠા મોહિત થઈ. પણ ચેટક રાજાનું કુળ શ્રેણિક રાજા કરતાં ઊંચું મનાતું. તેથી પિતાએ રજા ન આપી.
પણ ચતુર અભયમંત્રીએ સુયેષ્ઠાની સંમતિથી તેનું હરણ કરવા માટે રાજગૃહીથી સળંગ ભૂગર્ભમાર્ગ કર્યો.
સુયેષ્ઠાને થયું કે ચેલણા મારી પ્રિય બહેન તેનાથી વાત કેમ છૂપાવવી? તેણે ચેલણાને વાત કરી ચેલણા કહે હું તારા વગર કેમ રહું ! રાજાને તો અનેક રાણીઓ હોય આપણે બંને સાથે જ જઈએ.
પૂર્વ આયોજન પ્રમાણે સુરંગ માર્ગ તૈયાર થયો. સ્થળ નક્કી થયું. સમયોચિત બંને બહેનો સુરંગ દ્વાર પાસે આવી. અને કમભાગ્યે સુજ્યેષ્ઠાને પોતાના દાગીનાનો ડબ્બો યાદ આવ્યો તે જલ્દી લેવા દોડી. શ્રેણિકના ખજાનામાં દાગીનાની ખોટ ન હતી પણ ભાવિની અકળ કળા આવી હોય છે.
સુયેષ્ઠા ડબ્બો લેવા ગઈ. ચેલણા આવી ગઈ હતી. અભયમંત્રીના આદેશ પ્રમાણે બત્રીસ સુલસા પુત્રોના રક્ષણ નીચે શ્રેણિકનો ચેલણા સાથેનો રથ ચલણા કંઈ પણ કહે તે પહેલા ઉપડી ગયો.
ચેલણાએ હકીકત જણાવી પણ સમયોચિત કાર્ય કરવાનું હતું એટલે સુજયેષ્ઠા નહિ તો ચેલણાને લઈને રથ તો ઝડપથી માર્ગે ચઢી ગયો.
સુજ્યેષ્ઠાએ ચેટકરાજાને ખબર આપ્યા, રાજાએ સેનાપતિને રવાના
૧૨.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #16
--------------------------------------------------------------------------
________________
કર્યો, કે શ્રેણિકને જીવતો પકડી લાવો, સેનાપતિ સુરંગ પાસે પહોંચ્યા ત્યારે બત્રીસ રથ રક્ષા માટે શ્રેણિકના રથ પાછળ દોડતા હતા. સેનાપતિએ છેલ્લા રથના સારથીને બાણથી વીંધી નાખ્યો અને આ શું? બત્રીસે રથના રક્ષકો મૃત્યુને ભેટયા.
અભયમંત્રી રાજગૃહના દ્વારે રાજાનું સ્વાગત કરવા, બત્રીસ રથની રાહ જોઈ ઉભા છે. એક સૈનિકે કારમા સમાચાર આપ્યા. અભયમંત્રી આશ્ચર્યથી શોકમાં ડૂબી ગયા.
બત્રીસ રક્ષકના એક સાથે મૃત્યુ? તીર તો એકને વાગ્યું હતું? આ ગુપ્ત રહસ્ય કોઈ જાણતું નહતું.
ચેલણા મહાવીર ભક્ત હતી એટલે અભય મંત્રીને આશા હતી. રાજા જૈનધર્મ પામે તો રાજ્ય પણ એ માર્ગોને સ્વીકારે. પણ અચાનક આ શું બની ગયું? 1 અભયમંત્રી ભારે વિમાસણમાં મૂકાઈ ગયા. શ્રેણિકરાજા ચેલણા સાથે અંતઃપુરમાં પહોંચ્યા. ત્યાં આ દુઃખદ સમાચાર મળ્યા. હર્ષ શોકમાં ફેરવાઈ ગયો.
સુલતાને ખબર કેમ આપવા ? છેવટે અભય મંત્રી સુલસા પાસે જાય છે. તુલસા કોઈ ગૂઢ ભયની ઘેરાયેલી પુત્રો ક્ષેમ કુશળ આવે તેની રાહ જુએ છે.
ત્યાં તો અભયમંત્રી આવ્યા તુલસા પાસે બેઠા અત્યંત દુઃખ સાથે હકીકત કહી. પૈર્યવાન મરદની હિંમત ન ટકે તેવા આ સમાચાર સાંભળી તુલસા અત્યંત શોકાતુર થઈ ગઈ.
નાગસારથી બોલી ઊઠયા, એક પણ બચ્યો નથી ? અને ભાન ગુમાવી બેઠા.
એક પછી એક શબ વાહીનીઓ આવી ગઈ, શ્રેષ્ઠિ ભવનમાં અંતિમ ક્રિયા કઠણ કાળજે કરવાની છે. સુલતા-સારથી શબવાહીનીમાં પુત્રો હમણાં બોલશે? તેમ કલ્પી સુલતા-સારથી અવાક બેઠા છે. પણ કોણ બોલે? એક પણ જીવંત નથી.
અભયમંત્રી સતતુ સમજાવે છે. આશ્વાસન આપે છે, સુલસા પાસે વિરની ભક્તિનું બળ છે છતાં કારમો ઘા અશ્રબિંદુઓમાં રેલાય છે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૩
Page #17
--------------------------------------------------------------------------
________________
સારથી તો ભાન ગુમાવી બેઠા છે. આખરે વિધિ પતે છે.
સુલસા પણ ઘણી વ્યથિત છે. આ ઘા જીરવવો દુષ્કર હતો. બત્રીસ કન્યાના રૂદન જોવાતા નથી. સુલસા પણ અંતરથી નિરાશ થઈ ગઈ છે. અભયમંત્રી ભગવાન વીરનું સ્મરણ કરાવે છે. યદ્યપિ મંત્રી જ અતિશોકાતુર છે.
અર્ધી રાત થઈ છે. અભયમંત્રી સૌને આરામ કરવા કહે છે, બત્રીસ કન્યાઓના શણગાર ઊતરી ગયા છે, દાસીઓ દરેકને શયનગૃહ પાસે દોરી જાય છે, એ જ શયનગૃહ છે પણ તેનો પ્રાણ કયાં છે ? બત્રીસે કોડભરી કન્યાઓ શયનગૃહના દ્વાર પાસે પહોંચી સૌના મુખેથી ભયંકર આક્રંદ ઊઠે છે. તેમના આંસુઓથી જાણે આકાશ ઘેરાઈ ગયું હોય તેમ વાદળીયું બની ગયું છે.
આક્રંદ સાંભળી વડીલો દોડી આવ્યા સૌને મોટા ખંડમાં લઈ જઈ સાથે શયન કરાવ્યું. પૂરી હવેલી શોકના વાદળથી ઘેરાયેલી હતી. ત્યાં સુખની છાયા કયાં મળે ?
સવાર થઈ, પરંતુ આ સૌને માટે તો અંધારું જ હતું. સુલસા બત્રીસ પુત્રવધૂઓ લઈને બેઠા છે, કહે છે દીકરીઓ ભગવાન મહાવીર પધારી રહ્યા છે, હવે આપણા સર્વ દુઃખનો નાશ થશે. ભગવાનની ઉપસ્થિતિમાં સુખ જ સુખ જ મળશે થોડી ધીરજ રાખો. શાંત થાઓ.
ભગવાન મહાવીર રાજગૃહી પધાર્યા. સુલસાના શોકાર્દ્ર હૃદયના તાર ઝણીઝણી ઊઠયા, મારા વીર પધાર્યા છે. બત્રીસે પુત્રવધૂઓને તૈયાર કરી. સારથી હજી ભાનમાં આવ્યા ન હતા. સુલસા અને બત્રીસ પુત્રવધૂઓ વીરના દર્શને જઈ રહ્યા છે. સુલસાના રોમે રોમ વીર ગુંજન ચાલે છે. પછી શોકને રહેવાની જગા કયાં રહે ? સુલસા પ્રભુ પાસે પહોંચી. હૈયું ભરાઈ આવ્યું ત્યાં વીરના મુખે અમૃત ઝર્યું.
‘સુલસા’ બનનાર છે તે ફરનાર નથી. ભાગ્યનો સ્વીકાર કરો. સુલસા અને પુત્રવધૂઓએ અમૃત વાણી સાંભળી, અને બત્રીસ પુત્રવધૂઓ પ્રભુને નમીને આજ્ઞા માંગી પ્રભુ અમારું શરલ સ્વીકાર કરો. પ્રભુએ તેમને સંયમ પ્રદાન કર્યું અને વાત્સલ્યમયી ચંદનબાળા
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪
Page #18
--------------------------------------------------------------------------
________________
સાધ્વીજીને સોંપી. સુલસાના હૃદયની વીણા ગુંજી, મારી પુત્રવધૂઓનું દુઃખ દૂર થયું. હૃદયનો ભાર હળવો કરી. સુલસા સારથીને સંભાળવા નિવાસે પહોંચી પણ જીવન અંધકારમય લાગતું હતું.
સંસારમાં જન્મ મરણનો ક્રમ નિયત છે. પરંતુ કેટલાક સંયોગોમાં થતા મરણનું મારણ શું ? સુલસાની શ્રદ્ધા કહે છે વીર પ્રભુ પધારવાના છે, આપણા સર્વ દુઃખો દૂર થશે. પુત્રવધૂઓના શોકનો ભાર ઊતરી ગયો, વીરના ચરણે પુત્રવધૂઓ સુખી છે તેવી અચલ શ્રદ્ધાએ સુલસા સ્વસ્થ થઈ.
બીજે દિવસે રાજા શ્રેણિક અને મંત્રી અભયકુમાર પધાર્યા છે. સુલસાના ચિત્તમાં હજી દુઃખની ઘેરી અસર છે. રાજા તો જાણે ગુનેગાર હોય તેમ ઉંચે જોતા નથી. છેવટે સુલસા કહે છે ચેલણા રાણીપદે પધાર્યા છે તેમનું સ્વાગત થવું જોઈએ. પ્રજા તેમના દર્શન કરે તે ઉચિત છે.
રાજા અને મંત્રી પણ શોકાતુર છે. તેમનું હૃદય જાણે ગુનો થયો હોય તેવા ભાવથી શોકાર્દ્ર છે. તેથી મંત્રી કહે છે. સુલસાબહેન અત્યારે સ્વાગતનો પ્રસંગ નથી.
સુલસા પુનઃ સ્વસ્થતાથી સમજાવે છે. છેવટે ચેલણાનું પ્રજા દ્વારા સન્માન થાય છે. સમય પસાર થાય છે.
ચેટક રાજાને ખબર મળ્યા બત્રીસ રક્ષકો મૃત્યુ પામ્યા છે, શ્રેણિક રાજગૃહી પહોંચ્યા છે. તેઓ શાંત થયા સુજ્યેષ્ઠાના સમજાવાથી તેને ચારિત્ર ધર્મની રજા આપી. સૌ રાજગૃહી પહોંચ્યા. તેમનો ભાવભર્યો ભવ્ય સત્કાર થયો. સુજ્યેષ્ઠાએ પણ વીરનો બોધ પામી બત્રીસની સાથે પરમ સુખ પામવા ચારિત્ર અંગિકાર કર્યું.
આ પ્રસંગમાં સુલસાના શબ્દો ગુંજે છે.
“ભગવાન વીર પધારે છે. આપણા સર્વ દુઃખ દૂર થશે.” આ તેની અપૂર્વ શ્રદ્ધા હતી. તેથી તો તેનું નામ પ્રભુના મુખે પ્રગટ થયું. ‘ધર્મલાભ’’. પુનઃજન્મ પુનઃમરણની યાતનાનો અંત ભગવાને દૂર કર્યો.
પ્રભુની કૃપાનું મૂલ્ય તમારી અંતરની શ્રદ્ધા પર અવલંબે છે. સુલસાના રોમે રોમે વીરની શ્રદ્ધાનું ગુંજન હતું.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૫
Page #19
--------------------------------------------------------------------------
________________
અત્યંત દારૂણ ઘટનાને કારણે અતિ ખેદ ખિન થયેલી સુલતાના અંતર પ્રદેશમાં શ્રદ્ધાનું બળ પ્રેરક હતું.
સારથીની સંભાળ માટે પોતે ગૃહત્યાગ કરી શકતી નથી. પણ તેમાં શ્વાસે શ્વાસે વીરનું રટણ. તે જ તેનું આશ્વાસન છે.
સારથીના મૃત્યુ પછી સુલસાએ હવેલીઓને સંત આરાધનભવન બનાવી દીધું. અને તેમની સેવામાં લાગી ગઈ, વયવૃદ્ધતાને કારણે પ્રવજ્યા ગ્રહણ ન કરી શકયા આખરે ગૌતમસ્વામી પાસે સર્વ પાપોની આલોચના કરી સંલેખના કરી સદ્ગતિ પામી.
૪. શમ-ઉપશમ સમક્તિનો રથ .
(દષ્ટાંત શ્રી કુમારપાળ રાજાનું છે.) જૈનદર્શન અન્વયે સમ્યગ્દર્શન-સમક્તિ પ્રાપ્તિ પછી કરેલા ધર્મ અનુષ્ઠાનો શુદ્ધધર્મ-નિર્જરારૂપ ધર્મ મનાય છે.
ઉપશમ જો કે મોહનીયકર્મોનો થાય છે. જીવનમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય તો ક્ષયોપશમવાળા, અચલરૂપે પ્રગટ જ છે. મોહનીયના ઉપશમ કે ક્ષયોપશમ વિના તેમની શક્તિ સંસારાભિમુખ રહે છે.
રાગ દ્વેષની તીવ્ર માત્રાની ગ્રંથિને ભેદી જીવ જયારે સમ્યકત્વ પામે છે ત્યારે તેની અંતર-બાહ્યદશા જ પલટાઈ જાય છે. અને જીવનમાં મહાન ચમત્કૃતિ સર્જાય છે.
આઠે કર્મમાં મોહનીય બધા કર્મોનો સરસેનાપતિ છે. તે હણાય પછી લશ્કર નમે છે. આ મોહનીયકર્મનું મુખ્ય કાર્ય સંસારમાં સુખ છે તેવો ભાસ કરી જીવના જ્ઞાનને રોકી રાખે છે. કોઈ વિરલા જીવો તે સુખાભાસને ભેદી શકે છે.
કોઈ સગુરુ યોગે-બોધે જીવ તે ગ્રંથિને ભેદવા સમર્થ થાય છે, ત્યારે સધર્મને પામે છે. જે ધર્મ મુક્તિ સુધી પહોંચડવા સમર્થ છે.
શ્રી હેમચંદ્રાચાર્યની છત્રછાયાને વરેલા કુમારપાળરાજા સીત્તેર વર્ષની વયે રાજ્યગાદીએ આવ્યા અને ગુરુના ઉપદેશથી ધર્મ પામી
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬
Page #20
--------------------------------------------------------------------------
________________
આહત-સાચા-શુદ્ધ શ્રાવકનું બિરુદ પામ્યા.
શ્રી હેમચંદ્રાચાર્યના સંપર્ક અને સત્સંગથી બોધ પામી અઢાર દેશોમાં અહિંસક પ્રવર્તન કરાવનાર એ પ્રથમ રાજા હતા. તેમની યશોગાથા ચોતરફ પ્રસરી હતી. આ યશોગાથાની ઈર્ષાની આગમાં તેમનો ભત્રીજો અજયપાળ બળી રહ્યો હતો. તે દરમ્યાન આચાર્યશ્રીનો એક શિષ્ય તેને મળી ગયો. અજયપાળ વિચારતો કુમારપાળ અને તેના ગુરુને આ માર્ગથી દૂર કરે તો પોતાને રાજય મળે. શિષ્યને મુખ્યતા મળે. બંનેએ મળીને ગુરુજીને અને રાજાને ઝેર આપવાનો પેંતરો ગોઠવ્યો.
દરેક રાજ્યના ખજાનામાં વિષહર મણિ હોય છે. તે પણ અજયપાળે ચોરાવી લીધો.
એકવાર બરાબર સમય જોઈને રાજા અને ગુરુજી બંનેને આહારમાં ઝેર આપી દીધું. ગુરુજીને જલ્દી ઉપાય ન મળ્યો, અને તેમને ખ્યાલ આવતા સમાધિમરણ સ્વીકારી લીધું.
રાજા કુમારપાળને ખ્યાલ આવી ગયો, વિષ આપવામાં આવ્યું છે. તેમણે ખજાનામાંથી વિષયવાર મણિ મંગાવ્યો. પણ તે તો અગાઉથી જ ચોરાઈ ગયો હતો. રાજાને ખબર આપ્યા.
રાજા કહે કંઈ નહિ જેવા ભાવિભાવ. એ હતો સમભાવ-કોઈને દોષ નહિ પણ પોતાના ઉદયકર્મનો સ્વીકાર કરી લીધો.
ત્યાં તો એકાએક ધનવન્તરી આવી ગયા અને વિષપહાર મણિ વડે રાજાના ઝેરને દૂર કર્યું. રાજા શાતા પામ્યા.
એકવાર શુભ પ્રસંગે દરબાર ભરાયો છે. પ્રસંગમાં રાજાને ઝેર આપનાર અને મણિ ચોરનાર બને હાજર છે. મંત્રીએ રાજાના કાનમાં કહ્યું કે અત્યારે આ બંનેને જેલ ભેગા કરી ફાંસીએ ચઢાવી દેવાની તક છે.
રાજાએ કહ્યું તેમના કામની સજા આપનારી કર્મ સત્તા છે. તે કામ આપણે શા માટે કરવું ? આપણે સમભાવથી તેમને સબુદ્ધિ મળે તેવી ભાવના કરો.
આ શમ-ઉપશમનો ભાવ હતો. સમક્તિનું પ્રદાન હતું. કર્મ ખપાવી દેવાની આત્મ શક્તિ હતી.
આ પ્રગટ સમ્યકત્વનું દર્શન હતું. કોઈ જગાએ એમ કથન છે કે રાજા કુમારપાળને ઝેરની અસર હતી છતાં સમાધિ મરણ પામ્યા હતા. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૭
Page #21
--------------------------------------------------------------------------
________________
૫. સતી સુંદરીનું સત્વ છે
આદિમ પૃથિવીનાથ-માદિમ નિષ્પરિગ્રહ
આદિમ તીર્થનાથંચ બદષભસ્વામિન તુમ સુંદરીના સતીત્વનો બોધ પામવા આપણે ચોથા આરાના પ્રારંભ કાળમાં જવું પડશે.
ચોથો આરો યુગલિકકાળની સમાપ્તિ થતા શરૂ થયો, ત્યારે પ્રથમ રાજા, પ્રથમ સાધુ, પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ થયા. - યુગલિકકાળની સમાપ્તિ થવાથી, ઋષભ દેવને સુનંદા અને સુમંગલાથી ૪૮ પુત્રના જોડકા અને ભરત-સુંદરી તથા બાહુબલિ અને બ્રાહ્મીના જોડકા જન્મ્યા હતા.
તે કાળે પ્રથમ ચક્રવર્તી ભરતરાજા થયા. દરેક ચક્રવર્તીને ચૌદ રત્નોની પ્રાપ્તિ થાય છે. તેમની સ્ત્રી પણ સ્ત્રી રત્ન ગણાય છે.
ઋષભદેવ રાજાએ સો પુત્રોને રાજ્યની વહેચણી કરી સંસારનો ત્યાગ કર્યો, અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે જ સમયે ભરતરાજાને ચક્રવર્તી પદના ઉદયરૂપે આયુધ ઉત્પન્ન થયું, ભરતરાજા મહા વિવેકી હતા, તેમણે પ્રથમ પ્રભુના કેવળજ્ઞાનને મહત્વ આપી, વંદન કરવા ચાલ્યા.
આયુધ શાળામાં આયુધની પૂજાવિધિ કરી, સ્થાપના કરી અને ભાવના કરી કે ચક્રવર્તી થઉં પછી સુંદરીને સ્ત્રીરત્ન તરીકે પદ આપીશ.
ભગવાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યારે બ્રાહ્મી અને સુંદરીએ મહાવ્રત લેવા ભરત રાજા હોવાથી તેમની રજા માંગવી જરૂરી હતી. ભરતરાજાએ બ્રાહ્મીને રજા આપી. પણ સુંદરીને સ્ત્રીરત્ન તરીકે સ્થાન આપવાના મનોરથ હોવાથી રજા આપી નહિ. સુંદરી તેમને ખૂબ પ્રિય હતી. ૧૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #22
--------------------------------------------------------------------------
________________
ભરતરાજાએ સાઈઠ હજાર વર્ષ છ ખંડની પૃથ્વી જીતવામાં ગાળ્યા, કયાંક યુધ્ધથી, કયાંક સુલેહથી પોતે જીત્યા, અયોધ્યા પાછા ફર્યા. ચક્રવર્તી તરીકે પ્રજાએ સ્વાગત કર્યું. પછી મુખ્યમંત્રીએ પરિવારનો પરિચય આપ્યો. તેમાં પ્રથમ સુંદરીને જોઈને ભરતરાજા હતપ્રભ થઈ ગયા.
તેઓ જયારે પૃથ્વી જીતવા નીકળ્યા ત્યારે સુંદરી ખરેખર નામ પ્રમાણે તે અતિ સુંદર હતી, અને હમણાં વૃદ્ધ ડોશી જેવી નિસ્તેજ જોઈને પ્રથમ તો ગુસ્સે થયા, અને મંત્રીને કહે તમે સુંદરીની સંભાળ રાખી નથી, શું રાજના રસોડે ભોજન સામગ્રી ખૂટી હતી ? દાસદાસીઓએ આટલા વર્ષ શું કાર્ય કર્યું. સુંદરીની આવી દશા કેમ થઈ ?
મંત્રીએ કહયું, મહારાજ, રાજ રસોડે ભોજનની ખોટ ન હતી, તેમની સેવામાં દાસ દાસીઓ હાજર હતા, પણ આપે પ્રયાણ કર્યું ત્યારથી સંસાર ત્યાગના મનોરથથી સુંદરીએ આયંબિલ તપ એક જ વસ્તુથી સાઠ હજાર વર્ષથી કર્યો છે, તેને કારણે તેઓ કુશકાય થયા છે.
ભરતરાજાએ વાત જાણી કહ્યું અહો મેં મોહથી સુંદરીને સંસારત્યાગની રજા ન આપી એ મારો ગુનો છે. અને તરત જ સુંદરીની માફી માંગી, રજા આપી અને ખૂબ મોટો મહોત્સવ કરી, સુંદરીને શણગારી પ્રભુના સમોવસરણમાં લઈ ગયા.
અતિ ઉલ્લાસભેર સુંદરીએ પ્રભુ પાસે મહાવ્રત ગ્રહણ કર્યું. અને મુક્તિનો માર્ગ સાધ્ય કર્યો.
સારાંશઃ ચક્રવર્તીનું સ્ત્રી રત્ન સાંસારિક સુખની ટોચ હોય છે, પરંતુ પરિણામ નરકગમન હોય છે. સુંદરીને સ્ત્રીરત્નના સુખમાં કંઈ રસ ન હતો, તેથી તેમણે સુંદર ઉપાય યોજી ભરતરાજાની મંજુરી મેળવી સંયમ માર્ગે પ્રયાણ કરી જીવન સાર્થક કર્યું.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #23
--------------------------------------------------------------------------
________________
૬. જ્ઞાનમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્ર પર
શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ સૌરાષ્ટ્રના વવાણીયા ગામે થયો હતો. જ્ઞાન પિપાસાને વરેલા તેઓને સાત વર્ષે કાકાના મૃતદેહના અગ્નિ સંસ્કારથી ઉહાપોહ થતા જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. સોળ વર્ષની વયે મોક્ષમાળા જેવા તાત્ત્વિક અને સાત્વિક ગ્રંથની પ્રેરક રચના કરી હતી, ત્યાર પછી જન્માંતરીય જ્ઞાનબળે શતાવધાન તો તેમને સહજ હતા. તેઓની કવિત્વ શક્તિ અભૂત હતી. આત્મસિદ્ધિશાસ્ત્ર જેમાં છ દર્શન અને છ સ્થાનકની માર્મિક રચના છે તે એક કલાકમાં કરી હતી. તે ઉપરાંત તાત્ત્વિક પદોની, કાવ્યની રચનાઓ કરી હતી. મુમુક્ષુઓને સાત્ત્વિક, વ્યવહારિક અને તાત્વિક બોધ પત્રો લગભગ એક હજાર જેવા લખ્યા છે. જે ગ્રંથાકારે પ્રગટ થયા છે. તેઓ કવિ પણ હતા. સુંદર અને માર્મિક બોધદાયક રચનાઓ કરેલી છે.
તેમને પત્ની અને બાળકો હતા. કુટુંબની આર્થિક જવાબદારી તેમને નિભાવવાની હતી તેથી તેઓ મુંબઈ વ્યાપાર અર્થે રહેતા હતા. કોઈ ગ્રાહક આવે માલ લે તો કોઈ રાજીપાનો વિકલ્પ નહિ અને ન લે તો કંઈ નારાજી નહિ. તેમાં જયારે જયારે સમય મળે ત્યારે વ્યાપારનો કોઈ વિકલ્પ ન કરતા. મુમુક્ષુઓને પત્રો લખી સાત્ત્વિક-તાત્ત્વિક માર્ગદર્શન આપતા. મહાત્મા ગાંધીજીના અધ્યાત્મક્ષેત્રે માર્ગદર્શક હતા. તેમને ધર્માતર કરતા અટકાવવામાં તેમનો ઘણો ફાળો હતો. તેથી આપણને મહાત્મા ગાંધી મળ્યા. અગર ફાધર ગાંધી કદાચ મળ્યા હોત.
મુંબઈ વ્યાપાર અર્થે રહેવા છતાં તેમાંથી નિવૃત્ત થઈ એકાંતવાસનું સેવન કરતા. ઈડર જેવા પહાડ પર જ્ઞાન ધ્યાનની આરાધના કરતા. એ પહાડ પર દીપડા, વાઘ જેવા જાનવરો તેમની પાસેથી પસાર થતા, જાણે મૈત્રીની અરસપરસ ભાવનાનો અનુભવ કરતા.
સર્વાત્મમાં સમદષ્ટિ તે એમનો જીવનનો મર્મ હતો.
સંસારમાં રહેવા છતાં મુક્ત થવાની તાલાવેલી કેવી હતી? તેમની જ વાણીમાં. હે નાથ ! સાતમી તમતમા પ્રભા નારકીની વેદના મળી હોત તો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૨૦
Page #24
--------------------------------------------------------------------------
________________
વખતે સમ્મત કરત પણ જગતની મોહિની સંમત થતી નથી.”
કયારે છૂટીએ તેના જાપ કરીએ છીએ. તેના અનુસંધાનમાં ભાવના કરી પદ રચના કરી છે :
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જા. સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને
વિચરશ કવ મહતુ પુરુષને પંથજે. વચનામૃતનો કંઈક પરિચય.
“અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગુદર્શનને નમસ્કાર.”
“શ્રી સદગુરુએ કહ્યો છે તેવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો.”
હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય.
સર્વ કરતા વીતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે.
તેઓ જૈન સમાજના અમુક ક્ષેત્રે સગુરુના સ્થાને છે. તેમના સ્થાનો વિસ્તરતા જાય છે.
દુઃખદવાત એ છે કે આવા જ્ઞાનીજનોની ભગવાનને જરૂર પડી કે શું? ફકત ચોત્રીસ વર્ષની વયે તેમનો દેહ વિલય થયો હતો.
ધન્ય તે જીવનધારા.
આ છે. ઉત્તમ આરાધક શ્રી ગોકુળભાઈ
શ્રી ગોકુળભાઈ બાળ બ્રહ્મચારી અને સત્ત્વશાળી, તત્ત્વનિપૂણ આરાધક છે.
તેઓ મૂળ માંડલગામના વતની. જન્મનું નામ હિંમતલાલ હતું. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૨
૧
Page #25
--------------------------------------------------------------------------
________________
હું કહેતી કે તેઓ ગાયો અને પશુઓના રક્ષણમાં સક્રિય છે એટલે કોઈ ફોઈબાએ તેમનું નામ ગોકુળભાઈ કહ્યું હશે.
રાજચંદ્ર સમુદાયમાં અને દિગંબર આમ્નાયમાં તેઓ વિશેષ પરિચિત છે. શ્રીમદ્રાજચંદ્ર હૃદયમાં અને વચનામૃત તેમના કંઠને વરેલા છે. શ્રી સમયસાર પ્રવચનસાર, નિયમસાર જેવા ઉત્તમ ગ્રંથોના તેઓ અભ્યાસી અને સ્વાધ્યાયકાર છે. તત્ત્વચિંતન તે તેમના જીવનનું અંગ છે. છેલ્લા ચાલીસ વર્ષથી આવા ઉત્તમ અને કઠિન ગ્રંથો તથા વચનામૃતના સ્વાધ્યાય શ્રેણિનો પ્રવાહ અવિરત ચાલુ છે.
ચાલીસેક વર્ષ પહેલાં મેં સામાજિક સેવા ક્ષેત્ર છોડયું પછી મૌનની આરાધના માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ઈડરમાં રહેવાનું થયું ત્યારે મને તેમનો નિકટનો પ્રથમ પરિચય થયો. તેમની તત્ત્વચિંતન અને સ્વાધ્યાયની પદ્ધતિ મને રુચિ ગઈ. શુદ્ધાત્માની ઉપાસનાને અગ્રિમતા આપતા.
ત્યાર પછી તેઓ જીવનનો ઘણો સમય ઈડરની ગુફાઓમાં એકાંતમાં રહી આરાધના કરતા. પાછળના વર્ષોમાં ઈડર ગઢના પહાડ પર દિગંબર મંદિર અને નિવાસસ્થાન છે ત્યાં રહે છે. અને ખુલ્લી ગુફામાં ધ્યાન, અધ્યયન કરે છે. આ ગુફા ખુલ્લી હોય છે. તેઓ કહેતા કોઈવાર મિત્રો આવે એટલે દીપડા, વાઘ, સાપ અને નજર કરીને ચાલ્યા જાય.
તેઓ એકાંત તથા મૌન સેવી ગંભીર આરાધક છે. તેમના જ્ઞાન ખજાનાનો મને ઘણો લાભ મળ્યો છે.
શ્રી સમયસારજી અને બીજા ગ્રંથો મને બહુ સરળશૈલીથી સમજાવ્યા હતાં. તેમનો મારા પર ઘણો ઉપકાર છે તેથી અત્રે તેમને કેમ ભૂલી જવાય?
ગોકુળભાઈ અંતર્મુખ સાધક છે. જરૂર સિવાય બોલવું નહિ. મિથ્યાત્વથી દૂર થવા અને સમ્યકત્વનો સહારો એ એમનું ધ્યેય છે. તે માટે તેઓ કહે છે હું વિતરાગ દેવ, વિતરાગી ગુરુ અને વિતરાગ ધર્મનું સેવન કરી વિતરાગભાવ પ્રગટ કરું આજ ભાવના છે.
વારંવાર સવિકલ્પ અવસ્થામાં હું આત્મા છું એ પ્રકારની ભાવના દ્વારા અંતર્મુખ બની નિર્વિકલ્પ થવાનો અભ્યાસ કરવો.
સ્વભાવના આશ્રયે પરમપદ પ્રાપ્ત થઈ શકે છે. વ્યવહાર નિશ્ચયનો યથાર્થ નિર્ણય કરી ભેદમાંથી અભેદને સાધવો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #26
--------------------------------------------------------------------------
________________
એ જ સાધના કર્તવ્ય છે.
માટે પ્રથમ બિનજરૂરી લોકસંગ ઘટાડવો. ઉપયોગની જાગૃતિ તો ક્રમે ક્રમે ઉપયોગની અસંગતાથી સાધી શકાશે. ઉપયોગની સન્મુખતા વગર સંસાર વૃદ્ધિ પામે છે. આવી તેમની શીખ હોય છે.
૮. સત્ય ઘટના
આ ચમત્કાર નથી પ્રભુભક્તિ અને અર્પણતા છે.
રાજા અકબરના સમયમાં નાના રજવાડામાં માનસિંહ રાજા રાજ કરે. રાણી રત્નાવતી તેનું પ્રિયપાત્ર હતી. તેમને એક રાજકુમાર હતો. રાજા ઉદારદિલના હતા. પ્રજાના સુખમાં સુખ માનતા. આમ તેમનો સંસાર સુખરૂપ વહેતો હતો.
રાજા માનસિંહ પુત્ર સાથે અકબરની સેવામાં દિલ્હી ગયા હતા. શિયાળાની રાત્રી હતી. રાણી પોતાના ભવ્ય છત્ર પલંગમાં નિદ્રા લઈ રહી હતી. મળસ્કે લગભગ ચાર વાગે અચાનક તેની નીંદ ઉડી ગઈ. ધીમા સ્વરે કંઈ ગુંજન સંભળાતું હતું. ભરનિદ્રામાંથી જાગેલી રાણીને અવાજનો શોરબકોર સહન ન થયો. તે શય્યામાં પડી પડી ખૂબ જ અકળાઈ ગઈ આખરે ઉઠીને ગુસ્સાના આવેશમાં અવાજની દિશામાં આગળ વધી.
રાણીવાસની નજીકમાં દાસીવાસ હતો. એક ભક્ત દાસી મહેલમાં કામે જતા પહેલા પ્રભુભક્તિ કરતી. કંઠમાં મધુરતા, પ્રભુ પ્રત્યે ભક્તિ, ભર્યું હૈયું. હૃદયની આદ્રતા પછી વાતાવરણ જ પવિત્ર થઈ ગયું હતું.
જેમ જેમ રાણી અવાજની નજીક જતી ગઈ તેમ તેમ તેના હૈયાને શાંતિ મળતી ગઈ. છેક દાસીના ગૃહ પાસે પહોંચી, દાસીતો પ્રભુભક્તિમાં મગ્ન હતી. રાણીના કૂણાં પડેલા હૃદયમાં તેના ભક્તિરસના કોમળભાવથી પ્રસન્નતા પાંગરી અને દાસીની પાસે બેસી ગઈ. દાસી તો પ્રભુભક્તિમાં ભીંજાઈ ગઈ હતી.
સમય થતાં દાસી ઊઠી. તેણે જોયું કે બાજુમાં કોઈ સ્ત્રી બેઠી છે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #27
--------------------------------------------------------------------------
________________
દીવો જરા આગળ કરી જોયું તો રાણીબા, ભક્ત દાસી ગભરાઈ તો નહિ પણ આશ્ચર્ય ચક્તિ થઈ. આ શું? આવી પાછલી રાત્રે રાણીબા?
રાણી સ્વયં ઊભા થયા. તેને ભેટી પડયા. આંખમાં અશ્રુનો પ્રવાહ ચાલ્યો. બોલ્યા, કયારેય આવી શાંતિ અનુભવી નથી. આ રાજના સુખ ફીક્કા લાગવા માંડયા છે.
પછી તો રોજનો ક્રમ થયો. હવે તો સવાર જ નહિ મોડી સવાર, બપોર, સાંજ, રાત, ભક્તિરસ રેલાવા લાગ્યો, અન્ય જનો જોડાવા લાગ્યા ભક્તિ તો રાણીનું જીવન થઈ ગયું. મહેલના પ્રાંગણમાં મંદિરની સ્થાપના થઈ. ભક્તિ મંડળી જામતી ગઈ.
દિલ્હી અકબર રાજાના દરબારમાં માનસિંહ ફરજ પર છે ત્યાં તેને ખબર પડી. અરે રાણી ગામજનો સાથે ટોળે મળી ભક્તિ કરે છે. રાણીપદનું ગૌરવ શું? સાથે પુત્ર હતો તેને સૂચના આપી આવા ધતીંગ બંધ કરવા વિદાય કર્યો. રાણી થઈને ગામજનો સાથે કલાકો બેસીને ભક્તિ કરે ? એ બધા નાટક બંધ કરાવી દેજે.
પણ આ રાજપુત્ર એ ભક્તિમંડળમાં ભળી ગયો. માનસિંહને ખબર મળ્યા, તે રાજયમાં પાછા ફર્યા અને કડક રીતે સૂચના આપી કે આ બધા ધતીંગ બંધ કરો, રાજરાણીને આ શોભે નહિ. પણ રાણી તો ભગવાનને બધું સોંપીને બેઠા હતા. રાજાએ ઘણા પ્રકારના દબાણ કર્યા પણ રાણીતો ભક્તિ પરાયણ રહ્યા.
રાણીને દૂર કરો તો જ આ ધતીંગ બંધ થશે. તેના માટે ઉપાય રાજાને કોઈ ખવાસે સલાહ આપી કે રાજયના પ્રાણી સંગ્રહાલયમાં વિકરાળ સિંહ છે. તેને રાજમહેલના પ્રાગણમાં છોડી દેવો. રાજા ખૂબ ઉશ્કેરાટમાં હતો. તેથી કંઈ વિચાર કર્યા વગર તે વાત માની ગયો અને સૂચના આપી.
ખવાસની યોજના મુજબ બીજે દિવસે સાંજે એક વિકરાળ સિંહને લાવીને રાજમહેલના પ્રાંગણમાં છોડવામાં આવ્યો, સિંહની ત્રાડ સાંભળી, કેટલાક ભાગ્યા, કેટલાક ભક્તો ભક્તિમાં મસ્ત હતા.
રાણીએ ઠાકોરજીને થાળ ધરાવવાની સર્વ સામગ્રી તૈયાર કરી હતી. સિંહની ત્રાડ સાંભળી રાણીના મોં પર કોઈ અકળ ચમક આવી
૨૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #28
--------------------------------------------------------------------------
________________
એ જ થાળ લઈ તે સિંહની ત્રાડની દિશામાં સામે ગયા, માથે પ્રભુ રક્ષક છે ભય શાનો ? પ્રભુ જ આ વેશે આવ્યા છે.
રાણી આગળ વધે છે. સિંહ સામેથી આવે છે. પધારો પ્રભુ આ વેશે ભલે પધાર્યા, રાણી તો મનમાં ભાવના કરતા પ્રભુગીત ગાતા
આગળ વધતા હતા.
રાણીનું ભાવ પૂર્ણ પ્રભુગીત ગુંજારવ સાંભળી ધસમસતો સિંહ ધીમો પડયો, રાણીની સાવ નજીક આવ્યો, જે હાજર હતા તેમની તો આંખ બંધ થઈ ગઈ કે શુ થશે ?
પણ આ શું ? સિંહ પગ વાળીને રાણીના પગ પાસે નમન કરીને બેસી ગયો. રાણીએ તેના કપાળમાં તિલક કર્યું અને થાળ તેના મુખ પાસે ધરી દીધો. પ્રભુ આ વેશે પધાર્યા છો સ્વાગત છે. સર્વાત્મમાં સમદૃષ્ટિ-પ્રભુદૃષ્ટિ ધન્ય છે. આ ભાવનાને !
સિંહ આ સ્વાગતનો સ્વીકાર કરી ધીમે પગલે ચાલ્યો ગયો, જનતાને લાગ્યું કે આ સ્વપ્ન તો નથી ને ? રાણી તો એ જ મસ્તીમાં અંતરમાં આરતી કરવામાં મસ્ત બની ગયા.
રાજા તો ગભરાટને કારણે મેદાનમાં ગયા જ ન હતા. પણ ખવાસે બધી હકીકત જણાવી. રાજાના ભાવમાં ચમકારો થયો. રાણીની ભક્તિની પવિત્રતા સમજ્યા અને દોડયા. રાણીના પગમાં પડયા. રાણીએ જણાવ્યું કે સર્વનો કર્તા ભગવાનની કૃપા પ્રસાદ છે. તેમને નમો. નમસ્કાર સાથે માનસિંહનું બધું જ માન ગળી ગયું અને તે પણ રાણી સાથે ભક્ત બન્યો.
સારાંશ : આવી કથાઓ વાંચવા સાંભળવામાં આવે ત્યારે કથાને માણવી. હૃદયને ભીંજવવું, કથા ગુજરાત સમાચારના હેવાલ નથી. પરમાત્માની શક્તિનો સ્રોત છે. તેનાં માનવ ભીંજાય નહિ તો પોતાનો જન્મ ગુમાવી રહ્યો છે.
આ કેવળ કથાઓ નથી સત્ય ઘટના છે જીવનના સુકાયેલા સ્રોતને વહેતા કરવાની ક્ષમતા ધરાવે છે, કથાનું રહસ્ય શ્રદ્ધામાં પ્રજળવું જોઈએ.
એ કાળમાં ભગવાને પ્રહલાદની એક કથા પ્રમાણે નૃસિંહનું રૂપ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૨૫
Page #29
--------------------------------------------------------------------------
________________
લીધું હતું. ઉપરની કથા અકબરના વખતમાં સાક્ષાત બનેલી છે. જો વાંચનાર તેમાં શ્રદ્ધાના સ્ત્રોતને જોડે તો તેના જીવનમાં સુખ શાંતિ મળે, મૂંઝવણનો માર્ગ મળે, જીવનવિકાસની શ્રદ્ધા દૃઢ થાય. રાજાને થયું તેમ બને ખરું.
છેવટે માનવને જોઈએ છે શું? સુખ અને શાંતિ. તે જયાંથી મળે ત્યાં શોધાય અંધારામાં પડેલી ચીજને શોધવા બહાર પ્રકાશમાં જવાનું નથી. ચીજ ખોવાઈ ત્યાં પ્રકાશ કરવાની જરૂર છે.
જીવનના સુખ, આનંદ, નિર્દોષતા માટે વૈજ્ઞાનિક સાધનો વધારવાથી નહિ મળે. પરંતુ સાત્ત્વિક અને તાત્ત્વિક જીવનના સહારે મળશે. જે માનવના જીવનમાં અપ્રગટ રહેલ છે. તેને શ્રદ્ધા જેવા તત્ત્વોથી વિકસાવો અને તેમાંથી પાંગરતુ જીવન એ જ ચમત્કાર છે અંતમાં અંતરમાં રહેલા સુખને ગુણો દ્વારા પ્રકાશ આપી શોધો. સ્વયં પ્રગટ થશે. ગુણોનું સાક્ષાત્ થવું તે ચમત્કાર છે.
. ૯. સમગણે તૃણમણિ પાષાણ રે
યોગીઓના જીવન એટલે મન, વચન, કાયાનો સંયમ અને ચેતનાની પવિત્રતા.
“મન, વચ, કાચ નિર્મળ રાખે, ધન ધન જનની તેની રે.”
દુન્વયી દોડ પ્રમાણે ખાતા પીતા કેવળ સુખ સગવડના સહારે જીવતા માનવીને આ નહીં સમજાય, કોઈ સગુરુ બોધ અંતરમાં મંથન કરે તો સમજાય.
આ યોગીજનોએ વિષય કષાય જેવી તુચ્છ વસ્તુને તિલાંજલિ આપી અંતરની સમૃદ્ધિની ખોજ કરી. જંગલની વાટે એકાંત ગાળી, શરીરાદિના સુખોને અપ્રધાન કરી આત્મત્વને પ્રાપ્ત કર્યું છે. આ દુનિયાની સર્વ સિદ્ધિનો તેમાં સમાવેશ થઈ જતો.
આવા એક યોગી એક નાની સરખી ઝૂંપડીમાં રહે. એકવાર એક રાજાની સવારી ત્યાંથી નીકળી. રાજાએ યોગીને જોયા, દર્શન માટે
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૨૬
Page #30
--------------------------------------------------------------------------
________________
ઘોડા પરથી ઉતર્યા. અને યોગીને નમસ્કાર કર્યા. જતાં જતાં તેણે એક ખૂબ કિંમતી મણિ યોગીના ચરણમાં ધર્યો, યોગી સ્પર્ધો જ નહિ. કહ્યું કે આ બીન જરૂરી છે.
આથી રાજાએ એ મણિ ઝૂંપડીના ઉપરના ભાગમાં સંતાડીને મૂકી દીધો. યોગીને એની સાથે કંઈ નિસ્બત ન હતી. એના અંતરના આનંદમાં મણિઓ ચમકતા જ હતા. આવા મણિની જરૂર કયાં હતી? “માન અપમાન સમગણે, સમગણે તૃણ મણિ પાષાગરે.”
થોડા સમય પછી રાજાની સવારી પાછી ફરી, રાજા ને એમ કે પેલા મણિમાં અહીં કેવો સુંદર આશ્રમ થયો હશે, પણ આ શું? ઝૂંપડી અને યોગી એ જ અવસ્થામાં હતા.
રાજાએ નમન કરીને સહેજ મણિ વિષે પૂછ્યું !
યોગી કહે તમે જ્યાં મૂક્યો છે ત્યાં જુઓ. મણિ ધૂળ ખાતો ત્યાંજ પડ્યો હતો. યોગી આવા નિસ્પૃહ હોય છે. યોગીઓ જગતમાં પવિત્રતાનો પ્રકાશ પૂરે છે, અને યોગ્ય જીવો સત્યને ઝીલે છે.
છે. ૧૦. ગુરુ આજ્ઞાથી નિશ્ચિતતા છે
જૈન દર્શન કે અન્ય દર્શન હો ગુરુજનોની સમીપ વિનયી થઈને રહે તો તે સાધકને સહેજે આત્મદર્શનની યુક્તિ પ્રાપ્ત થાય છે. ગુરુજનો આત્મહિત વત્સલ હોય છે.
ગુરુએ શિષ્યોને આજ્ઞા કરી કે કાલે સવારે તમારે બે સાધુઓએ બાજુના ગામમાં સાધુ મહાત્માની સેવા માટે જવાનું છે. તે રીતે બંને સાધુઓ સવારે તૈયાર થઈ આજ્ઞા મેળવવા આવ્યા. તે પહેલા ગુરુજીએ બીજા બે શિષ્યોને વિદાય કર્યા હતા. એટલે આ સાધુઓને કહ્યું કે તમારે જવાનું નથી. આ બંને સાધુને કંઈજ વિકલ્પ થતો નથી. કેમ ફેરફાર કર્યો, અમે બે કલાકથી તૈયારી કરી હતી.
આ બંને શિષ્યો ગુરુઆધીન હતા. સહેજે પોતાની આરાધનામાં લાગી ગયા. મન શાંત છે. ગુરુદેવ પણ પોતાના ધ્યાન આરાધનામાં સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૨
૭
Page #31
--------------------------------------------------------------------------
________________
સ્થિર રહ્યા છે. એકે પક્ષે વિકલ્પ નથી. આ ગુરુજનોનું શિષ્યોને વિનય વડે ચૈતન્યને જાગૃત કરવાની ક્ષમતાનું શિક્ષણ હતું. જે શિષ્યોને આ રહસ્ય સમજાયું હોય છે તેનું આત્મબળ પવિત્રતાને પામી તે સાધુ અનુક્રમે મુક્ત થાય છે.
કારણકે ગુરુચેતનાની પવિત્રતાનું આચરણ શિષ્યનાવિનય વડે થયેલા ગુણાત્મકભાવોમાં થાય છે. ગુરુજી જે કરશે તે મારા હિતમાં જ હોય, શિષ્ય હળવો ફૂલ જેવો, પણ જો અહં આટલી હદે ઓગળી જાય તો!
અનાદિ કાળનું સેવેલું અભિમાન એમ નિવર્તન પામતું નથી. તે માટે શિષ્ય તન મન ધનથી અર્પણ થવું પડે એ અર્પણતાની ભૂમિકામાં બીજારોપણ કરી સાધક સિદ્ધ થાય છે.
( ૧૧. સંત જીવનની સહજતા.
સંત, યોગી, સાધુના જીવન દેહના ભરોસે નથી પણ આત્મિક બળ પર અવલંબે છે. કેમકે તેમણે ભૌતિક સાધનોમાં સુખ જોયું નથી. અંતરમાં નીરવ શાંતિ અને સમતાનું વેદના ભરપૂર છે. દેહ નિભાવ સહેજે થતો હોય અને આત્મિકબળ અવિરત ગતિ કરતું હોય છે.
જંગલની એ ઝૂંપડીમાં યોગી રહેતા, સાથે બે શિષ્યો હતા, યોગીની પ્રાતઃ ક્રિયા પ્રભુ ભક્તિથી શરૂ થતી.
એકવાર તે સ્નાન કરીને આવ્યા અને એક તૂટેલા ઘડાના નીચેના તળિયામાં પાણી હતું તેમાં જોઈ તિલક કર્યું.
તે સમયે તેમનો એક ભક્ત રાજા આવી ચઢયો. આ શું? હું રાજા મારા ગુરુ? આવા ઠીકરામાં મુખ જોઈ તિલક કરે?
તરત જ એક સૈનિકને દોડાવ્યો અને મહેલથી સોનાનું દર્પણ મંગાવીને સંતને અર્પણ કરવા હાથ ધર્યો.
સંતે એ જ શાંતમુદ્રાથી જવાબ આપ્યો, મારે ઠીકરાના દર્પણથી ચાલે છે એટલે આની જરૂર નથી. વળી પ્રભુ ભક્તિ કરું કે આવા સાધનને સાચવવાની ઉપાધિ કરવી. માટે આ દર્પણ પાછું રવાના કરો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૨૮
Page #32
--------------------------------------------------------------------------
________________
અને તમે પ્રભુ ભક્તિ કરવા બેસો.
શત્રુ મિત્ર સમ ગણે,
સમગણે કનક મણિ પાષાણરે. હે રાજા! સાધુ સંન્યાસી નિષ્પરિગ્રહી હોય તે તેમનું સત્વ છે. વળી વગર જરૂરની ચીજો લઈને પછી તેની વૃદ્ધિ થાય છે તે વૃદ્ધિ વસ્તુઓનું આકર્ષણ કરે છે અને સાધુ જંજાળમાં પડે છે.
ભક્તોના ભાવને નામે પોતાની વૃત્તિનું પોષણ કરવાથી મૂલ્યવાન જીવન ગુમાવે છે. માટે સાધુ સંતો આકિંચન્ય રહે છે. તે મુક્ત થાય છે. શુદ્ધ થાય છે.
૧૨. વહેતી મૈત્રી ભાવના છે.
ગરવા જૂનાગઢના નજીકનું એ નાનું સરખું ગામ ત્યાં આભાદાદા વસે ગુણિયલ પત્ની અને સંતાનમાં એક નમણી વહાલભરી પુત્રી નામ ઝમખુ.
કૌટુમ્બિક અને સામાજિક પ્રથા પ્રમાણે કન્યા બાર ચૌદ વર્ષની થાય પર ઘેર વળાવવી જરૂરી ગણાતું.
આભાદાદા દીકરી માટે યોગ્ય પાત્રની શોધમાં હતા. નજીકના ગામના વરજીભાઈના પુત્ર જમનાદાસ તેમના ધ્યાનમાં આવ્યો અને બધું ગોઠવાઈ ગયું.
સમયોચિત આભાદાદાને ત્યાં જાનની પધરામણી થઈ. બધી વિધિઓ પતી ગઈ. આભાદાદાના હૃદયના ટુકડા જેવી કન્યાને વળાવતા દિલ રડી ઊઠયું પણ ઉચિત કાર્યને વિલંબ કેમ પરવડે?
ઝમખુ માની સોડમાં ભરાઈને બેઠી હતી. પણ તેનો ઝમખને છોડ્યા વગર છૂટકો ક્યાં હતો ? માતા પિતાએ કઠણ કાળજુ કરી ઝમખુને વળાવી, સાસરીનું સુખ દુઃખ તેના નસીબ પર જ અવલંબતું.
ઝમખુ સાસરે આવી ત્યારે કે આજે હજી ઘણી જગાએ વહુને ચોપગા પ્રાણીની જેમ રાખવામાં આવતી.
ઝમખુ સ્વભાવથી નમ્ર અને કુશળ હતી. થોડા વખતમાં બધું સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૨૯
Page #33
--------------------------------------------------------------------------
________________
કામ કરતી થઈ ગઈ છતાં શબ્દ બાણોતો વાગતા જ રહેતા.
જમનાદાસ સ્વભાવનો ઉગ્ર હતો, કારણ વગર ઉશ્કેરાતો અને પ્રારંભમાં ઘોલધપાટ કરી દેતો, ઝમખુ તેને સહી લેતી.
પણ એકવાર એવું બન્યું કે અન્ય જીવોની સાથે અવળી સોબતે ચઢી નશો કરીને આવેલો. સાંજે રોટલા થવાને થોડી વાર હતી અને તેનો પિત્તો ગયો, લાકડી લઈને ઝમખુ પર તૂટી પડ્યો.
રોજનું થોડું તો ઝમખુ સહી લેતી પણ આજના અસહ્ય મારે તેને હચમચાવી મૂકી તે તો રસોડામાંથી ઉઠી ઘરની બહાર નીકળી ગઈ અને દોટ મૂકી પિયરના ગામે જે નજીક હતું ત્યાં પહોંચી.
જમનાદાસે જોયું તે તો વધુ ઉશ્કેરાયો અને ડાંગ લઈને પાછળ દોડયો. ગામ નજીક હતું, ઝમખુ તો પહોંચી ગઈ. પિયરના ઘરમાં ઘૂસી ગઈ.
જમનાદાસ ઉભો રહી ગયો. મનમાં ઉકળેલો હતો. આભાદાદા વખત સમજી ગયા પણ ગંભીર મનના માનવી. તેમણે જમાઈને આવકાર આપ્યો. ઢાળિયો ઢાળી બેસાડયા અને જમાઈને જમાડવાની વ્યવસ્થાની સૂચના આપી.
આભાદાદાની ગરિમા જ એવી હતી કે જમનાદાસ ઠંડો થઈ ગયો. ઘરમાં જાય કેવી રીતે? સાંજનું વાળુ કરી બેઠા રાત પડે આભાદાદા રોજની જેમ ખેતરે જવા નીકળ્યા. ત્યાં જ સૂઈ જતા.
જમનાદાસ જમીને આડો પડયો હતો, તે પણ સસરા સાથે ખેતરે જવા તૈયાર થયો.
બંને ખેતરે પહોંચ્યા. દાદાએ બંને ઢાળિયા ઢાળ્યા. જરા આડે પડખે થયા અર્ધી રાત થઈ.
વાત હવે શરૂ થાય છે. આમાદાદા ગીરની તળેટીમાં રહેતા, રાત્રે વાઘ સિંહ આવતા તેમની સાથે તેમણે મૈત્રી કરેલી, રોજની ચર્યા મુજબ આભાદાદાએ બૂમ મારી મંગળદાસ અને એક સિંહ ધીમે પગલે આવી દાદાના પગ આગળ બેસી ગયો.
થોડીવાર થઈ બૂમ પાડી રામદાસ અને વાઘ આવીને દાદાના ખાટલા પાસે બેસી ગયો. દાદાએ રોજની કથા શરૂ કરી, દીકરાઓ ૩૦
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #34
--------------------------------------------------------------------------
________________
આ જનમ પશુ બની ગાળ્યો. હવે બીજા જીવો ને મારવાનું છોડો, આ નદી કિનારે થતા ફળ ફળાદિ ખાવ અને મનખો સુધારો.
મંગળદાસ અને રામદાસ નીચું જોઈને સાંભળતા. વચમાં જરાક ધીમેથી આદત મુજબ ગર્જના અર્થાત્ હોંકારો આપતા. અવાજથી જમનાદાસ જાગી ગયો અજવાળી રાત હતી. પણ આ શું ? વાઘ અને સિંહ ? અને દાદા તેમની સાથે નિશ્ચિંત મને વાતો કરે ? પ્રારંભમાં ગભરાયો પછી ગોદડામાં લપાઈને સૂઈ ગયો ધીમી વાતો સાંભળતો.
પરંતુ આમ વાઘ સિંહનો પણ દાદાના મિત્રોની જેમ સહવાસ જોઈ વિચારવા લાગ્યો, આવા દાદાની દીકરીને પૂજવાને બદલે મારવા નીકળ્યો છે ?
સવાર પડી બોધ પામી અતિ નમ્ર બની ચાલી નીકળ્યો. થોડા દિવસ પછી ઝમખુ ને લઈ ગયો અને પ્રેમભાવે જીવવા લાગ્યો. આભાદાદાની સિંહ વાઘ સાથેની મૈત્રીએ તેના જીવનમાં પલટો લીધો.
આભાદાદાની પણ જીવમાત્ર પ્રત્યે કેવી ભાવના ? કે સિંહ વાઘ જેવા હિંસક પ્રાણીઓ પણ મિત્રો બની રહેતા. મંગળદાસ અને રામદાસને વાચકે ઓળખ્યાને ?
૧૩. સૌમાં પરમાત્મા વસે છે !
સર્વ જીવ કરૂં શાસનરસી
આ વીર-વીતરાગની વાણી છે.
સર્વજીવ સમાન છે. સિદ્ધતા સૌનો સમાન ગુણ છે. પ્રગટ થયો તે પૂજાય. અપ્રગટ થયેલા જીવો સાથે જૈન શાસનની ગરિમા સૌ પ્રત્યે સમભાવની છે. સંત પૂ. વિનોબાજી ગૃહસ્થવેશે હતા. પરંતુ ગુણે સંત સમાન હતા બાળપણથી જ તેમના લક્ષણ પ્રગટયા હતા.
એકવાર આંગણે પપૈયું પાક્યું હતું. ત્રણે ભાઈઓ ખુશીથી મા પાસે દોડયા. મા પપૈયું પાકયું છે. મા કહે જાળવીને લઈ આવો. મા
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૩૧
Page #35
--------------------------------------------------------------------------
________________
પપૈયું સમારવા બેઠા. ત્રણે ભાઈઓ માની બાજુમાં ગોઠવાઈ ગયા. પપૈયું તૈયાર થયું.
મા કહે, બેટા બાજુમાંથી તમારા મિત્રોને બોલાવો. બધા વહેંચીને ખાવ.
આટલું નાનું પપૈયું કેટલાક દિવસથી ભાઈઓ પાકે ત્યારે ખાવાની રાહ જોતા હતા. પપૈયું પાકીને તૈયાર થયું. બાજુના મિત્રોને ખવરાવીને ખાવ. વહેંચીને ખાવ.
મિત્રો આવ્યા, સૌએ પપૈયું ખાધું, (પ્રેમ-મૈત્રી ખાધા)
આજે સુધરેલા યુગે શું શીખવ્યું? કેટબરી, ચોકલેટ મોંઘી છે. એકલાં જ ખાવી પડે !
વિનોબાજીને જીવનમાં આવા ઘણા પ્રસંગોથી ઉત્તમ સંસ્કાર મળ્યા હતા. તે સંસ્કારે તેમને સંત સમું જીવન આપ્યું.
સંત વિનોબાનો સંસ્કાર સૌમાં ભગવાન છે એ ભાવનાવાળો હતો.
સમયોચિત તેમણે ભૂમિદાન-ભૂદાનનું કાર્ય ઉપાડ્યું, કામ કપરું હતું. જમીનદારો એકરો જમીનની માલિકી ધરાવતા, અઢળક ધન ભેગું કરતાં. તે જ ગામોમાં ખેડૂતો જમીન વિહોણા હતા. તેમણે જમીન વહેંચવાની હતી. આથી જમીનદારો નારાજ થયા. વિનોબાજીને પતાવી દેવાનું કાવત્રુ ગોઠવાયું. - ભૂદાનના કાર્યમાં કશા આડંબર રક્ષણ કે સુવિધાઓની અપેક્ષા વગર વિનોબાજી સેવાભાવી ટુકડી સાથે પગપાળા ફરતા.
અંગત કોઈ જરૂરિયાત ન હતી. દેહની નિભાવણી માટે વસ્ત્રાદિની ઉપયોગિતા રાખતા.
એકવાર ખેતરોમાં પડાવ નાંખ્યો છે. તંબુઓ બાંધ્યા છે. એક તંબુમાં વિનોબાજી સૂતા છે, સંયમીની નીંદ કેવી હોય ? અજવાળી રાત છે, જમીનદારની ગોઠવણ મુજબ એક માણસ ખૂલ્લા ચમકતા છરા સાથે તંબુનો દરવાજો (કપડું) ઉંચો કરી અંદર ઘૂસ્યો. વિનોબાજીએ જોયું હાથમાં ખૂલ્લા ચકમતા છરા સાથે માણસ અંદર પ્રવેશ્યો છે.
વિનોબાજી બેઠા થયા. ખૂબ પ્રસન્ન ચિત્તે બોલ્યા : “પધારો, પ્રભુ, આ વેશે પધાર્યા!” પેલા માણસના હાથમાંથી છરો જમીન પર
૩૨
સત્ત્વશીલ-તત્તમય પ્રસંગો
Page #36
--------------------------------------------------------------------------
________________
પડયો અને મારો વિનોબાજીને નમી પડ્યો, આ ભાવના છે. સૌ માં ભગવાન વસે છે. આત્મા જ પરમાત્મા છે. આવા દષ્ટાંત ધર્મની આવી વાતોને સાકાર કરે છે ઉજળી કરે છે.
૧૪. ગૃહસ્થોનું અકિંચન
વસ્તુનો અભાવ એ ગરીબાઈ ગણાય છે. પરંતુ શક્તિ હોવા છતાં આવશ્યકતાથી વધુ ન રાખવું. ત્યાગપૂર્વકના સુખવાળું, પરિમિત વસ્તુવાળું ગૃહસ્થનું જીવન અકિંચન્ય ગુણ ધરાવે છે. એવાં કેટલાક પરિચિત મહામાનવોના ગુણ પ્રમોદનો ઉલ્લેખ કરું છું.
આપણા જ સમયમાં થયેલા પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી પ્રકાંડ વિદ્વાન, સચ્ચાઈને વરેલા. જો ધનવાન થવું હોત તો તેમ બની શક્ત પણ આકિંચન્યને વરેલા, ત્રણ જોડ કપડાં, ૧ જોડ જૂતા, સાદી લાકડાની લાકડી, બે નેપકીન, એક ટુવાલ. આ તેમની જીવન સામગ્રી. સાવ સાદો આહાર. મોસંબીનો રસ લેતાં. જો કે મોસંબી મોંઘી થતાં લીંબુ પાણી લેતા. મોસંબીના કરંડિયા મોકલવા જેવા શ્રીમંતો તેમની પડખે હતા. પણ તેમનો નિયમ હતો કોઈની પાસેથી કંઈ લેવું નહિ. જે કંઈ વ્યવસ્થા છે તેમાં ચલાવવું. વૃત્તિમાં કોઈ લાલચ નહિ. છતાં વાત્સલ્યથી ભરપૂર હતા.
તેમની વિદ્વત્તા તેમના સાહિત્ય દ્વારા સૌ જાણે છે. પરંતુ તેમના જીવનનું આકિંચનત્વ જાણનારા ઓછા છે. મને તેમનો પરિચય ૧૯૫૧માં થયો હતો, તે તેમના અવસાન સુધી રહ્યો. પક્ષી આકાશમાં ઊડે, પાછળ કોઈ ચિન્હન હોય તેમ પંડિતજીની પાછળ તેમના સાહિત્યસિવાય કોઈ વ્યવસ્થા કરવાની રાખી ન હતી. તે સાહિત્યના લેખક હતા માલિક નહતા.
આવા જ અકિંચનત્વ ધરાવનારા પંડિત શ્રી બેચરદાસજી પૂ. પંડિતજીની હરોળના. ત્રણ જોડ કપડાં અને જરૂરિયાતની વસ્તુથી આગળ નહિ જનારા જો કે તેઓ કુટુંબવાળા હતા. છતાં અકિંચન્યને વરેલા હતાં. વિવેક સહવિદ્વતા તે તેમની શ્રીમંતાઈ હતી. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૩૩
Page #37
--------------------------------------------------------------------------
________________
આવા મહાનુભાવો ઘણા હતાં અને છે. પણ અત્રે પ્રસંગોપાત સ્મરણ થયું શ્રી દલસુખભાઈ માલવણીયા, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ. એ સૌ સંપત્તિવાન થઈ શક્યા હોત પરંતુ શ્રીમંતાઈની કામના ત્યાં પાછી પડી ગઈ અને તેઓ ઉત્તમ જીવન જીવી ગયા. તે તેમની શ્રીમંતાઈ હતી.
શ્રી રમણિકભાઈ અને તારાબહેન મોદી, લગ્નજીવન છતાં આ જીવન બ્રહ્મચારી. આ કિંચનત્વ તો ખરું જ. રમણિકભાઈ મહાત્મા ગાંધી બાપુ સાથે સત્યાગ્રહમાં જોડાયેલા, જેલમાં ગયેલા. સમયાધીન તેમને સરકાર તરફથી પચાસ હજાર જેવી રકમ સ્વાતંત્ર્ય સેનાની તરીકે મળી હતી. | મારો તેમની સાથે પરિચય નિકટનો હતો, તેમનો મળી જવા માટે ફોન આવ્યો. તેમની પાસે ગઈ. પેલા પચાસ હજારનો ચેક અપંગ માનવ મંડળના નામે લખી આપ્યો. ત્રણ જોડ કપડાવાળા બીજું શું કરે?
મેં મારી ક્ષમતા પ્રમાણે કહ્યું કે મોંઘવારી વધતી જાય છે, તમે કોઈની પાસેથી કંઈ લેતા નથી તો આ રકમ રહેવા દો, તમારી હયાતિ પછી આપી દઈશું.
તેઓ કહે ધન મેળવવા માટે સત્યાગ્રહમાં નહોતો ગયો. વળી અમારું જીવન જે કંઈ સગવડ છે તેમાં નભે છે. ખબર છે કઈ રીતે ? દૂધ મોઘું થયું તો ઉકાળો શરૂ કર્યો. પણ પેલી રકમ તો આપી જ દીધી. તેની કોઈ જાહેરાતો નહિ કરીને પુણ્યને પુણ્ય જ રહેવા દીધું.
મહાત્મા ગાંધીના યુગમાં કે તે પહેલા અને આ ભારતની ધરતી પર આવા ઘણા માણેક ચમક્યા છે. અહીં તો અમુક પરિચિત મહામાનવોનું સ્મરણ થયું તેથી પ્રસ્તુત કર્યું છે.
છે૧૫. જોગીનું પવિત્ર આભામંડળ
યોગી જીવનની પવિત્રતા એટલે નીતરતું નિર્મળજળ. વિષયના વિકારો તો ઝેર સમ જાણી ત્યજી દીધા છે. કષાયની કાંટાની વાડો જેની કપાઈ ગઈ છે, આહારાદિ સંજ્ઞાઓ પરિવર્તિત થઈ છે. આહારથી ૩૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #38
--------------------------------------------------------------------------
________________
શરીર ટકે તો ટકે પણ તેની ઈચ્છા નથી. ભય તો તેમનાથી ઘણો દૂર છે. નિદ્રારૂપી પ્રમાદ તો ઉજાગરદશામાં પરિવર્તિત થયો છે. પરિગ્રહ તો તેમને સ્પર્શતો નથી.
પૂર્વનું આરાધકપણું અને આ જન્મમાં ગર્ભમાંથી આ લક્ષણો અવતરિત થયા. ત્રણ વર્ષે કોઈ સદ્ગુરુને હાથ ચઢી ગયા. જોગી સ્વરૂપે સહજ આભામંડળ રચાતું ગયું. સાત ધાતુ જાણે પ્રભુની પ્રાર્થનાનું સાધન બની.
રંગ લાગ્યો રંગ લાગ્યો સાતે ઘાત. શ્રી જીનરાજ પ્રભુભક્તિથી રંગાયેલી સાત ઘાત પણ પવિત્રતા પામી જેથી તેમનું આભામંડળ પવિત્રતા પામ્યું. તેમની એ ઑરામાં આવતા જીવો સહેજે બોધ પામતા.
એક જટાધારી જોગી હતા. ત્રણ વર્ષે ગૃહત્યાગ પછી જટા તો વધતી ગઈ છ દસકામાં જટા સાપની જેમ ગોળ વિંટળાઈને મોટી થઈ ગઈ. પણ જૂઓને માટે ઘર થઈ. રોજે જાગી જૂઓ વીણે પણ આ તો જોગીની જટાની જૂ વીણીને કેટલીક સાફ કરે ?
અચાનક એકવાર આ માર્ગે એક વાળંદ નીકવ્યો. જોગીના પવિત્ર આભામંડળે તેને આકર્યો તે જોગી પાસે ગયો. જોગી બે હાથે જૂઓને કાઢે, વાળંદ તેમની પાસે ગયો.
જોગી મહારાજ તમારી જટાની જૂ વીણવાથી જશે નહિ. તો શું કરું ? વાળંદ કહે પંદર મિનિટ માથું નમાવી મારી સામે બેસી જાઓ, જોગીનો છૂટકો ન હતો. જોગી તો બેસી ગયા.
પેલા ભાઈ વાળંદ હતા. સાથે સામગ્રી હતી. તેમણે હથિયાર ચલાવ્યું. પંદર મિનિટમાં માથું તો ચળકતા વાસણ જેવું બની ગયું. એક જૂ પણ રહેવા ન પામી જોગી પ્રસન્ન થયા.
વાળંદ તેમની સામે બેઠો. જોગી સમજી ગયા કે તેની કંઈક અપેક્ષા છે.
જોગીને યાદ આવ્યું કે હીરાનો સોદાગર કીમતી મણિ મૂકી ગયો હતો, તે પેલા વૃક્ષ નીચે માટીમાં ઢાંકી દીધો હતો.
તેમણે વાળંદને ઈશારો કર્યો કે તે જગામાં ખોદ વાળંદે, તેમ કર્યું. માટી દૂર કરી, ઝગમગતો હીરો હાથે ચઢયો, સાફ કર્યો, ઘણા સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૩૫
Page #39
--------------------------------------------------------------------------
________________
તેજવાળો મણિ કીમતી છે, તે વાળંદને સમજાયું, તો પછી જોગીએ માટીમાં કેમ ધરબાવી દીધો હશે? શું તેમની પાસે આનાથી પણ વધુ કીમતી વસ્તુ હશે? તે મણિને પાછો માટીમાં ઢાંકી જોગીની પાસે બેઠો.
થોડીવારમાં એક ઘટના થઈ જોગીની પવિત્રતાના સ્પર્શમાં વાળંદ, પોતાનું દૈહિક અસ્તિત્વ ભૂલી ગયો. તેનો આંતરિક મણિ ચમકવા લાગ્યો. તેણે વિચાર્યું કે કીમતી મણિને માટીમાં ઢાંક્યો છે તો તેમની પાસે બીજી કીમતી વસ્તુ હોવી જોઈએ તે જોગી પાસે પાછો આવ્યો. તેની જ્ઞાનશક્તિ પ્રગટ થઈ સંસારની વાસનાઓ છૂટી ગઈ તેણે પોતાનો સામાન જમીનમાં દાટી દીધો અને જોગી પાસે દીક્ષિત થયો. સંસાર છૂટી ગયો દેહભાવનું અહં દૂર થયું.
પવિત્ર આત્માઓનું આભામંડળ અદ્ભુત રીતે પવિત્ર હોય છે. તેના સાનિધ્યમાં જનારને તે સ્પર્શે છે. અને જો ઝીલાય છે તો તેનો સંસાર છૂટી જાય છે.
બુદ્ધિમાન લોકોને પ્રશ્ન થાય છે, આવા જોગી બેસી રહે છે તેને બદલે કામ કરતા હોય તો? અરે ભાઈ! આ જ તો તેમનું કામ છે. દૈહિક રોમે રોમે નિર્વિકારી બનવું. તેમાં છૂપાયેલી આત્મશક્તિ પ્રગટ કરવી. જે સ્વયં કાર્યકારી છે. તેના સંપર્કમાં આવનાર જીવની અદશ્ય શક્તિ પ્રગટ થાય છે. આ શક્તિઓ જગતના કેટલાયે દુષ્ટ તત્ત્વોને દૂર કરે છે. એ છૂપું રહસ્ય પણ કોઈ પારખું માનવને જ સમજાય છે. આવા જોગી જયાં ત્યાં મળતા નથી, પૂરી જિજ્ઞાસાથી શોધવા પડે છે.
. ૧૦. જીવંત શ્રદ્ધા છે
બુદ્ધિપ્રધાન યુગનું મહત્ત્વ સ્વીકારીને જીવતા માનવીને શ્રદ્ધાવાન જેવું સુખ કયાંથી મળે? કારણ બુદ્ધિ નિરંતર પલટાતી હોય છે. શ્રદ્ધા સ્થાયી બળ છે તેનું નિદાન-પ્રદાન સુખ છે. ગુપ્ત રહસ્ય છે.
મોગલ સામ્રાજયના સમયની આ ઘટના છે. અમીરખાન પડોશના એક દેશમાં વજીર હતા. સંતસેવી જીવન એટલે સત્ત્વ અને સહુને
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૩૬
Page #40
--------------------------------------------------------------------------
________________
વરેલા હતા. રાજ્યના ખટપટી માણસોને એક નીતિમત્તા કેમ પરવડે? એટલે તેઓ વજીરના દોષને શોધતા રહ્યા.
વજીરપદે બેસતા તેમણે રાજાને કહ્યું જો કદાચ મારે આ પદ છોડવાનું આવશે તો હું મારી ચીજવસ્તુ લઈ જઈશ. તમારું તમને સુપ્રત કરીશ.
થોડો વખત તો ઠીક ચાલ્યું. પણ ખટપટી માણસોને આ સાત્ત્વિક માનવ કેમ પરવડે ! વજીર પ્રામાણિકતાથી પ્રશંસા પામતા હતા. આ પેલા ખટપટી માનવોને કેમ ગમે? એકાદ એવો પ્રસંગ ઊભો કર્યો, રાજા કાનના કાચા અને મગજના ઝનૂની.
રાજા અમીરખાનથી નારાજ રહેવા લાગ્યા. અમીરખાન સમજી ગયા અને શરત મુજબ પોતાનો સામાન લઈ વિદાય થઈ પોતાના રાજ્ય તરફ જવા નીકળ્યા. આઠ ઊંટ પર સામાન ભરેલો હતો.
રાજયની નજીક આવી ગયા. રાજયની હદમાં પ્રવેશ કર્યો અને ચિત્તમાં ચમત્કૃતિ થઈ. પત્નીને કહે, ગુરુજીના પગરખા દેખાય છે. પત્ની પતિનો હૃદય વૈભવ જાણતી હતી. ગુરુભક્તિ જાણતા હતા.
થોડાક આગળ ગયા પછી તો પગરખા સ્પષ્ટ દેખાવા લાગ્યા.
બન્યું હતું એવું કે ગુરુ પાસે એક ગરીબ બ્રાહ્મણ ગયો હતો. દીકરીના લગ્ન હતા. કંઈ સાધન ન હતું. તે ગુરુદર્શને ગયો. અને તકલીફ કહી. અહીં ગુરુ પણ આકિંચન્યા હતા. ફકત પગરખા હતા. તે આપી દીધા.
બ્રાહ્મણની શ્રદ્ધા કેવી? તેને વિકલ્પ થતો નથી કે પગરખાથી લગ્ન થશે? તે તો માથે મૂકીને ગુરુને પ્રણામ કરી હર્ષભેર ચાલતો થયો.
તે બ્રાહ્મણને માથે પગરખા સહિત અમીરખાને જોયો. અરે જો ગુરુના પગરખા લઈ પેલો માણસ આવી રહ્યો છે. બ્રાહ્મણ નજીક આવ્યો કે અમીરખાન ઊંટ પરથી નીચે ઉતરી તેની પાસે ગયા.
ભાઈ ! ગુરુના પગરખા લઈ ક્યાં ચાલ્યો ? બ્રાહ્મણે વિગત જણાવી. અમીરખાને કહ્યું આ પગરખા મને આપી અને આઠ ઊંટ લઈ જા તેમાં લગ્નની બધી જ સામગ્રી છે. જાણે આઠે કર્મને દૂર
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૩૭
Page #41
--------------------------------------------------------------------------
________________
કરવાના હોય તેમ આઠે સંપત્તિથી ભારવાળા ઊંટ બ્રાહ્મણને સુપ્રત કરી પોતે હળવા બન્યા અને ગુરુના પગરખા મેળવી ધન્ય થયા.
આ શ્રદ્ધાબળ કેવું નિશ્ચિત બળવાળું છે? ઘરે પહોંચી શું કરીશું? જીવન કેમ નભશે? બાળકોને કેમ ઉછેરીશું? ગુરુ શ્રદ્ધા બળવાન છે. ફિકર ફાફાં મારે ને?
બ્રાહ્મણને વિદાય કર્યો, બ્રાહ્મણની શ્રદ્ધા ફળી પગરખાં લેતા શંકા ના આવી કે પગરખાંને શું કરીશ? પગરખાથી લગ્ન થશે? અમીરખાનને શંકા ના આવી કે બધું આપી દીધું ! હવે શું કરીશું? ગુરુદેવ માથે બેઠા છે ને? ફિકર ફાકાં મારે ને?
અમીરખાન તો હળવો ફૂલ થઈ. સીધા ગુરુજી પાસે પહોંચે છે, પગરખાં ધરી દે છે !
ગુરુજી કહે અરે ! પગરખાં કયાંથી લાવ્યો! બ્રાહ્મણ ને આપ્યા હતા!
ગુરુજી ! આઠ ઊંટનો સઘળો ધનમાલ આદિ બ્રાહ્મણને લગ્ન માટે આપ્યો છે, અને પગરખાં લાવ્યો છું. પરદેશ છોડી અને આપની સેવામાં રહેવું છે.
ગુરુ તારે હજી ગૃહસ્થદશાનો ઉદય છે. તું પોતે સત્નો સંગી છે. સંસારનો યોગ પૂરો થયે છૂટો થઈ જઈશ.
અમીરખાન ત્યાંથી વિદાય થઈ પોતાને નિવાસે પહોંચ્યો ત્યાં તરત જ રાજનો સૈનિક ફરમાન લઈને આવ્યો કે તમારે કાલે રાજદરબારમાં હાજર થવાનું છે અને મંત્રીપદની જવાબદારી લેવાની છે.
પુણ્ય, પાપથી ન જાગે. પુણ્ય સતુથી, શ્રદ્ધાથી જાગે. અમીરખાને સર્વસ્વ આપી દીધું હતું. જરાય ક્ષોભ ન હતો. એ તો ગુરુની કૃપા હતી. મારું શું હતું?
પગરખાં દેખાતાં હતા. કયારે દેખાય? હૃદયમાં ગુરુશ્રદ્ધા પ્રબળ હોય. કામનાઓ છૂટે કયારે? ગુરુચેતના નું બળ રહે તોય મુક્તિની યાત્રા કરતો હોય. પ્રારબ્ધ પૂરું થયે સાપ કાંચળી ત્યજે તેમ સંસાર છૂટી જાય.
આ હતું ગુરુચેતનાનું રહસ્ય. ભક્તની સમર્પણતા
૩૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૦. અંતરમાં શાનો અવાજ ઊઠે છે ?
મોહનીય કર્મ કઈ બલા છે જે ભલ ભલા તપસ્વીઓને સાધકોને પણ મૂંઝવે છે? એ જીવો તો માનતા હોય છે કે ધર્મથી સુખ છે, સાર્થકતા છે. પણ મુક્તિના માર્ગે જવા જે આત્મબળ જોઈએ તે તો આ મોહનીયને તાબે મુંઝાઈ જાય છે. અને જીવને સંસારનો પ્રવાહ તાણી લે છે. પણ જે મોહનીય કર્મને આધીન થતા નથી પરમાત્માની કૃપા પર ટકે છે તેની આફત દૂર થાય છે અથવા આફત લાગતી નથી.
એકવાર અમારા સહાધ્યાયીઓને પૂછયું કે તમે બધા લગભગ સાત દસકા સુધી પહોંચ્યા છો. ધર્મ અને કર્મના ક્ષેત્રે ઘણું ફર્યા. સ્વતંત્ર છો કે પરાધીન તે તો તમે તમારી પાસે ધનાદિથી જાણો છો. આત્મબળથી સ્વતંત્ર છો?
એક વાત વિચારો તમે રોજે નિયમ કરેલા ધર્મધ્યાન મહદ્દઅંશે ક્રિયા થઈ જાય એટલે માનો છો કે ધર્મ થયો. અંદરની મોહની માત્રા ક્ષીણ થઈ છે ?
ધારો કે કોઈ પરિચિત વ્યક્તિ કોઈ પ્રવાસનું આયોજન કરે, જ્યાં ધર્મના સ્થાન કે આરાધનના ક્ષેત્રો નથી. કુદરતી સૌંદર્ય જોવાનું છે. ફરવાનું છે. ખાવાપીવાના જલસા છે.
બીજીબાજુ કોઈ સાધકે આયોજન કર્યું છે જયાં પવિત્ર સ્થાન છે. ધર્મ ધ્યાનાદિ કરવાના છે. શિસ્તબદ્ધ રહેવાનું છે. આહારાદિનો સંયમ કરવાનો છે. તમારી જાતને પૂછો કયાં નામ નોંધાવશો?
તમે કહો છો અમે રપ/૩૦ વર્ષથી આ ધર્મધ્યાન કરીએ છીએ. અંદરની વૃત્તિઓ તો એવીને એવી રહી છે. કપડાંની ફાટ મોટી છે. થીગડું મારવાનું કપડું નાનું છે. કામ થશે? તેની ખબર છે અને આ મહાનશક્તિને એક નગણ્ય એવા પ્રકારમાં મૂકી દો છો?કેવી રીતે આ માનવ જન્મની દુર્લભતા સાચવશો?
શાસ્ત્રાભ્યાસ, સંતોનો પરિચય, વ્રત, તપ બધું જ મોહ માયાને હવાલે કર્યું. કેટલું આત્મ ધન લૂંટાઈ ગયું? સાત દસકા પૂરા થયા સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૩૯
Page #43
--------------------------------------------------------------------------
________________
પછી હજી ભાનમાં આવ્યા નથી. બે પગે દોડો છો, પછી લાકડી સાથે ત્રણ ચાર પગે દોડશો. મઝા આવશે ને?
એક ક્ષણમાં મુક્ત થાય તેવું આત્મબળ કેવળ ક્ષણિક મનોરંજનમાં ગુમાવશો ! મૂલ્યવાન હીરો ઈન્દ્રિયોની ક્ષુદ્રતાને કોટે બાંધશો?
મુંઝાવ છો શા માટે ? મનને કેળવો, શ્રદ્ધા દઢ કરો. હવે આ ક્ષુદ્રતા ન જોઈએ. હું તો એક ચૈતન્ય સ્વરૂપ મહાન સત્તા છું. તેને કોડીની કક્ષામાં કયાં મૂકું છું? નરી ક્ષુદ્રતા?
ધર્મના સ્થાનો રિસોર્ટ રૂપ ધારણ કરવા માંડયા છે તે માનવ મનનો પડઘો છે. એવું મેલું મન લઈ, પ્રભુ દર્શન ભાવથી કર્યા. એમ કહો છો જાતને ક્યાં સુધી છેતરશો? જડતા તમને લૂંટવા બેઠી છે તમે લૂંટાવ છો. એકવાર એ દિશા બંધ કરો પછી જુઓ તમારી પાસે કેવું મૂલ્યવાન તત્ત્વ છે, જે સુખથી ભરેલું છે. પુનઃ મેળવતા દીર્ઘકાળ જશે. તો પણ હાથ વગે નહિ થાય. માટે તે મૂલ્યવાન તત્ત્વોને કોઈ સંતોના સમાગમે સાચવી લો. જે એકાદ સામાયિક કે થોડા તપ જેવા સાધનથી પ્રાપ્ત નહિ થાય. જો આત્મ પ્રાપ્તિની ઈચ્છા હોય તો આત્માના અવાજને સાંભળો.
૧૮. આત્મધન
રાંકા સ્ત્રી ભગત, બાંકા પુરૂષ ભગત પૂર્વના આરાધક જીવો. એક નાના ખોરડામાં રહે. નિરંતર પ્રભુભજન એજ તેમનું જીવન જંગલમાંથી લાકડીઓ લાવવી તેમાંથી ગુજરાન નભાવવું. તેમાં કોઈ ખેદ નહિ. કારણ તેમની પાસે આત્માધન અને પ્રભુભજનની સંપત્તિ હતી. એક જ લગની પ્રભુદર્શનની બીજી ઈચ્છા જ ઉભવે નહિ એવી સખત પાળ બાંધી હતી. એ આત્મબળ હતું. પ્રભુપરાયણતા હતી. ત્યાં ઈચ્છાનું મૃત્યુ હતું. આ એક ચમત્કૃતિ હતી ને?
આવી ચમત્કૃતિ જોઈ કોઈ દેવ આશ્ચર્ય પામ્યો, આ દંપતિને જંગલમાં લાકડીઓ લેવા જવાનો રોજનો એક જ માર્ગ હતો. દેવે
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૪૦
Page #44
--------------------------------------------------------------------------
________________
માર્ગમાં સોનું પાથરી દીધું. આ દંપતિ જંગલમાં લાકડીઓ લેવા ગયા પણ ચારે બાજુ (માટી) સોનું પાથરેલું હતું. તેઓ પાછા ફર્યા. માટીનો ભાર મૂર્ખા ઊંચકે કે ડાહ્યો ? સોનું, માટી પૃથ્વી કાય છે ને.
આવા જીવોને દેવો પૂજે, પ્રભુતો હાથ પકડીને પોતામાં જ સમાવી દે, પવિત્રતા પવિત્રતામાં ભળી જાય. તમારી સાધનાને ચકાસી જોજો. દેવ તો ભૂલો પડે જ નહિ કદાચ સોનાને જ માટી જેવી દેખાડી દે તો આશ્ચર્ય ન પામશો.
શા માટે એવા રાંક બનો છો ? અનેક પ્રકારની માનવજન્મ જેવી સંપત્તિ પામીને પણ ભિખારી જ રહેવું છે ? વિચારજો, ખૂબ વિચારજો અને આતમદેવને પ્રગટ થવા આ જન્મ છે તેમ માની પરમાત્માને પૂજી પરમાત્મ સ્વરૂપે પ્રગટજો. પાર્થિવ પદાર્થોનો મોહ ત્યજી દેજો. મૃત્યુ પછી શબ પરથી બધુંજ ઉતારી લે છે.
જે ના આવે સંગાથે તેની મમતા શા માટે ?
૧૯. સંત મહિમા
જ્ઞાનદેવ વયમાં નાના હતા જ્ઞાનમાં મોટા હતા. જોકે સંયોગવશાત્ પંડિતજનોથી પ્રારંભમાં બહિષ્કૃત હતા. પરંતુ જ્ઞાનની પ્રતિભા અનેરી હતી. જેથી પંડિતો પણ સન્માન આપતા થયા.
તેમની પાસે એક શિષ્ય રહેતો, જ્ઞાનદેવને સાદી સીધી ભિક્ષા મળતી તેમાં બંનેનું કાર્ય નિપટતું.
દેવ પાસે ઘણા ભકતો આવતા. જ્ઞાનદેવ પાસે મંત્ર ગ્રહણ કરતા. શિષ્યને થયું બધાને મંત્ર આપો છો મને મંત્ર કેમ નથી આપતા?
જ્ઞાનદેવ કહે તને હજી મંત્રની પાત્રતા નથી છતાં શિષ્યના ઘણા આગ્રહથી મંત્ર આપ્યો.
એકવાર નગરમાં રામદાસ સ્વામી શિવાજીના સદ્ગુરુ પધાર્યા, ઘણા શિષ્યોનો પરિવાર સાથે હતો. તેમનો પ્રભાવ ઘણો હતો. ભક્તના રસોડે મોટો જમણવાર હતો. આ બધું પેલા શિષ્યના સાંભળવામાં આવ્યું,
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૪૧
Page #45
--------------------------------------------------------------------------
________________
તેને થયું અહીં તો કયારેય માલપૂડા મળ્યા નથી. વળી એ સ્વામીજી પણ ઘણા પ્રભાવશાળી છે એટલે એમના સંઘમાં જોડાઈ જાઉં?
આમ વિચારી તેણે જ્ઞાનદેવની પાસે ત્યાં જવાની રજા માંગી. જ્ઞાનદેવ કહે ભલે તું જા પણ પેલો મંત્ર પાછો આપ તો જા. ત્યાં તને સ્વામીજી મંત્ર આપશે.
શિષ્ય કહે મંત્ર કેવી રીતે પાછો આપું? જ્ઞાનદેવ કહે મોંમા પાણી ભરી આ પત્થર પર કોગળો કર, શિષ્ય તે પ્રમાણે કર્યું. મંત્ર પત્થર પર કોતરાઈ ગયો, પણ શિષ્યનું શું ગજુ આ શક્તિ પારખવાનું? કોગળો કરી તેતો ભાગ્યો, સ્વામી રામદાસ પાસે ગયો.
સ્વામીજીએ પૂછયું કયાંથી આવ્યો? જ્ઞાનદેવ પાસેથી સ્વામીજી તો ઉભા થઈ ગયા. અરે ! જ્ઞાનદેવ તો મહાન સંત છે, તેમને છોડી અહીં કયાં આવ્યો?
સંતો જ સંતોને ઓળખી શકે. તેમની પાસે જ્ઞાન ચક્ષુ હોય છે.
૨૦. જીવ મૈત્રી
શાસ્ત્રકારોએ આત્માને પરમાત્મ સ્વરૂપે જોવા જાણવા અને અનુભવવા ઉત્તમ ભાવોનું રસાયણ આપ્યું છે. તે રસાયણ પથ્ય વગર કાર્યકારી થતું નથી. તે છે જીવનની પવિત્રતા. તે ગુણો દ્વારા સહજ પ્રગટ થાય છે.
કોઈ પૂર્વનો આરાધક જીવ ગુણોની આ સંપત્તિની વિશેષ વૃદ્ધિ કરે છે. અપરિગ્રહી જેવા ગુણો તો તેમને સ્વાભાવિક હોય છે.
સંત તુકારામ જન્મથી આકિંચન્યને વરેલા હતા ભક્તિની સંપત્તિને વરેલા હતા. સૌ જીવો પ્રત્યે પ્રેમ-મૈત્રી એ તેમનો વૈભવ હતો.
એકવાર તેઓ માર્ગે જતા હતા. એક જગાએ પક્ષીઓ ચણતા હતા તે તેમનો પગરવ સાંભળી ભયથી ઊડી ગયા. તુકારામ તો ત્યાં ઊભા રહી ગયા. અરે ! મારા પગરવથી આ પક્ષીઓ ભય પામ્યા? તેઓએ પ્રસંગને નાનો ન ગણ્યો. તેઓ ત્યાંજ ઉભા રહ્યા. ત્રણ દિવસ થયા પોતે
સત્ત્વશીલ-તત્વમય પ્રસંગો
૪૨
Page #46
--------------------------------------------------------------------------
________________
આહારપાણીનો ત્યાગ કર્યો છે. મનમાં પક્ષીઓ પ્રત્યે મૈત્રીભાવના કરી રહ્યા છે. ત્રણ દિવસ પછી પક્ષીઓ આવવા લાગ્યા તેમની પવિત્ર ભાવનાથી નિશ્ચિત થઈ ચણવા લાગ્યા. તેમના ખભે, માથે બેસવા લાગ્યા.
તુકારામના હૈયામાં પણ મૈત્રીભાવનું ઝરણું વહેતું થયું. પ્રસન્ન થયા. ત્રણ દિવસ સહજ આહાર પાણીનો ત્યાગ કર્યો આ ભાવના આકાર કરી. આથી જીવપ્રેમ સહજ પ્રગટ થયો.
માનવની પાસે આવી તો કેટલીયે શક્તિઓ છે. તેને સમયોચિત પ્રગટ થવા દે તો જીવ તે ગુણોના પૂર્ણ વિકાસ વડે પૂર્ણતા પામે છે. આપણે આ શક્તિઓ વિકસાવવાની છે.
આ ૨૧. સમર્પણ કયાં ?
પ્રભુભક્તિનો પૂજાપો તો કેવો? ચાંદી-સોનાની થાળી, વાટકી, મોંધુ સુખડ, કેસર, અન્ય બધી જ સામગ્રી પૂરી ઉચ્ચ સાધનોની. સાધક શ્રીમંત છે, સામગ્રીમાં તે પ્રગટે છે. તેના ભાવ સારા છે. પણ સાધકે સામગ્રી દ્વારા સારા ભાવ કરીને પુણ્યની આશામાં અટકવાનું નથી.
તમારી કસોટી કોઈવાર થઈ છે? તમારી સામગ્રી તમારી પાસે પડી છે. તમે ભાવપૂજા કરી રહ્યા છો.
સ્વામી તુમે કંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું.”
સાહેબજી પૂછતાં ચિત્તડું લઈને જાવ છો ? કે પેલી સામગ્રી જોવામાં રોકાયેલું છે. તમે તો ગાવ છો, ભાવના કરો છો સ્વામી તુમે કંઈ કામણ કીધું. અને કોઈએ થાળી ઊપાડી, ઊપાડી તેનો વાંધો નથી જો તે દહેરાસરની હોય તો, પણ આતો સોનાની હતી, મારી હતી.
એ ભાઈ ! થાળી મારી છે, ભગવાન મારા છે ને? ચિત્તડું તો તમે આપ્યું છે. પછી બીજુ ચિત્ત ક્યાંથી આવ્યું ? થાળીમાં ગયું? લાલજી કાનપરિયાએ સરસ ભાવના કરી છે.
“તમે કહો તો રાજ તમારું, તમે કહો તો પાટ;
તમને સૌથી દીધી અમારી જાત, અમે અઘાટ, સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૪૩
Page #47
--------------------------------------------------------------------------
________________
તમે કહો તો મૂંગામંતર, તમે કહો તો વદીએ, અણગમતું જો લાગે તમને, કામ ન કરવું કદીએ, તમે રીઝો તો મન મોજમાં, નહિ તો રહે ઉચાટ, તમે કહો તો રાજ તમારું, તમે કહો તો પાટ, સાવ કહો તો કોરો કાગળ, કશું નવ વંચાય, તમે આવી અક્ષર પાડો, તો ક્ષણમાં ઝળહળ થાય, તમે આવીને પગલાં પાડો, શણગારી છે વાટ, તમને સોંપી દીધી અમારી જાત, અમે અઘાટ.’ પ્રભુ ! ઘાટ ઘડો અને તમારી કાંખમાં લો, ક્યાં સુધી આભ્રમણ?
..
૨૨. પ્રભુભક્તિની મસ્તી
‘મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.’’ નરસિંહભક્ત પૂર્વનો પ્રભુ પ્રેમ લઈને જ જન્મ્યા હતા. ત્યાં ભક્તિને કેળવવાની શું હોય ? વય વધતી ગઈ ભક્તિ રસ જામતો ગયો. જગતના સોના ચાંદી મેળવવાના અભરખા ન હતાં. સતત એક જ રટણ હતું.
હરિ તારા વિના મારા નયન ભીના કોણ લૂછે ? ભક્તિ કેવી! કોઈ પણ પ્રસંગ હોય ભક્ત કેવળ પ્રસંગમાં ઓતઃપ્રોત ન હોય, પરંતુ હરિરસ પીતા હોય. ભગવાન એવી પવિત્રતાથી પ્રસન્ન થાય. વ્યક્તિ બધો જ રસ સંસારને આપે પછી તેની પાસે બચે શું ? પછી હિર કેવી રીતે પ્રસન્ન થાય ? અર્થાત્ જીવને શાંતિ કયાંથી મળે ? જો જીવના ભાવ શુદ્ધ હશે તો કુદરત પણ અનુકૂળ થશે, જેને ભક્તની ભાષામાં કહેવાય ‘ભગવાન પ્રસન્ન થયા.’
નરસિંહ મહેતાની દીકરી વીરબાઈનું સીમંત હતું. તે પ્રસંગે મહેતાને મામેરુ લઈને જવાનું હતું. વીરબાઈના સાસરિયા જાણતા હતા કે તેના પિતા ગરીબ છે. મામેરું કયાંથી કરશે. વીરબાઈને મહેણાં સાંભળવા પડે છે.
૪૪
મહેતાને ખબર મળ્યા, અને કહેવરાવ્યું કે મામેરું લઈને આવીએ છીએ. મહેતા તો સાજન લઈને ઉપડયા. સાજનમાં કોણ હોય ? મંજીરા વગાડવાવાળા અને ભજન ગાવાવાળા ભક્તો, સાધુ બાવા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #48
--------------------------------------------------------------------------
________________
મહેતા મંડળ લઈને પહોંચ્યા ગામને પાદરે. વેવાઈને ખબર પડી, તેઓને મહેતા માટે માન હતું. તેમણે ગામને પાદરે જ ઉતારાની વ્યવસ્થા ગોઠવી લીધી. જેથી ગામલોકો આ મંડળી જોઈને હાંસી ન કરે.
સવારે સૌને માંડવે લઈ ગયા. આ બધું જોઈને વેવાણ તો અકળાઈ ગયા. સૌને માટે સ્નાનાદિની વ્યવસ્થા ગોઠવી. ખીજાયેલા વેવાણે મહેતાની નહાવાની મૂંડી ધખધખતા પાણીથી ભરીને મૂકી હતી. ઠંડા પાણીની વ્યવસ્થા ન કરી. મહેતા સ્નાન કરવા આવ્યા તે તો ભક્તિ રસમાં ડૂબેલા હતા.
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે.”
ભગવાન હું તો તારો દાસ, હું શું કરી શકું? તારા ભજન ગાઉ ને હરખાઉં.
મહેતા નહાવાની જગાએ પહોંચ્યા અને વરસાદ તૂટી પડયો, નહાવાનું પાણી સમધારણ થયું. આ બાજુ વેવાઈ વેવાણને દોડાદોડ થઈ પડી. વરસાદને કારણે સાધન સામગ્રીને ઉપાડવી પડી.
વળી વેવાણ તો સમજતા હતા. આ ગરીબ માણસ મોસાળામાં શું લાવ્યો હશે? ત્યાં તો મોસાળાને યોગ્ય મૂલ્યવાન સાધન સામગ્રીના છાબ આવવા માંડયા. એટલા પ્રમાણમાં આવવા માંડયા કે કયાં મૂકવા તેની મૂંઝવણ થઈ. અને પૂછવા લાગ્યા કે હજી કેટલું છે?
મહેતાને કયાં ખબર છે ? કોણ મોકલે છે કેટલું મોકલે છે ! આમ પ્રસંગ ઉકલી ગયો.
આ પ્રસંગનો સાર એ છે નિસ્પૃહ ભક્તિ અને આકિંચન્યને વરેલા મહેતાના હૃદયની કેટલી પવિત્રતા, નિસ્પૃહતા! મનમાં કોઈ વિમાસણ નહિં, કર્તાપણું જેને છૂટી ગયું હોય. યશકીર્તિની લાલસા નથી તેના કાર્યો પુણ્યયોગે પૂરા થાય છે. પ્રસંગ પહેલાં મોહ નહિ, પછી મદ નહિ આવા ગુણયુક્ત નિસ્પૃહ ભક્તોને શું અશકય છે? આખરે મુક્તિ પણ શકય બને છે. નરસિંહ મહેતા આવ્યા તેવા વિદાય થયા, શું લેતા ગયા!
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૪૫
Page #49
--------------------------------------------------------------------------
________________
સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે વાચ કાછ મન નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે સમદષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે
વણલોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે વૈષ્ણવજન તો તેને કહીએ...
ર૩. પુણ્ય સ્વયં જાગે છે
(ભીમો કુંડલીયો)
સત્કાર્યોના નિમિત્તે, ધર્મ ક્રિયાઓને નિમિત્તે, બાહ્ય ભક્તિ જેવા કાર્યોના નિમિત્તે શુભભાવ થવાથી પુણ્ય થાય છે. માનવજીવનનું કાર્ય પુણ્યથી પૂરું નથી થતું. ત્યાગ, વૈરાગ્ય, પવિત્રતા, નિસ્પૃહતા જેવા ગુણોથી વિકાસ પામે છે, મુક્તિની પાત્રતા કેળવાય છે.
આવા ગુણો સત્પુરુષના યોગે અને બોધે કેળવાય છે. નહિ તો તેવા કાર્યોનિમિત્તે માન, કીર્તિ જેવા ભાવો શુદ્ધતા સુધી તો ન પહોંચે પણ શુભભાવને પણ ટકાવતા નથી. આ એક ગૂઢ રહસ્ય છે. સામાન્ય માનવની સમજ બહારનું છે. કોઈ ઉચ્ચ સાધક જ આ રહસ્યને પામે છે.
હૃદયની એવી શુદ્ધ ભાવના જીવનને ઉન્નત બનાવે છે. પુણ્યયોગને ખેંચી લાવે છે.
પ્રસંગ જાણીતો છે રહસ્ય સમજવું છે. પેથડશા શ્રાવકના સમયનો પ્રસંગ છે. પેથડશા શત્રુંજયતીર્થનો સંઘ લઈને પહોંચ્યા છે. માળાનો ચઢાવો બોલાય છે. લાખોની રકમના ચઢાવા ચાલે છે.
એ પ્રસંગે ગામનો એક ટંક ભીમો કે જેની રોજની આમદની સાત દેમ હતી. જે વડે તે એકવાર ભોજન ખાઈ ગુજરાન ચલાવતો
૪૬
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #50
--------------------------------------------------------------------------
________________
હતો. પતિ-પત્ની ખોરડામાં રહેતા હતા.
તે ઘર તરફ જતો હતો. તળેટી પાસે આવ્યો અને આ માહોલ જોયો, તેના પગ એ દિશામાં વળ્યા. તળેટી પહોંચ્યો. લોક સમૂહને છેડે બેઠો હતો, કેડે દમક પર હાથ ફેરવતો છોડતો વળી બાંધતો અને ભાવના કરતો, આ દમક આપી દઉં ! પણ આ લાખોની રકમમાં મારી રકમ કોણ સ્વીકારશે ?
પેથડશા ગાદી પર બેઠા સભા તરફ નજર ફેરવે છે તેમની નજર ભીમા પર જાય છે. તેમની વિચક્ષણ નજર ભીમાના મુખના ભાવ કળી જાય છે. તેઓ ભીમાને પોતાની પાસે બોલાવે છે.
ભાઈ તારી કંઈ ઈચ્છા છે. હા, મારી પાસે સાત દમક આજની કમાણી છે તે આપવી છે.
પેથડશાએ મહેતાને જ બોલાવ્યા. આ ભીમાજીનું નામ પહેલું લખો. સાત દેમ? સૌ બોલી ઉઠયા સાતદેમવાળો પહેલો! લાખોવાળા પછી?
પેથડશા કહે તમે લાખોવાળા, કંઈ રાખીને લખાવો છો કે બધું જ આપી દો છો? આ ભીમાની કમાણી સાતદમ છે તે તેનું જીવન ગુજરાનનું સાધન છે. તે સર્વસ્વ આપી દે છે. માટે તેનું નામ પહેલું છે ! સૌ ચૂપ થયા.
ભીમો ખાલી હાથે ઘરે પહોંચ્યો. ખૂબ પ્રસન્ન હતો. સામગ્રી વગર પણ ભીમાને ખૂબ ખુશ જોઈ પત્નીના ભાવ પણ બદલાઈ ગયા. રોજ કકળાટ કરતી કે સાત દમથી શું થાય? રોજ કુશકા જ ખાવાના? પણ આજે તો તે ખુશ હતી.
ભીમાએ બધી વાત કહી, તેવામાં પાછળ બાંધેલી ગાય કૂદાકૂદ કરવા માંડી. ભીમો તેને બાંધવા ગયો ત્યાં તો ચરૂ નીકળ્યો. તેણે સ્ત્રીને બતાવ્યો. એક શુભ ભાવના કાર્યનું પરિણામ તો જુઓ? ચરૂ લઈને તે બહાર આવ્યા. સ્ત્રીએ કહ્યું આ પેઢી પર આપી આવો. આપણું નથી અને ભીમાએ ચરૂનું ધન ચઢાવામાં આપી દીધું. અને ત્યાંના સ્વામીવાત્સલ્યમાં જમ્યા.
ભીમાનું જીવન સુધરી ગયું. ભવોભવ સુધરી ગયા. ભગવાનનો માર્ગ તેને માટે ખૂલી ગયો. કારણ એકજ.
નિસ્પૃહભાવે સર્વસ્વનું અર્પણ !!! સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #51
--------------------------------------------------------------------------
________________
ર૪. પહેલું આચરણ પછી પ્રસારણ
મહાત્મા ગાંધી લોકસેવક હતા. સંન્યાસી કે સાધુ નહતા. પરંતુ તેમનું આકિંચન્ય પ્રશંસનીય હતું. દેશની ગરીબી જોઈને દ્રવી ઊઠેલું તેમનું હૃદય સાકાર બન્યું. તેઓ પોતડી પણ અડધીપહેરતા, જાડા જૂતા પહેરતા, સામાન્ય ચશ્મા (ડાબલા) પહેરતા, સામાન્ય ઘડિયાળ રાખતા.
કથંચિત ધારો કે તેમને કિંમતી સુંદર ધોતી મળી હોત, સુંદર ચશ્મા, સીસમની લાકડી, મુલાયમ જૂતા મળ્યા હોત તો આટલા સાધનો છેવટે નિસ્પૃહ ભાવે સ્વીકારવાનો વાંધો શું હતો? કહી શકયા હોત કે મારી તો ઈચ્છા નથી પણ જુઓને આ સેવકો આ બધું નાટક કરે છે. જુદી જુદી સભા માટે જુદા જુદા વસ્ત્ર પરિધાન કરવામાં કોઈ બાધા ન હતી.
પરંતુ મહાત્મા તો લંડનની મોળમેજી પરિષદમાં પણ તેમના આ જ પહેરવેશમાં પહોંચ્યો. હું ગરીબ દેશનો પ્રતિનિધિ છું. તમારે પ્રવેશ આપવો હોય તો આપો. મારો પહેરવેશ આ રહેશે.
લંડનથી બેરિસ્ટરની ડીગ્રી મેળવનાર, આફ્રિકામાં ધંધાની સફળતા મેળવનાર, લોક જાગૃતિનું અભિયાન આપનાર તો મોટાઈવાળો હોય કે નહી ! પણ અહીં તો આકિંચન્ય, અપરિગ્રહને વરેલા મહાત્મા હતા. એજ મહાનતા હતી પછી સંકોચ શાને?
એમના આ પ્રભુત્વે કેટલાયના સૂટબૂટ ઉતાર્યા. સાચા સ્વરાજના કાર્યોમાં જોડી દીધા. બાળપણમાં અંધારાથી ડરતા આ માનવમાં આ શક્તિ કેવી રીતે પ્રગટી! આત્મવિશ્વાસ, ત્યાગ, વૈરાગ્ય, કરૂણા જેવા ગુણોમાંથી.
- ર૫. માણસથી મહાન તો ઈશ્વર છે ,
દેશમાં તોફાન ફાટી નીકળ્યા. બાપુએ તેમાં પોતાની ભૂલ જોઈ. રાત્રે મંથન કર્યું. પ્રાયશ્ચિત માટે આત્માને પૂછયું. (મનને નહિ) અંદરથી
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
४८
Page #52
--------------------------------------------------------------------------
________________
જવાબ મળ્યો. એકવીસ ઉપવાસ.
સવારે વલ્લભભાઈને વાત કરી. વલ્લભભાઈ કહે ડોકટર રજા આપે પછી વિચાર કરશું?
બાપુ કહે : ડોકટર મોટા કે ભગવાન? મને ભગવાને જવાબ આપ્યો છે.
બાપુના ઉપવાસ શરૂ થયા. આખો દેશ ચિંતામાં હતો. મહાદેવભાઈ બાપુની સેવામાં ખડેપગે હાજર હતા. નબળાઈ વધતી હતી.
એક દિવસ એક ગરીબ માણસ તેના બાળકને લઈને આવ્યો.
મહાદેવભાઈએ પૂછયું શું કામ છે? માણસ કહે આ બાળકને બાપુના પગ ધોઈને પાણી પીવરાવું તો સાજો થાય. આટલી મહેરબાની કરો. મને પગ ધોઈ પાણી લેવા દો.
મહાદેવભાઈ અમે માને? બાપુને કાને કંઈ અણસાર આવ્યો. મહાદેવ, શું છે?
મહાદેવભાઈએ વાત કરી બાપુએ પિતા પુત્રને અંદર બોલાવ્યા.
ભાઈ માણસ કરતા ઈશ્વર મહાન છે. તેમને પ્રાર્થના કર પણ પગ ધોવાની પ્રથા અને ચમત્કારમાં બાપુ આવે ખરા! સામાન્ય માનવને આવી મહાન તક જતી કરવી કઠણ છે, છાપામાં સમાચાર આવે, મનને મીઠું લાગે, પછી દેશ ભૂલાઈ જાય, ચમત્કાર વધી જાય પણ બાપુ તો પવિત્રતાનો પુંજ હતા. જાગૃત જીવન હતું તે ઉંઘમાં પણ આવી ક્ષુલ્લક મહાનતા ઈચ્છે નહિ.
આથી તો તે મહાત્મા થયા. મોહનદાસ તો મટી ગયા હતા?
છે૨૬. આ ચમત્કાર નથી જીવનનો મર્મ છે
આત્મશક્તિને પ્રગટ થવા આત્માની જ પવિત્ર શક્તિ કાર્યકારી છે, તેને માટે બાહ્ય પદાર્થોમાંથી સુખબુદ્ધિ છોડવી પડે છે. અંતરંગ ભાવનાની પવિત્રતા પ્રગટાવવી પડે છે. આ અંતરંગ શક્તિ એટલે નિષ્કષાય જીવન, આહારાદિ સંજ્ઞાઓના સંયમથી દેહાધ્યાસનું છૂટી જવું. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૪૯
Page #53
--------------------------------------------------------------------------
________________
છૂટે દેહાધ્યાસ તો, નહિ કતાં તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ'
- શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિ અનાદિનો આ દેહાધ્યાસ ગાવા લખવાથી છૂટતો નથી. કોઈ સદ્ગુરુના યોગે કે પૂર્વ આરાધનના બળે છૂટે છે.
મોહનદાસ-મહાત્મા બાપુએ જયારે નિર્ણય કર્યો કે દેશની આઝાદીની લડતમાં જીવન અર્પણ કરવું છે, ત્યારે તેમણે પ્રથમ તો રાજકોટના ઘરબાર માલમિલકત સમેટી લીધા અને અમદાવાદ આવ્યા. પત્ની, ત્રણ બાળકો અને પોતે પુણ્યયોગે કોચરબમાં શ્રી હરિવદનભાઈએ મકાન આપ્યું. તે આજે પણ કોચરબ આશ્રમ તરીકે મહાત્મા ગાંધીના સ્મારક તરીકે અસ્તિત્વ ધરાવે છે.
બાપુને કોઈ શ્રીમંતાઈની જરૂર નથી. સાદગી, સાધુની જેમ સાદગીથી જીવનનો પ્રારંભ કર્યો. પછી સાબરમતી આશ્રમનો પ્રારંભ થયો.
એકવાર આશ્રમમાં તમામ સામગ્રી પૂરી થઈ ગઈ. સાંજે શું ખાવું તે પણ પ્રશ્ન હતો. બાપુ જાણતા હતા. ભગવાન ભૂખ્યા નહિ સુવાડે. સૌ પોતાના નિયત કાર્યમાં લાગેલા હતા.
અચાનક આશ્રમની નજીક એક શ્રીમંત કારમાં જતા હતા. તેમને ભાવના થઈ કે પોતે કંઈ કરી શકતા નથી. આજે અવસર મળ્યો છે, એટલે પાકીટમાં જેટલી રકમ હતી તે લઈ આશ્રમમાં આવ્યા. બાપુ રેંટિયો કાંતતા હતા, ત્યાં ચૂપચાપ રકમની થપ્પી મૂકીને આવ્યા હતા તેમ ચાલી ગયા રકમ રૂા. ૧૩,૦૦૦ હતી.
બાપુએ પણ જાણે કંઈ બન્યું નથી તેમ વ્યવસ્થાપકને બોલાવીને રકમ સોંપી દીધી. તેને માટે કોઈ ચર્ચા નહિ. ચમત્કારનું રૂપ નહિ અગર તો બીજે દિવસે છાપામાં ચમત્કારે આવે કે બાપુ પાસે દેવી શક્તિરૂપે આવી રકમ આવી હતી. એવી પ્રસિદ્ધિનું મૂલ્ય શું?
બાપુ પરમાત્માના પરમ ભક્ત હતા રામ તો તેમના મુખમાં ગુંજ્યા કરતું હતું. તેઓએ વ્યક્તિ વિશેષરૂપે કોઈ પરમાત્માને મૂર્તિનો આકાર આપ્યો ન હતો. આવા તો કેટલાય બનાવો બનતા! બાપુ તેને સહજ ઘટનારૂપે સ્વીકારી લેતા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
પ0
Page #54
--------------------------------------------------------------------------
________________
સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ તેમના ઈશ્વરીયરૂપો હતા. તેના પ્રસંગોને તેઓ પચાવતા પણ ચમત્કારનું રૂપ આપતાં નહિ.
મોહનદાસથી માહાત્માનું રૂપાંતરણ આવા ગુણોથી થયું હતું. એ માહાત્માના આજે કયાંક પૂતળા મૂકી આપણે સંતોષ માનીએ છીએ અને મહાત્માના આત્મિક બળને, વિશ્વાસને તેમની સાથે વિદાય કર્યા છે?
અંગ્રેજો પાસેથી સ્વરાજ લીધું અને તેમને પ્રેમથી વિદાય આપી. મૈત્રીભાવનાથી અંગ્રેજોને તેમના દેશ વિદાય કર્યા. આપણે હજી એ અંગ્રેજોના જીવનનું અનુકરણ ભૂલ્યા નથી.
વાસ્તવિક મહામૂલું સ્વરાજ કયારે અપનાવશું ?
ર૦. જાબાલ સત્યકામ
મોટાભાગના મનુષ્યો સંયોગના ધક્કે જીવે છે. જીવનના ગૂઢ રહસ્યો સુધી પહોંચતો નથી. તેને તેવા સામર્થ્યવાન ગુરુતત્ત્વનો યોગ નથી. તેને માટે હૃદયમાં ઝંખના નથી. દુન્યવી શિક્ષણમાં કેવળ સુખ સંપત્તિ મેળવવામાં, યશકીર્તિ મેળવવામાં ગતાનુગતિ જીવન પૂર્ણ વિરામ પામે છે. જીવનનો મર્મ મૂળ શક્તિ કેવી રીતે પ્રગટે ? તેનું આ દષ્ટાંત શ્રદ્ધા પૂર્વક અપનાવજો.
એ જંગલમાં એકાકી સ્ત્રી જીવન ગુજારતી હતી. તેને પોતાને ખબર ન હતી કે તેણે જે પુત્રને જન્મ આપ્યો છે તે કોનું બીજ છે? તે સ્ત્રીનું નામ જાબાલ હતું. બાળક દસેક વર્ષનો થયો અને જાબાલનું અવસાન થયું. તે સમયની જાતીયતાની પ્રથા ઘણી ચૂસ્ત હતી. જેના માતા-પિતાની જાતિ ખબર નથી તેને કોણ રાખે ? કોઈ આશ્રમમાં સ્થાન ન મળ્યું. તે જાબાલ તરીકે ઓળખાવા લાગ્યો.
જાબાલને કોઈ જંગલના ભીલે બાણવિદ્યા શીખવી. જાબલ ભૂખ લાગે ત્યારે શિકાર કરી, તળાવે પાણી પી લે. ધરતીને ખોળે નિદ્રા લે. આવું જીવન જીવતો હતો. યુવાનીએ પ્રવેશ કર્યો પણ નિત્ય ક્રમ તો એ જ રહ્યો.
એક દિવસ જંગલમાં ફરતા તે એક આશ્રમ નજીક આવ્યો. ત્યારે સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૧
Page #55
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ શિષ્યોને સંસ્કૃત શ્લોકમાં શિક્ષણ આપતા હતા. આ પવિત્ર શ્લોકનો ગુંજારવ તેના શ્રવણે પડયો. કયારેય આવું સાંભળ્યું ન હતું. તેતો જાણે અમૃત પીતો હોય તેમ બહાર ઉભો રહ્યો.
તેણે અંદર નજર નાખી પિતાંબર પહેરલા શિષ્યો હતા. ગુરુની વૃક્ષ નીચે બેઠક હતી. સૌ સંસ્કૃત શ્લોકનો અભ્યાસ કરતા હતા. કોઈની પાસે બાણ ન હતું. એટલે પ્રથમ તેણે બાણને બહાર છોડી દીધું. અ ચર્મ વસ્ત્ર પહેરેલું હતું તે આશ્રમની અંદર આવી એક ખૂણે બેસી ગયો. ગુરુજીની વાણી તેને સ્પર્શી ગઈ. ત્યાંથી તેની ભાગ્યરેખા બદલાવા લાગી.
ગુરુજીએ તેને નજરથી આવકારી લીધો. જાબાલ તો મૂંઝાતો હતો. ગુરુજીએ એનું ભાવી પારખી લીધું. અને એક શિષ્યને સૂચના આપી કે આની સંભાળ રાખજો, ભાવિ રત્ન છે.
જાબાલ તાકાતવાળો યુવાન હતો. તેને યોગ્ય કામ મળી ગયું. જંગલમાંથી લાકડા કાપવા, તળાવેથી પાણી લાવવું અન્ય નાના મોટા કામ કરે. આશ્રમના પરિવારમાં પ્રિય થઈ ગયો. બધું કામ પરવારીને જાબાલ શિષ્યો ભણતા હોય ત્યાં શાંતિથી છેક છેલ્લે બેસે, ગુરુદેવ પ્રત્યે અહોભાવથી જોયા કરે.
આ અહોભાવથી તેના અજ્ઞાનના પડળો વિખરાતા ગયા. ગુરુદેવના ધ્યાનમાં તેનો ભાવ અંકાતો હતો. ભલે એ શ્લોક બોલતો ન હતો. પણ તેની ચેતનામાં ગુરુદેવના ચમત્કારિક શ્લોક અંકાતા હતા. દસેક વર્ષનો ગાળો પસાર થયો. જાબાલની જિંદગી જ બદલાઈ ગઈ.
એક દિવસ ગુરુની નિશ્રામાં સૌ બેઠા છે. ગુરુદેવે, જાબાલને બોલાવ્યો કે આ ટોપલામાં તળાવેથી પાણી ભરી આવ.
જાબાલ તો ગુરુ આજ્ઞાને ટોપલા સાથે માથે ચઢાવી નાચતો કૂદતો તળાવે પહોંચ્યો. ગુરુઆજ્ઞાની શ્રદ્ધામાં તેને કોઈ શંકા થતી નથી કે ટોપલામાં પાણી ભરાય ?
તમે એટલું તો ડહાપણ કરો ને ? કે ટોપલાને બદલે માટલું લઈ જાવ. ગુરુથી થોડું વધુ જાણતા હોવ કે નહિ ? કદાચ ગુરુની ભૂલ હોઈ શકે ને ?
જાબાલ તો રોજે ગુરુ મુદા જોઈને, અહોભાવના લયમાં હતો ત્યાં અહં ભાવની લય ટકે કેવી રીતે ? અને શંકા પણ કેમ ઉપજે ? તે તો તળાવે પહોંચ્યો. અધવચ્ચે જઈને ટોપલો તળાવમાં ડુબાડી
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૨
Page #56
--------------------------------------------------------------------------
________________
ઊંચક્યો, પણ ટોપલાએ પોતાને યોગ્ય કાર્ય કર્યું. પાણી નીકળી ગયું. ભલેને ! પણ ગુરુ આજ્ઞા છે એટલે પાણી ભરાવું જોઈએ. પૂરા ત્રણ કલાક, તમે કહેશો બિચારાની મહેનત નકામી જાય છે.
ના, આ મહેનતમાં આજ્ઞાના અહોભાવની લય છે, એટલે તેનું જ્ઞાનાવરણ ખપતું જાય છે, જ્ઞાન વૃદ્ધિ પામતું જાય છે. જ્ઞાન આત્મામાં અપ્રગટ હતું તે ગુરુકૃપાથી પ્રગટ થયું. એ કૃપામાં જાબાલની શ્રદ્ધાનું પ્રદાન હતું.
ત્રણ કલાકે ગુરુ શિષ્યો સાથે તળાવે આવ્યા. જાબાલ દોડયો, ગુરુજીના પગ પકડીને રડયો, આપની આજ્ઞાને પાત્ર નથી.
ગુરુએ માથે હાથ મૂકયો, ઉઠ જાબાલ તારી શ્રદ્ધા કસોટીએ ચઢી અને પ્રગટ થઈ છે.
સૌ આશ્રમમાં આવ્યા. ગુરુજીએ તેને વૃક્ષની નીચે બેઠક પર બેસાડયો, તાડપત્રી અને કલમકિત્તો આપ્યા. અને માથે હાથ મૂકી આદેશ આપ્યો કે આ તાડપત્રી પર લખ અને સૌના આશ્ચર્ય વચ્ચે તેણે ઉપનિષદની વાતો લખી.
ગુરુદેવે તેની નામકરણ વિધિ કરી. તેનું નામ સત્યકામ જાહેર કર્યું. શિકારી સત્યકામ બન્યો, આત્મશ્રેય સાધી ગયો, કામની પ્રામાણિકતા ! ગુરુદેવ પ્રત્યેનો અહોભાવ ! તેમના શબ્દોમાં શ્રદ્ધા : “ટોપલામાં પાણી ભરાશે”, બુદ્ધિમાન એટલું કરે ટોપલો લઈ ન જાય. ઘડો લઈ જઈ, તરત પાણી લઈ આવે, ભાઈ ! આ ત્રણ કલાક નિરર્થક ગયા નથી. જાબાલનું જ્ઞાનાવરણ ખપી ગયું અને ઉપનિષદ લખ્યા. છેવટે આત્મશ્રેય પામી ગયો. ગુરુ પરની શ્રદ્ધા જ્ઞાનરૂપે પરિણમે છે.
આ ૨૮. વસુમતિ ચંદનબાળા થઈ વંદનબાળા બની
:
E
સતીઓમાં શ્રેષ્ઠતા પામેલી ચંદનબાળાનું સતીત્વ શું હતું? આપણાથી તે થઈ શકે તેવું સરળ. પણ કયારે બને ? પ્રભુ પ્રત્યેની અચળ શ્રદ્ધા દ્વારા ભાગ્યના દોષનો સ્વીકાર અને દોષને પણ મૂળમાંથી સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૩
Page #57
--------------------------------------------------------------------------
________________
ગુણરૂપે જોવો, આ બધું ચંદના માટે સહજ હતું. તેમાં કેવળ વીરના નામનું સાતત્ય હતું.
વીર પ્રભુ ! આપે પણ એક નારીના આત્મપ્રેરક સત્યને પ્રગટ કરવા લગભગ છ માસ પહેલા અભિનવ અભિગ્રહ લીધો.
રાજાઓને એક અભિશાપ હોય છે કે પોતાનું રાજ્ય પૂરતું હોવા છતાં તેમને રાજ્યના વિસ્તારનો લોભ સતાવતો હોય છે. શતાનિક રાજાને પણ આવો જ લોભ થયો તેણે દધિવાહન રાજાને હરાવ્યો શહેર લૂંટયું.
મંત્રીની સલાહથી રાણી અને રાજકુંવરી બંનેએ જંગલની વાટ પકડી, કોઈ સૈનિકે તેમને પકડી પાડયાં અને રાણી પાસે કામની માંગણી કરી. રાણી તરતજ જીભ કચરીને મરણ પામી. દસ વર્ષની રાજકુંવરી ગભરાઈ અને મહા આક્રંદ કરવા લાગી. સૈનિકને લાગ્યું કે આ પણ મૃત્યુ પામશે ?
આમ વિચારી તેને ઘોડા પર બેસાડી રાજ્યના ગુલામ બજારમાં લઈ ગયો. તેને ગુલામ તરીકે વેચવા ઉભી રાખી.
વસુમતિ પિતાને ત્યાં શિક્ષણમાં નવકાર શીખી હતી. તે ઊભી ઊભી નવકાર ગણતી હતી. (આ ચમત્કાર નથી સત્ય હકીકત છે.) ત્યાંથી એક ધનાવહ શેઠ નીકળ્યા. તેમની નજર આ કન્યા પર પડી તેમણે વિચાર્યું કે આ કોઈ રાજરતન લાગે છે તેની નજીક ગયા તો કન્યાના મુખમાંથી નવકાર સાંભળી સૈનિકને પૂરતા દામ આપી કન્યાને ઘરે લાવ્યા. અને મૂળા પત્નીને સોંપી કે તારે પુત્રી જોઈએ છે ને ? આ તારી પુત્રી.
પણ ભાગ્ય બળવાન છે. મૂળાએ એને પુત્રી ગણવાને બદલે દાસી બનાવી. શેઠે તેનું નામ ચંદના રાખ્યું. ચંદના શિક્ષણ પામેલી હતી. ક્ષત્રિયાણી હતી. શારીરિક બળવાળી હતી. દાસીપણે નિપૂણતાથી કામ કરતી.
શેઠના ભાવ ચંદના પ્રત્યે ખૂબ વાત્સલ્યપૂર્ણ હતા. શેઠાણી તેને દાસી ગણતા. ચંદનાએ નસીબને સહજભાવે સ્વીકારી લીધું હતું. નવકાર મંત્રની શ્રદ્ધાથી પરિસ્થિતિ આશ્વસ્થ હતી. કયારેય તેમના મૂળમાંથી ઉદ્ગાર નીકળ્યા નથી કે હું રાજકુંવરી હતી. હવે તો પોતે પણ ભૂલી સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૪
Page #58
--------------------------------------------------------------------------
________________
ગઈ અને ચંદનાદાસી તરીકે આનંદથી જીવવા લાગી.
શેઠનો સદ્ભાવ તેના તરફ વાત્સલ્યપૂર્ણ હતો. મૂળા સ્ત્રી સહજ પ્રકૃતિથી શંકાની નજરે જોતી તેમાં જાણે એક દિવસ બોમ્બ વિસ્ફોટ થાય તેમ મૂળાને કારણ મળી ગયું.
એક દિવસ શેઠ મોડા આવ્યા. અન્ય કોઈ સેવક હાજર ન હોવાથી ચંદનાએ શેઠના પગ ધોયા તે સમયે તેનો નાગફણા જેવો ચોટલો છૂટી ગયો તેના વાળ પાણીને અડવા લાગ્યા શેઠે તેને લાકડી વડે ઊંચે કર્યા.
મૂળાએ આ દૃશ્ય જોયું તેની શંકા પાકી થઈ. બીજે દિવસે શેઠ બહાર ગામ ગયા હતા. શેઠાણીને આ મોકો મળી ગયો.
અચાનક ચંદનાને ચોટલાથી ખેંચી, ભોંયરામાં ઉતારી, ચંદના કંઈ સમજે તે પહેલા દાસીની મદદથી મૂળાએ ચોટલાનો ટકો મૂંડો કરી નાખ્યો હાથે પગે સાંકળો બાંધી દીધી અને મૂળા પિયર ચાલી ગઈ.
ત્રણ દિવસે શેઠ આવ્યા. શેઠાણી કયાં? ચંદના કયાં? કેમ ઘર સૂમસામ છે? ઘણી પૂછપરછ પછી જૂની દાસીએ હિંમત કરી વિગત જણાવી.
શેઠ તરત જ ભોંયરામાં ગયા. ત્રણ દિવસની ભૂખી, સાંકળે બાંધેલી. ટકા મૂંડાવાળી ચંદનાને જોઈને શેઠ હતપ્રત થઈ ગયા. આ શું બન્યું છે?
જૂની દાસી પાસેથી વિગત જાણી દાસીની મદદથી ચંદનાને બહાર કાઢી. બારણાના ઉબરામાં બેસાડી, ઘરમાં ફકત બાફેલા બાકુળા ઢોરો માટેના વધેલા પડયા હતા. તે સૂપડામાં આપીને શેઠ લુહારને બોલાવવા દોડયા.
ચંદનાના હૃદયમાં વસેલા વીરને એકસો પચીસ દિવસના ઉપવાસ છે. પ્રભુ રોજ ગોચરી માટે નીકળે છે. ભક્તો રોજ મેવા મીઠાઈ ધરે છે. પ્રભુ નીચું જોઈ પાછા વળે છે. આખી નગરીના લોક ચિંતામાં છે પણ પ્રભુનો અભિગ્રહ કોઈ જાણતું નથી. પ્રભુ તો મૌન ધરી બેઠા છે. એકસો પચીસ દિવસ થયા છે. આજે પણ પ્રભુ નીકળ્યા છે.
પ્રભુનો અભિગ્રહ હતો કે (૧) અસલ રાજકુંવરી હોય, પણ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
પપ
Page #59
--------------------------------------------------------------------------
________________
દાસીના વેષમાં હોય (૨) માથે ચૂંડો હોય (૩) હાથે પગે બેડી હોય (૪) ઉમરામાં ઉભી હોય (૫) હાથમાં સૂપડામાં અડદના બાકુળા હોય (૬) આંખમાં અશ્રુબિંદુ હોય.
ચંદનબાળાને બારણે પ્રભુ આવ્યા છે બારણે ઉભેલી ચંદનાનું હૈયુ હરખી ઊઠયું, નયનો અશ્રુભીના થયા. બધી રીતે અભિગ્રહ પૂરો થતો હતો.
એકસો પચીસ દિવસે પારણું? શાનાથી? અડદના બાકળાથી. પણ પ્રભુનો પુણ્યોદય એવો હતો કે પ્રભુને બાકુળા પણ અમીરસ જેવા લાગતા હતા. પ્રભુએ હસ્તકમળમાં ભીક્ષા લઈ પારણું કર્યું.
દેવો માનવો સૌ ખુશ થયા. પંચદિવ્ય પ્રગટ થયા. ચંદનાનું અસલરૂપ પ્રગટ થયું. શેઠ આવ્યા. આ ચમત્કાર જોઈ રહ્યા. પ્રભુને નમી રહ્યા. પ્રભુ વિદાય થયા.
આ કથાનો વળ અહીં આવે છે. પંચદિવ્ય થયા તે ધનનું માલિક કોણ? ચંદનાને પૂછયું. તરતજ વિના વિલંબે ચંદનાએ જવાબ આપ્યો મૂળા શેઠાણી.
લોકો : શું, મૂળા શેઠાણી?
હા, તેમના નિમિત્તે આ પ્રસંગ બન્યો, પ્રભુનો અભિગ્રહ પૂરો થયો તેમાં તેઓ નિમિત્ત છે. માટે આ બધી દિવ્ય વસ્તુઓ તેમને સુપ્રત કરો.
મૂળા શેઠાણી ચંદનાને નમી પડ્યા. પોતાની ભૂલની માફી માંગી.
સમાચાર મળતા રાજારાણી આવી પહોંચ્યા અને પ્રસન્ન થયા. પછી તો ખબર પડી કે ચંદના રાણીના બહેનની પુત્રી છે. તેને રાજ મહેલમાં લઈ ગયા પણ ચંદના તો વ્રતધારી થઈને દીક્ષાની રાહ જોઈ રહી છે. અંતરમાં વીર ભગવાનની આશિષનો આનંદ છે.
ભગવાન વીર કેવળજ્ઞાન પામ્યા. ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. તેમાં સાધ્વીગણમાં પ્રથમ સ્થાન ચંદનાનું હતું. વાત્સલ્યમયી ચંદનાજીના સાન્નિધ્યમાં સેંકડો સાધ્વીઓએ જીવન સાર્થક કર્યું.
આત્મા સ્વયં પવિત્ર શક્તિનો પૂંજ છે. સામાન્ય માનવીમાં તે ઈંદ્રિયાદિ વિષયોમાં સિમીત કે વિકૃત થતો હોય છે. કોઈ વિરલ જીવોમાં
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૬
Page #60
--------------------------------------------------------------------------
________________
Sાલ છે,
તે પ્રગટ થાય છે. તેના પ્રાગટય માટે તપની, પવિત્રતાની આવશ્યકતા હોય છે.
તન, મન, ધન જ્યારે પ્રભુને સમર્પિત થાય છે. ત્યારે પ્રભુની પવિત્રતાની અસર થાય છે, પરિસ્થિતિ પલટાઈ જાય છે. અશુભ શુભમાં પરિણમે છે. પ્રભુની પરમ પવિત્ર ચેતના સાથે સાધકની ભાવશુદ્ધિના તાર જોડાવા જોઈએ. પછી કાર્ય સહજ નિષ્પન્ન થાય છે. સતી ચંદનબાળાને બારણે પ્રભુ આવી ઉભા છે પારણે,
એનું જીવતર ધન્ય ધન્ય થાય. એના દુઃખના દહાડા વીત્યા રે એણે દરશન દેવના દીઠારે,
એનું જીવતર ધન્ય ધન્ય થાય. ચંદનબાળા મક્તિ પામ્યા.
- ૨૯. ઉદાસીનતા છે.
સંતવાણીની સરવાણી રેલાતી હતી. સંત જીવનની ઉચ્ચતાના રહસ્યો સમજાવતા કે આત્મા અને દેહ ગુણધર્મોથી જુદા છે. દૈહિક નિમિત્તથી થતા સુખ દુઃખને આત્મા જાણે છે પણ તે સુખ-દુઃખ, માનઅપમાન જેવા નિમિત્તોથી મુક્ત છે, પરંતુ દેહભાવ આ જ્ઞાનને ટકવા દેતું નથી, માટે જીવે જાણવું જરૂરી છે કે આત્મા અને દેહ સ્વભાવથી ભિન્ન છે.
આત્મા ચેતનાગુણ, જ્ઞાનગુણવાળો છે, દેહ સ્પર્શ રસ ગંધ આદિ લક્ષણવાળો છે. દેહના લક્ષણને આત્મા જ્ઞાનમય હોવાથી જાણે છે. પરંતુ દેહભાવનો સંસ્કાર અજ્ઞાનવડે એમ સમજે છે દેહના સુખદુ:ખાદિ આત્માના છે, આમ દેહ અને આત્મા એકરૂપે અજ્ઞાનવશ જણાય છે.
ગુરુદેવ શિષ્યોને કહ્યું થોડા દિવસ પહેલા એક શબ જંગલમાં દાટયું છે. ત્યાં જઈ તે જગા ખોલી ફૂલ ચઢાવી આવો, શિષ્યો તે પ્રમાણે કર્યું.
બીજે દિવસે ગુરુદેવ કહ્યું છે, આજે ત્યાં જઈ તે શબ ઉપર સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૭
Page #61
--------------------------------------------------------------------------
________________
પથરા મારી આવો, શિષ્ય તેમ કર્યું.
ગુરુદેવ પૂછયું કે શબ કાલે શું બોલ્યું હતું? શિષ્ય : કંઈ નહિ, તે શબ હતું. આજે શું બોલ્યું? કંઈ નહિ તે શબ છે.
ગુરુદેવ તેમ કોઈ આ શરીરને ઉદ્દેશીને માન આપે કે અપમાન કરે આત્માને શું લાગે?
માન અપમાનના શબ્દો કાનને સ્પર્શીને તેના પરમાણું વીખરાઈ ગયા. હવે તેને યાદ કરીને આત્માને શું મળે? એ શબ્દના શબને ઉચકીને શા માટે ફરવું?
આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેને જાણ્યું પણ તેને તે સ્પર્ફે નહિ એ ઉદાસીનતા છે માન-અપમાન કર્મ ઉદયની અવસ્થા છે.
૩૦. સ્વરૂપાનુભૂતિ છે
પોતે જ પોતાને જાણતો નથી એ જ અચરજ અમાપ, પ્રભુને ક્યાં શોધે છે? ભાઈ, ચાતક જેવી પ્યાસ જોઈએ.
ભર્યા સરોવર ઉમટયા, નદીયાંનીર ન માય,
તો પણ ચાહે મેઘકુ જિમ ચાતક જગમાય.” ભક્તને પ્રભુ દર્શનની ઝંખના આવી હોય છે. ગમે તેવા ભૌતિક સુખના સાધનો હોય તો પણ સાધક ધર્મને, આત્માને, પરમાત્માના દર્શનને ઝંખે છે. જેમ મેળામાંથી વિખૂટું પડેલું બાળક માને ઝંખે છે. હવે તેને પીપરમીટ કે ચોકલેટ કોઈમાં રસ નથી, “મારી મા.”
ચાતક પંખીને ગળા પાસે કાણું હોય છે તેથી ચાંચ વડે પાણી પીએ તો પાણી બહાર નીકળી જાય. એટલે ચાતકને નદી સરોવર કે ઝરણાનું પાણી પીવાના કામમાં ન આવે.
આથી ચાતક મેઘની પ્રતિક્ષા કરે છે, તડપે છે કયારે મેઘ વરસે અને તરસ છીપે. જયારે મેઘ નવલખ ધારે વરસે ત્યારે ચાતક ઊંધું થઈ જાય અને વરસાદના બિન્દુઓને પોતાના શરીરમાં પહોંચાડે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૮
Page #62
--------------------------------------------------------------------------
________________
ભક્ત ચાતક જેવો હોય. ક્યારે પ્રભુદર્શન મળે? સગુરુ પાસેથી પ્રભુદર્શનનો મહિમા મળ્યો. ભક્તને તૃષા જાગી હવે પ્રભુદર્શન વગર કેમ રહેવાય? પ્રભુદર્શનનો રંગ લાગ્યો.
“રંગ લાગ્યો સાતે ઘાત પ્રભુ શું રંગ લાગ્યો.” શરીરના રોમે રોમે પ્રભુદર્શનની ઝંખના. એ આનંદાનુભૂતિનું, સ્વની અનુભૂતિનું ઉગમસ્થાન છે. નિર્મળ સ્વરૂપાનંદ, સ્વાનુભૂતિની નીપજ છે, સાધકે આ લક્ષ્ય રાખીને સાધના કરવી. | સર્વ શાસ્ત્રોનો બોધ એ જ છે ચિદાનંદ રસ પામી જીવે એ દશાએ પહોચવું. સગુરુ પ્રભુમિલન સુધી પહોંચાડવા સક્ષમ છે. તમારે કેવળ સદ્ગુરુને સમર્પિત થવાનું છે. અહંકાર અને મોહાદિને ત્યજી માત્ર સમર્પણ. પરિણામ સ્વરૂપાનુભૂતિ.
૩૧. અક્ષુદ્રતા - ગાંભીર્ય
શાસ્ત્રોકારોએ સાધકના-શ્રાવકના-સજ્જતાના ૨૧ ગુણો દર્શાવ્યા છે. પહેલો ગુણ અક્ષુદ્ર, તેનો અર્થ ગાંભીર્ય. વિચારોની-વર્તનની હલકાઈ તોછડાઈ કે અહંકારની અસર વાણીમાં ન ઉતરે, પણ સજ્જનની વાણીમાં હિત, મિત અને પ્રિય જેવી મીઠાશ અને ગાંભીર્ય હોય. આવા સાધકોના તપ, જપ, વ્રત અનેક અનુષ્ઠાનો આ ગુણમાં સમાઈ જાય છે.
અક્ષુદ્રતા-ઉચ્ચતા. તે જેણે ધારણ કરી છે તે ધીર અને ગંભીર હોય. કષાયની મંદતા હોય. વિષયોની ઉત્તેજના ન હોય. પૂર્વના સંસ્કારનું સાતત્ય હોવાથી ક્ષુદ્ર સંજ્ઞાબળ ન હોય. સાધકે આ થર્મોમિટર લઈને પોતાના સંસ્કારોને, વિચારોને, વર્તનને તપાસવા.
ભોજન વખતે ખીચડીમાં રાઈ જેટલી કાંકરી પણ ગળે ઉતારી દેતા નથી. તેવો જાગૃત માણસ કષાય-દોષોથી ભરેલો કેવી રીતે હોય ? પેલી કાંકરી જેમ કાઢી નાંખે તેમ જીવનમાંથી દોષોને કાઢી શકે?
એક જંગલમાંથી એક રાજા શિકાર કરીને જતો હતો. પાણીદાર ઘોડા પર બેઠો હતો. પાછળ શિકાર કરેલું હરણનું બચ્ચું લોહી ટપકતું સત્ત્વશીલ-તત્તમય પ્રસંગો
પ૯
Page #63
--------------------------------------------------------------------------
________________
બાંધ્યું હતું. રાજા માર્ગ ભૂલ્યો હતો. દૂરથી તેણે એક છોકરાને આવતો જોયો. રાજાએ ઘોડો ઊભો રાખ્યો. અને પેલા છોકરાને માર્ગ પૂછયો.
છોકરો જંગલમાં રહેતો હતો પણ જંગલમાં વિચરતા સાધુસંતોના સમાગમવાળો હોવાથી વિવેકી હતો.
તેણે કહ્યું: નિર્દોષ જીવોને હણનારો નરકે જાય. વિવેકી માણસ જીવોની રક્ષા કરે. અન્યને સુખ આપે તે સ્વર્ગે જાય. આ બે માર્ગ છે. તમારે જે માર્ગે જવું હોય તે માર્ગે જાવ. છોકરો આટલું કહીને આગળ વધ્યો.
રાજા સમજદાર હતો. થોડી પળો વિચારમાં પડ્યો. ઘોડા ઉપર બાંધેલા લોહીયાળ બચ્ચાને જોયું અને સમજી ગયો કે આ માર્ગ નરકનો છે. જીવદયા, જીવમૈત્રી એ સ્વર્ગનો, સુખનો માર્ગ છે. શિકારની વૃત્તિ છૂટી ગઈ અને જીવ રક્ષક બની ગયો. અક્ષુદ્રતા છૂટી ગઈ.
આ ૩૨. પૂર્વ સંસ્કાર એ ચેતનાનું સાતત્ય છે
બાળક પેટમાં હોય કે જન્મ ધારણ કરે, આહાર ગ્રહણ કોઈ શીખવે નહિ. સંજ્ઞાબળે તેને આહાર ગ્રહણ કરતાં આવડે. પશુ, પક્ષી જીવ માત્રને આ જન્માંતરીય સંસ્કારો છે. જો જીવને પૌગલિક ભાવે આ સંસ્કારો સાથે આવતા હોય તો આત્માના ગુણો, શુદ્ધભાવો, દયા, ક્ષમા, સત્ય, ત્યાગ વૈરાગ્યના ગુણોનો સંસ્કાર સાથે કેમ ન આવે?
ગૌતમ બુદ્ધ વિષે એક રૂપક વાંચવામાં આવેલું. તેમનો એક ભવ જંગલમાં હરણનો હતો, સાથે એટલું પુણ્યબળ હતું કે એ જંગલના હરણની વસ્તીનો નેતા હતો. હરણ રૂપાળું હોય તેમાંય આ તો ખૂબ સુંદર હતું.
આ જંગલના ક્ષેત્રનો રાજા શિકારે આવતો. નિર્દોષ હરણાનો શિકાર કરી રાજી થતો. તેમની સાથે જંગલનો એક ભીલ આવતો તે પશુઓના હાવભાવ પરથી પશુઓની ભાષા સમજતો. એકવાર શિકારે આવ્યો ત્યારે હરણ નેતા નીડરતાથી તેમની
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૬o
Page #64
--------------------------------------------------------------------------
________________
પાસે આવ્યો. તેણે ભીલની સામે જોયું ભીલ તેની ભાષા સમજી ગયો. ભીલે રાજાને કહ્યું કે આ હરણાનો નેતા છે. તે કહે છે અમે નિર્દોષ છીએ, માનવને ઈજા પહોંચાડતા નથી. રાજા શા માટે અમારા જેવા નિર્દોષ જીવોને મારે છે ?
ભીલે કહ્યું, રાજા આ વિસ્તારનો માલિક છે. હરણાના માંસનો શોખીન છે. મૃગનો શિકાર કરી તે ખુશ થાય છે. નેતા કહે જો રાજા શિકારનો અને હરણાના માંસનો શોખીન હોય તો એકાદ હરણાને મારે પણ આટલા બધા નિર્દોષને શું કામ મારે છે ?
આમ વાતચીત પછી નક્કી થયું કે રાજા એ રોજ એક જ હરણને મારવું અને નેતાએ તે પ્રમાણે વારા બંધી કરી. હવે રોજે એક જ હરણાનો શિકાર થતો. નેતા હરણ ખૂબ સુંદર હતું. રાજાએ ભીલને સૂચના આપી કે આ નેતાનો શિકાર ન કરવો.
થોડા દિવસ આ ક્રમ ચાલ્યો. એક દિવસ એક ગર્ભિણી હરણી નેતા પાસે આવી. તેનું કહેવું હતું કે તમારો નિયમ એક જીવને મારવાનો છે. અમે બે છીએ.
નેતા પણ વિચારવા લાગ્યો, કે બે જીવને ન મોકલાય, વારો બદલે તો એક દિવસ વહેલા મરવા કોણ જાય ?
છેવટે નેતા રાજા પાસે આવ્યો. નેતા એટલો સુંદર હતો, તેની મુખાકૃતિની છટા પણ રમ્ય હતી એટલે રાજાએ પ્રથમથી જ એનો શિકાર કરવાની ના પાડી હતી.
નેતાને જોઈને રાજાએ ભીલને ધમકાવ્યો કે આને તો જીવતદાન આપ્યું છે.
ભીલે બધી વિગત જણાવી. ત્યારે રાજા વિચાર કરવા લાગ્યો. નેતા પશુ પણ પોતાની પ્રજાનું રક્ષણ કરવા પોતે મરવા તૈયાર થાય છે. હું પ્રજાનો રક્ષક છું કે પ્રજાનો ભક્ષક છું ! મારે શા માટે આ નિર્દોષ હરણાનો ભોગ લેવો અને રાજાએ શિકાર છોડી દીધો.
આ રૂપકનો સાર એ છે કે માનવજીવનમાં સુસંસ્કારનું સેવન કર્યું હોય, કદાચ કોઈ દુષ્ટ પરિણામથી કોઈ કર્મસંયોગે પશુયોનિમાં જન્મ થાય તો પણ પેલા ગુણનું જો સેવન કર્યું હોય તો તે ગુણો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૬૧
Page #65
--------------------------------------------------------------------------
________________
જન્માંતરીય થઈને સાથે આવે. તે યોનિમાં પણ તે સંસ્કારને જીવંત રાખી આગળના જન્મોને સુધારતો જાય. માટે હે જીવો ! ગુણમય જીવન જીવો અને ગુણાનુરાગી થાવ.
માટે સંતો સાધકોને એક જ મંત્ર વારંવાર રટવાનું કહે છે. એક જ શાસ્ત્ર કંઠે કરવાનું કહે છે, કોઈ સુસંસ્કારનું વ્રત લેવરાવે છે. આવા ઘણા સુસંસ્કારોનું સેવન વારંવાર કરવાથી તે જન્માંતરીય થઈ બીજા જન્મમાં તે સંસ્કાર સહજ રીતે પરિણમે છે. ચેતનતત્ત્વનું આવું ગહન રહસ્ય છે.
૩૩. સાથે ના આવે
જે ના આવે સંગાથે તેની મમતા શા માટે? જિંદગી પૂરી ખર્ચાને ઘણું મેળવ્યું. એક ઘડીની નિરાંત વગર જિંદગી પૂરી થવા આવી. કેટલાયને વિદાય થતાં જોયાં, કોઈ કશું જ લઈ જઈ ન શક્યું. આવું પ્રત્યક્ષ જોવા છતાં માનવ કેટલા પ્રપંચ કરીને ધનાઢય થવા પ્રયત્ન કરે છે. માયા પ્રપંચના બાંધેલા કર્મોનું પોટલું લઈ જાય છે. જે બીજા ભવમાં દુઃખનું કારણ બને છે. સંતો આવી વાતો પોકારીને કહે છે પણ મોહથી બધિર થયેલો માનવ આ સાંભળી કે સમજી શકતો નથી.
અમરાવતી નગરીના પૂનમચંદ શેઠે પૂરી જિંદગી ખર્ચીને અઢળક સંપત્તિ ભેગી કરી હતી અને અચાનક એક દિવસ એ સર્વે સંપત્તિ છોડીને શેઠ અવસાન પામ્યા. મરણોત્તર વિધિ પતી ગઈ.
શેઠના મુનીમ જુના અને પ્રામાણિક હતા. તેમણે શેઠના પુત્ર સુમેદને શેઠની સર્વ સંપત્તિનો ખ્યાલ આપ્યો. સુમેરે બધી સંપત્તિનો અંદાજ કાઢયો. પિતાજી અબજોની સંપત્તિ મૂકીને પોતે ખાલી હાથે ગયા. તેની આંખમાં આંસુ આવી ગયા. | મુનીમને આશ્ચર્ય થયું કે, અબજોની સંપત્તિનો માલિક બનનાર રડે છે? સુમેળે મુનીમને કહ્યું પિતાજી આ અઢળક સંપત્તિમાંથી કંઈ લઈ
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #66
--------------------------------------------------------------------------
________________
ના ગયા, મારે સંપત્તિ સાથે લઈ જવી છે.
મુનીમ કહે ભાઈ એક કોડી પણ સાથે લઈ જઈ શકાતી નથી.
સુમેદ ખૂબ વિચારશીલ હતો. તેણે તરતજ ઉપાય શોધી કાઢયો. સઘળી સંપત્તિને અનેક પ્રકારે દાનમાં આપી દીધી. પોતે પણ સંયમ માર્ગે વળી ગયો. સઘળી સંપત્તિ ભોગને બદલે દાનમાં વાપરી પુણ્ય બેંકમાં જમા કરાવી. દેહને પણ સંયમ માર્ગે વાળ્યો. આમ સુમેરે તન, મન, ધનનો સદ્ઉપયોગ કરી ઉત્તરોત્તર ચેતનાને શુદ્ધ માર્ગે વાળી મુક્ત થયો.
૩૪. અસ્તિત્વનો ભ્રમ!
પુણ્યયોગથી પૂર્વે અનંતવાર મનુષ્યજન્મ લીધો પણ કંઈ સફળપણું થતું જણાયું નહિ. આમ તો જીવે ગુરુજનોનો સંપર્ક કર્યો, શાસ્ત્રબોધનું શ્રવણ કર્યું અને સ્વયં પ્રવચનો આપતો થયો. પરંતુ કયારેય અસ્તિત્ત્વને જાયું નહિ. પોતાના શબ્દાત્મક બોધ વડે અન્યને પ્રભાવિત કરીને ખુશ થાય.
ભાઈ તારો જ ઉપયોગ હજી શુદ્ધ અસ્તિત્ત્વને આવ્યો નથી. બીજાને ખુશ કરીને શું મળશે? તારી ચિંતનાત્મક શક્તિ પણ મનોહર હશે. તારું જ્ઞાન પરિણત અર્થાત્ અનુભૂતિયુક્ત હોવું જોઈએ.
જેમ ધનવાન સર્વ સંપત્તિ મૂકીને જાય છે. કેવળ કર્મનો સંપૂટ સાથે હોય છે. તેમ અસ્તિત્ત્વના અનુભવ વિહોણું જીવન પણ ખાલી હાથે વિદાય થાય છે. તારું ઠેકાણું પડયું નથી ત્યાં બીજાને ઠેકાણે કરવા ક્યાં નીકળ્યો?
છગનભાઈ કુંભમેળામાં પહોંચ્યા. તેમને એમ કે પોતે આટલા સેવાકાર્યો કર્યા છે એટલે કોઈ પરિચિત મળી જશે, સાંજ સુધી કંઈ ઠેકાણું પડયું નહિ. નદીને કિનારે બિસ્તરો મૂકી બેઠા છે.
થોડીવાર પછી ગામના પરિચિત રમણલાલ નીકળ્યા. રમણભાઈ નજીક આવ્યા. તેમનું કંઈ ઠેકાણું પડ્યું ન હતું. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૬૩
Page #67
--------------------------------------------------------------------------
________________
છગનલાલ કહે મારી પાસે આવી જાવ. અરે ! તમેજ બિસ્તરો ખોળામાં લઈને બેઠા છો, ત્યાં રમણભાઈને ક્યાં બેસાડશો ? આમ પોતાનું ઠેકાણું પડયું નથી ત્યાં બીજાનું ઠેકાણું કરવા નીકળ્યા.
તેમ જીવ હજી પોતાના અસ્તિત્વની ઉર્જા પામ્યો નથી પણ શાસ્ત્ર બોધને આધારે અન્યને પમાડવાની વાતો કરી ભ્રમ પેદા કરે. તેમાં જો બેચાર ભક્તો મળી જાય પછી અસ્તિત્વની વાત બાજુ પર રહી જાય. અન્ય પ્રલોભનોમાં અટવાઈ જાય માટે જયાં સુધી તારું ઠેકાણું ન પડે ત્યાં સુધી ‘સદ્ગુરુ શરણં મમ'.
પહેલા તું સ્વયં પાત્રતા કેળવ, અંતરમાં પ્રવેશ પામ, સ્વાનુભૂતિ સુધી પહોંચ. જો કે પછી તારે કંઈ બોલવાનું રહેશે નહિ.
૩૫. પરમાત્માની પરમતા
પરમાત્માની પરમતાને ભક્ત જ જાણે અને માણે. પામર જાણે ક્યાંથી આ પરમતા ?
‘મનડું મોહ્યું રે મનમોહનજી'' કોઈ આગળ નહિ કહેવાય ! વૈધક્તા વેધક લહે બીજા બેઠા વા ખાયા.
આ પ્રભુ પ્રત્યેની પ્રીતિ છે. એ શબ્દમાં કેવી રીતે આવે ? એ સમજે પણ કોણ ? કોઈ પ્રભુ પ્રેમીને સદ્ગુરુને યોગે તે સમજાય. જ્યાં તારે તારા નામ ગુણને ગૌણ કરવું પડે.
એક ગુરુ પાસે એક સાધક આવ્યો. પરિચિત હતો છતાં પૂછ્યું તું કોણ ? પેલો કહે હું જોતાન. ગુરુ કહે : અરે દસ વર્ષે હજી તું એનો એજ છે ? તારી પાછળ તારું અસ્તિત્વ છે તે તેં સમજ્યું, જાણ્યું? અને ત્યારે તેને સત્યનો સાક્ષાત્કાર થયો.
૬૪
""
નામ સગાઈ વિગેર સમાજે આપેલા પ્રતીકો છે તે ભૂતોને કયાં સુધી વળગાડી રાખશો ? તેની પેલે પાર જુઓ. તમારું મૂળ રૂપ શું છે તે સમજાશે.
વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય.” પ્રભુ પ્રીત જેણે
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #68
--------------------------------------------------------------------------
________________
અનુભવી છે તે જ સમજી શકે અન્ય તો હજી તર્કમાં છે કે પ્રભુ જેવું કંઈ હશે કે નહિ ? ખોટો ભ્રમ છે ?
ભાઈ, પ્રભુપ્રીતિને માણી છે તેઓ જ આ સમજી શકે, માણી શકે, તારી વિચાર શક્તિ કે ચિંતન શક્તિનું આ કામ નથી. શ્રદ્ધા અને પ્રીતિની પરાકાષ્ઠા છે. તે જ માણી શકે. વાણીનો વિષય નથી વાતો કરે ઈશ્વર, પ્રભુ, પરમાત્મા, ગુરુ જેવું કંઈ છે નહિ. એ ભ્રમ છે. એને પલ્લે આવું અનુપમ તત્ત્વ કયાં પડવાનું છે ? વા ખાઈને પેટ ભરશે ?
પ્રભુ સુધી પહોંચાડનાર સદ્ગુરુ છે, પહેલા તેમને શોધ તો તારી બધી મૂંઝવણ ટળી જશે. ગુરુ તત્ત્વ વિશ્વ વ્યાપક છે તારી ભાવના હશે તો મળી જશે.
૩૬. વિદ્યા વિનયથી વિકસે
એક જંગલમાં શસ્ત્રવિદ્યા શિક્ષણનો એક આશ્રમ હતો. ત્યાં અનેક રાજકુમારો અને અન્ય વિદ્યાર્થીઓ આવતા. એક રાજકુમાર ખૂબ નિપુણ હતો. ઘણી શસ્ત્ર વિદ્યા શીખ્યો હતો. તેને નંબર એક થવું હતું. બધા વિદ્યાર્થીઓમાં નંબર એક હતો. પણ ગુરુ કરતાં પછીનું સ્થાન હતું. રાજકુમાર હતો, શસ્ત્રવિદ્યામં સૌથી પ્રથમ હતો, સાથે અહંકાર પુષ્ટ થયો. એને થયું કે ગુરુ હશે ત્યાં સુધી નંબર ૧ નહી આવે.
આવા અહંકારમાં કુબુદ્ધિ સૂઝી, પ્રથમ થવા માટે ગુરુને જ ખતમ કરવાનું તેણે વિચારી લીધું. એક દિવસ સવારે ગુરુ નદીએ સ્નાન કરવા ગયા ત્યાં એક વૃક્ષ પાછળ છૂપાઈ ગયો. ગુરુને આવતાં જોયા, તીર છોડયું. તીર ગુરુની છાતી લગોલગ આવ્યું. ગુરુએ તીર સામે આંગળી કરી. તીર પાછું વળ્યું જો રાજકુમાર બરાબર ખસી ગયો ન હોત તો વીંધાઈ જાત. ગુરુ તો એજ સૌમ્યતાયુક્ત હતા.
આમ છતાં ગુરુને પૂછ્યું : ‘તમે મને આ વિદ્યા કેમ શીખવી નહિ ?’ ગુરુ કહે તારી પાત્રતા તેં જ પૂરવાર કરી, છતાં તારે આગળની સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૬૫
Page #69
--------------------------------------------------------------------------
________________
વિદ્યા શીખવી હોય તો જો સામે ટેકરી પર એક ગુરુજી છે ત્યાં જા. રાજકુમાર બાણનું ભાથું અને ધનુષ્ય લઈને ત્યાં પહોંચ્યો. પોતે શું શીખ્યો છે તે જણાવ્યું.
ગુરુએ તેની વાતચીત, હાવ-ભાવ પરથી તેની પાત્રતા જાણી લીધી કે વિદ્યા શીખ્યો છે વિનય નથી શીખ્યો.
ગુરુ તેને એક ટેકરી પાસે લઈ ગયા અને કહ્યું કે આ ટેકરીની ટોચે એક પગ ગોઠવવાનો બીજો જરા નીચે રાખીને સામેના વૃક્ષ પરના ફળને તીર મારી પાછું લાવવાનું.
શિષ્ય તો ટેકરીની ટોચ જોઈને જ ગભરાઈ ગયો. એક પગ ટેકરી પર એક પગ નીચે તીરને છોડતા શરીરને ટટાર રાખવું પડે. નીચે પડું તો સો વર્ષ પૂરા થઈ જાય.
ગુરુદેવને પગે લાગ્યો. તમારી કૃપા વગર આ શકય નથી. ભાઈ, કૃપા માટે તેં શું કર્યું ? ગુરુને મિટાવી દેવાની મનોવૃત્તિમાં તારી વિદ્યાની નિપુણતા પણ હવે ટકશે નહિ. વિદ્યા વિનય વડે વિકસે છે. અહંકારથી તે નષ્ટ થાય છે.
આ વિદ્યા શીખવા માટે ચિત્તની એકાગ્રતા અને નિર્ભયતાની સાથે મુખ્ય વિનય અતિ જરૂરી છે. તારા અહંકારે આવી યોગ્યતાને નષ્ટ કરી છે અફસોસ કર્યા વગર પાછો જા. ગુરુની ક્ષમા માગ. વિનમ્ર થઈને પુનઃ શિક્ષણ શરૂ કર, તો તારી યોગ્યતા પ્રમાણે વિદ્યા મળશે.
રાજકુમાર નીચે ગુરુ પાસે આવ્યો. કંઈપણ લેવા જેવી યોગ્યતા રહી નથી. પહેલો નંબર મળવાને બદલે હવે તે છેલ્લો નંબર મળ્યો હતો.
બાણ વિદ્યા હોય, શાસ્ત્ર બોધ હોય કે કોઈ પણ કળા હોય વિનય વિના સંભવ જ નથી.
તેમાં પણ સંયમ માર્ગે નીકળેલા સાધકે તો શિશ ઉતારીને જવું પડે છે. ગુરુકૃપા શિશ અર્પણ કરતાં વિશેષ શક્તિયુક્ત છે. ગુરુની વિનમ્રભાવે સેવા વગર તે કેવળ ગોખવાથી બાણોનો ઢગલો કરવાથી મળતી નથી.
ગુરુજનો પાસે તેમની જ પવિત્રતાથી કેટલી શક્તિ વિકાસ પામે છે કે ગમે તેવા તીર સામે ફકત આંગળી જ પૂરતી થાય છે ? બાણ
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૬૬
Page #70
--------------------------------------------------------------------------
________________
સ્વયં છોડનારને વાગે છે.
એકવાર વિનય ચૂકેલો ગમે તેવો વીર હોય પણ તેણે લાયકાત ગુમાવી દીધી. હતું તે ગયું, નવું વિશેષ મળવાનું નથી.
અહંકારનું પરિણામ પતનનું કારણ બને છે. વિનયએ ગુણનો અધિકારી છે. ગુરુ પ્રત્યે વિનય વડે શિષ્ય મુક્તિનું શિક્ષણ પામે છે. “વિનય વડો સંસારમાં ગુણ માંહે અધિકારી.” “માને ગુણ જાયે ગળી જો જો પ્રાણી વિચારી, રે જીવ ! માન ન કીજીયે.''
૩૭. મૂળ ગુણનું મહાત્મ્ય
ભાઈ, તું માનવ, તારો મૂળ ગુણ કયો ? દેહવિષ્ટ વિકસિત મળી. બુદ્ધિનું તંત્ર મળ્યું. જીવન જીવ્યો પણ મર્મ પકડયો નહીં.
ફૂલ ચીમળાઈ જાય, પગ નીચે ચગદાઈ જાય છતાં નષ્ટ થતાં સુધી તેની સુવાસ છોડતું નથી.
રે માનવ ! તને ખબર છે તારી પાસે કઈ સંપત્તિ છે ? જેને ભેગી કરતા જન્મો ગયા. આ જનમમાં તેના તરફ ખ્યાલ ન કર્યો. જે સંપત્તિ સગવડ ગુણાદિ માટે છે તેની પાછળ પ્રાણ ખર્ચી નાખ્યા. સાચી સંપત્તિ ઃ
આર્યદેશ, આર્યકુળ, માનવ જન્મ. સદેવ સદ્ગુરુ, સત્ દયારૂપ ધર્મ, શાસ્રબોધનો યોગ.
આ સાત તાત્ત્વિક સંપત્તિની તને ખબર છે ? જાણવાનો અવકાશ મેળવ્યો ?
દુન્યવી સંપત્તિ સાથે ન આવે તેની બરાબર ખબર છે. બેંક બેલેન્સ, સોનું, રૂપું, ઘર, દુકાન, હીરા, માણેક તે કશું કોઈને લઈ જતાં જોયા ?
આજે જે તારી પાસે તાત્ત્વિક સંપત્તિ છે તે કયાં મૂકી છે ? તે મૂકવાની જગા એક પુરું તારું સાબૂત કાળજુ છે, નિર્મળ હૃદય છે, ને
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૬૭
Page #71
--------------------------------------------------------------------------
________________
તાત્ત્વિક રીતે આત્મશુદ્ધિ છે. જે વિષયોના વિકારથી, કષાયની કુટિલતાથી છવાયેલું છે, એટલે તને તાત્ત્વિક સંપત્તિની ઓળખ નથી.
તાત્ત્વિક સંપત્તિ એટલે આત્મપવિત્રતા. જે હજી સુધી જાણી નથી. તેની પ્રાપ્તિ પહેલા તને તે પ્રાપ્ત કરવાના સાધનો મળ્યા છે તે તું જાણે છે ?
આર્યદેશ : જયાં જીવનનું સત્ત્વ સચવાઈ રહ્યું છે. આર્યકુળ : જયાં બાળકને જન્મતાં જ ગુણ સંપન્નતા મળે છે. માનવજન્મ : જેનામાં જીવનના મૂલ્યોની વિકસવાની પૂરી શકયતા છે.
સદેવ : વૈરાગ્ય સમતા મૈત્રી આદિ ભાવોથી જગતના હિત માટે જેનું જીવન છે. સદ્ગુરુ-જેનાથી જીવનું તાત્ત્વિક ઘડતર થાય, સુખનો સાચો માર્ગ મળે, સદ્ધર્મ : ધર્મ એટલે સર્વ જીવ પ્રત્યે સમભાવ, પ્રેમભાવ. સાસ્ત્ર ઃ જેના દ્વારા જીવને સાચા જીવનનો બોધ પ્રાપ્ત થાય. આ સંપત્તિ સાથે આવે, જન્માંતરીય સંસ્કાર બની મુક્તિ સુધી પહોંચાડે. તેને સાચવ અને યોગ્ય રીતે ઉપયોગ કર.
૩૮. માતૃપ્રેમનો પુરસ્કાર
પારસ દસ વર્ષનો હતો. ત્રણ વર્ષનો થતા પિતાનું અવસાન થયું. વિધવા મા મજૂરી કરીને બંનેનું જીવન નિભાવતી. પારસ સહજ જ સંસ્કારી હતો. માને કામમાં સહાય કરતો, શાળાએ ભણવા જતો. પૂરતી સામગ્રી ન હોવા છતાં પૂરતી મહેનત કરતો.
હમણાં એકાદ વરસથી પારસ શાળાએ અનિયમિત જતો, ઘરલેસન પણ પૂરતું કરતો ન હતો. એટલે કોઈવાર શિક્ષક ઠપકો આપતા અને ચમત્કાર પણ બતાવતા. પારસ આ બધું સહી લેતો પણ કોઈ ફરિયાદ કરતો નહિ.
માતા એક વરસથી બીમાર હતી. તેની ચાકરી કરવી, જમાડવી તે જવાબદારીથી કરતો. થોડી મજૂરી કરીને પારસ માની ચાકરી બરાબર કરતો. મા આ બધું જોઈને દુઃખી થતી. પણ તે લાચાર હતી. દિવસે
૬૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #72
--------------------------------------------------------------------------
________________
દિવસે મા વધુ નબળી થતી ગઈ. ઊઠતી પણ નહિ.
પારસ બે ત્રણ દિવસથી શાળાએ મોડો જતો ઘર લેસન તો થતું નહિ, આજે શિક્ષકે તેની ઠીક પિટાઈ કરી, પણ તેણે કશો બચાવ ન આપ્યો.
માની બીમારી વધી ગઈ અને અંતે તે મૃત્યુ પામી. દૂરના કોઈ સગાએ બધી વિધિ પતાવી. પારસ હવે રોજે નિયમિત શાળાએ જતો ઘેર લેસન કરતો. શિક્ષક સમજયા કે મારનો ચમત્કાર છે. તેમણે પારસને કહ્યું હવે નિયમિત થયો ને?
પારસે અત્યાર સુધી ગુપ્ત રાખેલી હકીકત જણાવી. મારી મા બીમાર હતી તેથી હું નિયમિત આવી શકતો ન હતો. હવે મારી મા ગુજરી ગઈ છે. એટલે નિયમિત આવીશ અને આંખમાંથી અશ્રુનો પ્રવાહ વહેતો થયો. આ સાંભળી અને જોઈને વર્ગના બાળકો અને શિક્ષકો રડી પડયા. આના માતૃપ્રેમ માટે શિક્ષક પાસે શબ્દો ન હતા. શિક્ષકની અન્ય વિદ્યાર્થીઓની સહાયથી તે ભવિષ્યનો મોટો લેખક થયો. જાણે માતૃપ્રેમનો પુરસ્કાર !
૩૯. તપ આરાધન પૂરું થયું પછી ?
આજે શિષ્યનું વર્ધમાન આયંબિલ તપ પૂર્ણ થયું હતું. સો આયંબિલ પછી ઉપવાસના પચ્ચખાણથી તે પૂર્ણ થાય છે.
શિષ્ય ગુરુદેવ પાસે પચ્ચખાણ લેવા આવ્યો, ગુરુદેવે એકાસણાનું પચ્ચખાણ આપ્યું.
શિષ્ય વચ્ચે બોલી ઊઠયો નહિ કે ગુરુદેવ આજ ઉપવાસનું પચ્ચખાણ છે.
ગુરુદેવે કહ્યું તપ પૂર્ણ થયું છે તેને પ્રભુ ચરણે ધરી દેવું એ ઉત્સવ છે. જેના કારણે મેં તપ કર્યું, મારું તપ ઉજવ્યું. જેવા અહંમ્ મમત્વના ભાવો વિસર્જન થાય અને સાચા અર્થમાં નિર્જરા થાય.
શિષ્ય પણ વિનયવાન હતો તેને કોઈ વિકલ્પ થયો નહિ અને સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #73
--------------------------------------------------------------------------
________________
કોઈને કંઈ જણાવા દીધું નહી, આવું શિષ્યત્વ ગુરુચેતનાને ઝીલી શકે. તેથી તેની આત્મશક્તિ અને શુદ્ધિ વિકાસ પામે, પરંપરાએ મુક્તિનું કારણ બને છે.
ધર્મક્ષેત્રમાં ભૂમિકા પ્રમાણે ઉત્સવો જરૂરી છે. પણ તેની પાછળ સુખેચ્છા રહી, કે માનપણું રહ્યું તો તે સામાન્ય પુણ્ય સુધી પહોંચાડે પણ આત્મશક્તિ વિકસિત ન થાય. મન શુદ્ધિ ન થાય.
ભગવાન મહાવીરનો બોધેલો ધર્મ મુક્તિના માર્ગનો છે. વચમાં અવલંબન, અનુષ્ઠાન અને નિમિત્ત ભલે હો પણ ભાવ શુદ્ધિના સ્તરે પહોંચે તેવા ગુરુચેતનાથી પ્રેરિત હોવા જોઈએ. ગુરુચેતના આજ્ઞાને આધીન કે પાત્રતાને યોગ્ય મળે છે.
ગુરુચેતના એ પવિત્ર શક્તિ છે. તે કોઈ ચમત્કાર કે નિરર્થક વસ્તુ નથી. પણ વાત્સલ્ય જેવા અને પવિત્રતાની પ્રવર્તક સમાન યથાર્થ ચિત્તશક્તિ છે.
૪૦. જિન પ્રતિમા શું શીખવે છે ?
જૈનધર્મી લગભગ જિનપૂજા કરતો હોય છે પણ જિન થવાનું, વીતરાગ થવાનું સ્વપ્ન ઝળકતું નથી. જિન કેવા છે, તેમની પ્રતિમા શું પ્રદાન કરે છે ?
મુનિશ્રી કાંતિવિજયજી પ્રભુને નિરખી રહ્યા છે. ભાવવિભોર થઈ ગયા છે. વૈરાગ્યના ભાવમાં રંગાઈ ગયા છે. તે ગાય છે.
ત્રિગડે રતનના સિંહાસને બેસી, ચિંહુ દિશી ચામર ઢળાવેરે, અરિહંતપદ પ્રભુતા ભોગી, તો પણ જોગી કહાવેરે. પ્રભુની યોગ મુદ્રા ગજબની છે. સિંહાસન પર બેઠા છે. ઈન્દ્રો ચામર ઢાળે છે આવા ભોગી છતાં આપ યોગી કહાવો છો, પ્રભુ શી ગૂઢતા આપે ધારણ કરી છે ! વળી એ સંપન્નતા જોવા છતાં ભક્તો તો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૭૦
Page #74
--------------------------------------------------------------------------
________________
તેમાં વીતરાગતા જુએ છે. આવી આ ગહનતા કોઈ ભક્તયોગી જ સમજી શકે ને ?
ભોગી છતાં યોગી-વૈભવ છતાં વીતરાગી ?
આપનું જીવન મૂર્તિમાં સાકાર થયું હોવાથી ભક્ત તેમાંથી ભાવને ઝીલી પોતાના સ્વરૂપના મહિમાને ઓળખે છે. જિન પ્રતિમા આ શીખવે છે.
દીઠો સુવિધિ જિણંદ સમાધિ રસે ભર્યો હો લાલ, ભાસ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વિસર્યાં હો લાલ, સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યાં હો લાલ, સત્તા સાધન ભણી એ સંચર્યાં હો લાલ. આપની મુખમુદ્રા જોઈને પ્રભુ ગજબ થયો. સમાધિથી ભરપૂર મુખમુદ્રા જોઈને મને વિસરાઈ ગયેલું મારું સ્વરૂપ સાંભરી આવ્યું કે અહો ! હું પણ આવો જ છું. તમારી સમાધિ રસથી ભરપૂર મુદ્રાએ ગજબનો જાદુ કર્યો. સ્વરૂપનું સ્મરણ થતાં મારો પુરાણો વિભાવ જનિત સંસ્કાર અગ્નિ પર ઘી ઓગળે તેમ ઓગળવા માંડયો અને જે વિસ્મૃત થયેલો તે સ્વભાવ પ્રગટ થવા માંડયો.
ભાવભીના તમારા દર્શનનું આ પ્રભુત્વ છે. દર્શનથી દર્શન પ્રગટે, દીવાથી દીવો પ્રગટે તેમ પ્રભુ આશ્ચર્યજનિત ઘટના ઘટી છે. પછી તો પ્રભુ મારા રોમરોમ તારા સ્પર્શથી પુલક્તિ થયા છે.
આવી ભક્તિ સાધકની કયારે જીવંત બને ? પૂર્વનું બળવાન આરાધનપણું, પાર્થિવ જગતના સાધનોમાં સુખ નથી તેવી દૃઢ ભાવના, સુખ અંતરની પવિત્રતામાં રહેલું છે. જડ અને ચૈતન્ય સ્વભાવથી જુદા છે. આવો અનુભવનો પ્રકાશ થયો હોય.
‘એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો, જડથી ઉદાસી જેની આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.’’
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
-
શ્રીમદ્ રાજચંદ્ર
૭૧
Page #75
--------------------------------------------------------------------------
________________
જાગો, ભવ્યાત્માઓ જાગો ! જગતની મોહિની ત્યજો, એકવાર અંતરમાં ડૂબકી મારો, રત્નાકરને ઓળખો. પવિત્રતાના પુંજને પૂજો પછી શું મળે છે ? તે કહેવાનું કેમ બનશે ?
મહીં પડયા તે મહા સુખ માણે. યોગીજનોની આ દશા આશ્ચર્ય ઉપજાવે છે.
૪૧. ગુણ જેનું જીવન છે
(શ્રી શ્રીપાળ મહારાજ)
વિશ્વનો મોટોભાગ કર્મફળના સિદ્ધાંતને જાણતો નથી. છતાં કર્મના ફળ આવ્યા વગર રહેતા નથી. કોઈ તેને ભાગ્ય કહે, ડેસ્ટીની કહે, વિધાતા કહે, ઈશ્વરેચ્છા કહે આ બધો શબ્દભેદ છે.
“ઝેર સુધા સમજે નહિ જીવ ખાય ફળ થાય, તેમ શુભાશુભ કર્મનું ભોક્તાપણું જણાય.''
-
• શ્રીમદ્ રાજચંદ્ર વર્તમાન જીવ અશુભભાવનું સેવન કરે છતાં પૂર્વસંચિત પુણ્યથી સુખ ભોગવે, પણ વર્તમાનમાં કરેલા કર્મના ફળ તો ભાવિમાં ભોગવવાના છે.
માનવ પાસે વિકસિત ચેતના છે, જો કે સ્વભાવથી ચેતના સ્વયં શુદ્ધ છે એટલે સુખરૂપ છે, પરંતુ અજ્ઞાનમય અશુભભાવનાઓ, પૌદ્ગલિકભાવો, આરંભયુક્ત પ્રવૃત્તિના ભાવો ઉદયમાં આવે છે. નવું બંધન પેદા કરે છે. અજ્ઞાનવશ જીવ આ રહસ્ય જાણતો નથી અને કર્મબંધન કરે છે.
૭૨
જીવ તો મરતો નથી દેહાંતર કરે છે ત્યારે ભૌતિક કોઈ વસ્તુ લઈ જતો નથી. પરંતુ આ ક૨ેલા શુભાશુભભાવો રૂપ કર્મનું પોટલું અવશ્ય લઈ જાય છે. અને તે પ્રમાણે પુનઃ ભવાંતરે તેવા યોગ મળી રહે છે કે જેના કારણે સુખ કે દુઃખ ભોગવે છે. આ રહસ્ય નહિ જાણનાર અન્યને દોષ આપે છે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #76
--------------------------------------------------------------------------
________________
માનવજીવન ઉર્ધ્વગામી થવા માટે, ચેતનાને તેના સ્વરૂપે વિકસવા માટે છે. પણ તે તેને વિષય કષાયાદિના કાદવમાં મલિન કરી લે છે. પાંચ વર્ષના શ્રીપાળે શું દોષ કર્યો હતો. રાજકુમાર તરીકે જન્મ્યો અને પાંચ વર્ષે જંગલની વાટે ચઢવું પડયું તેમાં કોઢિયા સાથે કોઢિયો થયો, પરંતુ પૂર્વે કરેલા દોષોનું પ્રાયશ્ચિત કરેલું એટલે નિરોગી જીવન પામ્યો. સાથે સાથે સંયમના સંસ્કાર પણ ઉદયમાં આવ્યા એટલે જીવન પવિત્રતા પામ્યો.
કથા પ્રચલિત છે. ધવલ શેઠ દરિયામાં ફેંકે છે, દરિયામાં પડતાં ભય નથી. કારણે નવપદની શ્રદ્ધાનું બળ છે. સાથે પુણ્ય છે, મોટું માછલું ઝીલી લે છે. દરિયા કિનારે પહોંચાડે છે. ત્યાં પુણ્યયોગ જાગ્યો છે. રાજા નૈમિત્તિકના કહેવાથી હાથી મોકલે છે.
.
રાજા સહર્ષ કન્યાદાન કરે છે સુખ શોધતું આવે છે. શ્રીપાળ નવપદનો આરાધક છે, દરિયામાં પડયાનું દુઃખ નથી, રાજ્યના સુખમાં ગરકાવ નથી. શ્રદ્ધાબળે ગુણ સંપત્તિ વધતી જાય છે.
એક દિવસ ધવલ દરબારમાં નજરાણું લઈ આવે છે. શ્રીપાળ ઓળખે છે પણ પેલી ગુણ સંપત્તિ ધવલ પ્રત્યે દ્વેષ પેદા થવા દેતી નથી. તેને ઉપકારી ગણી આવકારે છે. આ માનવજીવનની મહત્તા છે. માનવ જીવનમાં ગુણ વિકાસની પરાકાષ્ઠા છે. જે મુક્તિ સુધી પહોંચાડે છે. તે માટે જીવે સ્વની સત્તાની મહત્તા સ્વીકારી અંતરને અજવાળવું પડે છે.
માનવજીવનનું અસ્તિત્ત્વ જ ગુણ સંપન્નતા માટે છે. તેને માટે જીવે ધર્મ જેવી સંપત્તિ ધારણ કરવી પડે, પોતે ગુણ સ્વરૂપ પવિત્ર છે તેમ શ્રદ્ધાબળે ગુણ વિકાસ કરવો જોઈએ. તેનું સંવર્ધન કરવું જોઈએ. પછી એ ગુણમય જીવન સ્વયં કાર્યકારી થાય છે.
શ્રીપાળને યાદ કરવું પડયું નથી કે હવે મારે મૈત્રીભાવ રાખવો. ધવલનો દોષ ભૂલી જવો, પણ નવપદની આરાધનાથી, સમ્યગ્દષ્ટિના આવિર્ભાવથી ગુણો સહજ જ પ્રગટતા રહ્યા હતા. બાહ્યવૈભવએ પુણ્યનો યોગ હતો. આંતર વૈભવએ સ્વયં પવિત્રતાનો પુંજ હતો. તેને ધારણ કરનારા સ્વયં મુક્ત થાય, સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૭૩
Page #77
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વની શક્તિ
(મયણાની જીવનયાત્રા) કમળ કાદવના આધારે ઊગે, પાણીમાં તરતું રહે, સૂર્યનો પ્રકાશ ઝીલી પૂર્ણપણે પોતાના સૌંદર્યને પ્રગટ કરે, જીવોને આનંદ અને એક મહાન બોધ આપે, જો કોઈ અલગારી એ બોધને ઝીલે તો.
માનવ પૌદ્ગલિકમય અશુચિ પદાર્થોને ગ્રહણ કરી જન્મ લે છે. સંસ્કારરૂપી જળથી વિકાસ પામે છે. પણ જો પુણ્યવંતો હોય તો કોઈ સપુરુષનો સંયોગ મળે છે. ત્યારે તેના પૌગલિક અશુચિ દેહમાં રહેલુ ચૈતન્યનું સૌંદર્ય વિકાસ પામે છે. પુનઃ એવા યોગ મળે છે.
મયણા સુંદરીનું શિક્ષણ સદ્ગુરુના યોગે થયું હતું. જેમાં જીવનની વાસ્તવિકતાની શ્રદ્ધા હતી. તે શ્રદ્ધા બળે તે પિતાને કહી શકી કે સર્વ જીવો પોતાના કરેલા કર્મ પ્રમાણે સુખ દુઃખ પામે છે. કોઈ કોઈને સુખ કે દુઃખ આપી શકતું નથી.
પિતાએ રોષમાં કોઢિયા સાથે લગ્ન કરાવ્યા પણ આશ્ચર્ય એ હતું કે સંસ્કાર પામેલી મયણા જયારે કોઢિયા સાથે ઉભી રહી ત્યારે.
મયણા મુખ ન પાલટે કેવળીને જોયું તે હોય રે.' | પિતા પ્રત્યે રોષ નહિ, કોઢિયા પતિ પ્રત્યે દ્વેષ નહિ. સંસ્કાર સંયોગનો સ્વીકાર કરાવ્યો. તેમાં સમક્તિના ગુણની શક્તિ હતી. મયણાના આ શ્રદ્ધાબળે તેનું ઢંકાયેલું પુણ્ય જાગૃત થયું. અને એક પછી એક સંયોગો સુખરૂપ મળતા થયા.
આ સમક્તિના ગુણનું શ્રદ્ધાબળ કેવું! કે મયણાનું ચિત્ત જરા પણ ક્ષુબ્ધ ન થતાં શ્રદ્ધાબળને પ્રેરતું રહ્યું. અને એક પછી એક ઉપાય સામે આવી મળ્યા. શુભનો ઉદય પણ શુભથી જ વિકસે છે ને અશુભ શુભમાં પલટાય છે.
શ્રીપાળ આયંબિલ તપના શ્રદ્ધાયુક્ત આરાધન વડે દેહથી નિરોગી થયો. ભાવથી ગુણવાન બન્યો.
શ્રીપાળના પરદેશ ગમનની સફળતા આ નવપદની ભાવના હતી. મયણા સુંદરીનું જીવન પણ એ આરાધનાથી ઉજ્જવળ હતું. ગુણનો પરિપાક વૃદ્ધિ પામતો હતો. ૭૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રીપાળ પરદેશ ગમનથી પાછા ફર્યા ત્યારે આઠ રાણીઓને પરણીને આવ્યા હતા. જયારે આઠ રાણી સાથે શ્રીપાળ આવ્યા માતાને પ્રણામ કર્યા. આઠ રાણી મયણાને નમે છે ત્યારે મયણાના મુખ પર પૂર્ણ વાત્સલ્ય પ્રગટે છે. સૌ સુખ વહેંચીને જીવીશું. સૌનું પુણ્ય સૌને મળે છે. તેમાં દ્વેષ રેડવાની શું જરૂર?
માનવને જીવન મળે છે. તે ધરતી પર પગ માંડે છે. ત્યારે જે કંઈક લાવ્યો છે તે પૂર્વના સંસ્કાર છે. પણ આ માનવજીવન તે સંસ્કારના બળને વિકસાવવા મળ્યું છે તે પાંચે ઈન્દ્રિયોના ભોગ પૂરતું સીમિત
નથી.
મયણા શ્રીપાળે પૂર્વના ગુણો પર કેવી ભાત પાડી ? ધવલને જોઈને રજ માત્ર પણ અભાવ નહિ પરતું માનભર્યો સ્વીકાર !
મયણાને શ્રીપાળને આઠરાણીઓ સાથે જોઈને વિકલ્પ આવતો નથી કે આમાં મારું સ્થાન કયાં? “આવો દીકરીઓ સુખ વહેંચીને માણશું.” ગુણની ગરિમા આવી છે. પ્રેમની સચ્ચાઈ આવી છે.
ખર્ચે ન ખૂટે વાંકો ચોર ન લૂંટે, દિન દિન બઢત સવાયો.” રામ રતન ધન પાયો.
૪૨. સાધનાનું સાતત્ય
બુદ્ધિમાન કે તર્કવાન માનવને પૂર્વની સાધનાની પરંપરા સમજાતી નથી. એટલે વર્તમાન જીવનમાં પણ તે એવા ગુણાત્મક વૈભવને માણી શકતો નથી.
ભગવાન મહાવીરના સમયમાં ધન્નાજી નામે વૈભવશાળી શ્રેષ્ઠિ થઈ ગયા. આઠ પત્નીઓના સ્વામી હતા. તે કાળે બહુ પત્નીત્વએ સમાજને સ્વીકાર્ય હતું.
ધન્નાજીને આઠ પત્નીઓ સ્નાન સમયે વિલેપન કરી રહી હતી. ત્યાં અચાનક તેમના વાંસા પર ગરમ આંસુના ટીપાં પડયા. તેમણે સત્ત્વશીલ-તત્વમય પ્રસંગો
૭૫
Page #79
--------------------------------------------------------------------------
________________
ઊંચે જોયું તો પત્ની સુભદ્રાની આંખના આંસુના તે ટીપા હતા. તેમણે તરત જ પૂછ્યું : આ ઘરમાં પત્નીને એવું દુઃખ ન હોય કે તેને રડવું પડે. તમે કેમ રડો છો ?
સુભદ્રા કહે મારો ભાઈ શાલિભદ્ર અતિ ધનાઢય, સુકોમળ છે તેણે ભગવાન મહાવીરે કહેલો બોધ માતા દ્વારા સાંભળ્યો, પોતે ભગવાન મહાવીરનો બોધ સાંભળવા ગયા ન હતા. માતાના મુખેથી બોધ શ્રવણ કરી અતિ ઉદાસીન બની ગયા.
વળી તે દિવસે સૌથી નાની પત્ની પદ્માને શરીરે જવર હતો. શાલિભદ્ર પદ્માની પાસે બેઠા હતા. તેનો હાથ હાથમાં લીધો પણ આ શું ? તરત જ છોડી દીધો, કારણ કે પદ્માને જવર હતો. હાથ ગરમ હતો, એવા ગરમ હાથનો સ્પર્શ શાલિભદ્ર માટે પ્રથમ પ્રસંગ હતો, શરીરમાં આવો રોગ મને પણ થાય ?
આમ વિચારીને દેહની આવી વિલક્ષણતા જોઈ ઉદાસીનતા આવી ગઈ હતી. તેમાં માતાજીએ ભગવાનની વાણી કહી અને શાલિભદ્રને પૂર્વની કરેલી ઉત્તમ ભાવનાઓનો સંસ્કાર ઉદિત થયો. અંતર પ્રકાશ પ્રગટ થયો અને માતાને કહ્યું કે હું આ સંસાર ત્યજી ભગવાનને શરણે જાઉં છું.
માતા આ સાંભળીને મૂર્છિત થઈ ગયા. બત્રીસનું એકમ ઝાંઝરના ઝણકાર સાથે દોડી આવ્યું માતાની સેવા કરી, માતા સ્વસ્થ થયા. તેમણે પુત્રને સમજાવ્યો આમ એકાઅકે તારા જવાથી અમે સૌ દુઃખી થઈશું. શાલિભદ્રનો અંતર પ્રદેશ જાગતો જ હતો. તેમણે માતાની વાત સ્વીકારી નિર્ણય કર્યો રોજ એક પત્નીનો ત્યાગ કરશે. બત્રીસ દિવસ પછી ચાલી નીકળશે.
આ વાતનો મર્મ વિચારો કે શાલિભદ્રે બત્રીસ દિવસ પૂરા કર્યા નથી કેવા આત્મબળથી રહ્યા હશે. દિવસ ઊગે વૈરાગ્ય વૃદ્ધિ પામતો હતો.
આ વાતની તેમની બહેન સુભદ્રાને ખબર પડી. તે યાદ આવતા તેની આંખમાંથી અશ્રુ સરી પડયા. ધન્નાજી પણ પૂર્વની આરાધનાની
૭૬
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #80
--------------------------------------------------------------------------
________________
પરંપરાવાળા ઉત્તમ જીવ હતા. તે કહે તારો ભાઈ કાળને ભરોસે રહ્યો છે. બત્રીસ દિવસની કોને ખબર છે ?
સુભદ્રા કહે ત્યાગને જાણવો સહેલો છે ત્યાગ કરવો મુશ્કેલ છે. પણ આ શું ? ધન્નાજી કહે ચાલો ત્યારે ત્યાગને શીઘ્રતાથી સ્વીકારી લઉં અને આશ્ચર્ય ?
ધન્નાજી તો એ જ વેષે, બાજોઠ પરથી ઉઠી, શાલિભદ્રની હવેલીએ પહોંચ્યા. અરે, શાલિભદ્ર, કાળના ભરોસે ત્યાગને ન છોડાય. ચાલો, વિલંબ શો ?
અને શાલિભદ્ર પણ જાણે રાહ જોતા હોય તેમ સાતમા માળની હવેલીએથી કયારેય ઉતર્યા નથી તે શીઘ્રતાથી ઉતરી પડયા. સાળો બનેવી સાથે હાથ મિલાવી પ્રભુના દરબારમાં પહોંચી મુનિઓની હરોળમાં ગોઠવાઈ ગયા.
આની પાછળ ચાલક બળ પૂર્વના સંચિત સંસ્કારો હતા. આપણામાં ન હોય તો આ જનમમાં ભેગા કરો. હજી સમય છે વેડફો નહિ. પૂર્વે સંસાર સેવેલો છે તેનો સંસ્કાર છૂટતો નથી તો આવી કથાના માધ્યમથી બળ મેળવો અને આરાધક બનો, તે સાંકળ ગૂંથાય તેવું બળ વાપરો અને ધન્નાજી બનો.
૪૩. ભાખરીના ચિત્રથી પેટ ન ભરાય
એક મહાજ્ઞાની સંત, ઘણા શિષ્યોનો સમુદાય પણ સંતનું સંતત્ત્વ ગજબ. સંત પાસે એક મેધાવી શિષ્ય અભ્યાસ કરતો. ખૂબ ભણ્યો, ઘણા શાસ્ત્રોનો નિષ્ણાત થયો, પણ અંદર અહંનું શલ્ય હતું તે અનુભૂતિ સુધી પહોંચવામાં અંતરાય હતું.
સંતની સમજમાં આ વાત હતી. તેથી તેમણે શિષ્યને બીજા આશ્રમમાં બીજા સંત પાસે મોકલ્યો. શિષ્યને જ્ઞાન નિપુણતામાં રસ હતો એટલે ગયો.
સંતની નિશ્રામાં બેઠો અને પરિચય આપ્યો પોતે ઘણા શાસ્ત્રોનો સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૭૭
Page #81
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ કર્યો છે. તે બધું જ ત્રણ કલાક સુધી જણાવતો રહ્યો.
ગુરુએ બધું શ્રવણ કર્યા પછી એક વાક્ય બોલ્યા “ભાખરીના ચિત્રથી પેટ ન ભરાય.”
તું આ બધું બોલી ગયો તે તારા અંતરપટને સ્પશ્ય છે? જ્ઞાન તો પૂરેપૂરું અહંમાં પરિણમ્યું છે ત્યાં આત્મજ્ઞાનનો સુખદ સ્પર્શ કેમ થાય?
શિષ્ય સમજદાર હતો પણ અહંમનો પડદો અંતરાય હતો તે આ સંતના પવિત્ર આભામંડળથી વિખરાઈ ગયો. અહંના પડળ ઉખડતા ગયા. જ્ઞાન અહમરૂપે પરિણમ્યું હતું. તે હવે જયાંથી પ્રગટ્યું હતું. ત્યાં જ સમાતું થયું. મૂળતત્ત્વ પ્રગટ થયું.
પવિત્રતાના પુંજ સમા, જેને જગતના કોઈ પદાર્થની સ્પૃહા નથી. દેહવલયની ચારે બાજુ પવિત્ર આભામંડળ રચાયેલું છે. જગતના પદાર્થોની સ્પૃહાની મલિનતાનો સ્પર્શ નથી. તેવા સંત પાસે સાધકની સજ્જતા એ છે કે આત્મૌપજ્યને પાત્ર થવા માટે ત્યાં ખાલી થઈને બેસવાનું છે.
અનાદિના સંસ્કાર-અહંપણાનું વિસર્જન કરો અને એવા મહાત્માઓની પ્રતિભાને પાત્ર બનો.
નિર્મળ આત્મત્વ પ્રગટ થશે.
૪૪. સંતત્ત્વનું સામર્થ્ય
સંતોની ચેતના શક્તિનું પ્રાગટ્ય અદ્ભુત હોય છે. એક સંત પાસે શિષ્ય વિદ્યાગ્રહણ માટે આવ્યો. સંત તેના મુખ પરથી તેની અંતર અવસ્થા જાણી ગયા. આદેશ આપ્યો.
જો બેટા, આશ્રમથી થોડે દૂર એક નદી છે તેના પર પુલ છે. તારે ત્યાં સાધના કરવા એકાંતમાં બેસવાનું છે. તને જયારે નદી સ્થિર લાગે અને પુલ ક્ષીણ થતો લાગે ત્યારે આવજે.
શિષ્ય જ્ઞાન પિપાસુ હતો. આજ્ઞા પ્રમાણે નદી પાસે યોગ્ય વ્યવસ્થા કરી રહેવા લાગ્યો. કામ કંઈ ન હતું. નદી અને પુલને જોયા કરવાનું ૭૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #82
--------------------------------------------------------------------------
________________
છ માસ વીત્યા પણ ગુરુજીએ કહ્યું હતું તેમ નદી સ્થિર ન જણાઈ, પુલને ખરતો ન જોયો પણ એક દિવસ તેને જ્ઞાન લાધ્યું કે આ વિશ્વમાં કશું સ્થાયી નથી. નદીનું નીર પ્રવાહિત છે તેનું કારણ ધરતી સ્થિર છે. પુલના પરમાણું નિરંતર ક્ષીણ થતા જાય છે. તે જણાતા નથી કારણ કે દૃષ્ટિ એટલી સૂક્ષ્મ નથી. અને તેને વૈરાગ્યની ખૂટતી કડી મળી ગઈ.
સાધકો જ્ઞાન, ધ્યાન જેવી અનેક પ્રકારની સાધના કરે છે પણ તેને અંતે જગતના પૌદ્ગલિક પદાર્થોના સુખની આકાંક્ષા છૂટતી નથી. મોટી આરાધના કર્યા પછી તે પૂરી થાય ત્યારે સંસારના પદાર્થોની સુખબુદ્ધિમાં કોઈ ફરક ન થાય. જીવ તો એવોને એવો જ સુખબુદ્ધિ વાળો રહે તો તે આરાધનાનું આત્મિક ઉત્થાન કેટલું ?
કારણ કે તે તે અનુષ્ઠાનોના મૂળમાં આત્માને આગળ કરવાને બદલે ઘોડો પાછળ અને ગાડી આગળની જેમ તેની આરાધના સંસારના પ્રવાહ તરફ હતી. પછી આરાધનાનું પોટલું ખોલે શું નીકળે ? એ જ સંસાર વૃત્તિનો પ્રવાહ. માટે વિચારવું કે મારે આરાધના કોની કરવી છે ? અહંમની કે અર્હમની ?
સુખનું સરનામું
સૌ પ્રથમ જીવને સાચા સુખની ખબર નથી પ્રાણી માત્ર સુખ તો ઈચ્છે છે, દુઃખથી દૂર રહેવા માંગે છે. છતાં ઈચ્છે છે તેવું સુખ મળતું નથી. કારણ તે જયાં છે ત્યાં તે શોધતો નથી.
કોઈ ચીજ ઘરમાં પડી ગઈ હોય, ઘરમાં અંધારું છે તેથી તેણે બહાર અજવાળામાં જઈને શોધવા માંડી. જયાં ચીજ નથી ત્યાં મળે કેવી રીતે ?
કોઈ સાધુ મહાત્મા ત્યાંથી જતા હતા. તેમણે તે વ્યક્તિને કહ્યું શું શોધો છો ? વસ્તુ ક્યાં પડી ગઈ હતી. ?
વસ્તુ ઘરમાં પડી ગઈ છે પણ ઘરમાં અંધારું છે એટલે બહાર અજવાળામાં શોધું છું.
મહાત્માએ કહ્યું ભાઈ વસ્તુ જયાં હોય ત્યાં શોધાય ત્યાં અજવાળું સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૭૯
Page #83
--------------------------------------------------------------------------
________________
કરીને શોધ તો મળશે.
આ જીવ અજ્ઞાનવશ દૈહિક પદાર્થોમાં સુખ શોધે છે. જયાં સુખ નથી. જ્ઞાનના પ્રકાશમાં જુએ તો અંતરનું સુખ અંતરની સમશ્રેણિમાં, સમતારસમાં પડયું છે. અજ્ઞાનવશ તે સુખને પૌલિક ભૌતિક વસ્તુઓમાં શોધે છે. એ જડ પદાર્થો સાધન છે સગવડ આપે. જીવ અજ્ઞાનવશ ત્યાં સુખની કલ્પના કરે છે. વળી તે પદાર્થો નિરંતર પરિવર્તન પામનારા છે તે તને સ્થાયી સુખ કયાંથી આપે?
કોઈ સંત કે સત્પુરુષને શોધ. જેમની પાસે સાચા સુખની ચાવી છે. તે તને ચાવી આપશે. તેના વડે અજ્ઞાનના તાળા ખૂલી જશે પછી તું અંતરના સુખનો અનુભવ કરીશ.
સુખનું સરનામું તારા પોતાના અનંત ગુણ સ્વરૂપ આત્મામાં જ છે. બાહ્ય સુખનો ભ્રમ છૂટે તો જ્યાં છે ત્યાં જ્ઞાનપ્રકાશમાં અનુભવ
થશે.
“હે જીવ તું ભ્રમ મા, અંતરનું સુખ અંતરની સમશ્રેણિમાં છે.” તે બહાર શોધવાથી નહિ મળે.
૪૫. સદ્ગુરુની અદ્ભુત આભાર
આત્મા અનુભવાત્મક તત્ત્વ-સ્વરૂપ-વસ્તુ છે. તે આત્માના જ શુદ્ધભાવમાં અનુભવાય છે. શુદ્ધ એટલે શુભ કે અશુભ ભાવ નહીં. આત્મા આત્માના શુદ્ધ જ્ઞાનમાં જણાય. તેની આંશિક પ્રતીતિ તે સમ્યગુદર્શન, જયાંથી શુદ્ધ ધર્મનો પ્રારંભ થાય છે.
અનુભૂતિની વાત કે વાદવિવાદ નહોય. સાકર ખાય તેને ગળપણનો અનુભવ થાય. સૂત્રો તેનું વર્ણન કરી ન શકે. અનુભવ તેની પાસે છે. પછી વર્ણનની શી જરૂર? છતાં મૂંગો છે એટલે કહી શકતો નથી.
એકવાર ત્રણ ચાર અંધ મનુષ્યો પ્રકાશની ચર્ચા કરતા હતા. પ્રથમ કહે કે પ્રકાશ પીળો હોય, બીજો કહે પ્રકાશ લાલ હોય, ત્રીજો કહે પ્રકાશ સફેદ હોય. આ તેમણે કોઈ સંદર્ભમાં સાંભળેલી વાત હતી. અનુભવતો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
CO
Page #84
--------------------------------------------------------------------------
________________
હતો નહિ, અન્યોન્યની વાત સાચી કેવી રીતે માને?
તેમ આત્માનુભૂતિ થઈ નથી સાંભળ્યું છે એટલે દરેક જુદી જુદી વ્યાખ્યાઓ આપે. આત્માનુભૂતિ વાળો મૌન રહે, તેણે તે માણી છે.
આવી અનુભૂતિ સગુરુના યોગે થાય. શ્રીપાળ રાસમાં શ્રી યશોવિજયજી લખે છે કે “મારે તો ગુરુ ચરણ પસાયેરે, અનુભવ દિલ માંહિ પેઠોરે;
અદ્ધિવૃદ્ધિ પ્રગટી ઘટ માહે, આતમરતિ બેઠો રે' સુહ ગુરુ જોગો, સગુનો યોગ થયો એટલે તેમની પવિત્ર ઓરાનું ઉપનિષદ થવું. તેની યોગ્યતા વિવેક છે, શ્રદ્ધા છે.
સદ્ગુરુ સુષુપ્ત ચેતનને જાગૃત કરે છે. પ્રમાદ જેવી અવસ્થામાંથી જાગૃત કરે છે. આ કોઈ તર્ક નથી સત્ય હકીકત છે. ભગવાન મહાવીરે ગૌતમ આદિ ગુણધરોને મસ્તકે, બ્રહ્મરંધ્રમાં વાસક્ષેપ પ્રદાન કર્યું. અને ગણધરોમાં ચારજ્ઞાન અને અનંત તત્ત્વજ્ઞાન પ્રગટ થયું. ગુરુ ચેતનાની આવી અભુતતા છે.
૪૬. અહં ટળે અહંમ પ્રગટે છે.
આત્મશક્તિ અદ્ભુત છે. બેહદ છે. વીરલા તે મહા પરિશ્રમે પામે છે એટલે સામાન્ય માનવ તે પામી શકતો નથી તે ભ્રમમાં પડે છે. પણ જો તેને સદગુરુયોગ થાય તો પડળ ખૂલી જાય.
એક સાધકને કોઈ પૂર્વના સંસ્કારથી સંસાર પર વૈરાગ્ય આવ્યો. અને સંસારની સંપત્તિ, સ્ત્રી, પુત્ર પરિવાર ત્યજી નીકળી ગયો. અગાઉ સંતના પરિચયમાં હતો ત્યાં પહોંચી ગયો.
ગુરુદેવ ! પૂરો સંસાર ત્યજીને, સંપત્તિ આદિને લાત મારીને આવ્યો છું. આપ મને સંન્યાસ આપો.
ગુરુ અનુભવી હતા તેમણે તેના સામે જોયું અને કહ્યું બેટા ! તે સંસારને લાત મારી છે પણ તે પૂરી લાગી નથી વિચારી જો ફરી લાત મારીને આવજે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #85
--------------------------------------------------------------------------
________________
સાધકથી હવે પાછા જવાય તેવું ન હતું. તે આશ્રમને છેડે એકાંતમાં બેઠો, ગુરુના શબ્દમર્મને વાગોળવા લાગ્યો. ‘બેટા’ લાત વાગી નથી. બરાબર લગાવીને આવ. ખૂબ વિચાર્યા પછી ગુરુના બોલને સમજયો કે ‘ઓહ’. મારું સંસારમાં હતું શું ? અને મેં છોડયું શું ? કેવળ છોડવાનો અહંકાર કર્યો. બધુ છૂટી ગયું તે સદ્ગુરુની કૃપા હતી આ અહં ન છૂટયો. સભાન થયો.
હૃદય આનંદથી ભરાઈ ગયું. સદ્ગુરુ પાસે અત્યંત ભરેલા ભાવથી પહોંચ્યો. સદ્ગુરુએ તેના મુખ સામું જોયું. મુખ ઉપર અહં વિસર્જનની આભા ઝળકતી હતી.
સદ્ગુરુએ તરત જ તેને દીક્ષા આપી દીધી. તે સાધક અહં છોડીને અર્હમ્ બન્યો. ગુરુ ચેતનાના પ્રવાહને અહથી ખાલી થયેલી ચેતના ઝીલી શકે તે જીવ અહમને પામે.
૪૦. નામરૂપ જૂજવા
માનવ જન્મ ધારણ કરે એટલે સમાજ એને નામ અને સગાઈના પ્રતીકો આપે છે. સમય જતા તે નામ અને સગાઈ તેના આત્મમય બની જાય છે. તેમ અન્ય સગાઈ રૂપ નામને પોતે માને છે. પણ પોતે ચેતન સ્વરૂપ એક અદ્ભુત શક્તિ છે તેવું કોઈક જ જીવને સમજાય છે. પૂર્વના સંસ્કાર હોય તે પ્રમાણે વર્તમાનને જીવી લે છે.
આમ નામાદિનો સંસ્કાર ભૂલવો કે જેથી સંસાર ભૂલાય. તેને માટે સર્વસંગ પરિત્યાગ થાય ત્યારે ગુરુજનો નામ પરિવર્તન કરે છે. જેથી તેનું લક્ષ્ય આત્મસ્વરૂપ પ્રત્યે ઝૂકે.
એક સાધક સદ્ગુરુ પાસે દીક્ષિત થયો. તેનું નામ રમ્યઘોષ રાખ્યું. બે ચાર દિવસ પસાર થયા તે રમ્યઘોષ નામથી પોતાને જાણવા લાગ્યો.
એક દિવસ ગુરુ પાસે દિવસના ક્રમનો આદેશ લેવા આવ્યો ગુરુદેવે કેટલાક સૂત્ર વિગેરે આપીને એક સૂચન કર્યું કે તારે આજે સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૮૨
Page #86
--------------------------------------------------------------------------
________________
તારા નામનું વિસ્મરણ કરવાનું છે. તું કોઈ નામધારી નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું.
સાધક સાધનામાં પ્રવૃત્ત થયો. થોડા કલાક થયા અને ગુરુદેવ બૂમ પાડી ‘રમ્યઘોષ’ સામેથી પ્રત્યુત્તર મળ્યો. ‘જી ગુરુદેવ' અને ગુરુદેવની સમક્ષ ઊભો રહ્યો. ગુરુદેવે તેના મુખ સામુ જોયું અને તે સમજી ગયો કે હું રમ્યઘોષ કર્યાં છું ?
આમ આ જીવ સંસારમાં નામ અને રૂપની પાછળ પૂરો જન્મ ગુમાવે છે.
“નામ રૂપ જૂજ્વા અંતે હેમનું હેમ હોવે.’’
૪૮. સદાય પ્રસન્ન મુનિવરા
ઝીંઝુવાડા ગામમાં તેમનો જન્મ થયો તેમનું નામ ચુનીલાલ. પૂર્વના પુણ્યોદયે એવા કુંટુંબમાં જન્મ થયો કે પિતાના ગુરુપદે પૂ. બાપજીની નિશ્રામાં સંયમજીવન મળ્યું. શાસ્ત્રાભ્યાસ માણ્યો. આગમના સંશોધનનું કામ વર્ષો સુધી અવિરત પણે કર્યું. જેવા મેધાવી તેવાજ નિખાલસ છતાં સંયમમાં દ્રઢતા નિખરતી. તપશ્ચર્યાથી જીવનની પવિત્રતા પ્રગટતી રહી. કાયા તાંબાવર્ણી દીપી ઊઠતી.
જેવા શાસ્ત્રજ્ઞ એવાજ ભક્ત. શંખેશ્વર દાદાના દર્શને જતા બહારના પગથિયેથી વંદનવિધિ શરૂ થતી. તેમની ભક્તિ જોનારને પણ ભક્તિનું મહાત્મ્ય આવતું. પાછળના લગભગ ત્રણ કે ચાર દાયકા, વયોવૃદ્ધ માતાની સેવા અને આગમ સંશોધનના માટે શંખેશ્વર અને આજુબાજુ ગામો તેમનું સીમિત ક્ષેત્ર હતું. ભક્તોનો પ્રવાહ અવિરત છતાં એકાંતવાસી રહ્યા. ચાર પાંચ શિષ્યો અને સંશોધનના કાર્યમાં સહાયક તેવા ચાર પાંચ સાધ્વીજીઓ સાથે રહેતા. તે સૌ તેમના લેખનના સહાયક હતા. પૂ. શ્રીને લેખન કરતા જોવા તે પણ એક લહાવો લાગતો. બેઠક ટેકા વગરની ટટ્ટાર, જમણો પગ ઉભો તે એમનું લેખન ડેસ્ક હતું. ડાબો પગ ઉંધો વાળેલો હોય અને હાથ લેખન કાર્યમાં.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૮૩
Page #87
--------------------------------------------------------------------------
________________
ત્રીસ દાયકા પછી એક ચાતુર્માસ પુનઃ અમદાવાદ કર્યું. લેખનની કેટલીયે સામગ્રી લઈને આવ્યા હતા. પણ અમદાવાદના ભક્તોને હાથમાં આવ્યા તે કેમ છોડી દે ? આ ભીડમાં કંઈ લેખન કાર્ય ન થયું. ત્યાં પૂ. આ ભગવંત ભદ્રંકરજીએ કહ્યું કે તમને આચાર્ય પદવી પ્રદાન કરવાની છે. તેમણે આચાર્યશ્રીને વિનંતિ કરી કે મને આ ઉપાધિમાં જ જોતરો, મને આગમની સેવા કરવા દો. એટલે આખરે આગમ સ્થવિર જેવું પદાર્પણ થયું. પછી તો ભાગ્યા, શંખેશ્વર ભણી. કયારેક શત્રુંજયદાદાને ભેટવા જતાં.
નિખાલસતા તો એવી કે અમદાવાદ હતા ત્યારે કોઈ શ્રાવક કહી જાય કે, પૂજ્ય એકાદ કલાકમાં તમારે ત્યાં પધારે છે, અને બાજુના પરિચિત શ્રાવકોના ઘરે પહોંચી જતાં, ન સામૈયું, ન બેન્ડવાજા, ન સભા બસ શ્રાવકોને, સાધકોને મળ્યાનો આનંદ.
લગભગ સાત દાયકા જેવી ઉંમરે ૬૦૦ જેવા કિ.મિ. દૂર રણ વિસ્તારના જેસલમેર પ્રુભના દર્શન માટે ત્યાંના જ્ઞાનભંડાર જોવા વિહાર કર્યો, માઈલો સુધી જયાં વૃક્ષોની છાયા ન મળે, ઉતારો પણ વ્યવસ્થિત ન મળે, સાપ વીંછીના ઉપદ્રવ હોય. ગોચરી પણ વ્યવસ્થિત હોય નહિ. આ જાણવા છતાં નીકળી પડયા. જોકે પાછળથી શ્રાવકો-સંઘે ઠીક વ્યવસ્થા કરી. જેસલમેર પ્રારંભમાં તો જ્ઞાનભંડાર જોવાની રજા ન મળી. પછી મુંબઈના ટ્રસ્ટીઓએ યોગ્ય વ્યવસ્થા કરી. ત્રણ ચાર વર્ષ ત્યાં રહ્યા.
ત્યાર પછી પહોંચ્યા દૂર સુદૂર પાદવિહાર કરીને હરદ્વાર-ઋષિકેશ. આગમ લેખન કાર્ય અવિરત ચાલુ હતું. તેમની ભાવના બદ્રીમાં જૈન દહેરાસરની સ્થાપના કરવાની હતી. ઉપર ધર્મશાળા જેવી વ્યવસ્થા હતી. પાદવિહાર કરીને ત્યાં પહોંચ્યા. આપણે મોટરમાં જઈએ તો પણ કઠણ લાગતા આ પ્રવાસ તેમણે અને સાથીઓએ પગપાળા કર્યો. કેવી મુસીબતે પહોંચ્યા તેનું અલગ પુસ્તક લેખન થયું છે. બદ્રીમાં ગોચરીની પૂરતી વ્યવસ્થા કયાંથી હોય ? પણ ત્યાં પ્રભુની પધરામણી કરવાનો ઉમંગ હતો. તેમનામાં કેટલાક તો ખાખરા ચણાથી આયંબિલ કરતા.
૮૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #88
--------------------------------------------------------------------------
________________
બદ્રી લઈ જવાના પ્રતિમાજી જયપુરમાં તૈયાર થયા. તેની શાસ્ત્રીય વિધિ કરી, ભારતમાં ઘણા સ્થળે પરિકમ્મા થઈ, ઉમંગથી સૌએ પૂજયા. આ વિગત જાણી બદ્રીના પંડાઓ અને ટ્રસ્ટીઓ ચમકયા કે જૈનમંદિરનું મહાભ્ય વધી જશે. એટલે તેઓએ પ્રતિકાર કર્યો, પૂ. નું સ્વપ્ન અધૂરું રહ્યું. પ્રતિમાજીનું હરદ્વારમાં જ સ્થાપન થયું. પૂ. પુનઃ ગુજરાત બાજુ પધાર્યા.
ચોર્યાસી વર્ષની વયે શત્રુંજય શિખરે દાદાને પગપાળા ચઢીને ભેટયા, માતુશ્રીનું અવસાન ત્યાંજ થયું હતું. ત્યાર પછી તેઓ રાજસ્થાન બાજુ વિહાર કરતા હતા. નાકોડાથી નીકળ્યા અને રસ્તા પર એક કારે ટક્કર મારી જમીન પર પછડાવા સાથે કરોડની નસ તૂટી કે જે કંઈ થયું તે ચોર્યાસીની વયે જાણે ચોર્યાશીનું ચક્કર પૂરું થવાનું હોય તેમ તેમણે ચિરવિદાય લીધી. શંખેશ્વર સમાધિ થઈ.
ન રોગ ન દુઃખ, જેવો નિરોગી દેહ હતો તેવો જ ધરતીને ધરી દીધો. ધન્ય તે મુનિવરા. આ હતા આગમધર સ્થવિર શ્રી જંબુવિજયજી મહારાજજી.
કેવી નિખાલસતા? નિર્મળતા?
હરદ્વાર બાજુના વિહાર સમયે તેઓ બનારસ પહોંચ્યા. ત્યાં સારનાથમાં બૌધ્ધ યુનિવર્સિટી છે. ત્યાં તેમણે નયચક્ર નામના કઠિન ગ્રંથનું સંપાદન કરેલું. તે નિમિત્તે બૌધ્ધ વિદ્વાનોનો પરિચય થયો હતો.
બનારસ પહોંચી તેઓ બૌધ્ધ યુનિવર્સિટીમાં પહોંચ્યા. ત્યારે ત્યાં વાઈસ ચાન્સેલર પ્રોફેસર સામટન હતા. મુનિશ્રી ત્યાં પહોંચ્યા ત્યારે પદવીદાનનો મોટો ઉત્સવ હતો, પ્રોફેસર ખૂબ વ્યસ્ત હતા.
તેઓએ ઓફિસમાં પૂછ્યું જવાબ મળ્યો કે પ્રોફેસર આજે ખૂબ કામમાં છે. મળી શકશે નહિ. પછી તેઓ બહાર બાંકડા પર બેઠા. તે સમયે સામટન ત્યાં આવ્યા, તેમણે કહ્યું હું આજે મળી નહિ શકું. ‘ભલે મુનિશ્રી પણ ઉભા થઈ જવા લાગ્યા. જતાં જતાં સામટને પૂછયું આપનું નામ?
“મુનિ જંબૂવિજ્યજી' ઓહ ! દ્વાદસાર નયચક્રના સંપાદક સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૮૫
Page #89
--------------------------------------------------------------------------
________________
મુનિ જંબૂવિજ્યજી તમે પોતે જ ? પધારો પધારો. મુનિ તો એ જ નિખાલસતાથી ઊભા હતા. પ્રોફેસર તો ખૂબ પ્રસન્ન થયા, આવા મહાન ગ્રંથના સંપાદનનો મેળાપ કયાંથી !
તેમણે કહ્યું જયારથી એ ગ્રંથ વાંચ્યો ત્યારથી આપના દર્શનની ભાવના હતી. આજે આપ જાતે જ આવ્યા. જાણે સોનાનો સૂરજ ઊગ્યો.
પ્રોફેસરે પોતાના સહાયકને સૂચના આપી બધા જ કાર્યક્રમો રદ કરો. અને વારાણસીના બધા જ વિદ્વાન પંડિતોને સમાચાર આપો. કે મુનિ જંબૂવિજ્યજી અને પધાર્યા છે. સૌ સત્સંગ માટે પધારો.
થોડીવારમાં દર્શનશાસ્ત્રોના મોટા વિદ્વાનો પંડિતો આવી પહોંચ્યા. દર્શનશાસ્ત્રોની ગહન ચર્ચાઓ થઈ. જયાં જયાં ગૂંચ લાગી ત્યાં મુનિશ્રીએ સરળતાથી ઉકેલ બતાવ્યા. સ્યાદ્વાદની સાચી સમજ મળવાથી સૌ ખુશ થયા.
મુનિ પણ ખૂબ પ્રસન્ન થયા. પ્રથમની વાત તો વિસારે પડી. કેવી નિખાલસતા? ભારતના પ્રકાંડ મુનિ છતાં કોઈ આડંબર નહિ.
નિર્મળ રોહણ ગુણમણિ ભૂધરા મુનિજન માનસ હંસ ધન્યનગરી ધન્ય વેળા ઘડી માતાપિતા કુલવંશ.
- ૪૯. બહુ રત્ના વસુંધરા ,
વિજાપુરમાં જન્મ્યા, ભણતર મુંબઈ. ઘડતર પૂજ્ય શ્રી ભુવનભાનુસૂરિજીની નિશ્રામાં, ઘડપણ ધોળકાગામની ભૂમિ. સગપણમૈત્રી, “આત્મવત્ સર્વભૂતેષુ” સમગ્ર વિશ્વ. યુવાનોને અનુમોદનીય. આ એક જીવન ગાથા છે. ગુણાત્મક આત્મ શક્તિનો આવિર્ભાવ છે.
વર્ષો પહેલાની વાત છે. યૌવનકાળમાં તેઓ ઉપસ્થિત હતા. પૂજ્યપાદ આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજીની નિશ્રામાં અચલગઢ આધ્યાત્મિક શિક્ષણની શિબિરમાં અચાનક રાત્રે ૧૨-૩૦ વાગે, ઝડપી વાવાઝોડું ફૂંકાયું. વરસાદ વરસવા લાગ્યો. યુવાનને અંતઃ પ્રેરણા થઈ આ આફત ૮૬
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #90
--------------------------------------------------------------------------
________________
આત્મશક્તિના બળ વગર કેવી રીતે શમે ? અને એ યુવાને ભીષ્મ સંકલ્પ કર્યો કે આ તોફાન ૧૫/૨૦ મિનિટમાં શાંત થઈ જાય તો મારે આ જીવન બ્રહ્મચર્ય પાળવું અને ઘીનો ત્યાગ કરવો. આત્મબળની ભાવના સાકાર થઈ. વીસ મિનિટમાં વાવાઝોડું સલામ ભરીને શાંત થઈ ગયું.
આ સ્વયં લીધેલી પ્રતિજ્ઞાઓ પ્રાતઃકાળે તેમણે પૂજ્યને જણાવી તેમની પાસે રજીસ્ટર્ડ કરાવી લીધી. પૂજ્ય પ્રસન્ન થયા પણ આશ્ચર્ય પામ્યા.
આવી ભીષ્મ પ્રતિજ્ઞાના સહારે તમારું આત્મબળ ગજબનું વિકાસ પામ્યું. બાંગલાદેશ અને પાકિસ્તાનના યુદ્ધમાં નીડરતાથી મિત્રો સાથે પહોંચી ગયા. વરસતી બોમ્બની આગમાં સેવાપરાયણ રહ્યા. યુદ્ધ વિરામ પછી સેવા કાર્ય કરનારને સન્માન મળે તે સ્વાભાવિક છે પણ તે ન લેવું તેમના માટે સ્વાભાવિક છે અને હતું.
સેવા કાર્ય અને આત્મસાધના સુંદર રીતે થઈ શકે તે માટે તમે મુંબઈ શહેરને છોડી ધોળકા ગામે સ્થાયી થયા. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની છાયામાં તમારું કાર્ય આગળ વધ્યું. પછી તો જિનમંદિરોનું નિર્માણ, જિર્ણોધ્ધાર, ઉપાશ્રય રચના એ તમારો જીવનમંત્ર થઈ ગયો.
આ ઉપરાંત સંયમીઓની વૈયાવચ્ચ, વિહારધામોની અવિરત સેવાઓ થતી રહી. છતાં તમે ગુખ રહ્યા. પશુધન બચાવવું એ તો તમારું પ્રદાન કેવી રીતે વર્ણવવું?
આશ્ચર્ય એ છે કે આવા કાર્યો માટે ફંડફાળાની જાહેરાત કરવી ન પડે, પણ એ પ્રવાહને રોકવો પડે, કાર્ય નિષ્પન્ન થયું. હિસાબ ચૂકતે, ટ્રસ્ટી તરીકે પણ આકિંચન્ય રહ્યા. છતાં વસ્તુપાળના પગલે પગલે લક્ષ્મી પાંગરતી તેમ તમારી નિસ્પૃહ સેવાને લક્ષ્મીજીએ વધાવી હતી. તમારું કાર્ય બોલતું રહેતું. તમારી નિસ્પૃહકાર્ય પરાયણના જ લક્ષ્મી દેવીએ વધાવી હતી.
મોરબીનો મચ્છુ ડેમ તૂટયો, મોરબી ડૂળ્યું. માનવોની આફતની સીમા નથી અને તમે તમારા સૈન્ય સાથે પહોંચી ગયા. ગાંઠને ખર્ચે ખીચડી ખાઈ લેવાની અને અવિરત પ્રેમમય સેવા ધરી દેવાની. હસતે
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૮૭
Page #91
--------------------------------------------------------------------------
________________
મુખે કશી પછી ફરિયાદ તો હોય જ કયાંથી?
આફતો આવે દોડી જાય પછી આરામ? ના ભાઈ, કેટલાયે જિનમંદિરો, પ્રતિમાજી ભરાવવી, પુસ્તક પ્રકાશનનું કાર્ય, જિણોદ્ધાર, વૈયાવચ્ચ, વિહારધામો, દુષ્કાળમાં પીડિતોની સેવા. સાથે અંગત સાધનાનું બળ મળતું.
ચ્છનો ભૂકંપ, બનાસકાંઠા પૂરનું તાંડવ નૃત્ય જ્યાં તમારું હૃદય હાલી ઊઠે. તમારા પગ દોડે બે હાથ તો સેવામાં તત્પર. અમને લાગે છે તમારા દેહમાં કોઈ દેવનો વાસ છે? ડાબે જમણે મિત્રોનો સાથ તો મળે જ. દેવો પણ ખુશ થતાં હશે, વંદન કરતા હશે.
સૌના હૃદયમાં તમારું સ્થાન કેવું? તમારા પૂ. માતુશ્રીના અવસાન સમયે ગામજનો ભેદભાવ વગર ઉમટી પડયા. જેની કુક્ષીએ આવું અનુપમ રતન પ્રગટ્યું છે તે માતાની પાલખી બેન્ડવાજા સાથે સૌએ નવાજી. ધન્ય તે માતા પિતા કુળવંશ.
આટલા કાર્યભારને વહન કરવા છતાં બોજો કેમ નથી ? કે વિચાર સુધ્ધા નથી. નાણાંનો હિસાબ કાર્ય સાથે પૂરો થાય. પછી વિકલ્પને સ્થાન ક્યાં રહે? મુક્તિ પણ કેટલે દૂર રહે ?
રત્નસુંદરજીના “કલિયુગની કમાલ”માંથી વાંચીને અત્રે ઉધૃત કર્યું છે. પ્રગટ કરવાનો ભય હતો પણ આ પુસ્તકના સહારે સાહસ કર્યું છે. એશ આરામી યુવાનોને પ્રેરણાદાયક છે.
હજી તો ઘણુંય બાકી રહી જતું હશે. મારે નિકટના પરિચયનું પુણ્ય નથી. એટલે દૂરથી જેટલું જાણ્યું તે ભાવનારૂપે પ્રસ્તુત કર્યું છે. પૂ. શ્રી આચાર્ય ભગવંત રત્નસુંદરજી લિખિત કલિયુગની કમાલપુસ્તકના આધારે છે.
અંતે વયોવૃદ્ધ હોવાથી શુભાશિષ આપું છું. દીર્ધાયુ બનો, નિરપેક્ષ સેવાકાર્ય કરતા રહો. આત્મઉપાસનાને સેવતા રહો. હજી સુધી લેખનમાં નામ નથી આપ્યું.
આ કથન કોને માટે છે અંતે નામકરણ કરું છું આ છે. કુમારભાઈ વી. શાહ સેવાભાવી સાથે ઉત્તમ ઉપાસક, વંદન હો. ક્ષમા યાચના
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #92
--------------------------------------------------------------------------
________________
સહિત શુભ ભાવના.
તમારા આ સર્વકાર્યમાં ગુરુદેવના આશિષ તો કાયમી સાથે ગુરુજીનો હોય, દેહવિલય થયો, તમારા અંતરની વેદના કોણ જાણે?
કોઈને પ્રશ્ન થાય કે આ બધામાં તમે તમારી સાધના કયારે કરો ? અરે સાધના તો તેમની સાથીદાર છે. તેનું બળ તો પ્રગટ જોઈ રહ્યા છીએ. કથંચિત તમે સંયમ માર્ગે ગયા હોત તો આત્માનુશાસન તો કર્યું હોત પણ આ તમારું શ્રાવકજીવન કંઈ ઓછું ઊતરે તેમ નથી.
આવી બહુમુખી પ્રતિભાનો પ્રભાવ વિરલ જોવા મળે, સૂર્યને પૂછે, તે અંધારું જોયું છે ? સન્માનને પૂછે તેં આ વિરલ વિભૂતિને જોઈ છે. તે કોઈ મુગુટધારી નથી. તદ્દન સાદા કપડાં, ઘરબારમાં સાદાઈ, એમની ઉપસ્થિતિ જ શોભાયમાન છે. ત્યાં બાહ્ય આડંબર ઝાંખો પડે
છે.
અંતે એક વાર બનાસકાંઠા સેવાકાર્ય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તમારા દર્શન માટે બોલાવ્યા જ્યારે તેઓ તમારા ચરણ સ્પર્શ કરી રહ્યા ત્યારે તમે અતિ નમ્રભાવે નમી રહ્યા. છતાં વાતનો કોઈ પેપરમાં ઉલ્લેખ નથી. કેવી નિસ્પૃહતા ? આવા પ્રસંગોની મિત્રોમાં ચર્ચા પણ નહિ. આ તમારી તપશ્ચર્યા જ છે.
નિરાંતના સમયમાં અંગત સાધના, શ્રાવકધર્મ અન્વયે ચુસ્ત પાલન, ભક્તિમાં ભીંજાયેલા, ગુરુજનોની આજ્ઞાપાલનમાં તત્પર છતાં ત્યાંય વિવેકપૂર્ણ સત્યને વળગી રહેનારા. નિવાસે હોય ત્યારે સામાયિકનું સાટું વાળી લો, આઠ દસ તો થઈ જાય. ધન્ય તે ધરા.
૫૦. સંસાર અસાર છે
લગભગ ત્રીસેક વર્ષો પહેલા એ યુવાને શ્રી ચંદ્રભાનુજીનું પ્રવચન સાંભળ્યું. આ સંસારરૂપી પાણીને ગમે તેટલું મથો માખણ ન નીકળે. સંયમને ધારણ કરો કદાચ પ્રારંભમાં કષ્ટ લાગે તો પણ અંતે પરમસુખ છે. થોડા પ્રવચનો સાંભળ્યા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૮૯
Page #93
--------------------------------------------------------------------------
________________
એ યુવાનમાં પૂર્વના આરાધનનું બળ હશે મુંબઈમાં ઘરે શ્રીમંતાઈ તો વિપુલ હતી. પણ પ્રવચનના ભણકારા વાગતા હતા. આ સૌ ક્ષણ ભંગુર છે. ઝાંઝવાના નીર જેવું છે. તે યુવાને એક દિ'નિવાસે જઈ માને કહ્યું મારે સંસારમાં રહેવું નથી.
મા ધર્મના સંસ્કારવાળા હતા. વિરોધ ન કર્યો પણ કસોટી કરતા રહ્યા. યુવાન દરેક કસોટીમાંથી પાર ઉતરતો કારણ કે સંસારની સુવિધાનો મોહ નશો ઉતરી ગયો હતો..
કોઈ મિત્રનો પરિચય થતા શ્રી ગોયંકાજીના કેન્દ્ર ઈગતપુરી વિપશ્યનાની સાધના માટે ગયા. લગભગ છ વર્ષ સાધના કરી કંઈક સફળતા મેળવી. ઈડર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં એકાંતમાં રહી આત્મ સન્મુખતાની દઢતા માટે પ્રયત્નશીલ રહ્યા.
તે દરમ્યાન આત્મ સાધક શ્રી હરિભાઈનો મેળાપ થયો તેમના સમાગમે શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ કર્યો. વિપશ્યનાની સાધના તો ચાલુ જ હતી. તેમાં વચનામૃતથી વિશેષ જાગૃતિ આવી. પછી મુંબઈ જવાનું નહિવત બનતું. ઈડરનો નિવાસ સ્થાયી બન્યો.
શ્રી હરિભાઈનું અવસાન થયું. તેમની બિમારીમાં તન મનથી સેવા કરી. પછી ઈડર ઉપરની નિર્જન ટેકરી પરની ગુફામાં એકાંતવાસ શરૂ કર્યો.
પ્રભુભક્તિપરાયણ, ગુરુ આજ્ઞાધારક, વચનામૃતના સહારે, વિપશ્યનાની સાથે ગુફાવાસી મૌની બન્યા. વળી જન સંપર્ક નહિવતુ બન્યો. ક્યારેક સંયોગવશાત મુંબઈ અમદાવાદ આવતા. આશ્રમના રસોડેથી ઉપરની ગુફામાં મર્યાદિત વસ્તુનુ ટીફીન મંગાવી એકવાર આહાર કરી લેતા. એકાંત સેવન છતાં આશ્રમના કર્મચારીઓને તેઓ પોતિકા લાગતા.
એકવાર તેમના માતુશ્રી આશ્રમમાં આવ્યા. તેમણે જોયું કે ગુફાની ધરતી ઉંચી નીચી છે. ગુફાનો દરવાજો નથી. વન્ય પશુઓ આજુબાજુ ફરે છે. ભાઈની ના છતાં થોડું ઠીક કરાવી જાળી નાંખી. પણ તેઓ કહેતા તે બધા મિત્ર બની ગયા છે ચિંતા કરવાની જરૂર નથી. માથે ૯૦
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #94
--------------------------------------------------------------------------
________________
ભગવાન છે, પછી ચિંતા શી?
ગમે તે ઋતુ હો એ ગુફા ગરમ થાય કે ઠંડી થાય વર્ષા થાય કે વાદળા થાય. તે તો પોતાની મસ્તીમાં સાધના કરતા રહે છે. તેમનું તન, મન એ રીતે ઘડાઈ ગયું છે.
“વિપશ્યનાનો મૂળ હેતુ જ આ દેહની અનિત્યતાને અનુભવી. દેહનો નેહ ત્યજી આત્મ સ્પર્શના કરવાનો છે. કહેતા કે અનિત્યતા દઢ થાય છે. અનુભવાય છે.
છૂટે દેહાધ્યાસ તો નહિ કતાં તું કર્મ,
નહિ ભોક્તા તું તેહનો, એ ધર્મનો મર્મ. ઈડરમાં રહેતા જયોતિબા સાથે તેમનો સંપર્ક ઘેરો હતો. તેમની સાથે મને તેમનો લાભ મળતો. વળી કોઈવાર નિવાસે આવતા પણ ખરા.
એકવાર હું બિમારીમાં હતી ત્યારે મને મળવા આવ્યા મેં કહ્યું હું દેહ નથી. શુદ્ધ આત્મા છું. બોલું છું પણ ટકાતું નથી. દર્દમાં મન એકાકાર થાય છે.
તેઓ પૂછે ઉપયોગ દર્દમાં જાય ત્યારે ગમે છે? ના ગમે નહિ. તો પછી જયાં ન ગમે ત્યાં ઉપયોગ નહિ લઈ જવાનો.
ભાઈ ! દેહભાવ એવો છૂટયો નથી.
તમે વારંવાર દેહ અનિત્ય છે તેવી નિરંતર ભાવના ભાવો, ઊંડે સુધી ત્યાં પહોંચો, પછી જુઓ કોણ જણાય છે? જે જણાશે તે તમારું સ્વરૂપ છે. વધુ નથી લખતી આ તેમની ઈચ્છા વિરૂદ્ધ રજા વગર લખ્યું છે ક્ષમા કરે. ભાવના કરું છું.
યોગેશભાઈ અધિક શતાયુ ભવ:
પ૧. ગુરુકૃપા અનોખું રહસ્ય છે
એક આશ્ચર્યજનક ધટના બની, લેખક એક મિત્રને મળવા ગયા હતા. ત્યાં બેઠક પાસે જૂના પુસ્તકનો જથ્થો પડ્યો હતો. તેમાં જોતાં એક પુસ્તક હાથ આવ્યું તેના આગળના પાના ન હતા. લગભગ ચોથા સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૯૧
Page #95
--------------------------------------------------------------------------
________________
પાના પર જોયું તો નવતત્ત્વનું વિવેચન હતું. પછીના પાના પર અદ્ભુત આલેખન હતું. ખૂબ ગમ્યું.
આ ઘટના ૧૯૮૩ની છે. આગળના પાના ન હોવાથી ક્યાં મળે કેમ મળે તે મિત્રોને પૂછવા માંડયું. અને શુભ સંકેત મળ્યો કે કચ્છથી મળે. પૂ. આ. શ્રી કલાપૂર્ણજીનું લખેલું છે.
૧૯૮૪માં કચ્છની યાત્રાએ જવાનું થયું પણ ઉપરની વાત વિસરાઈ ગયેલી. પરંતુ નવતત્ત્વના પુસ્તક પર કરેલા શુભ ભાવે અવસર આપ્યો. અમે માંડવી દર્શન કરવા ગયા હતા ત્યાં એક ભાઈ કહે આજે આચાર્ય ભગવાન પધાર્યા છે, અને મને સ્કૂરણા થઈ. એ જ નવતત્ત્વના બોધવાળા, ચાલો વંદન કરવા જઈએ.
શિયાળાના સાંજના સાત વાગેલા એટલે રાતની શરૂઆત. પેલા ભાઈ કહે હવે આચાર્યના દર્શન નહિ થાય. બહેનોને રાત્રે જવાની મનાઈ છે. અમે બે બહેનો હતા. ભાવ કરીને ઉપાશ્રયે ગયા. બહાર ઊભા રહી પૂછાવ્યું કે અમદાવાદથી બે બહેનો આવ્યા છે. નવતત્ત્વના પુસ્તક માટે પૂછવું છે. માર્ગદર્શન મેળવવું છે.
શુભોદયે પૂ. સાહેબજી એક શિષ્યને સાથે લઈ બહાર આવ્યા. અમે વંદન કર્યા. સાહેબજી શિષ્ય સાથે ઓસરીમાં બેઠા.
સાહેબજી, આપનું લિખિત નવતત્ત્વ જોવા મળ્યું તે ખૂબ રુચ્યું, અદ્ભુત લાગ્યું. પણ મને વધુ જાણકારી નથી છતાં એવો ભાવ થયો છે કે નાઈરોબી-આફ્રિકા સત્સંગ માટે જવાનું છે. તો આ પુસ્તકો ૩૦૦ જેવા મળે તો ત્યાં લઈ જઉ અને ત્યાંના બહેનો ને સ્વાધ્યાય કરાવું? તો આપ આજ્ઞા અને માર્ગદર્શન આપશો? કારણ કે મને નવતત્ત્વનું વિશેષ જ્ઞાન નથી.
સાહેબની તરત જ બોલ્યા કે ૧. જીવઃ એટલે ચેતન તત્ત્વ, જીવે છે તે જીવ છે. ચારે ગતિમાં છે. ૨. અજીવ અચેતન એટલે જીવ નથી તેવા જડ પદાર્થો, દેહ ખાટલા
પાટલા વિગેરે. ૩. પુષ્ય જીવના નિમિત્તાધીન શુભભાવ તે પુણ્ય, તેના ઉદયે સુખ મળે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #96
--------------------------------------------------------------------------
________________
૪. પાપ : જીવના અશુભભાવથી પાપ બંધાય તેથી દુઃખ પડે. ૫. આસ્રવ મિથ્યાત્વાદિથી કર્મો આવે, પુણ્ય, પાપ બંને આસ્રવ છે. ૬. સંવર : ભાવનાઓ, ગુણ ચિંતન જેવા નિમિત્તોથી આવતા કર્મો
રોકાય તે સંવર, રાગાદિ રોકાય તે ભાવ સંવર છે. ૭. નિર્જરાઃ જૂના કર્મો જે બંધાયા છે તે તપાદિથી નિર્જરા પામે. ૮. બંધઃ જીવ સ્વભાવે મુક્ત છે, વિભાવથી કર્મબંધ થાય છે. ૯. મોક્ષ : જીવ સ્વયં મોક્ષ સ્વરૂપ છે. શુદ્ધ ભાવથી કર્મોનો ક્ષય
થવાથી જીવ મુક્તિ પામે તે મોક્ષ.
લગભગ પંદર વીસ મિનિટમાં આટલું સમજાવીને કહે આ પ્રમાણે સરળ રીતે સમજાવજો. મને એક પાઠમાં કેટલું આવડે? પણ સમય ન હતો. બીજે દિવસે અમે વહેલા નીકળવાના હતા. વળી નજીકના દિવસોમાં નાઈરોબી જવાનું હતું.
પરંતુ સાહેબની શુભાશિષ, કૃપા કહો, લબ્ધિ કહો, મેં એ પુસ્તક ત્રણેકવાર વાંચ્યું અને બધા પાઠ આવડી ગયા. પછી તો ૩૦૦ પુસ્તકો લઈને નાઈરોબી ગયા. વર્ગની જેમ નવતત્ત્વના પાઠ કરાવવા માંડયા. સાહેબજીનું પુસ્તક સરળ ભાષામાં હતું. તેમણે સ્વમુખે પાઠ કરાવ્યો તેની લબ્ધિ કહો કે (ત્યારે એની ગમ ન હતી પણ પાઠ આવડી ગયા હતા તેથી આજે તેવું સમજાય છે) અમને સૌને યોગ્યતા પ્રમાણે ફળશ્રુતિતો થઈ જ. તે લંડન, અમેરિકા, નાઈરોબી પ્રચાર પામી.
પછી તો હાલ્યું. પૂ. આ. ભદ્રકરજીની પાસે જવાનું થતું તે કહે તમે નવતત્ત્વ હજી પણ સરળ શૈલીમાં લખોલખ્યું, તેઓશ્રીએ જોયું છપાવવાની આજ્ઞા આપી. હજાર હજાર નકલોની દસ આવૃતિ થઈ પછી તો લંડન અમેરિકામાં ૨૦/રપ વર્ષ નવતત્ત્વની રમઝટ ચાલી ઘણા સત્સંગીઓએ લાભ લીધો.
અમેરિકામાં મળેલી સત્સંગની ભેટ તે પરિમલને કેમ ભુલાય?
૧૯૯૦માં સંયોગાધીન અમેરિકાના લોસ એન્જલિસ શહેરમાં ચારમાસ માટે જવાનું થયું. શ્રી મણીભાઈ મેહતાનો પરિચય થયો. તેમણે સેન્ટરમાં મારા પ્રવચનોની વ્યવસ્થા કરી. મારા નિવાસથી પ્રવચન
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૯૩
Page #97
--------------------------------------------------------------------------
________________
માટેનું સ્થળ પાંત્રીસ માઈલ દૂર હતું.
પ્રથમ દિવસે શ્રી મણીભાઈ લઈ ગયા. ત્યાં રાત્રી નિવાસ વીણામહેન્દ્ર ખંધારને ત્યાં ગોઠવાયો, તેમને ત્યાં સત્સંગ પ્રેમી પરિમલ શનિરવિ રજા ગાળવા આવતા તે ત્યાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા. અને ગ્રીનકાર્ડ પણ મળવાનું હતું.
રાત્રી નિવાસના દિવસે પરિમલનો પરિચય થયો અને શનિવારે લઈ જવાની સોમવારે સવારે મારા સ્થળે મને મૂકી દેવાની જવાબદારી લીધી. આમ શનિ થી સોમ સવાર સુધી સતત પરિચય રહ્યો.
દરેક શનિ અને સોમવારે ગાડીમાં પાંત્રીસ માઈલ શું કરવું? મને થયું કે નવતત્ત્વના પાઠ વાંચુ અને પરિમલ સાંભળે. પચીસ વર્ષનો યુવાન અભ્યાસથી પરિચિત, તત્ત્વપ્રેમી એટલે એને શ્રવણ કરેલા પાઠ કંઠસ્થ થવા લાગ્યા. ધીમે ધીમે તે તત્ત્વની અસર ઘેરી થવા લાગી, પુસ્તકના પાઠ લગભગ પૂરા થયા.
તેણે પૂછયું કે હજી આવા તત્ત્વના ગ્રંથો તો કેટલા હશે? તેનો અભ્યાસ ભારત ભૂમિમાં સારો થાય.
થોડા દિવસ ગયા એણે એક ચમત્કાર સજર્યો. મને કહે મેં ગ્રીન કાર્ડ લેવાનું માંડી વાળ્યું છે. અને હું ભારત આવી ત્યાં સ્થિર થઈ આ તત્ત્વનો વધુ અભ્યાસ કરીશ. માતાપિતાને મનાવી લઈશ.
તેણે અમેરિકા રહેવાની અને ત્યાં ના સ્વવિકાસની બધી વાત ત્યજી ભારતની વાટ પકડી. ભારત આવી દિગંબર મહામુનિ વિદ્યાસાગરજીના પરિચયથી પ્રભાવિત થઈ આ જીવન બ્રહચર્યનું વ્રત લીધું. મુંબઈનું કામકાજ ઘરબાર સમેટી અમદાવાદ સ્થાયી થયા જેથી ઈડર જેવા તીર્થમાં આરાધના કરી શકાય. આજે તેઓ વૃદ્ધ માતાપિતાની સેવા સાથે દઢતાથી પોતાની સાધના કરે છે. નવતત્ત્વના અભ્યાસથી તેમનામાં રહેલા જન્માંતરીય સંસ્કાર જાગ્યા અને પ્રભુના પંથે વળી આત્મ કલ્યાણ કર્યું. પૂ. શ્રી એ નવતત્ત્વમાં આવા બીજ મૂક્યા છે. જે વટવૃક્ષની જેમ વિકસે છે.
૯૪
સત્ત્વશીલ-તત્વમય પ્રસંગો
Page #98
--------------------------------------------------------------------------
________________
૫૨. ધર્મનું મહાત્મ્ય
ધર્મ શબ્દનો ઘણા પ્રકાર અને હેતુ માટે ઉપયોગ થાય છે. અત્રે તાત્ત્વિક, આત્મશુદ્ધિ પ્રેરક ધર્મ પ્રસ્તુત છે. ધર્મ એટલે શુદ્ધ સ્વભાવ. પવિત્ર તત્ત્વ.
બાળક શાળાએ ભણવા ન જાય તો મૂરખ રહે તેમ યોગ્યતા પ્રમાણે ધર્મ ન કરે તો જીવન સાર્થક ન થાય. દુર્લભ એવો માનવજન્મ પુનઃ થવો દુર્લભ છે. ધર્મ સાધુ સંતોના સમાગમે કે શાસ્ત્રો દ્વારા પામી શકાય છે.
આ ધર્મ માત્ર ક્રિયાકાંડમાં સમાતો નથી. બાહ્ય ઉત્સવોમાં જ સમાતો નથી તે અમુક અંશે જરૂરી હોય તો પણ તેમાંય ધર્મનો સાચો મર્મ તો સમજવો જોઈએ કે જે દ્વારા જીવનના સંસ્કારો જન્માંતરીય બને.
જંબૂકુમાર, સ્થૂલિભદ્ર, મૃગાપુત્ર, જેવા મહાપુરુષો પૂર્વના વિપુલ સંસ્કાર લઈને જન્મ્યા હતા. તે જન્માંતરીય સંસ્કારોને કારણે આ જન્મમાં પોતે સાંસારિક અઢળક સંપત્તિ અને સુખનો સ્હેજે ત્યાગ કર્યો. પરમાં સુખ નથી એ સત્ત્વ તેમનામાં સ્થાયી હતું.
આજનો ભૌતિક-વૈજ્ઞાનિક યુગ સાધનોની સગવડ આપે છે. સુખ નથી આપતા. સુખ આત્માનો ગુણ છે જે આત્માની જ સમશ્રેણીમાં સમાય છે. તે વિજ્ઞાનમાં કયારેય આવિર્ભાવ પામવાનો નથી. ધર્મ એ જીવનનો મર્મ છે.
ધર્મ જે આત્માનો સહજ ગુણ છે તે જીવના રાગાદિ ભાવ અહમ્, મમત્વ જેવા દોષો, માયા, છળકપટથી રહિત પવિત્ર સ્વભાવ છે. જેનાથી દુઃખ વગરનું સુખ પ્રાપ્ત થાય છે કેમકે આત્માનું સુખ આત્માનીજ સમશ્રેણીમાં સમાયેલું છે.
વૈજ્ઞાનિકયુગે ટીવી, એ.સી., અનેક ગૃહકાર્યના સાધનો આપ્યા. તેણે માનવને સ્વતંત્ર કર્યો કે પરતંત્ર ? એક બે કલાક ઉનાળામાં ઈલેકટ્રીક સીટી બંધ રહે તો સ્વાધીન કે પરાધીન, સુખ કે દુઃખ ?
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૯૫
Page #99
--------------------------------------------------------------------------
________________
આશ્ચર્ય છે કે છતાં જીવ તેમાં કાયમી સુખ જુએ છે. એ સગવડો છે સુખ નથી.
મોટા ભાગના જીવોને તો ખબર જ નથી કે આ સાધનોના ઉપયોગમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ જેવા સૂક્ષ્મ જીવોની કેટલી હિંસા છે? તે જીવો છે તે વૈજ્ઞાનિક યુગે ભૂલાવી દીધું હોય તો પણ કર્મ ભૂલ થાય ખાતું નથી. તે જીવાણુઓનું સંગઠન થાય છે. દુઃખની આહ તેમાં ભળે છે અને મોટા ધરતી કંપો, વાયરસ અનેક પ્રકારના પ્રચંડ તોફાનો વડે એ જીવો તેમની સ્વાભાવિક સંજ્ઞા વડે જીવના શરીરમાં રોગરૂપે પેદા થાય છે. કર્મનો હિસાબ ચૂકવાય છે. તેનાથી કોઈ છૂટવાનું
નથી..
ઝેર સુધા સમજે નહિ જીવ ખાય ફળ થાય તેમ શુભાશુભ કર્મનું ભોક્તાપણું જણાય.
- શ્રીમદ્ રાજચંદ્ર વિશ્વ વાત્સલ્યરૂપ ધર્મ એ જિન પ્રણિત આજ્ઞારૂપ છે. સુખેથી જીવવું હોય તો અન્યને સુખોથી જીવવા દો. આવી વિશ્વવ્યાપક આજ્ઞાના વિરાધક દુઃખ પામે છે. દુઃખ બજારમાંથી નથી આવતું. તેવા પ્રકારના પરમાણુ તે રૂપે પરિણમી જીવના સંબંધમાં આવે છે. અને અનુકૂળ કે પ્રતિકૂળરૂપે પરિણમે છે. જેનદર્શન તેને કાર્મણવર્ગણા કહે છે. જેના શુભ-અશુભ બે પ્રકાર છે. શુભ સુખનું કારણ છે. અશુભ દુઃખનું કારણ છે.
3 પ૩. કર્મની વિચિત્રતાનું એક રૂપકો
અમેરિકામાં એક શ્રીમંતને ત્યાં ઉતરવાનું થયું હતું. ઘરની સજાવટની ચારે બાજુ શ્રીમંતાઈ છલકાતી હતી. થોડીવાર પછી એક રૂપાળો હૃષ્ટપુષ્ટ બાળક દોડતો આવ્યો. પણ આ શું? તેની પાછળ એક વ્હીલચેરમાં બાળકને બેસાડીને આયા લાવી. તે બાળક આંખે બરાબર જોઈ શકતો ન હતો. કાને શ્રવણશક્તિ ન હતી. પગે પાંગળો હતો. પોતાની જાતે
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૯૬
Page #100
--------------------------------------------------------------------------
________________
ખાઈ શકતો ન હતો. તેને આ દુઃખની ખબર ન હતી. આપણે એ જોઈને દુઃખી થઈએ.
એક જમાના બે સંતાનો, કેવો તફાવત? શ્રીમંતાઈ અઢળક હતી. એક બાળક તહ્ન તંદુરસ્ત, દેખાવડો શાળાએ ભણવા જાય. પાપ પુણ્યનો ચકરાવો આવો છે, ધર્મ દુઃખ નથી આપતો, કરેલા કર્મનો આ ચુકાદો છે, ધર્મ આવા સંયોગોમાંથી ઊગારે છે. માર્ગ બતાવે છે. ધર્મીને આકરા કરમ ઉદયમાં આવે તો પણ હળવા બની જાય. એ ધર્મ શું છે? એ ધર્મ એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ.
પંન્યાસજી લખે છે સુખ બે પ્રકારના છે. ૧. અભ્યદય એટલે સાંસારિક પણ નિર્દોષ સુખ, સગવડ સંપત્તિ આદિ. જેમાં વિવેક હોવાથી પાપનું કારણ ન બને.
૨. નિઃશ્રેયસ-આધ્યાત્મિક, આત્માની ગુણસંપત્તિનું સુખ જે સુખની પરંપરાએ પહોંચી મુક્તિના સુખને પ્રગટ કરે.
પાપરહિત, ભોગ બુદ્ધિ રહિત અભ્યદય સુખ તેની મર્યાદા પૂર્ણ થતા સાધક સાપ કાંચળી ત્યજે તેમ ત્યજી દે છે. નિઃશ્રેયસ સુખનો વચ્ચેનો વિરામ છે. તેના સર્વ ક્ષેમકુશળમાં અન્યનું ક્ષેમકુશળ સચવાય
ભામાશા, પેથડશા, જગડુશા, ઝરણાશા, વસ્તુપાલ આ સર્વે મહામના સ્વપર શ્રેય સાધી ગયા. તે નિઃશ્રેયસ સુખના અધિષ્ઠાતા હતા.
આ પ૪. સત્ત્વશીલ નારીઓ છે
ઉજમ ફઈની અનોખી ભેટ : અનુપમા દેવીનું યોગદાન.
દરેક કાળે સ્ત્રીજગતનું સત્ત્વ પ્રગટતું રહે છે. તેના ટોળાં ન હોય બજારમાં હીરાની દુકાન ઓછી હોય પણ તેમાં રહેલી વસ્તુ કિંમતી
હોય.
આપણા જ કાળની સો બસો જેવા વર્ષની વાત છે. શહેરના સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૯૭
Page #101
--------------------------------------------------------------------------
________________
રતનપોળમાં ઉજમ ફોઈની આયંબિલ શાળા ચાલે છે. તે ઉજમ ફોઈ, ભાવનગરના દીકરી, પિતાની શ્રીમંતાઈ, ભાઈઓનો પ્રેમ ઉજમબાઈનું ભાગ્ય ઉજળું હતું.
ઉજમબાઈ ઉંમર લાયક થયા. પિતાજીએ લગ્ન લીધા. એ કાળ પ્રમાણે ગાડા ભરીને કરિયાવર નક્કી થતો. પણ ઉજમબાઈને સંસ્કારથી તેમાં કંઈ રસ નહોતો. ભાઈઓને લાગ્યું કે ઉજમને કંઈ વધુ જોઈતું હશે. એટલે પૂછયું કે હજી કંઈ જોઈએ છે? કેમ કંઈ ઉમંગ નથી થતો ?
ઉજમ કહે ભાઈ ! આ બધું શું કરવાનું? તમે જો મારી ભાવના પ્રમાણે કરવાના હોય તો આ બધું દાદાના દરબારમાં પહોંચાડો અને તેમાંથી ઉજમબાઈની ટૂંક થઈ. જે આજે પણ નવટૂંકમાં શોભી રહી છે. એ અદ્વિતીય દૃષ્ટાંત છે કારણ કે આ બસો ત્રણસો વર્ષમાં આવો દાખલો સાંભળ્યો નથી. સૌની દોડ ભૌતિકતા તરફ છે. જ્યારે આ સંસ્કાર અનોખા છે.
હજી આગળ જાણવા જેવું છે. ઉજમબાઈના લગ્ન થયા. બીજે વર્ષે ભાઈ સાથે શત્રુંજયતીર્થે નવ્વાણું જાત્રા કરવા ગયા. થોડી જાત્રા થઈ હતી ત્યાં અમદાવાદ પતિ ગુજરી ગયા. રિવાજ પ્રમાણે અમદાવાદ પાછું આવવું પડે. નહીં તો ટીકાને પાત્ર થાય. એટલે ભાઈએ સામાન પેક કરવા માંડયો.
ઉજમ કહે ભાઈ ! ભગવાન રક્ષક છે તેને મૂકીને અમદાવાદ જઈને શું કરીશું? સંસારનો રક્ષક ગયો હવે સાચા રક્ષકને છોડીને મારે અમદાવાદ જવું નથી. અને નવ્વાણું જાત્રા પૂરી કરી.
અમદાવાદ આવ્યા, પ્રભુ પાસેથી બળ મેળવ્યું હતું. પરિસ્થિતિનો સ્વીકાર કર્યો. રતનપોળમાં જરૂરી ઘરની સગવડ રાખી બાકીના માલ મિલ્કત સત્કાર્યમાં આપી ઉચ્ચ જીવન જીવી ધન્ય થઈ ગયા. અને ઉજમ ફઈની ટૂંક દ્વારા અમર થઈ ગયા. સ્ત્રી જગતને સાહસ ભર્યા સત્ય જીવનની અનોખી ભેટ આપતા ગયા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૯૮
Page #102
--------------------------------------------------------------------------
________________
કયાં આજની આધુનિકતામાં સુખ-વિકાસ માનતી આપણી દીકરીઓ, મર્યાદા ઓળંગતો સ્ત્રી સમાજ અને કયાં હમણાં હમણાં થયેલા અનુપમાદેવી જેવા સત્વશાળી સ્ત્રી રત્ન !
વસ્તુપાળ તેજપાળનું નામ ઈતિહાસના પાને ચઢેલું છે. આપણે તેજપાળના પત્ની અનુપમાદેવીનું જીવન રહસ્ય જાણી, માણવું છે.
તેજપાળના લગ્ન અનુપમાદેવી સાથે થયા હતા. દેવીનું કુટુંબ શ્રીમંત અને માનવંતુ હતું. તે કાળે એ યોગ્યતા મનાતી, અનુપમાદેવી દેખાવે શ્યામ હતા. તેજપાળ રૂપાળા હતા. લગ્ન થયા. તેજપાળને અનુપમા દેવીના દેહની શ્યામળતા દેખાઈ પણ દિલમાં ઉજ્જવળતા જોવાના ચક્ષુ જોઈએ ને?
પ્રથમ રાત્રીથી તેમનો અણગમો પ્રગટ થયો. બે પાંચ વર્ષો અણબોલે નીકળી ગયા. અનુપમાદેવીએ ધીરજથી પ્રભુ પર વિશ્વાસ રાખી, દુઃખની કોઈ ચેષ્ટા વગર, ઝેર તો પીધા જાણી જાણી, પણ તે તો અમૃત થઈ પ્રગટ થયા. ગુણિયલ દેવી કુટુંબમાં સૌને પ્રિય. તેમાં તેજપાળ કેવી રીતે બાકી રહે?
સમય પસાર થતો ગયો. બંને ભાઈઓ પગ મૂકે ત્યાં ધન તેમના ચરણમાં આવી મળે. શું કરવું ? આટલા ધનને? દેવીએ કહ્યું જમીનમાંથી નીકળ્યું છે તેને ઉપર ચઢાવો તેમાંથી દેલવાડાના દહેરાસર નિર્માણ થયા. બંને ભાઈઓ તો મંત્રી હતા. તેથી કારભાર સંભાળવો પડે. દેવીએ આ મંદિરોનું નિર્માણ કાર્ય હસ્તગત કર્યું.
સલાટો, કારીગરોની માતા બનીને, ભગવાનના ભક્ત બનીને, વસ્તુપાળ તેજપાળના વૈભવનો યોગ્ય ઉપયોગ કરીને એક અમરકૃતિ બનાવી.
કહેવાય છે વસ્તુપાળ તેજપાળે કરેલું નિર્માણ પણ તેની પાછળ અનુપમાદેવીનું પ્રદાન મહાન હતું તેમના નામ ઈતિહાસના પાને ચઢે કે ના ચઢે પ્રભુના હૃદયમાં સ્થાન પામી ગયા છે. ધન્ય હો !
સત્ત્વશીલ-તત્તમય પ્રસંગો
૯૯
Page #103
--------------------------------------------------------------------------
________________
આ પપ. સંપત્તિનું સુખ કેટલું?
બાળક જન્મે પહેલું વસ્ત્ર પહેરે ત્યારે તેને ખીસું ન હોય, મૃત્યુ પામેલી વ્યક્તિને જે વસ્ત્રો પહેરાવવામાં આવે છે તેને ખીસું ન હોય. પણ જીવનના વચ્ચેના ગાળામાં ખીસાં કેટલાં? કપડાંને ખીસા, કબાટને ખાના, બેંકમાં ખાતાને ખાના. આટલા ખીસા ભરાતા જિંદગી પૂરી થઈ અને ખીસા વગર વિદાય થયો.
“તેં બાંધેલી આ મહેલાતોનું ત્યારે શું થાશે? બાહ્ય સુખ સંપત્તિના મોહમાં મોટા માંધાતાઓ પણ જીવનનો મર્મ પામી શકતા નથી.
શાસ્ત્રકારોએ બતાવેલી સંપત્તિ ખબર છે? આર્યદેશ, આર્યકુળ, માનવજન્મ, વિતરાગદેવ, સતગુરુ, દયારૂપ ધર્મની શ્રદ્ધા, શાસ્ત્રયોગ, આટલી સંપત્તિ મળી છે. તું તેને કેટલો વફાદાર છે? તેને માણવાનો સમય છે? છતાં તે તો યોગ વપરાતા જાય છે તું ખાલી થાય છે, કે કંઈ લઈ જવા જેવું મેળવે છે?
સુખ કયાં સમાણું? ઓછી જિંદગીને ઝાઝી ઉપાધિ. એક બહુમાળી મકાન બંધાતું હતું. મજૂરોના છોકરાં ત્યાં રમતા હતા. પાંચેક બાળકો પાછળનું ખમીસ પકડી છૂક છૂક ગાડી રમતા, આનંદ કરતાં, મેલા ઘેલા કપડાં, સૂકા રોટલા ખાતા.
કોન્ટ્રાકટર જોતો, એક બાળક રોજે પાછળ ગાર્ડ બને, કોન્ટ્રાકટરે પૂછ્યું : તું કેમ રોજ ગાર્ડ બને છે? એન્જિન નથી બનતો?
છોકરાએ કહ્યું મારી પાસે ખમીસ નથી. પાછળના પકડે કેવી રીતે? એટલે હું રોજે ગાર્ડ બનું છું. અને છૂક છૂક ગાડીમાં જોડાઈ ગયો. સિગ્નલ આપ્યું. ગાડી ઉપડી છૂક છૂક છૂક. બાળકો ખુશમાં હતા. કંઈ સંપત્તિ હતી. નિર્દોષ જીવન હતું. કહો તમારી પાસે આવું યે સુખ છે? સુખ કયાં સમાણું છે? જયાં છે ત્યાં શોધો. અંધારામાં પડેલી ચીજ અજવાળામાં જઈને ન શોધાય. અંધારું હોય ત્યાં અજવાળું કરવું પડે તો ચીજ મળે, સુખ આત્મામાં છે તે જ્ઞાનથી મળે. બહાર શોધવાથી નહિ મળે.
૧૦૦
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #104
--------------------------------------------------------------------------
________________
આ પદ. જે થાય તે સારા માટે !
પ્રારબ્ધને સ્વીકારો કે ન સ્વીકારો, જીવે કરેલા કર્મો પ્રમાણે ફળ મળે છે. પાપ કરનારો ધનવાન હોઈ શકે પણ સુખશાંતિ ન હોય. વર્તમાનમાં પૂર્વના પુણ્યયોગે બાહ્ય સામગ્રી હોય પણ અંતરદાહ બળતો હોય. એટલે જે થાય છે તે કર્માધીન છે માટે તેને ઠીક જ માનવું અને સદ્ભાવના સેવવી.
એક નગર હતું. રાજા પ્રજાને પ્રિય હતો. મંત્રી પણ સત્ત્વશાળી હતા. મંત્રીને એક આદત હતી કંઈ પણ બને તો તરત જ કહે “જે થાય તે સારા માટે એકવાર તલવારને જોતાં જોતાં રાજાની આંગળી કપાઈ ગઈ.
મંત્રી બોલ્યા : જે થાય તે સારા માટે. રાજા આંગળીના ઘાના દુખાવાથી અકળાઈ ગયો અને સંત્રીને કહ્યું કે આ મંત્રીને જેલ ભેગા કરી દો. મંત્રી હસતે મુખે જેલ ભેગા થયા. જે થાય તે સારા માટે બોલતા ગયા.
થોડા દિવસ પછી રાજા શિકારે ગયા હતા. તે ભૂલા પડ્યા. ભીલ પલ્લીમાં પહોંચી ગયા. ભીલોએ એમને પકડ્યા. રાજાને થાંભલે બાંધી દીધો. વળી તે દિવસે તેમનો તહેવાર હતો. દેવીને બલિ ચઢાવવાનો હતો. બલિ માટે રાજાને શણગારવાનો હતો. રાજા ઘણા પરાક્રમી હતા પણ અહીં તો તેમનું કંઈ ચાલે તેમ ન હતું.
ભીલ ખૂબ જોરાવર હતો. જોતાં છળી જવાય તેવો કદાવર હતો. માણસો રાજાને શણગારતા હતા. પરાક્રમી રાજા અત્યારે તો ગરીબ ગાય જેવી હાલતમાં હતા. શણગાર કરતા આંગળીઓ સજાવવા ગયા ત્યારે ખબર પડી કે એક આંગળી કપાઈ ગઈ છે. ખોડો માણસ દેવીને ધરાવાય નહી તેથી રાજાને છોડી મૂકયો.
રાજાને યાદ આવ્યું કે મંત્રી કહેતા હતા જે થાય તે સારા માટે અને ચોર પલ્લીમાંથી છૂટયા કે ઘોડે ચઢી સીધા જેલમાં પહોંચી મંત્રીને નમી પડ્યા. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૧
Page #105
--------------------------------------------------------------------------
________________
હે મંત્રી ! આંગળી કપાઈ ત્યારે તમે કહ્યું કે જે થાય તે સારા માટે, અને તમને જેલમાં પૂર્યા, પણ તમારી વાત સાચી હતી. ખોડી આંગળીને લીધે હું આજે બલિ થતાં બચી ગયો.
પણ તમને જેલમાં પૂર્યા ત્યારે તમે બોલ્યા હતા કે જે થાય તે સારા માટે તેનો મર્મ શો?
મંત્રી કહે રાજાજી જો હું જેલમાં ન હોત તો તમારી સાથે હોત અને હું પૂરો સાજો સમો. મને બલિ ચઢાવત ને? પણ જેલમાં હતો તેથી બચી ગયો.
પૂર્વે બાંધેલા કર્મો ઉદયમાં આવે ત્યારે તે ભોગવ્યા વગર ઈંદ્ર ચંદ્ર નાગેન્દ્ર ભાવિ તીર્થકર પણ છૂટયા નથી. માટે, પૂર્વ કર્મ ભોગવતા શોક કરવો નહિ. બંધ સમયે ચેતવાનું છે. માટે સૌના હિતમાં રાજી થવું. દુઃખ ન ગમે તો કોઈને દુઃખ આપવું નહિ. તું સુખી છો સૌને સુખ આપવા રાજી રહેજે.
શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિ માંય અશુભ કરે નકદિ ફળ કર્મ રહિત ન કયાંય
- શ્રીમદ્ રાજચંદ્ર જીવ કર્મને જાણે કે ન જાણે, માણે કે ન માણે પણ કર્મ ભૂલ થાપ ખાતું નથી. કર્મસત્તા વ્યવસ્થિત છે. દુઃખનો સમતાથી સ્વીકાર, સુખનો સત્કાર્યથી સદ્ધપયોગ. દુઃખને વહેંચાય નહિ સમતાથી સ્વીકાર કરવો.
સર્વથા સૌ સુખી થાઓ સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.
૫૦. કૂરુ સૂરુ બન્યો
એક નાનું સરખું ગામ. ત્યાં એક કુશળ અને પરોપકારી વૈદ્યરાજ વસે. યોગ્ય ચિકિત્સા કરે, પૈસાનો લોભ નહિ. ધર્મવૃત્તિવાળા હતા. સુખેથી ગુજરાન નભતું હતું. ગામજનો તેમનો ખૂબ આદર રાખતા. તે ગામમાં એક કુરનામનો હલકી મનોવૃત્તિવાળો માણસ રહેતો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૨
Page #106
--------------------------------------------------------------------------
________________
હતો. એક આંખે કાણો પણ પૂરો લંપટ, દારૂનો વ્યસની, શિકારમાં શૂરો. એવામાં તેની બીજી આંખે પણ અંધાપો આવ્યો. તે વૈદ્યરાજના ઘરે પહોંચ્યો, ચાર દિવસ ધક્કા ખાધા પણ વૈદ્યરાજ મળે જ નહિ. એકવાર યોગ થઈ ગયો. વૈદ્યરાજ ખૂબ કામ કરીને થાક્યા હતા. તેથી કંટાળીને બોલ્યા આંખમાં આકડાનું દૂધ નાંખજે. | કુરુ ઘરે પહોંચ્યો, એના આંગણાની પાછળ આંકડાનો છોડ હતો. તેના દીકરાની પાસે પાંદડા મંગાવી દૂધ બે ત્રણ વાર નાખ્યું અને જાણે ચમત્કાર થયો હોય તેમ કુદેખતો થઈ ગયો. એ તો ફળફળાદિ લઈ વૈદ્યરાજને ત્યાં પહોંચ્યો. ત્યાં ખૂબ ભીડ હતી. રાહ જોઈને બેઠો. સાંજે વારો આવ્યો. વૈદ્યરાજના ચરણમાં પડ્યો, શું થયું? વૈદ્યરાજ હું તો આકડાના દૂધના ટીપાંથી દેખતો થઈ ગયો. આપે બતાવેલા ઉપાયથી હું દેખતો થયો.
વૈદ્યરાજ વિચાર કરે છે કે મેં તો તેને દૂર કરવા આ ઈલાજ કહ્યો હતો. આંકડાના દૂધથી આંખ બગડે, સુધરે નહિ, આવા શિકારી અને દુરાચારીને ઉપાય કરવાનો કંઈ અર્થ ન હોય પણ મેં તો કંટાળીને ઉપાય કહ્યો હતો અને તેની આંખ સારી થઈ ગઈ. આશ્ચર્ય? - વૈદ્યરાજ તો આયુર્વેદનો ગ્રંથ લઈને બેઠા અને તેમાં જોયું કે જે આંકડાના છોડને દૂધથી રોપવામાં આવે તેના પાંદડાના દૂધથી આંખને તેજ મળે. વૈદ્યરાજે ગ્રંથ બંધ કર્યો. કુન્ને કહે ચાલ તારે ઘરે આવું છું. મારે એ આંકડાનો છોડ જોવો છે. | કુરુતો ખુશ થઈ ગયો. જેમના કારણે પોતે દેખતો થયો હતો તે તેને માટે ભગવાન હતા. તેઓ તેના ઘરે પધારશે? એના જેવું રૂડું શું
વૈદ્યરાજ કુરુને ઘરે પહોંચ્યા. આંકડાના મૂળને ખોદાયું તો જાણાયું કે તેના મૂળ માં દૂધનું સિંચન બાપદાદાઓએ કર્યું હતું. કુરુને આંખનું તેજ મળ્યું તેનું રહસ્ય મળી ગયું. દૂધના પાત્રમાં છોડ વાવ્યો હતો.
વૈદ્યરાજ પ્રસન્ન થયા. કુરુએ વૈદ્યરાજને ભેટ આપવા માંડી, તેઓ તો નિઃસ્પૃહ હતા. તેમને કંઈ જોઈતું ન હતું તેમણે કહ્યું જો તારે મને ભેટ આપવી હોય તો, હવેથી વ્યસન, શિકાર છોડી ભક્તિ સત્સંગમાં સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૩
Page #107
--------------------------------------------------------------------------
________________
લાગી જા. તારો દીકરો ઘરબાર ચલાવશે.
વૈદ્યરાજે તો તેનાથી કંટાળીને આ ઉપાય બતાવ્યો હતો. પણ તેનું ભાગ્ય જોરદાર હતું. તો ઉપાય ફળદાયી થયો. તેના કરતા સવિશેષ કુરુ સજ્જનતા પામ્યો. કુરુ પૂરે પૂરો પરિવર્તન પામ્યો. ભક્તિ અને સત્સંગ તેના જીવનના અંગો બની ગયા. આગળ કરેલા પાપના પશ્ચાતાપ માટે તપ તિતિક્ષા પણ કરતો.
આપણે જાણીએ છીએ કે ચોર લૂંટારાઓ કોઈ સંતોની સંગે ખૂની મટી મુનિ થાય છે અને જીવન સાર્થક કરે છે. તેમ કૂરુ પણ દુર્જનતા છોડી સૂરુ બન્યો. સાત્ત્વિક કે તાત્ત્વિક જીવન જીવનારા સંતોમાં, તેવા ઉત્તમ જીવોની વાણીમાં તેનું સત્ત્વ પ્રગટતું હોય છે.
- ૫૮. મુક્ત થવાનો સંકેત છે
માનવ જન્મે છે, જીવે છે. મૃત્યુ થતા વિદાય લે છે. આ ક્રમ નિયત છે. પણ માનવ કેવું જીવ્યો? અન્યને શું પ્રેરણા આપતો ગયો તે અગત્યનું છે.
એક ગાય જન્મી, મોટી થઈ, બચ્ચું થયું. તેને વાત્સલ્ય કર્યું, દૂધ પાયું માલિકને કામ આપ્યું. આયુષ્ય પૂરું થતા વિદાય થઈ. મનુષ્ય વિદાય થયો. ગાય વિદાય થઈ ફરક શું પડયો?
માનવ ધન સંપત્તિ, કુટુંબની પરંપરા મૂકતો ગયો. ગાયે પણ એ જ કર્યું. તેના બચ્ચા દ્વારા સંતતિ આપતી ગઈ. માટે હે, માનવ! તું વિચાર કે તારું અને ગાયનું કર્તવ્ય સરખું નથી. અરે ! તું ગાયથી એ ઉતરી ગયો? સ્વાર્થ અને સુખ ભોગ કરી વિદાય થયો ?
આમ તો માનવે જગતને આધુનિક શોધ વડે ઘણું આપ્યું. તે શોધોએ માનવને સગવડ આપી પણ સ્વાધીનતા અને જીવનની ગરિમા ઝૂંટવી લીધી. તેમાંથી કેવી રીતે છૂટવું?
એક પક્ષી પ્રેમી પોપટને લઈ આવ્યો હતો. સુંદર મજાના પિંજરામાં રાખ્યો હતો. ખોરાક પૂરતો આપતો. હાલ કરતો પણ પક્ષી પિંજરમાં ૧૦૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #108
--------------------------------------------------------------------------
________________
સુખી હતો કે દુઃખી?
એકવાર તે સજ્જન પુનઃ તે દેશ બાજુ ગયો. એણે ત્યાં બેઠેલા પક્ષીઓને કહ્યું કે તમારો મિત્ર પિંજરામાં બધુ હોવા છતાં દુઃખી રહે છે. આ સાંભળતા એક વૃદ્ધ પોપટ, ધડામ લઈને વૃક્ષ પરથી નીચે પડ્યો. સજ્જન બિચારો કહીને વિદાય થયો.
દેશમાં જઈને પક્ષીની ભાષામાં તેમણે આ વાત કહી. આ સાંભળી પક્ષી પણ પાંજરામાં નિશ્ચત થઈને પડી ગયું. સજ્જન સમજયો કે તે આઘાતથી મરણ પામ્યું છે. તેથી પિંજરામાંથી કાઢીને બહાર મૂક્યું, પક્ષી ઊડી ગયું. તે વૃદ્ધ પક્ષીની ચેષ્ટાથી મર્મ સમજી ગયું હતું કે છૂટવું હોય તો આમ કરજે. આપણા સાધુ સંતોના જીવનની ચેષ્ટા આવી છે. સાધુને માનવ સમજે તો છૂટી જાય. માટે સાધુ સંતોના સંપર્કમાં રહેવું. સમય જોઈને સંસારમાંથી ત્વરિત પડતું મૂકવું. છૂટી જવું.
- ૫૯. સાધક જીવનની ચર્ચા કરી
તમારે જીવનમાં સાધનાનો ક્રમ ગોઠવવો છે? ધર્મનો ક્રમ એ જીવનની ઘરેડ નથી પણ જન્માંતરીય સંસ્કાર છે, પૂર્વના સંસ્કારનું અનુસંધાન છે.
મુંબઈમાં રહેતા મનસુખલાલ, ગામડે પ્રાથમિક શિક્ષણ લીધેલું. મુંબઈ આવીને નાના સરખા ઘરમાં ગોઠવાઈ ગયો. કાપડનો ધંધો કરે સંતોષથી રહે.
મુંબઈ પૂ. આચાર્ય ધર્મસૂરિજીના પરિચયમાં આવ્યા. ચાર રવિવાર પ્રતિક્રમણ, બેસણા, એવા સામાન્ય નિયમોથી જીવન શરૂ કર્યું. વ્યવસાય ચાલુ હતો.
સમયનું વહેણ વહયું જાય છે. એક પુત્ર છે તે ભણીને કામે લાગી ગયો. મનસુખભાઈએ નિવૃત્તિ લેવા માંડી અને આચાર્યશ્રીના સંપર્કથી જીવનક્રમ ગોઠવી દીધો. સવારે ૪-૩૦ વાગે ઊઠવું. પ્રતિક્રમણ, ધ્યાન કરી, સવારના દેવદર્શન કરવા. (નવકારશી કરી) પૂજાપો લઈ એક સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૫
Page #109
--------------------------------------------------------------------------
________________
કલાક પૂજા કરવી. પછી ઉપાશ્રયે જઈને નવું ભણવું. સામાયિક સાથે, ઘરે આવી ભોજનથી પરવારી પાછા ઉપાશ્રયે કે ઘેર શાસ્ત્ર વાંચન કરવું, ચૌવિહાર કરી. રાત્રે કુટુંબ સાથે ધર્મ ચર્ચા કરવી. પ્રતિક્રમણ કરવા જવું. રાત્રે સાધુ મહાત્માની વૈયાવચ્ચ કરવી. પૂરી મસ્તીથી જીવન જીવવું. ગૃહસ્થ છતાં ત્યાગી. પછી તો લગભગ ઉપાશ્રયે રહેતા. જીવનમાં સચ્ચાઈ સરળતા, મૈત્રી પ્રેમ જીવદયા, ઉપકારક બુદ્ધિ. ગૃહમાં છતાં નિવૃત્ત જીવન છતાં સૌને આદર. કયાંય પ્રમાદ નહિ.
આહારાદિના નિયમને કારણે સીત્તેર વર્ષે પણ યુવાનની જેમ સાધના કરે છે. ઘણા કહે છે આખો દિવસ શું ધર્મ કરવો. લો આ દૃષ્ટાંત અને વિચારજો. જીવનની સાચી કમાણી કેવી રીતે કરવી !
૬૦. સંત શ્રદ્ધા જીવંત છે
*
એક યુવાનને વાંચવાનો ખૂબ શોખ, અનુક્રમે ધર્મના પુસ્તકો વાંચતો થયો. પૂર્વના પણ કોઈ સંસ્કાર હશે, ધર્મના પુસ્તક વાંચતા તેને સંસારનું વિરુપ, ધર્મનું સ્વરૂપ સમજાવા લાગ્યું. ધર્મના આચારની રુચિ થઈ.
એમાં શ્રી પર્યુષણ આવ્યા. વ્યાખ્યાન સાંભળે નાનું મોટું તપ કરે. તેના યુવાન મિત્રો તેની મશ્કરી કરે. હોટેલ વિગેરેનું પ્રલોભન આપે પણ દેઢ રહેતો. પછી તો તેણે શ્રાવક ધર્મી મિત્રોનો સહવાસ વધાર્યો.
હવે મિત્રોને બદલે સાધુ સંતોનો પરિચય વધાર્યો પછી તો શ્રાવકને ઉચિત અનુષ્ઠાનો કરતો થયો. તેની અંતરંગ અવસ્થા ત્યાગ તરફ ઢળતી ગઈ.
યુવાન હતો. માતાપિતાએ લગ્ન માટે આગ્રહ કર્યો. તેણે ધીરજથી માતા-પિતાને સમજાવ્યા તેની એ શ્રદ્ધા દઢ હતી. સંસાર એ કષાયનું, પાપનું ઘર છે તેમાં કોઈ આત્માનું ભલું થયું નથી. વળી પૂર્વના સંસ્કારો હશે તેથી દીક્ષાના ભાવ થયા. માતા-પિતાને સમજાવી દીક્ષા ગ્રહણ કરી.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૬
Page #110
--------------------------------------------------------------------------
________________
પૂર્વના પુણ્યયોગે જ કહો શાસ્ત્રવાચન કરીને આ યુવાને કેટલો વિકાસ કર્યો. દીક્ષા-સંયમ પ્રભુની આજ્ઞા પ્રમાણે સમિતિ ગુપ્તિને સમજીને પાળે. દેહભાવ તો અતિ ગૌણ કર્યો હતો. દેહ અને આત્માની ભિન્નતાનું ભાન થયું. ભેદજ્ઞાન પામ્યો. અનુકૂળતા પ્રતિકૂળતાનો તેને ભેદ ન હતો. તેની આત્મભાવના દઢ હતી. તે જડ ચૈતન્યના ભેદને સમજી ગયો હતો. જીવન સાર્થક કર્યું. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો.
જડથી ઉદાસી તેની આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર
છે. ૬૧. તપ એ દેહદમન નથી
,
વૈજ્ઞાનિક યુગથી પ્રભાવિત માનવી તપનું મહાભ્ય નહિ સમજે કે નહિ સ્વીકારી શકે. દેહનો નેહ કર્મબંધનો પાયો છે. કર્મબંધ ચારગતિ પરિભ્રમણના દુઃખનું કારણ છે. હા, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિ વાળાને ચારગતિ અને પુનઃજન્મ મરણની વાત નહિ સમજાય. ભલે એ સમજાય કે ના સમજાય પણ જેમ લીમડો કયારેય ગળ્યો થવાનો નથી. સાકર કડવી થવાની નથી. ધારોકે એ થાય પણ આ સર્વજ્ઞના કથન તો સાચા જ રહેવાના છે. દેહના નેહ ને કારણે અન્ય માયા કપટ થતા રહેવાના છે. દેહનો મોહ છોડવા તપની વિશિષ્ટતા બતાવી. આ કાળના સાધકો સહેજે કરે છે.
પૂનાના રહેવાસી એ બહેન ગુરુ આજ્ઞાવંત હતા તેથી તેમની કૃપા પણ હતી. કૃપા પ્રસાદે તેમણે તપસ્યા કરી તે નીચે મુજબ છે.
૪ માસી, અઢી માસી, દોઢ માસી, માસ ક્ષમણ-૨, ૧૬ શ્રેણિતપ, સિદ્ધિ તપ, કંઠા ભરણ તપ, ચત્તારી અઠદસદોય, વર્ષીતપ ૧, છઠ્ઠથી ૧, અઠ્ઠમથી ૧, વાસ સ્થાનકની ઓળી ઉપવાસથી, છઠ્ઠથી, અઠ્ઠમથી સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૭
Page #111
--------------------------------------------------------------------------
________________
એક એક, આયંબિલ તપથી ૧૦૧ ઓળી, સળંગ આયંબિલ ૮૨૫૫૦૦ અઠ્ઠાઈ ૧૫૦, છઠ્ઠ ૨૦૦.
ઉપધાન, નવ્વાણું, નવકારના નવ લાખ જાપ, આ જ વર્ષોમાં બનેલી આ હકીકત છે. તપ વગરનો દિવસ તેમના જીવનમાં હતો નહિ. આ હકીકત તદ્ન સત્ય છે. અહીં એક દૃષ્ટાંત, આપ્યું છે. આવા તપ આરાધકો બીજા પણ છે. ધન્ય છે તેમના જીવનને. તપ એ કર્મ નિર્જરાનું કારણ છે. તપ કર્મને તપાવે છે. “ઈચ્છા નિરોધ તપ, તપસા નિર્જરાચ.”
-તત્ત્વાર્થ સૂત્ર
- ૬૨. સંતોની નિઃસ્પૃહતા.
વિશ્વમાં કોઈ પણ ખૂણે વસતા સત્ય પરાયણ યોગીના જીવનમાં નિઃસ્પૃહતા, સહજતા, પરમસંતોષ જેવા ગુણો માનવને સાચો રાહ બતાવે છે. કથંચિત એવું બને કે આજના યુવાનો ધન સંપત્તિની લાલચમાં ભરમાઈ જીવનની બરબાદી કરે છે. કુમાર્ગે જઈ અન્ય ભોળાજનોને કે સ્વાર્થી અણસમજુ જીવોને અસત્ માર્ગે દોરી સ્વપર અહિત કરે છે.
સાચા સાધકે પોતે પણ લોભ લાલચમાં ન ફસાતા વિવેકપૂર્વક સાચા સંતના પરિચયમાં રહેવું. કોઈપણ પ્રકારની લાલચથી ભરમાઈ સ્વપર અહિત ન કરવું. દોરા ધાગા કે ચમત્કારોમાં અટવાઈ ન જવું.
એક સંત નગરથી દૂર ઝૂંપડીમાં રહેતા, બીજી કોડ વસ્ત્રો, આહારના બે પાત્રો, પાણીનો જૂનો ઘડો, રાત્રે સૂવાનો ધાબળો ઓછો આતો ઘણું થયું.
એકવાર ભૂલો પડેલો રાજા ઝૂંપડી પાસે આવ્યો. અતિ વર્ષાને કારણે આગળ જવાય તેવું નહોતું. રાજાને ત્યાં રોકાવું પડયું. અંતે પોતાનો ધાબળો પાથરી આપ્યો, પાણી પાયું. પછી કહે તમે નિરાંતે
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૮
Page #112
--------------------------------------------------------------------------
________________
સૂઈ જાવ કંઈ જરૂર પડે તો કહેજો.
રાજા ચારે તરફ જોવા લાગ્યો. જરૂર પડે તો સંત શું આપશે? ઝૂંપડીમાં કંઈ સાધન તો છે નહિ.
સંતના જીવનની પવિત્રતા એવી હતી કે રાજા ધાબળા પર સૂતાં કે નિદ્રાવશ થઈ ગયા. આવી નિદ્રા કયારે ય મળી ન હતી. છેક સવારે ઊઠયા ત્યારે મુખ પર પરમ શાંતિ હતી. આવી શાંતિ મહેલના કિંમતી ખાટલામાં કયાંથી મળે ? એટલે રાત્રે રાજાને આવશ્યકતા જ ઊભી ન થઈ. તેને સંતની વાત સમજાઈ.
રાજાએ સવારે જતી વખતે એક કિંમતી હીરો આપ્યો. સંત કહે મારે આની જરૂર નથી. છતાં રાજાએ આગ્રહ કરી ઝૂંપડીની વળીઓમાં મૂક્યો. રાજાને એમકે થોડા વખત પછી લેશે. વર્ષો ગયા સંતને જરૂર પડી નહિ કારણકે તેમની પાસે આકિંચનત્વનું બળ હતું. આત્મ સંતોષનું ઐશ્વર્ય હતું.
થોડા વર્ષો પછી રાજા ત્યાંથી નીકળ્યા. તેને એમકે ઝૂંપડીને બદલે કોઈ ભવ્ય આશ્રમ હશે. કારણ કે પેલા હીરામાંથી તે થઈ શકે તેમ હતું પણ અહીં તો તે જ ઝૂંપડી હતી.
રાજાએ પૂછ્યું, બાપજી પેલો હીરો કયાં ? સંત કહે, રાજા એ તો તમે જ જોઈ લો. રાજાએ જોયું હીરો ત્યાં જ વળીમાં પડયો હતો. સંતને તેના સ્મરણે સતાવ્યા જ ન હતા. આકિંચન્ય તેમનું બળ હતું. પ્રભુચરણે ધરેલું જીવન હતું. જીવન હીરામય હતું. તેમને બાહ્ય હીરાની શી જરૂર !
કયારેક આવા સંતોના પરિચયમાં રહેવું, તો જીવનના સાચા તત્ત્વને પામી શકાય.
વિકલ્પોની જાળ આમ ભેદાય. પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર. સંતોનું જીવન દેહાધીન નથી. ચેતના પર નિર્ભર છે. જે ચેતનાની શક્તિ અપાર છે. સમાગમે શ્રદ્ધાથી સમજાય છે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૯
Page #113
--------------------------------------------------------------------------
________________
૬૩. શુભ સંકલ્પનું બળ
એક ગુરુદેવ મોટા શિષ્યવૃંદ સાથે વિહાર કરી રહ્યા હતા. સાંજ ઢળવા આવી હતી. ત્યારે જે ગામ આવવાનું તે નાનું હતું. કોઈ સગવડતા મળવાની શકયતા ન હતી.
ગુરુદેવ એક વૃક્ષ નીચે બેઠા, શિષ્યવૃંદ પણ સામે બેઠું. ગુરુદેવ કહે, અહીં જે ગામમાં જવાનું છે. ત્યાં કોઈ સગવડ નહિ હોય. પ્રતિકૂળતામાં પણ પ્રસન્ન રહેવું તે આપણું સંયમ જીવન છે. સૌએ કંઈ જ સગવડ વગરના ગામમાં પ્રસન્નતાથી રાત વિતાવી.
શુભ સંકલ્પનું બળ હતું. સામાન્ય માનવ લગભગ અશુભ વિચારોમાં અટવાતો હોય છે. તેની અસર અચેતન મન પર પડે છે. અને તેમાંથી અનેક વિકારી ભાવો ઊઠે છે. ત્યારે સાધકે જાગૃત રહી પ્રભુગુણ જેવા સ્મરણના આધારથી શુભધારા વહેવડાવવાની દૃઢતા રાખવી. કયારે બને?
એક પ્રયોગ કરો. ઊઘતા પહેલા ૨૦/રપ મિનિટ પ્રભુસ્મરણ કે મંત્ર સ્મરણ કરો, તેમાં એકાગ્ર થાવ તે મંત્રના ભાવ અજાગૃત મન સુધી પહોચે અને તેમાં પડેલા કુસંસ્કારોને ઓગાળી નાંખે. આ સાધના સઘન બને તો તે જન્માંતરીય સંસ્કાર બને. એ સંસ્કારો કેવળ જાગૃત મન સુધી નહિ પણ અજાગૃત મનમાં સ્થાયી થવા જોઈએ.
સાધુ તો પ્રભુના શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન કરે. જીવનનો મહત્વનો એ સમય હોય છે તેને કલાકો સાથે સંબંધ નથી. જીવંત સંબંધ છે.
અહંત પદ દયા તો થકો દ્રવ્ય ગુણ પચય વડે,
ભેદ છેદ કરી આત્મા અહંત સરીખો થાય. આત્માકાર વૃત્તિ અને તું કયાં જુદા છો ? “બીજો પ્રયોગ કરો, એકાગ્રચિત્તે સ્વાધ્યાય કરો. ચેતનાનો સંપૂર્ણ પ્રવાહ સ્વાધ્યાયમય થઈ રહ્યો છે. જો વિકલ્પો ચાલુ રહ્યા તો વિભાવ ઘૂસી જશે. જે આત્મપ્રદેશ પર મલની જેમ આવરણ કરશે. માટે સ્વાધ્યાય એકાગ્ર ચિત્તે કરો. તે
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૧૦
Page #114
--------------------------------------------------------------------------
________________
સાધના છે. જે સાધ્ય પ્રત્યે સ્થિર થશે. વિભાવ તો દૂર રહી જશે.”
તમે કોઈકવાર નદીમાંથી પસાર થતા હોય અને પાણીનો વેગ આવે તો પગને ઠેરવવા કોશિષ કરવી પડે. તેમ સ્વાધ્યાય આદિ કરતા વિકલ્પોની તાણ આવે ત્યારે ઉપયોગ સ્થિર કરવા પ્રયત્ન કરવો પડે તો સ્વનું અધ્યયન થશે, સ્વાધ્યાય કરો અને તમે કોરા રહી જાવ ? સ્વાધ્યાય સ્વ પ્રત્યે ઝૂકવાનું અનુષ્ઠાન છે.
ઉત્તમ સાધક માટે એકાંત જરૂરી છે, લોક સંપર્ક વિકલ્પોનું કારણ બને છે. જે યોગીઓએ ચેતનાનું અમૃત પીધું તેમણે એકાંતનું સેવન કર્યું હોય છે. પરમાત્મા સાથે પ્રીતિનું એવું જોડાણ હોય છે કે તેમને લોક સંપર્કની જરૂર રહેતી નથી.
ધનપાલ કવિએ હૃદયંગમ વસ્તુ જણાવી છે. ભગવાન ! તારી સેવાથી મોક્ષ મળશે તેનો આનંદ છે, પણ તારી સેવા છૂટી જશે એટલે એટલો બધો આનંદ નથી. તારી સેવા, તારું સાનિધ્ય છૂટી જાય તેટલો આનંદ ઓછો થાય તેનો મને ડર છે.
ગૌતમસ્વામી જેવાએ પણ કેવળજ્ઞાનને ગૌણ કરી પ્રભુની સમીપતાનો આનંદ માણ્યો.
આ ૬૪. ધ્યાન એક અનોખું રહસ્ય છે
સહજધ્યાન, શુદ્ધ ધ્યાન તે આધ્યાત્મિક ક્ષેત્રે મૂલ્યવાન તત્ત્વ છે. જેમાં જીવનનું રહસ્ય પ્રગટ થાય છે. જે સાધક ધ્યાનના રહસ્યને જાણતો નથી તે દુર્ગાનનો ભોગ બની જન્મો સુધી યાતના ભોગવે છે. ધ્યાનનું આવું અનોખું મૂલ્ય માનવદેહે જ પ્રાપ્ત થાય છે.
ધ્યાન એ કરવાની વસ્તુ નથી. ધ્યાન કરવું છે એમ બોલવાની પદ્ધતિ છે. ધ્યાન આત્મામાં હોવાની ધારા છે. આત્મભાવની સુવાસ છે. તે પ્રયત્નથી નથી મળતી તેમાં સહજતા છે.
તમે કોઈ તપ કર્યું છે. અમુક વસ્તુનો ત્યાગ કર્યો છે. તેમાં અહંકાર જોડાય કે મેં અમુક પદાર્થોનો ત્યાગ કર્યો છે, તો તે ત્યાગની સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૧ ૧
Page #115
--------------------------------------------------------------------------
________________
સહજતા નહી રહેતી, તેનો ભાવ આત્માને સ્પર્શે પણ નહિ. ત્યાગમાં સહજતા જોઈએ તે તપ નિર્જરાનું કારણ બને.
ધ્યાન વગરનો જીવ છે જ કયાં ? સંસ્કાર વશ આર્ટ-રૌદ્રધ્યાન ચાલુ છે. અશુભ ધારા ચાલુ છે. તેને પ્રથમ પલટીને શુભધારામાં આવવું છે. અને શુભધારાનો સહજતાથી ત્યાગ કરી શુદ્ધતામાં પ્રવેશ કરવો છે. શુદ્ધતામાં પ્રવેશી ધ્યાનથી કર્મક્ષય કરી જીવ મુક્ત થાય છે.
તમે મનથી અશાંત છો અને બારણું બંધ કરવા ઉઠયા. જોરથી બારણા પછાડીને બંધ કર્યા, રોજની આવી ઘણી બાબતો આવેશથી થતી હોય ત્યાં સમ્યક્ આચાર કયાંથી આવે ? એવા સાધકોએ ધ્યાન કરવું હોય ત્યારે ખૂબ પ્રયત્નથી પ્રયાસ કરવો પડે. સહજતા તે સમયે થતી નથી. છતાં સદ્ગુરુના સાન્નિધ્યથી આજ્ઞાંકિતપણે વર્તે તેને માટે ધ્યાન આદિ સહજ બને છે. ધર્મધ્યાન શુકલધ્યાન શાસ્ત્રોક્ત વિધિથી કરીએ તો તેનું પરિણામ આવે.
ધ્યાનના અનેક પ્રકાર છે. ધ્યાન માટેની યોગ્ય વિધિ સદ્ગુરુનું સાન્નિધ્ય તથા એક નિષ્ઠ પ્રયાસ પ્રારંભમાં જરૂરી છે. સાધકની ભૂમિકા પ્રમાણે સમયનું ધારણ રહે છે. ચિત્તનું આત્મગુણમાં એકાગ્ર થવું તે ધ્યાન છે. પ્રારંભમાં એકાગ્રતા માટે અભ્યાસ કરવો પડે.
એક વ્યક્તિને તરતા શીખવું હતું. તે તરણહોજના સ્થળે ગયો. શિક્ષકે સૂચના આપી વ્યક્તિ સમજી કે આતો સહેલું છે. સીધી ડૂબકી મારી ડૂબવા લાગ્યો, શિક્ષકે બહાર કાઢયો. તે વ્યક્તિએ ત્યાં મનમાં નિર્ણય કર્યો કે તરતા આવડે પછી જ તરણ હોજમાં પડવું, તેમ વ્યક્તિ વિચારે કે હજી સમય છે. ધ્યાનની યોગ્યતા આવશે પછી ધ્યાન કરશું તો તે કયારેય બનશે નહિ.
ધ્યાન એ જીવનની અંતરંગ અવસ્થા છે તેનો પ્રારંભ કરતાં પહેલાં જાણી લેવું જોઈએ, તેની યોગ્યતા કેળવવી જોઈએ, કારણકે ધ્યાન એ વાસ્તવિક રીતે આત્મા સાથે જોડાયેલી અવસ્થા છે. તેને માટે ચિત્તની એકાગ્રતા-સમતુલા જરૂરી છે.
સામાન્ય રીતે જીવ સાથે શુભાશુભ ધ્યાનની આર્ટરૌદ્રધ્યાનની પ્રક્રિયા ચાલતી જ હોય છે તે ધારા બદલવી, જન્મોથી સંસ્કારિત થયેલી,
૧૧૨
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #116
--------------------------------------------------------------------------
________________
જામેલી ધારા વિચાર માત્રથી બદલાતી નથી. મહા પરિશ્રમ કરવો પડે છે. મનની પ્રસન્નતા જરૂરી છે જેમાં નિર્દોષતા છે.
સમગ્ર જીવનની પ્રક્રિયા બદલવી પડે છે. વર્ષો ગાળવા પડે છે. આટલી ક્ષમતા ન હોય તો સાધક સામાન્ય અનુષ્ઠાનોથી સંતોષ માને છે. તેમાં થોડી શુભ ભાવનાઓને ધર્મ માની નિર્જરારૂપ ધ્યાનની પ્રક્રિયા છોડી દે છે, અને પેલી વ્યક્તિની જેમ કહે છે. ધ્યાન થઈ જશે, એટલે ધ્યાનમાં રહેવાનો પ્રયત્ન કરશું. વાસ્તવમાં ધ્યાન ગુરુગમે કરવાનું છે.
ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજ્યજી ધ્યાન અંતરયાત્રામાં જણાવે
અત્યંત નિર્મલ ધ્યાનયોગ દ્વાદશાંગીના સારરૂપ છે. સર્વે મૂલગુણોઉત્તરગુણો સર્વ સાધુ તથા શ્રાવકોનો બાહ્ય ક્રિયાકલાપ ધ્યાનયોગ માટે કહેવાયો છે.
ઉપમિતિદ્ધા પ્ર. ૮ મુક્તિ માટે ધ્યાનયોગ છે. તેના માટે મનની પ્રસન્નતા જરૂરી છે. અહિંસા આદિથી વિશુદ્ધ એવા અનુષ્ઠાન વડે તે મનની પ્રસન્નતા સિદ્ધ કરી શકાય છે.
જ.
૬૫. એ આ કાળના સાધક હતા .
ભૂતકાળના સાધકોની વિશિષ્ટ સાધના સાંભળીએ ત્યારે કોઈવાર તે કાલ્પનિક લાગે !! તો હવે આ કાળના સાધકની વાત કરીએ. પૂ. શ્રી પન્યાસજી પાસે શ્રી હિંમતભાઈ બેડાવાળાએ સાધના કરેલી અને લીધી પણ હતી.
છ માસ સુધી સીવેલું કપડું પહેર્યા વગર આયંબિલ કરીને નવકારમંત્રની સાધના અને કાર્યોત્સર્ગની સાધના કરેલી. નિવાસે તે સાધના કરતા શરીરમાં અસુખ જણાય તો કાયોત્સર્ગ કરતા. ખરેખર જાણે દેહ-કાયાના ભાવથી મુક્ત થતાં.
પવિત્ર તીર્થ પાલીતાણામાં હિંમતભાઈ સાધનાથે રહેલા. એમને સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૧૩
Page #117
--------------------------------------------------------------------------
________________
વર્ધમાન આયંબિલ તપની ૯૦મી ઓળી હતી. તેની પૂર્ણતા થવામાં હતી અને આગળની ઓળીનો પાયો નાંખવાનો હતો.
તે નિમિત્તે તેમણે કેટલાક સાધર્મિકને પોતાના નિવાસે જમવા બોલાવ્યા. સૌએ પ્રભુદર્શન, ભક્તિ કરી, ઉપાશ્રયે જઈ ગુરુવંદના કરી બોધ સાંભળ્યો. પછી નિવાસે સૌને ભોજન માટે બેસાડયા. મિત્રોએ પૂછ્યું, તમે ?
હિંમતભાઈ કહે મારે આજે ૯૧મી ઓળીનો પાયો નાંખવાનો છે, તે માટે તમારા સૌના આશીર્વાદ લેવા આ ક્રમ ગોઠવ્યો છે.
આ સાંભળી સૌના નેત્રો સજળ થઈ ગયા. એકવાર તેમને એકાસણા એક દ્રવ્યથી ચાલતા હતા. કોઈ સાધર્મિકને ત્યાં જમવાનું હતું. ઉતાવળે બહેન શિરો બનાવતા સાકરના પાણીને બદલે સાદું પાણી નાંખી શિરો બનાવ્યો. હિંમતભાઈ એક જ દ્રવ્યથી એકાસણું
કરતા.
બહેને પ્રેમથી ગરમ ગરમ શિરો તો પીરસ્યો હિંમતભાઈ પ્રેમથી જમ્યા. વિદાય થયા પછી ઘરના જમવા બેઠા પણ આ શું ? શિરો હતો કે ખીચું હતું ? શીરામાં ખાંડ નાખી ન હતી. પણ હિંમતભાઈ તો જાણે કંઈ બન્યુ જ નથી. પેટને ભાડુ આપી દીધું.
આવો સંયમ ધારણ કરનારમાં ભેદજ્ઞાન વર્તે છે. હીરો અને પત્થર જૂદા દેખાય તેમ આ સાધકને આત્મા અને દેહની ભિન્નતાનું ભેદજ્ઞાન આત્મસાત હતું. તે સહજાત્મક થયું હતું કોઈવાર રાત્રે અસુખ લાગે તો ઉભા થઈને કાયોત્સર્ગ ધ્યાનમાં રહેતા. દેહની અવકળા તેના સમયે શમી જતી તેઓ તેના સાક્ષી હતા.
પૂર્વના જન્માંતરીય સાધનાના સંસ્કાર અને વર્તમાનમાં સદ્ગુરુનો યોગ મળ્યો, તે વિનીત થઈ ઝીલ્યો. સંસાર સુખની સ્પૃહા નહી. જેને આત્મ સુખ મળ્યું તેને પૌદ્ગલિક સુખ કેવી રીતે સ્પર્શે ? પન્યાસ પૂ. ભદ્રંકરજીનું તપોબળ, જ્ઞાનબળ, મૈત્રીભાવની ઉત્કૃષ્ટતા, આવા ઉત્તમ જીવોને પ્રદાન હતું. આવા અન્ય સાધકો પૂ. શ્રીના બોધની નિપજ છે. મૈત્રીભાવના એ તેમને માટે નવકારમંત્રની સાધનાનું અંગ હતું.
૧૧૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #118
--------------------------------------------------------------------------
________________
પન્યાસજીના ગ્રંથો આજે પણ તેમની જીવંત પ્રતિભાના દર્શનબોધ માટે ઉપલબ્ધ છે પુણ્યશાળી જીવોને તે સહજે મળી રહે છે. તેઓ કહેતા જિનાજ્ઞારૂપ ધર્મસત્તા બળવાન છે. બીજે શોધવાની જરૂર નથી.
૬૬. સુખ કયાં સમાયું
એક અંક માનવ નાના સરખા ઓરડામાં ખાટલામાં સૂતો હતો. દિવસે કયાંયથી ખાવાનું મેળવી લેતો એટલે ઘરમાં હાંલ્લા કુસ્તી કરે તેવી દશા હતી. તેને ત્યાં એક રાત્રે ચોર આવ્યો, અવાજથી તે જાગી ગયો, તે ખાટલામાં સૂતા સૂતા જ બોલ્યો, હે ભાઈ ! આ ઓરડામાં દિવસે મને કંઈ જ મળતું નથી તને રાત્રે શું મળશે ?
જ્ઞાનીઓ કહે છે હે જીવ ! તને પ્રકાશમય માનવ જીવન મળ્યું છે. એ પ્રકાશમાં સુખ શોધવાને બદલે તું બહારમાં સુખ કયાં શોધે છે ? શું તારે માટે જીવન રાત્રી જેવું છે ?
“આત્મધન જેની પાસે છે તેને બાહ્ય પદાર્થોની ભરમાર ગમતી નથી. આનંદનું ઝરણું તો પોતાની ભીતરથી સ્વયં ઝરી રહ્યું છે. પદાર્થો શું કરશે ? પદાર્થો એ ઝરણાના પ્રવેશ દ્વાર પાસે માટીના કણ જેવા બની જશે. જે ઝરણાના પ્રવેશને રોકે છે. આ કણોને ઝડપથી હટાવી લેવા જોઈએ.’’ સમાધિશતક આ. યશોવિજ્યજી
કર્મોની જાળમાં ફસાઈ રહેવાથી સંસારના ભ્રમણનો અંત આવતો નથી. સમ્યગ્ સાધન વડે કર્મોનો ક્ષય થાય છે. માટે સાંસારિક વૃત્તિઓનો વેગ ઘટાડો, પરિગ્રહની મર્યાદા કરો, સાંસારિક પરિચયનો સંક્ષેપ કરો. આરંભ સમારંભ અલ્પ કરતા જાવ. અસત્ પ્રસંગોથી દૂર રહો. તો પછી જીવનમાં આંનદ-સુખ કેમ મળે ? ભાઈ, સુખ અને આનંદ બહારથી મળે છે તે ભ્રમણા છે. ઊંટ બાવળના ડાળખા ખાય કાંટા વાગે મોમાં લોહી ઝરે તેની મીઠાશને તે બાવળની મીઠાશ માને છે. સુખ ગુણ આત્મામાં છે. જીવનું બળ પુરૂષાર્થ ત્યાં સુધી પહોંચતું સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૧૫
Page #119
--------------------------------------------------------------------------
________________
નથી. એટલે ભૌતિક સામગ્રી પુણ્યબળે મળેલી છે. તેને ભોગવવામાં સુખ માને છે.
સૂર્યમણિ ગોખમાં પડયો છે. તેનું કાર્ય પ્રકાશ આપવાનું છે. છતાં અંધારું કેમ ? ઓરડામાં પ્રકાશ કેમ નથી. ભાઈ ! એ મણિ પર જાડા કપડાનું આવરણ છે. સૂર્યમણિ તો કપડાની નીચે ઝળહળતો છે, પણ આવરણ કારણે પ્રકાશિત નથી. કપડું કાઢી નાંખો, ઓરડો ઝગમગ થઈ જશે.
પ્રશ્ન થાય છે આત્મામાં સુખ છે તે કેમ અનુભવમાં આવતું નથી. ઈન્દ્રિયોના માધ્યમથી પુણ્યોથી મળતી અનુકૂળતા તે સુખ નથી. જો તેમાં સુખ હોય તો શબની સામે સુંદર દૃશ્ય ધરો સુખ કેમ મળતું નથી. એટલે સુખગુણ આત્માનો છે તે આત્મજ્ઞાન વડે અનુભવમાં આવે, આત્માને આડે મોહનું જાડું (અનંતાનુબંધીનું) આવરણ છે, તેથી જીવ પદાર્થો અને ઈન્દ્રિયોના મેળમાં અનુકૂળતાને સુખ માને છે. પ્રતિકૂળતામાં દુઃખ માને છે.
ઓછી ઓછી જિંદગીને ઝાઝીરે ઉપાધિ, મેળવવી કયાં જઈ સુખની સમાધિ ? શોધું છું રાતદિન સુખ કયાં સમાણું ? મળતું મનગમતું તોયે મન ના ધરાણું ? તૃષ્ણાના તારે તારે જીવન વીંટાયું ત્યારે
વધી ગઈ ઉપાધિ, મેળવવી કયાં જઈ સુખની સમાધિ''? કોઈ સંતોના સમાગમે આત્મામાં શોધ જરૂર પ્રાપ્ત થશે.
૬૦. એકત્વ ભાવનાથી બોધ
સતી મદનરેખા તથા નમિરાજર્ષિનો સંસાર ત્યાગ. સુદર્શન નામના નગરમાં મણિરથ નામનો રાજા હતો તેનો નાનો ભાઈ યુગબાહુ હતો. તેને મદનરેખા નામે અતિ સુંદર પત્ની હતી. મણિરથ રાજા કામનેવશ મદનરેખા પ્રત્યે આકર્ષાયો એટલે તેણે અનેક પેરવી સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૧૬
Page #120
--------------------------------------------------------------------------
________________
કરી, મદનરેખાનો દાસીઓ દ્વારા સંપર્ક કરવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ મદનરેખા શીલવાન હતી. તેથી તે ફાવ્યો નહિ.
એકવાર યુગબાહુ રાજ્યના ઉદ્યાનમાં આરામ કરવા ગયો, આ વાતની મણિરથને ખબર પડી. તેણે ઉદ્યાનમાં આવીને માણસોને સમજાવ્યા કે તેને યુગબાહુનું કામ છે. અને ઉપવનમાં પ્રવેશ્યો, યુગબાહુને બૂમ મારી, મોટાભાઈને એકાએક આવેલા જાણીને યુગબાહુ કદલી ગૃહમાંથી બહાર આવ્યો અને નમસ્કાર કરવા નીચે નમ્યો એટલે મણિરથે તેને તલવારનો કર્યો, મદનરેખાએ બૂમાબૂમ કરી. સૌ સુભટો ભેગા થઈને મણિરથને પકડયો તેને મારવા તૈયાર થયા, પણ યુગબાહુએ તેમને વાર્યા. માનવ મરતા સુધી સુસંસ્કાર છોડતો નથી. શુભભાવને છોડતો નથી. મદનરેખા એ તે વખતે નમસ્કાર મંત્ર સંભળાવ્યો. યુગબાહુ મૃત્યુ પામીને દેવલોકમાં જમ્યો.
મણિરથ ત્યાંથી ભાગ્યો તેને તેનું કુકર્મ નડયું. તેને સર્પ ડશ્યો ને તે મૃત્યુ પામી નરકવાસી થયો. મદનરેખાને આ ખબર નથી તેથી તે ત્યાંથી જંગલ તરફ ભાગી અને કદલી ગૃહમાં રહેવા લાગી. તે કાળે જંગલમાં હાલની જેમ પણ કુદરતી રિસોર્ટ હતા. મદનરેખાએ ત્યાં એક બાળકને જન્મ આપ્યો, તેના આંગળીએ યુગબાહુના નામની વીંટી પોતાના આંગળીએથી કાઢી પહેરાવી કપડાંમાં વીંટાળી બાળકને વૃક્ષ નીચે સુવાડી નજીકના સરોવરમાં સ્નાન કરવા ગઈ. ત્યાં સરોવરમાં રહેલા જળ હસ્તીએ ગુસ્સે થઈ આકાશમાં ઉછાળી, તે વખતે નંદીશ્વર દ્વિીપની યાત્રાએ જતાં એક વિદ્યારે તેને ઉપાડી લીધી. વળી નવી આફત આવી વિદ્યાધર મદનરેખાનું રૂપ જોઈ મોહિત થયો.
મદનરેખાએ વિદ્યાધરને પુત્ર જન્મની વાત કરી તેને લેવા વિનંતિ કરી. વિદ્યાધરે કહ્યું તું મને સ્વામી તરીકે સ્વીકાર વળી તેણે વિદ્યા વડે જાણ્યું કે પદ્મરથ રાજાએ તેના પુત્રને લઈ જઈ પોતાની પત્ની-પુષ્પામાળાને સોંપ્યો છે. એટલે ફિકર ના કરીશ. અને મારી પત્ની થા.
મદનરેખા કહે પહેલા મને નંદીશ્વર દ્વીપના દર્શન કરાવો. ત્યાં સ્થિર થયેલા મુનિના દર્શન કરાવો એટલે મણિપ્રભવિદ્યાધરે તે પ્રમાણે કર્યું. તેઓ નંદીશ્વર દ્વીપ પહોંચ્યાં દર્શન કર્યા. પછી મુનિ પાસે પહોંચ્યા.
મણિચૂડ મુનિશ્વરે જાણ્યું પુત્રની દાનત ખરાબ છે તેમણે ઉપદેશ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૧૭
Page #121
--------------------------------------------------------------------------
________________
આપ્યો, મણિપ્રભ બૂઝયો.
તેણે મનદરેખાને પૂછયું તારી શું ઈચ્છા છે. તેણે કહ્યું પ્રથમ મને પદ્મરથ રાજા પાસે પહોચાડો. ત્યાં પુત્રને જોઈને પછી હું વ્રત લઈશ. મોક્ષ માર્ગની આરાધના કરું. વિધાધરે તેને પઘરથરાજાના રાજ્યમાં પહોંચાડી મદનરેખાએ પુત્ર જોઈ લીધો પછી સંયમ ગ્રહણ કર્યો.
પધરથે બાળકનું નામ નમિ પાડયું હતું આ બાજુ યુગબાહુના પુત્ર ચંદ્રયશાનો સામંતોએ રાજ્યાભિષેક કરીને રાજ્ય સોંપ્યું હતું. બંને સુખેથી રાજ્ય કરતા હતા.
એકવાર નમિરાજાનો હાથી સ્તંભ તોડી ભાગ્યો અને ચંદ્રયશાના રાજ્યમાં પહોંચ્યો. નમિરાજાએ તે હાથી ને પાછો આપવા ચંદ્રયશાને કહેવડાવ્યું પણ ચંદ્રયશાએ સોંપ્યો નહિ. આથી બંને યુદ્ધ કરવા તૈયાર થયા. તે બંનેને ખબર નથી કે બંને ભાઈઓ છે.
મદનરેખા સાધ્વી થઈ હતી તેનું નામ સુવ્રતા હતું, તેને આયુદ્ધની ખબર પડી. તેણે બંને ભાઈઓને સમજાવી યુદ્ધ બંધ રખાવ્યું. આખરે ચંદ્રયશા સંયમ માર્ગે વળ્યા. હવે મિથિલા નગરીમાં નમિ રાજર્ષિ સુખેથી રાજ્ય કરે છે. સુખપૂર્વક કાળ અવિરત ગતિએ વહ્યો જાય છે.
એકવાર તેમના શરીરે અતિશય દાહજવર થયો. હકીમોના ઉપાય કારગત ન થયા. મંત્રીઓ સેવકો ચિંતિત થઈ ગયા છે. સેવકો રાણીઓ ચંદન ઘસી રહ્યા છે. રાજાના શરીરે ચંદનનો લેપ થઈ રહ્યો છે. રાણીઓના ચંદન ઘસવાથી હાથે પહેરેલા કંકણોનો અવાજ આવે છે. રાજા દાહજવરની પીડાને કારણે કંકણોનો અવાજ ખમી શકયા નહિ. તેમણે કહ્યું આ અવાજ બંધ કરો.
મંત્રીએ કહ્યું એ અવાજ રાણીઓના કંકણનો છે. જે અવાજ સુખમાં મધુર લાગતો હતો તે જ અવાજ આજે રાજાને દુઃખદાયક લાગ્યો. દરેક રાણીઓએ સૌભાગ્યનું એક કંકણ રાખી બીજા ઉતારી નાખ્યા, કંકણનો અવાજ બંધ થયો.
વળી રાજાને થયું શું ચંદન ઘસવાનું બંધ કર્યું છે?
મંત્રી-રાજાજી ! રાણીઓએ હવે સૌભાગ્યનું એક જ કંકણ રાખ્યું છે. ચંદન ઘસવાનું ચાલુ છે. રાજા વિચારે છે એક જ કંકણ? એકમાં જ સુખ છે, હું તો કેટલા
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૧૮
Page #122
--------------------------------------------------------------------------
________________
સાથે સગપણ રાખી સુખ માનતો હતો. એકમાં જ સુખ છે. માટે હવે હું સંયમના માર્ગે પ્રયાણ કરીશ. તેમની એકત્વ ભાવના એટલી તીવ્ર થઈ, વૈરાગ્યની માત્રા દૃઢ થતી ગઈ. રાજાએ નિર્ણય કર્યો કે તેઓ પ્રાતઃકાલે સંયમ માર્ગે પ્રયાણ કરશે. અને દાહજવર પણ શમી ગયો. વૈરાગ્ય ભાવના એટલી તીવ્ર હતી કે ઈદ્રનું આસન કંપી ઉઠયું. ઈંદ્ર રૂપ વિક્ર્વીને નમિરાજર્ષિ પાસે આવ્યા અને સમજાવવા લાગ્યા કે રાણીઓ યુવાન છે. રાજકુમારો બાળવયના છે. સૈન્યને વ્યવસ્થિત કરો પછી સંયમ ગ્રહણ કરજો.
નમિ રાજાની વૈરાગ્ય-એકત્વભાવના અતિ તીવ્ર હતી તેથી પોતાના મનોરથમાં દઢ રહ્યા. પ્રાતઃકાળે એક રાજકુમારનો રાજયાભિષેક કરી, પોતે સંયમને માર્ગે ચાલી નીકળ્યા.
આ કથા એવા કાળ અને સ્થળની છે કે વિદ્યાધરોનું આગમન થતું. ઈંદ્ર પણ આવતા.
એક , આ સર્વે મારાથી જુદા છે. એમ એકત્વભાવના ભાવતા નમિરાજાનો સંસારભાવ દૂર થયો સંયમ માર્ગે પ્રયાણ કરી મુક્તિને વર્યા.
રાણી સર્વ મળી સુચંદન ઘસીને ચર્ચવામાં હતી. ભૂઝયો ત્યાં કકળાટ કંકણ તણો શ્રોતી નમી ભૂષતી સંવાદે પણ ઈંદ્રથી દેટ રહ્યો વૈરાગ્ય સારું કર્યું એવા એ મિથિલેશનું ચરિત્ર અગે સંપૂર્ણ થયું.
આ ૬૮. મુનિ બળદેવ
કરણ કરાવણ અનુમોદન સરખા ફળ નિપજાવ્યો.
સત્કાર્ય, ધર્મભાવના, તપાદિ કરવું, કરાવવું અને તેને અનુમોદન આપવું તે મનની ઉત્તમ ભાવનાને કારણે સરખું ફળ આપે છે.
શ્રી કૃષ્ણના સમયનું જૈનદર્શન અન્વયે આ દૃષ્ટાંત છે. વૈપાયન સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૧૯
Page #123
--------------------------------------------------------------------------
________________
ઋષિના અપમાનથી દ્વારકા નગરીને ભસ્મ થવાનો શ્રાપ લાગ્યો હતો. ઉપાય તરીકે સદાચાર અને આયંબિલ તપ દર્શાવ્યું હતું. પરંતુ સમય જતા તે વિસરાઈ ગયું. અને યાદવકુળના વંશજો વ્યસન આદિ સ્વચ્છંદે ચઢયા. શ્રાપ પ્રમાણે દ્વારકા નગરી બળી ગઈ.
શ્રી કૃષ્ણ અને બળદેવ બચી ગયા હતા. નગરીમાંથી નીકળી જંગલની વાટ પકડવી પડી. શ્રી કૃષ્ણ જંગલમાં પાણીની અપેક્ષાએ ઝાડ નીચે સૂતા હતા. જરાકુમારના બાણથી મૃત્યુ પામ્યા. આથી બળદેવ વૈરાગ્ય પામી દીક્ષિત થયા.
ગામમાં ગોચરી માટે ગયા ત્યારે તેના રૂપને જોઈ નર અને નારીઓ ઉભા રહી જતા. આથી બળદેવે ગામમાં જવાનું માંડી વાળ્યું. જંગલમાં કાયોત્સર્ગ ધ્યાને રહેતા, ત્યાં એકવાર એક હરણ આવ્યું. દીક્ષિત એવા બળદેવને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને પોતે સાધુપણું પાળેલું તેનો આચાર સમજમાં આવ્યો. આથી તે જંગલમાં ફરતું અને જંગલમાં કયાંક સાર્થવાહોની અવર જવર થતી તે જોઈ આવતો.
એકવાર એક સાર્થવાહનો પડાવ હતો ભોજનની સામગ્રી જોઈ બળદેવ પાસે આવ્યું. અને તેમના પગ વચ્ચે જમીન ખોદવા લાગ્યું. બળદેવે આંખ ખોલી, હરણની ચેષ્ટા જોઈ સમજી ગયા તે મને ગોચરી માટે લઈ જવા માંગે છે. બળદેવ તેની પાછળ જવા નીકળ્યા.
તેઓ સાર્થવાહના રસોડે પહોંચ્યા. સાર્થવાહ મુનિને જોઈને અતિ પ્રસન્ન થયો. બળદેવે ભિક્ષા માટે નિર્દોષ પાત્ર ધર્યું. સાર્થવાહ નિર્દોષ આહાર વહોરાવવા લાગ્યો. તે વખતે તેની ભાવના ઉત્કૃષ્ટ હતી. હરણ આ જોઈ હર્ષમાં શુભભાવયુક્ત હતો. બળદેવ સંયમના ભાવમાં હતા. તે વખતે અચાનક વૃક્ષ તૂટી પડયું. ત્રણે તેની નીચે દબાયાં અને મૃત્યુને ભેટયા.
તે સમયે તે કાળે ત્રણેના ઉત્તમભાવો સમાન કોટિના હોવાથી ત્રણે ચોથા દેવલોકમાં જન્મ પામ્યા. આવા ઉત્તમ પ્રસંગોમાં કરનાર, કરાવનાર અને તેની અનુમોદના કરનાર સરખા ફળ પામે છે. સત્કાર્યો કરવા, કરનારને સહાય કરવી અને તેવું કાર્ય કરવાની ભાવનાથી
૧૨૦
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #124
--------------------------------------------------------------------------
________________
અનુમોદન કરવું.
પ્રથમ સત્કર્મ તપાદિ કરવા પ્રયત્ન કરવો. આ સિદ્ધાંતો તાત્વિક છે, કલ્પના નથી. વળી જે કરતા હોય તેની ખામી ન કાઢતા, તેની અનુમોદના કરી અને પોતે તેવું કરવા પ્રયત્ન કરવો. જે કોઈ સાધના કરતા હોય તેને સહાયભૂત થવું. આગળની ભૂમિકાએ જવા આટલું
કરો.
દુષ્કૃત્ય ગહ-આગળ કરેલા પાપોનો પ્રશ્ચાતાપ સુકૃત્ય અનુમોદના, સારા કાર્યો કરવાના ભાવ.
આવી સ્થિતિમાં ટકવા, અરિહંતાદિ ચાર શરણ તેમની ભક્તિ, શ્રદ્ધા વડે આજ્ઞાપાલન. આમ માનવ ભવને સાર્થક કરો.
આ દ૯. સંન્યાસી પાસે શસ્ત્રો ન હોય
સંન્યાસીનો અર્થ છે જેણે સંસારનો સંસારના કારણોનો ત્યાગ કર્યો છે. જ્ઞાનસ્વરૂપ આત્માને જાણ્યો છે. જે પરનો કર્તા કે ભોક્તા નથી. અરે ! બાહ્ય ક્રિયા કલાપીનો કર્તા નથી. તો પછી શરીરાદિનો કર્તા ક્યાંથી હોય? એ સર્વે નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે. ઊંટ કાંટાવાળુ બાવળ ચાવે ત્યારે લોહી તેના મુખનું છે. એ સમજે છે બાવળની મીઠાશ છે. તેમ અજ્ઞાની સુખ આત્માનો ગુણ છે તે જાણતો નથી એટલે બાહ્ય પદાર્થોની અનુકૂળતાને સુખ માની વળગી રહે છે. જ્ઞાન, ધ્યાન, તપ, વિદ્વત્તા આ સર્વે આત્માની બાહ્ય અવસ્થાઓ છે. જીવ તેને પોતના માની એનો ભાર લઈને ફરે છે. એ સર્વે સહજ અવસ્થાને બોજ શા માટે બનાવવો ?
જનકરાજા અંતઃપુરના સભાખંડમાં બેઠા છે. દરવાને ખબર આપ્યા કે કોઈ સંન્યાસી મળવા આવ્યા છે.
જનકરાજા કહે તેમને કહો કે બધા શસ્ત્રો મૂકીને આવે, દરવાને સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૨ ૧
Page #125
--------------------------------------------------------------------------
________________
સંન્યાસીને કહ્યું કે તમે બધા શસ્ત્રો અહીં મૂકી ને જાવ.
સંન્યાસી હસીને કહે કે હું તો સંન્યાસી છું. મારી પાસે શસ્ત્રો કયાં છે? દરવાને જોયું કે સંન્યાસી પાસે કોઈ શસ્ત્રો નથી. એટલે અંદર જવા દીધા.
રાજાએ સંન્યાસીને આદરપૂર્વક બેઠક આપી સંન્યાસી વિદ્વાન હતા. તત્ત્વ ચર્ચાથી રાજા પ્રસન્ન થયા, પણ સંન્યાસીનો પ્રશ્ન હતો. દરવાનની સાથે કહેવાયું કે શસ્ત્રો મૂકીને જાવ.
રાજા! સંન્યાસી પાસે શસ્ત્ર કયાંથી હોય હું કોઈ બાણાવળી ન હતો.”
રાજા કહે! સંન્યાસીજી તમે માનો છો કે તમે જ્ઞાની, ધ્યાન, તપસ્વી, સંન્યાસી, અનેક શિષ્યોના ગુરુ છો. આ બધી પદવીનો અહંકાર એ શસ્ત્રથી પણ ભૂંડો છે. શસ્ત્ર એકવાર મારે. આ શસ્ત્રો તો તમારી સાથે સતત રહેનારા. કેટલો માર મારતા હશે ?
સંન્યાસી પણ જાગૃત થઈ ગયા કે મેં બે કલાક આ વિદેહી રાજા પાસે મારું અભિમાન ઠાલવે રાખ્યું છતાં મને કંઈ જ જ્ઞાન ન લાધ્યું અને રાજાએ આ બે વાક્યમાં બ્રહ્મજ્ઞાન પૂરું સમજાવી દીધું. સંન્યાસી રાજાને નમન કરીને ઊઠયા. રાજા અતિ નમ્રભાવે નમન કરી દરવાજા સુધી વળાવી આવ્યા.
હે જીવ! તું વિચાર, તારી પાસે પણ આવા શસ્ત્રો છે. તે પણ ધારદાર હશે, અને તે તેનો તારા મન સાથે ઉપયોગ કરીશ. તું કેટલો ઘાયલ થઈશ? તારામાં તેના ઉપાય કરવાની પણ શક્તિ નહિ રહે માટે ચૂપચાપ કોઈ સત્પુરુષના ચરણે બેસી જા. જેવો છું તેવો નગ્ન સ્વરૂપે બેસેજે. પેલા ઘા પર સત્સંગનું ઔષધ કાર્યકારી થશે. શાસ્ત્રો જેને કષાયો કહે છે. તું તેને શત્રુ ન માને તો વાંધો નહિ પણ મિત્રો ન માનતો, જ્ઞાનીઓ તારું હિત કહે છે.
મારા જ્ઞાન ગુમાનની ગાંસડી ઉતરાવો શિરેથી આજ, મારા પુસ્તક પોથાની પોટલી ઉતરાવો શિરેથી આજ.
૧ ૨ ૨.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #126
--------------------------------------------------------------------------
________________
૭૦. પ્રભુભક્તિ જેનું જીવન છે
સર્વ ધર્મોનો સાર સર્વ જીવોને સમાનભાવે જોવા. તેવો વ્યવહાર કરવો, આ થઈ શાસ્ત્રીય વાત, તે આચારમાં આવે ત્યારે તે બોધરૂપ કે આચરણરૂપ બને. વ્યવહાર જનિત સંબંધમાં ઔચિત્ય રહે. જેમકે માતાનો આદર થાય પત્નીને પ્રેમ થાય. બાળકોને વાત્સલ્ય મળે. મિત્રોમાં સમાનતા, ગુરુજનોમાં આદર, વિનય, પરમાત્માની ભક્તિ. આ ભેદ જુદાઈ માટે નથી પણ જયાં જયાં જે જે યોગ્ય છે તેવો વ્યવહાર છે.
મહાત્મા ગાંધી બાપુ જેલમાં હતા. અંગ્રેજો માટે તેઓ ગુનેગાર જેવા હતા. તેથી જયારે જેલમાં હતા ત્યારે તેમની સેવામાં તેમનો અનાદર કરે તેવા માણસો મૂકવામાં આવતા. પણ તે સૌ હતા ભારતીય એટલે તેઓને બાપુ માટે સન્માન રહેતું. આથી અંગ્રેજ ઉ૫રીએ બાપુની પાસે એક આફ્રિકન મૂક્યો, થોડો વખત તેણે બાપુ સાથે તોછડું વર્તન કર્યું.
એકવાર તેને વીંછી કરડયો, બાપુએ પોતાના જીવનો વિચાર કર્યા વગર તેનું ઝેર ચૂસી લીધું. બાપુની ભાવના શુદ્ધ હતી તેમને કંઈ આંચ ન આવી અને પેલો આફ્રિકન પીડામુક્ત થવાથી બાપુનો બની ગયો. આમ બાપુની સેવામાં દુશ્મનને મૂકે તો પણ તે માનવ મિત્ર બની જતો. આ હતી બાપુની મૈત્રીભાવની સમાનતા.
મૈત્રી આદિ ભાવનાનું સુંદર વ્યાખ્યાન આપનાર કથંચિત શબ્દમાં કે વ્યાખ્યામાં અટવાય પણ તે ભાવના સાકાર કે વ્યાપક કયારે બને ? તે આ દૃષ્ટાંતથી સમજાય છે. હૃદયમાં વસેલા રામ-પ્રભુ પ્રગટ કયારે થાય ? ભાવના ભીની હોય તો, હૃદય કોરું રહે તો ભાવના ભીની કેવી રીતે રહે ?
રામનો રાજયાભિષેક થયો, દરેકની યોગ્યતા પ્રમાણે સૌને પુરસ્કાર મળ્યા. કેવળ હનુમાન બાકી રહ્યા. સીતાજી કહે હનુમાન બાકી કેમ ? રાજા રામ કહે હનુમાનને આપવા યોગ્ય મારી પાસે કોઈ વસ્તુ નથી. એટલે સીતાજી એ પોતાના કંઠમાંથી કિંમતી મોતીનો હાર હનુમાનને આપ્યો.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૨૩
Page #127
--------------------------------------------------------------------------
________________
હનુમાને તે હારનાં મોતીને હાથવડે તોડયું. એક બે ત્રણ મોતી તોડતા રહ્યા સીતા કહે, અરે હનુમાન આ શું કરો છો, આવા કિંમતી મોતીને તોડો છો?
હનુમાન કહે હું જોતો હતો કે આ મોતીમાં રામ છે? રામ વગરનો હાર કેવી રીતે પહેરું?
સભાના સૌ અને સીતાજી સમજી ગયા કે રામનો જવાબ યથાર્થ હતો. જેને રામ મળી ગયા તેને હવે શું આપે? “મન ધરિયા મન ઘરમાં થોભા દેખત નિત્ય રહેશો સ્થિર થોભા મન કુંઠિત અકુંઠિત ભક્ત, યોગી ભાખે અનુભવ યુક્ત.
-ઉ. ચશોવિજ્યજી રામ-પ્રભુ કયાં વસે ? મલિન મનમાં ન વસે, પવિત્ર મનમાં વસે. ભક્તિ દ્વારા મન પવિત્ર થાય. સર્વ મૈત્રીથી મન પવિત્ર થાય. સૌમાં રામ જુઓ, મન પવિત્ર થાય. ત્યારે મનમાં રામ વસે.
મીરાં કહે પ્રભુ હૃદયમાં વસ્યા પછી સંસાર સૂકાઈ ગયો હવે દરિયાના તોફાનમાં (મોહના) તરવાનો-ડૂબવાનો ડર શાનો? સંસારના સુખની રજમાત્ર ઈચ્છા જ નથી. જેની પાસે પ્રભુ ભક્તિ જ જીવન છે. તે પ્રભુ ભક્તિથી વિભક્ત કેમ હોય?
ગૃહસ્થ-પદવી ધારી માનવામાં પણ પ્રભુ વસ્યા છે ત્યાં તે તેમના કાર્યમાં પ્રગટ થાય છે. શ્રી રાધાકૃષ્ણન મોટા વકીલ, તેમને રાજદ્વારી કેદીનો કેસ ચલાવવાનો હતો. તે દિવસે એક ધનવાન આવ્યો. તે કહે તમને હું લાખો રૂપિયા આપું તમે મારો કેસ હાથ પર લો તમને રાજદ્વારી કેસમાં શું મળવાનું છે?
વકીલે કહ્યું હું ત્યાં ધન મેળવવા જતો નથી. મારે તમારું ધન જોઈતું નથી. હું સત્યને જીવાડવા જઉં છું. અને તરત જ નીકળી ગયા આ ઘરતી કોનાથી ટકી છે? આવા માનવોના સત્ત્વથી ટકી છે.
પૂ. બાપુના જીવનમાં પ્રેમરૂપે રામ વસ્યા, હનુમાનના હૃદયમાં ભક્તિરૂપે વસ્યા. મીરાના હૃદયમાં ભક્તિથી વસ્યા. વકીલના હૃદયમાં સાત્વિકભાવથી વસ્યા. આમ રામ યાને હૃદયની પવિત્રતા પ્રગટવાના વિવિધ રહસ્યો છે. જીવનમાં એક રહસ્ય જરૂર ધારણ કરવું.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧
૨
૪
Page #128
--------------------------------------------------------------------------
________________
ક ૦૧. મૃત્યુને મુલતવી રખાતું નથી કે
મૃત્યુને મુલતવી રખાતું નથી. એકવાર તેનો સ્વીકાર કરી જીવનને પરમ સાથે જોડ. તો મૃત્યુનું મૃત્યુ થશે.
એક રાજાને રાત્રે સ્વપ્નમાં એક છાયા દેખાઈ રાજાએ પૂછ્યું કોણ છે?
છાયા કહે હું મૃત્યુની દૂતી છું સાત દિવસ પછી તને લેવા આવવાની છું માટે સ્થળ જોવા આવી છું.
આ સાંભળી રાજા પ્રથમ તો મૂંઝાયો. છતાં ક્ષત્રિય હતો, સાત દિવસની વાર છેને? તેણે પોતાના જેવા પાંચ પૂતળા બનાવ્યા. સાતમે દિવસે પાંચ પૂતળા ગોઠવી દીધા. એકમાં પોતે ભરાઈ ગયો.
પેલી દૂતી આવી. પ્રથમ તો સમાન પાંચ પૂતળા જોઈ તે વિચારમાં પડી કે આમાં રાજા કોણ બધા જ પૂતળા જીવંત રાજા જેવા લાગતા હતા. તેને એક ઝબકારો થયો. પૂતળા જોઈ બોલી, પૂતળા બધા સમાન છે પણ એક પૂતળામાં જરા ખામી છે.
રાજાએ આ સાંભળ્યું, હવે તે મૃત્યુને ભૂલી ગયો. અહંકાર બોલ્યો, પૂતળામાં ખામી? કયા પૂતળામાં છે? હોય જ નહિ. અને હુંકારના અવાજથી દૂતીએ જાણી લીધું કે કયા પૂતળામાં રાજા છૂપાયો છે, એને પકડી લીધો યમદ્વારે પહોંચાડી દીધો.
ક્ષણ ક્ષણ કરતા તો તારું આયુ વહી જાય,
રાતને દિવસ તને એમ કહી જાય. શાસ્ત્રકારો, જ્ઞાનીઓ કહે છે, ભાઈ તારે મૃત્યુ સાથે મિત્રતા હોય, તે કયારે ય આવશે નહિ, આવશે તો તેને ભગાડવાની તાકાત મારામાં છે. તો નિરાંતે સૂઈ જજે. "
ભાઈ આવા ભ્રમમાં ના રહેતો. તીર્થકરો નિર્વાણ પામ્યા. તેમના દેહની ધાતુઓ પવિત્ર હતી, તે શરીરો દુર્ગધી થવાના ન હતા. છતાં રાખ્યા નથી, તો તારું આ શરીર જીવતા કે મરતા દુર્ગધવાળુ મલિન છે. તે રખાવાનું નથી. તેને જીવાડવા કેટલો શ્રમ કરે છે. એ શરીરમાં આત્મતત્ત્વ પવિત્ર છે. સુખનું ભાજન છે. તેના વડે તું સંચાલન કરે છે, સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૨૫
Page #129
--------------------------------------------------------------------------
________________
છતાં તેને તો ઓળખતો નથી.
કોઈ સંતના યોગે સત્ને જાણ તેમાં સુખી થઈશ.
જૂઠી ઝાકળની પિછોડી મન મારા શીદને જાણીને ઓઢી સોડરે તાણીને મનવા સુવા જાશો ત્યાં તો, શ્વાસની સાથે જાશે ઊડી.'' એક રાજાને ઊંઘમાં એક છાયા દેખાઈ, તેણે કહ્યું કે હું મૃત્યુની છાયા છું. ચોવીસ કલાક પછી તને લઈ જવાની છું. પ્રથમ તો રાજા ગભરાયો. પણ ક્ષત્રિય હતો તેથી બેઠો થયો. ઘોડારમાંથી તેજીલો ઘોડો લીધો સવાર થઈને જંગલ તરફ ગયો.
ખૂબ ઘેરા જંગલમાં પહોંચ્યો. સૂર્યનું કિરણ જયાં દેખાતું ન હતું. ત્યાં પેલી છાયા કેવી રીતે આવશે ? તે ઘોડા પરથી ઉતર્યો, હાશ કરીને બેઠો. ત્યાં બરાબર ચોવીસ કલાક પૂરા થયા. પેલી છાયાએ ઉપાડી લીધો.
ભાઈ તને ચોવીસ કલાક મળ્યા હતા મૃત્યુને નિવારી શકાતું નથી પરંતુ, સુધારી શકાય છે.
જ્ઞાની કહે છે તું મરતો નથી. દેહ સાથે સંબંધ તેના સમયે પૂરો થાય છે. તને તો ખબર પણ મળ્યા. એ સાત દિવસ કે ચોવીસ કલાક પછી મૃત્યુ ઠેલી શકાતું નથી, પણ સુધારી શકાય છે. જેના કારણે અમર એવા આત્માનું અમરત્વ સાધીલે તો આત્માને તો મૃત્યુ છે જ નહિ, દેહનો સંબંધ છૂટે છે, તારે દેહ જોઈશે તો બીજો મળશે. ત્યારે પણ મૃત્યુ તો આવશે માટે અમર બનાવવાની મૂર્ખાઈ છોડ અને જે અમર છે તેને પ્રગટ કર.
૭૨. અધ્યાત્મનું મૂલ્ય
અધ્યાત્મના તત્ત્વો વિસ્તરતા રહે છે તેને વિજ્ઞાનની યંત્ર-વિદ્યા રોકી શકતી નથી.
આધ્યાત્મિક જીવન એટલે અંતર જગતની ખોજ, પવિત્રતા. આવા આધ્યાત્મિક-તત્ત્વની-જીવનની શ્રદ્ધા થવી દુર્લભ છે. કારણકે આપણી
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૨૬
Page #130
--------------------------------------------------------------------------
________________
આજુબાજુ મોટો જન સમૂહ અનેકવિધ પ્રગતિ કરતો હોય, વૈજ્ઞાનિક ક્ષેત્રો વિકસતા હોય તેને વિકાસ માનતા હોય, તેઓને આધ્યાત્મિક વિકાસ કે તેના ક્ષેત્રો ફુરસદવાળાનું કામ છે તેમ લાગે છે. કારણ કે તેની પવિત્રતા સૂક્ષ્મ અને અનુભવાત્મક છે. તે માટે સંયમજીવનની આવશ્યકતા છે. તે જ સામાન્ય માનવીને સૂઝતી નથી. છતાં મૂંગો સાકરનું વર્ણન ન કરી શકે તેટલા માત્રથી સાકરનું ગળપણ નગણ્ય થતું નથી.
પોતાના ચૈતન્યની સ્થિતિમાં પવિત્રતાને પ્રગટ કરનારા, આધ્યાત્મિક આદર્શને જીવનનું ધ્યેય ગણનારા આજે છે. તેઓ યોગી કહેવાય છે. સત્યનિષ્ઠ યોગીઓ પોતામાં સંગીન રૂપાંતરણ કરે છે. તેઓ ભૌતિક સિદ્ધિઓને ગૌણ કરે છે તેનું આત્મિક તાત્ત્વિક રૂપાંતરણ કરે છે અને તેના બીજ પોતાની આજુબાજુના યોગ્ય શિષ્યોને પ્રદાન કરે છે.
વિવેકાનંદમાં આધ્યાત્મિક શક્તિ હતી તેનામાં ગુરુ રામકૃષ્ણ પરમહંસે પોતામાં પ્રગટ થયેલી શક્તિનાં બીજનું અવતરણ કર્યું હતું.
એક જૈનાચાર્ય પાસે એક શ્રાવક પોતાના મૂંગા બાળકને લઈને આવ્યો હતો. આચાર્યશ્રીએ તેના માથા પર હાથ મૂક્યો અને નવકાર ઉચરાવ્યો બાળક બોલતો થયો હતો આ ચમત્કાર નથી. આંતરિક પવિત્રતાનો ફેલાવ છે. શ્રદ્ધાનું સત્ત્વ છે.
એવા યોગીઓનું જીવન કેવળ બાહ્ય ઘટનાઓથી માપવું તે આપણી નબળાઈ છે.
અંતરમાં ડૂબકી મારી તેમાં સ્થિર થઈ, ઉચ્ચતમ સત્યને પામવું તે તેઓનું જીવન કાર્ય છે. એવા આંતરિક પવિત્ર સત્ય વડે તેઓ પોતાનું જીવન નિયત કરે છે. તેનો સહેજ ફેલાવો થાય છે. અને પાત્ર જીવોમાં તે શક્તિ મૂકે છે.
જો કે આવી સ્થિતિઓ નાજુક છે. તેમાંથી વહેમ, ખોટી માન્યતાઓ ફેલાય છે. છતાં પણ સત્ય તો પ્રગટ થતું જ રહે છે.
સત્યનો વિસ્તાર કરનારાને જ સમજ્યા નહિ તેઓએ ઈસુ જેવાને ક્રૂસ પર ચઢાવી મૃત્યુને ઘાટ ઉતાર્યા. જરથુસ્ટને ઝેર આપી મૃત્યુને સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૨૭
Page #131
--------------------------------------------------------------------------
________________
શરણ કર્યા. મહાત્મા ગાંધીને આપણા જ યુગમાં ગોળીથી વીંધી નાખ્યા. ઈસુ કે પૂ. ગાંધીજી મૃત્યુ પામ્યા છે? ના, દેહ વિસર્જન થયો, તેઓ સત્યમય જીવન જીવી ગયા તે તો વિસ્તાર પામ્યું હતું. હજારો માનવો તેમના આદર્શને અનુસર્યા, જેમ કોઈ વૃક્ષ ઉપરથી તેના બીજ જમીન ઉપર પડે અને ફેલાય છે. તેમ એક ઉત્તમ યોગીનું તેમના જીવનમાં જીવાયેલું સત્ય ફેલાય છે, જરૂર ફેલાય છે.
યુગોથી આ સતુ, આધ્યાત્મિકતાની સરવાણીઓ વહેતી રહી છે. એ કોઈ કલ્પના નથી એ જીવંત તત્ત્વ છે. જે તેને સમજયા, જીવ્યા તે મુક્ત થયા.
પ્રભુ! એવું વરદાન આપો, સત્ય જીવન પામીએ !
૦૩. સંતની કરુણા .
અંગુલિમાલ માટે કહેવાતું કે તે માનવને જોતો કે તરત તેના આંગળા કાપી તેનો હાર બનાવી પહેરીને રાજી થતો. એકવાર શ્રી ગૌતમબુદ્ધ એ ટેકરી પર જતા હતા. તળેટીના લોકો એ કહ્યું કે હે ભિક્ષુક! ઉપર એક હત્યારો વસે છે. તે તમારા આંગળા કાપશે. તમે ત્યાં જશો નહિ. બુદ્ધ તો જ્ઞાની હતા, નિર્ભય હતા, મૃત્યુને મારીને જીવતા હતા.
તેઓ ટેકરી પર ગયા. અંગુલિમાલે જોયા. પ્રથમ તો ભિક્ષુના વેશથી તે પ્રભાવિત થયો. દૂરથી બોલ્યો તે ભિક્ષુક ! પાછો જા, ઉપર આવશે તો તારું મૃત્યુ થશે.
બુદ્ધ આ સાંભળ્યું. તેઓ નિશ્ચિત અને નિર્ભયપણે ઉપર પહોંચ્યા. અંગુલિમાલ પુનઃ બોલ્યો : ભિક્ષુક, પાછો વળ.
બુદ્ધે કહ્યું ભાઈ તું પાછો વળ.
ક્યાં પાછો વળું? મારે ૧૦૦ આંગળી થવામાં એક ખૂટે છે તે પૂરી કરવી છે પણ તને ભિક્ષુક માની જવા દઉ છું. ૧ ૨૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #132
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ કહે તું આમ કરવાથી દુઃખી થઈશ. જીવો સાથે જોડ કર તોડ શું કામ કરે છે? તું એક કામ કર આ સામેના ઝાડની ડાળી તોડી લાવ.
અંગુલિમાલ હજી આવેશમાં હતો. તાકાત હતી હથિયાર હતું. અહંકાર હતો, ઝાડ પાસે જઈ ડાળી નહિ મોટું ડાળખું તોડી લાવ્યો. બુદ્ધના પગ આગળ નાંખ્યું. - બુદ્ધ ખૂબ કરુણા-પ્રેમથી બોલ્યા હવે આ ડાળખાને ઝાડ સાથે જોડી દે.
તે હજી આવેશમાં હતો. મૂરખ, તૂટેલું ડાળખું જોડી શકાય?
બુદ્ધે કહ્યું કે તો પછી માનવ સાથેની પ્રીતિ તૂટે પછી જોડી શકાશે ? તું તોડ નહિ પણ જોડ કર.
આતો સવાણી, સંતની વાણી, કરુણાસભર વાણી જેમાં કેવળ હિતની સુવાસ હતી. નિર્ભયતાનો રણકાર હતો. તેની અસર નીપજ્યા વગર ન રહે.
અંગુલિમાલથી હથિયાર છૂટી ગયું. ગળામાંનો બિભત્સ હાર ફેંકી દીધો. બુધ્ધના ચરણમાં નમી પડયો.
પ્રભુ, મને માફ કરો, મારો સ્વીકાર કરો.
સંતોનું સત, પવિત્રતા, કરુણા વહેતો સ્ત્રોત છે. પત્થરને પીગાળે તેવું તેમાં સત્ત્વ છે. માનવતો પીગળેજ. અંગુલિમાલ ભિક્ષુક બન્યો.
તમે કહેશો આજે આવા સંત કયાં છે ? તમે શોધ્યા છે ! તમને જરૂરત લાગી છે? બે ચાર પુસ્તક વાંચી હું બધું જાણું તેવો ભ્રમ
છે.
ભાઈ! સની જિજ્ઞાસા થવી દુર્લભ છે. તેના પોષણ માટે સંતની શોધ દુર્લભ છે. સંત મળ્યા પછી તે યોગને ધારણ કરી જીવન અર્પણ કરવું અતિ દુર્લભ છે. જીવને અહંકાર રોકે છે. આ તો હું જાણું છું. એમ ભ્રમમાં સંતની સમીપે જતો નથી.
એક નવી નવી પરણેલી કન્યા સાસરે આવી. ઘરમાં વડીલ નહિ. બાજુમાં એક માજી રહે તેને પૂછે. પણ માજી કંઈ કહે ત્યારે અર્ધ સાંભળી કહે આ તો હું જાણું છું. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૨૯
Page #133
--------------------------------------------------------------------------
________________
એકવાર દૂધપાક બનાવવાનો હતો. માજીને પૂછયું. અર્ધી વાત સાંભળીને કહે ઓહ આતો હું જાણું છું. માજી કહે સાંભળ પછી નીચે ઉતારી એક વાડકીમાં થોડા દૂધપાકમાં એક ચમચી મીઠું નાંખી ચાખીને બીજામાં તે પ્રમાણે નાંખજે, ઓહ આતો હું જાણું છું. શું બન્યું તે
સમજયા.
માજી સમજદાર હતા. એક વાડકી જ દૂધપાક બગડયો. અગર, શું થાય ? આમ સંત પાસે જાવ ત્યારે ગૌતમ બનજો. હું તો કંઈ જાણતો નથી પ્રભુ કહે તે સત્, બાકી બધું મિથ્યા. આવો વિવેક તમારામાં રહેલા સતુને પ્રગટ કરશે.
૪. અનોખી મૈત્રી
(મેતારજ મુનિની કથા સહિત)
ભગવાન મહાવીરની વિહારભૂમિ હતી રાજગૃહી નગરી. રાજા શ્રેણિકનું રાજ્ય. અભયમંત્રીની નિપુણતા, ધર્મપરાયણ ભૂમિ. આ નગરમાં ધનાઢય શ્રેષ્ઠિની શેરી, ત્યાં ધનરાજ અતિ શ્રીમંત શ્રેષ્ઠિ વસે, દેવશ્રી પત્ની.
એ રાજગૃહીમાં મેતવાસ-હરિજન વાસ. ત્યાં મંત્રરાજ માતંગ. કોઈ હિમાલયના યોગી પાસે અર્દશ્ય થવાની વિદ્યા શીખેલો, તેને વિરૂપા પત્ની. રૂપ ઓછું પણ કંઠ મધુર હતો. બંનેની જોડી હેત ભરેલી હતી. માતંગ રાજમહેલના ઉદ્યાનનો રખેવાળ, વિરૂપા શ્રેષ્ઠિની શેરીની સફાઈ કામદાર. બંને પ્રભુ મહાવીરના ભક્ત.
સવાર પડે બંને કામે નીકળી પડે. વિરૂપા શેરીમાં પ્રવેશે અને ગુંજન શરૂ થાય.
મને વહાલુ લાગે વીરનું નામ, વીરનું નામ મહાવીરનું નામ. મહાવીર કહે છે હિંસા ના કરીએ.
મહાવીર કહે છે જૂઠ્ઠું ન બોલીએ.
૧૩૦
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #134
--------------------------------------------------------------------------
________________
સૌ તેનો ટહૂકો સાંભળી રાજી થતા. ભલે ને મેત હતી પણ હૈયે ભક્તિ વસી હતી.
ધનરાજ શ્રેષ્ઠિની હવેલી લગભગ છેલ્લે આવે ત્યાં વિરૂપા વિસામો લે. ત્યાં ઝરૂખામાં દેવશ્રી બેઠા હોય. તેમની ખબર પૂછે, એમ કરતા બંનેને મૈત્રી બંધાણી.
દેવશ્રીને એક દુઃખ, બાળક જન્મ લેતું અને છ સાત દિવસે મૃત્યુ પામતું. આ દિવસોમાં દેવશ્રીને સીમંત હતું. પણ દિવસ ભરાતા તેમ દુઃખી થતી. એક દિવસ વિરૂપાએ જોયું દેવશ્રી ખૂબ ઉદાસ છે. વિરૂપાએ પૂછયું બા કેટલા માસ થયા. સાત પણ મારે તો બાળક કયાં જીવે છે ? ચાર તો ચિરવિદાય થયા. આ વખતે છેલ્લી તક છે. કુટુંબીજનોનો આગ્રહ છે કે આટલી અપાર સંપત્તિનો માલિક કોણ? માટે શેઠે બીજી પત્ની કરવી. બાને આ દુઃખ કોરી ખાતું.
વિરૂપાના ઉદર સામે જોઈને દેવશ્રીએ પૂછયું તારે કેટલા થયા. તમારી જેમ જ માસ થયા. એને એક વિચાર આવ્યો. શેઠાણી સુખી થતા હોય તો મારું બાળક તેમની સાથે અદલા બદલી કરી લેવાય અને તેને શેઠાણીની નજીક જઈને વાત કહી. શેઠાણીને પણ આ વાત રુચિ.
દિવસો પસાર થયા. કુદરતની કરામત? એક સમયે શેઠાણીને બાળકી જન્મી, વિરૂપાને પુત્ર જન્મ્યો. જૂની વિશ્વાસુ દાસીને અગાઉથી તૈયાર કરેલી. તે બાળકી લઈને મેતવાસમાં ગઈ માતંગ તે રાત્રે બહાર ગયેલો હતો. વિરૂપાએ પુત્રને જન્મ આપ્યો. દાસી ચતુર હતી. તેણે બાળકી સોંપી, અને પુત્ર લઈને શેઠાણીની ગોદમાં મૂકી દીધો, અને જાહેર કર્યું કે શેઠાણીને પુત્ર જન્મ્યો છે.
શેઠે ખુશાલીથી મીઠાઈ વહેચી. દસ દિવસે નામકરણ વિધિ હતી. શેઠાણીને વિરૂપાની ઉદારતા સ્પર્શી હતી. તેમને થયું કે વિરૂપાએ પુત્રનું મુખ પણ જોયું નથી અને આપી દીધો છે. તેની પાસે નામ પડાવવું. તેથી પુત્રને હાથમાં તો લઈ શકે.
વિરૂપાને કહેવડાવ્યું મોટો ઉત્સવ મંડાયો, પ્રથમ તો સૌને ઠીક ન લાગ્યું કે મેત પાસે નામ પડાવવાનું? પણ ખોટનો દીકરો તેથી સૌ સંમત થયા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૩૧
Page #135
--------------------------------------------------------------------------
________________
| વિરૂપા આવી તેના હાથમાં બાળક મૂકયું. તેણે બાળક પર દૃષ્ટિ કરી બરાબર માતંગ જેવો લાગ્યો, વહાલ ઉભરાયું, થાન દૂધથી ભરાઈ ગયા. વિરૂપાનું દિલ ધડકવા લાગ્યું. ખૂબ ત્વરાથી “મેતાર્ય” નામ બોલી ઉઠીને ભાગી. સૌને લાગ્યું કે આ કેવું નામ ? પણ ખોટનો દીકરો. એટલે કોઈએ વાંધો ન લીધો.
આ બાજુ બાળકી જમ્યાના સમાચારથી માતંગે મન વાળ્યું કે ભલે બાળક તો થયું. પણ છ દિવસે બાળકી મૃત્યુ પામી. માતંગ ખૂબ દુઃખી થયો. વિરૂપા કહે અલા હજી જુવાન છીએ. બીજું બાળક થશે માતંગ બધી બીનાથી અજાણ હતો. તેણે મન વાળ્યું.
મેતાર્ય તો રાત દિવસ વધતો જાય છે. દેવશ્રી ઉપકારવશ રોજે વિરૂપાના આવવાના સમયે બાળકને તેડી છજામાં ઉભા રહેતા. દૂરથી વિરૂપા લાલ બોલી આનંદ લેતી. મૈત્રીભાવને કારણે કંઈ સંતાપ કરતી નહી.
ધનરાજ શેઠને અભયમંત્રી સાથે સારો મેળ. એટલે તેમણે મેતાર્યના શિક્ષણની વ્યવસ્થા રાજકુમારો સાથે કરી. ઉદ્યાનમાં રાજકુમારો રમવા ભેગા થતા. રખેવાળી માતંગની હતી. અજાણે પણ મેતાર્યને જોઈને માતંગને ખૂબ પ્રેમ થતો. મારે આવો જ પુત્ર થશે, પણ કમનસીબી કે વિરૂપાને પછી બાળકનો યોગ ન થયો.
મેતાર્ય પુખ્તવયનો થયો. ધનાઢય અને પરાક્રમી હતો. સાત કન્યાઓ સાથે લગ્ન લેવાયા. આખી રાજગૃહી શણગારથી શોભી ઊઠી. શેઠાણીએ વિરૂપા માતંગ બધું બરાબર જોઈ શકે તેવી વ્યવસ્થા કરાવી હતી. વિરૂપા માતંગ લગ્ન જોવા જવા તૈયાર થતા હતા. માતંગને અફસોસ થયો કહે કે વિરૂપા ! આપણે પુત્ર હોત તો લગ્નની ઉજવણી કરતને ?
આ સાંભળી વિરૂપાને થયું કે તેણે માતંગથી આ વાત છૂપાવી ગુનો કર્યો છે. તેથી તેને બેસાડયો પોતે પાસે બેઠી અને વહાલથી કહેવા લાગી કે માતંગ ! દુઃખી ન થા આ તારો જ દીકરો છે. અને અદલા બદલીની વાત કરી. માતંગ આ સાંભળી ખૂબ હતપ્રભ થઈ થયો છેવટે તૈયાર થઈ વરઘોડે ચઢેલા મેતાર્યને જોવા ગયા. મેતાર્યને ૧ ૩૨
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #136
--------------------------------------------------------------------------
________________
જોઈ માતંગ ઉત્તેજિત થઈ ગયો. તે તો રથ પાસે પહોંચી ગયો અને બોલવા લાગ્યો આતો મારો પુત્ર છે. જોકે સૈનિકોએ તેને દૂર કર્યો. (પછી કથા લાંબી છે આપણે મેતાર્ય મુનિને જાણવાના છે.)
આ બનાવથી પ્રસંગમાં સંકટ ઉભુ થયું. આ સાંભળી વિરૂપાને મૂછ આવી ગઈ. આઘાતથી તે ગુજરી ગઈ. શેઠાણી પણ મૂછવશ થયા. આખરે તે પણ ગુજરી ગયા. એ સમયે લગ્ન મુલતવી રહ્યા અભયમંત્રીની વિચક્ષણતાથી થોડા દિવસમાં પ્રસંગ થઈ ગયો. મૂળવાત એ હતી મેતાર્ય કોનો પુત્ર? છેવટે મેતાર્યે વિરૂપા પાસેથી સાંભળેલી હકીકત અભયમંત્રી પાસે પ્રગટ કરી કે પોતે માતંગ-વિરૂપાનો પુત્ર છે. મિત્રતાના કારણે વિરૂપા એ દેવશ્રીની સાથે કોઈપણ અપેક્ષા વગર સંતાનોની અદલા બદલી કરી હતી.
કાળના પ્રવાહની બલિહારી છે. મેતાર્યે જાહેર કર્યું કે હવે તે મેતારજ તરીકે ઓળખાશે. શ્રેણિક રાજાની એક કન્યા સાથે આઠ પત્નીઓ સહિત પઘનિલય દેવી મહેલ જે શ્રેણિકરાજાએ પોતાની કન્યાને ભેટ આપેલો તેમાં મેતારજ દેવી સુખ ભોગવી રહ્યા છે.
અભયમંત્રી અને મેતારજની મિત્રતા પણ ગાઢ હતી જ્યારે પ્રભુ મહાવીર પધારતા ત્યારે બોધ પામી બંને ચર્ચા કરતા કે સંયમ લેવા જેવો છે. પણ અભયમંત્રીને શ્રેણિકરાજા રજા આપતા ન હતા. પિતૃપ્રેમ, ફરજ, અભયમંત્રીને રોકતી હતી. પરંતુ રાજગૃહમાં પુનઃ પ્રભુ પધાર્યા અને અભયમંત્રીને મોકો મળી ગયો. તેઓ દેવચંદ્રમુનિ થયા. પછી મેતારજને યાદ આપવા સંદેશો મોકલ્યો પણ આઠ સુંદરીઓ સાથેનો સુખભર્યો સહવાસ છૂટયો નહિ. મેહલ તો દૈવી રચના જેવો હતો તે સુખાકારી કેમ છૂટે !
વળી થોડો સમય ગયા પછી દેવચંદ્રમુનિ પુનઃ પધાર્યા. દરવાને મેતારજને ખબર આપ્યા. ત્યારે તેઓ જળકુંડમાં આઠ સ્ત્રીઓથી વિંટળાયેલા હતા. પણ મિત્ર જાતે જ આવ્યા હતા. વસ્ત્ર વિંટાળી પત્નીઓને કહ્યું હમણાં આવું છું. અને મહેલની નીચે આવ્યા. દેવચંદ્રને જોયા પછી કંઈ પાછા વળે ! તે તો ચાલ્યા મિત્રની સાથે ઉપવનમાં દીક્ષિત થઈ ગયા. મૈત્રીનું ઝરણું વહ્યું. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૩૩
Page #137
--------------------------------------------------------------------------
________________
પત્નીઓએ જાણ્યું બધી જ મૂચ્છિત થઈ ગઈ. ત્યાં શ્રેણિક રાજાએ આવીને આશ્વાસન આપ્યું. પુનઃ સંસારનો ક્રમ ચાલ્યો. જોકે આઠે પત્નીઓએ પણ દેશ વ્રત ધારણ કર્યું. મેતારજ તો સાધનાની સરવાણી પર તપ તપવા લાગ્યા. માસક્ષમણના પારણે સોનીને ત્યાંથી ગોચરી મેળવી, પણ જવલા ગૂમ થવાથી સોનીને મુનિ પર વહેમ આવ્યો. જવલા પક્ષી ચણી ગયું હતું પણ મુનિ તો દયાસાગર હતા બોલ્યા નહિ.
સોની ખૂબ આવેશમાં આવી ગયો. મેતારજને માથે ચામડાની વાઘેર ભીની કરીને બાંધી. બપોર થતાં તે સૂકાવા માંડી, મુનિની ખોપરી તૂટી, મુનિ તો સમતાની શ્રેણિએ આરૂઢ હતા. ગુણ શ્રેણિએ આરૂઢ થઈ કેવળજ્ઞાન પામી મુક્તિ પામ્યા.
વિરૂપાની અને દેવશ્રીની મૈત્રી અનોખી હતી. બંને સાથે મૃત્યુ પામ્યા. સમાધિ સાથે રચાઈ. અભયકુમાર અને મેતારાજની મૈત્રી અનોખી રહી, સંયમમાર્ગે સાથે પ્રયાણ કર્યું.
૭૫. ગુરુ આજ્ઞા પારતંત્ર્ય નથી
સંતોના પવિત્ર જીવન દ્વારા ચેતના પરના વિકારી ભાવો નાશ થાય છે, ત્યારે સંતોની શક્તિમાં સહજતા પ્રગટ થાય છે. તેને સ્થળ કાળનું બંધન હોતું નથી.
એક વખત એક શિષ્યનું શિક્ષણ યોગક્ષેમવાળું હતું. તે એક ગામમાં મંદિરના પ્રાંગણમાં સ્થિર થયા. નિસ્પૃહ ભાવથી કથા કરે. એકવાર ભિક્ષા લે અને એકાંત ગાળે.
રોજે એકવાર ભિક્ષા લેવા જાય. એકવાર કોઈ બહેનને ત્યાંથી કઢી મળી. સ્વાદિષ્ટ હતી. જીભને ગમી ગઈ પછી રોજનો ક્રમ થયો. કઢી લાવવી સ્વાદ માણવો. હા, પણ તેની પાછળ ગુરુઆજ્ઞાની મર્યાદા હતી. એક જ ઘેરથી વારંવાર ભિક્ષા ન લેવી.
એક દિવસ ભિક્ષા લઈ આવ્યા. સ્વાદથી કઢીનો ઘૂંટડો ભર્યો અને એક અંતર અવાજ સંભળાયો કે સંસાર તરી જનારો વાટકી
૧૩૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #138
--------------------------------------------------------------------------
________________
કઢીમાં ડૂબી જશે ?
અરે અવાજ કોનો ? આતો ગુરુ ચેતનાનો પ્રભાવ ! નદીના પ્રવાહ પર ચાલવા જેવી લબ્ધિઓ પ્રાપ્ત કરનાર વાટકી કઢીમાં ડૂબી જશે ? અવાજ ગુંજયા કરે.
શિષ્ય સભાન થઈ ગયો. કઢીનું વમન કર્યું અને બધુ સમેટી ગુપચુપ ગુરુજી પાસે જવા નીકળી ગયો. ગામમાં કોઈને જાણ ન કરી કે જેથી કોઈ રુકાવટ થાય.
ગુરુજી પાસે પહોંચ્યો, ચરણોમાં ઢળી પડયો. ગુરુ આજ્ઞાને આધીન સાધકને ગુરુચેતના આમ બચાવી લે છે.
મહા મનીષી હરિભદ્રાચાર્યને, બૌદ્ધ ભિક્ષુને હણવાની ઘોર હિંસામાંથી ગુરુએ બચાવી લીધા હતા. ગુરુઆજ્ઞા એ પરતંત્રતા નથી. જીવનને સ્વાધીન બનાવવાનું ગુપ્ત રહસ્ય છે. તે ઉચિત સમયે પ્રગટે
છે.
ભાવ ભર્યો એક સાધક ગુરુજી પાસે આવ્યો સાથે ગુરુજીને ઉપયોગી થાય તેવી સામગ્રી બે હાથમાં ઉચકી આવ્યો. ગુરુદેવે દૂરથી જોયો અને બૂમ મારી છોડી દે, શિષ્ય એક હાથની સામગ્રી છોડી દીધી.
ગુરુદેવ પુનઃ બોલ્યા છોડી દે, શિષ્ય બીજા હાથની સામગ્રી છોડી દીધી. ગુરુદેવ ત્રીજીવાર બોલ્યા છોડી દે, શિષ્યે બે હાથમાં રહેલી ચીજ છોડી દીધી હતી. હવે તેની પાસે કંઈ રહ્યુ ન હતુ તો શું છોડુ ?
શિષ્ય ગુરુ પાસે આવી ઊભો, હવે શું છોડયું ? ગુરુદેવ કહે મનમાં ચાલતી ભાંજગડ છોડ. હું સુંદર વસ્તુઓ લાવ્યો હતો. ગુરુદેવે થોડી વસ્તુઓ લીધી હોત તો મને લાભ મળેને ? આવી અપેક્ષાઓ છોડવાની હતી. ગુરુદેવ પાસે લઈ જવાના છે તન, મન, ધન, શુદ્ધિ સહિત. તેઓને આવી પૌદ્ગલિક વસ્તુમાં રસ નથી. સાધક જો તન મન ધન અર્પણ કરે તો તેના સંસ્કારમાં રહેલા માનાદિ શત્રુઓ વિદાય
થાય.
ગુરુજનોની આ આંતરિક ભાવનાઓ વિનયવાન શિષ્ય સમજી શકે અને બોધ ઝીલી શકે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૩૫
Page #139
--------------------------------------------------------------------------
________________
“અહો અહો શ્રી સદ્ગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો, અહો ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હીન તે તો ગુરુએ આપીયું વતું ચરણાધીન.”
-શ્રીમદ્ રાજચંદ્ર
૦૬. સવભમાં સમદષ્ટિ
સર્વાત્મમાં સમદષ્ટિ. લોકદૃષ્ટિ તો કહે છે, પાંચ આંગળીયો સરખી નથી ત્યાં આ સંતવાણીને કયાં ધારણ કરીએ? વળી આ જગત વ્યવહાર એવો છે કે જીવને એકનિષ્ઠ રહેવું કઠણ છે.
ભાઈ, રોતા કયાં સુધી જીવશો? આત્મશક્તિ અસીમ છે. તેના ભરોસે જીવે તે જ સમદષ્ટિ રહી શકે.
વિનોબાજી આ કાળના જ માનવી હતા. સામાન્ય સંપન્ન કુટુંબમાં જન્મેલા. માતા પ્રભુપરાયણ હતા. બાળકને હંમેશા તેવા જ સંસ્કાર આપતા.
સમયોચિત વિન્યો-વિનોબાજી તરીકે પ્રગટ થયા. મહાત્મા ગાંધી બાપુની સ્વરાજની ચળવળમાં જોડાયા. એક નાનો આશ્રમ સ્થાપ્યો. અને યુવાન યુવતીઓને સાત્વિક, તાત્વિક શિક્ષણ આપતા.
ભૂમિદાનનું કાર્ય હાથ ધર્યું. જમીનદારો નારાજ થતા. વિનોબાજી ગામે ગામ ઘૂમતા. જમીન વિહોણાને જમીન અપાવતા. કોઈ જમીનદારે તેમની હત્યાનું કાવત્રુ ગોઠવ્યું. પોતાની જમીનો આપવી પડતી તેથી નારાજ હતા.
એકવાર કોઈ ગામના ખેતરોમાં પડાવ હતો. તંબુમાં રહેવાનું હતું. એક જમીનદારે આ લાગ જોઈ એક હત્યારો મોકલ્યો. તે મોટા છરા સાથે તંબુમાં દાખલ થયો. અજવાળી રાત હતી. હાથમાં ચમકતો છરો હતો. વિનોબાજીએ જોયું કે કોઈ હાથમાં છરો લઈને આવ્યો છે, એ જ સ્વસ્થતાથી બોલ્યા
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૩૬
Page #140
--------------------------------------------------------------------------
________________
“ઓહ, પ્રભુ તમે આ વેશે પધાય !” હત્યારામાં પણ જેને પ્રભુના દર્શન થાય તેમની જીવન શ્રદ્ધા કેટલી નિર્મળ હશે! હત્યારાના હાથમાંથી છરો પડી ગયો તે વિનોબાજીને નમી પડયો.
ભકતો, સંતો બોલે છે “આત્મા સો પરમાત્મા” જીવમાત્ર શિવ છે, પણ જેને પોતામાં શિવના દર્શન થાય તેને સૌમાં શિવના દર્શન થાય. હજી પોતાના આત્માને માયાના બંધનમાં રાખ્યો છે. ત્યાં આત્મા પરમાત્મરૂપે કેવી રીતે સમજાય? સૌમાં પરમાત્મા કયાંથી જણાય? આત્માની પવિત્રતા પામવા પોતે સ્વયં પવિત્ર થવું. એ પવિત્રતા એટલે અહિંસાદિ વ્રતો, સર્વજીવમાં સમદષ્ટિ.
૦૭. સીમા રહિત માતૃત્વ
ઝેરી પદાર્થ પૌલિક છે તેની અસર ચક્ષુગોચર કે દૈહિક ચેષ્ટાથી જણાય છે. અમૃત અતિન્દ્રિય પદાર્થ છે જ્ઞાનથી અનુભવાય છે.
અમુક પ્રકારના રોગમાં, ચેપમાં ઝેરી તત્ત્વ શરીરમાં વ્યાપેલું હોય છે. સ્પર્ધાદિથી અન્યને અસર કરે છે.
સત્ પુરુષોમાં, સંત, યોગીમાં જીવનની પવિત્રતામાંથી અમૃત (અરૂપી પ્રવાહ) પ્રગટે છે. પાત્ર જીવો તે ઝીલી શકે છે. આ સંતપુરુષો મહાસંયમી, ઈંદ્રિય વિજેતા, રાગાદિ દૂષણોથી વિરક્ત હોવાથી તેમનામાં અલૌકિક લબ્ધિઓ પ્રગટે છે. પાત્ર જીવોને તેનો લાભ મળતા તેમના જીવનમાં પણ સત્ પ્રગટે છે. "
શ્રી બુદ્ધ, શ્રી મહાવીર જેવા ભગવાન દ્વારા એ અમૃત એટલું વ્યાપક બન્યું. પૂર્વાચાર્યોએ એ ઝીલ્યું અને પાત્ર જીવોએ તે પીધું અને જીવન ધન્ય બનાવ્યું.
ઈંગ્લંડની રાણી વિકટોરીયાને એલીસનામની પુત્રી હતી. તેનો દસ વર્ષનો દીકરો ભયંકર દર્દમાં સપડાયો. તેના હૃદયમાં રસી થઈ
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૩૭
Page #141
--------------------------------------------------------------------------
________________
છે. તે ભયંકર ચેપી હતી. કોઈ ઈલાજ કાર્યકારી ન થયો. રસી વધતી ગઈ. તેની નજીક જવામાં જોખમ હતું. ડોકટરો, નસ બધા દૂર રહેતા. ઔષધ વિગેરે ઝટપટ આપીને સૌ દૂર ખસી જતા.
સમય થતાં એલિસ આવી. દૂરથી તેને જોઈને બાળક બોલી ઊઠ્યો. મા, મા મારી પાસે આવ. આ બધા મારી પાસે નથી આવતા. તું પણ નહિ આવે ?
એલિસ ચેપની ગંભીરતાથી વાકેફ હતી. બાળક પુનઃ બોલી ઊઠયો. મા, શું તું પણ નહિ આવે? અને એલિસનું માતૃત્વ પોકારી ઊઠયું. તેણે દોડીને બાળકને ઊંચકી લીધો. નર્સોએ દૂર રહીને બૂમાબૂમ કરી મૂકી.
એલિસ તમે આ શું કર્યું? તમને ખબર છે આ ભયંકર ચેપી રોગ છે?
એલિસે કહ્યું હું મા છું. એલિસ બાળકને ખોળામાં લઈને ખૂબ વહાલ કર્યું. બાળક ખૂબ પ્રસન્ન થયો. એલિસનું માતૃત્વ સંતોષાયું. પણ પરિણામ આવવાનું હતું તે આવ્યું.
બાળક માના પ્રેમની રાહ જોતો હતો? થોડી જ મિનિટોમાં મૃત્યુ પામ્યો. એલિસના શરીરમાં ચેપ વ્યાપી ગયો. તે પણ મૃત્યુ પામી.
આ દૃષ્ટાંતથી એ સમજવું છે કે ઝેર વ્યાપક બને છે તેમ અમૃત પણ વ્યાપે છે. પૌદ્ગલિક પ્રકારે જણાતા ઝેરને આપણે સ્વીકારીએ છીએ. અમૃત અતિન્દ્રિય છે. આત્માનું મૂળ સ્વરૂપ છે. જેઓ દૈહિકભાવથી મુક્ત થયા. સાસરિક ભોગોથી મુક્ત થયા. વેરઝેરને તિલાંજલિ આપી. કોઈ દૂષણ જયારે ન રહ્યું ત્યારે તે સંતોમાં અમૃત પ્રગટે છે.
તે અમૃત તેમના દ્વારા વિશ્વવ્યાપી બને છે. જે તેના ચાહકો છે. શ્રદ્ધાવાળા છે તેઓ તે અમૃત પામીને સ્વયં મુક્તિ પામ્યા છે.
આવા અમૃતને પામવા શ્રદ્ધા જોઈએ. શંકાશીલને આનો લાભ મળતો નથી. જે તે અમૃત પામ્યા તે સમાઈ ગયા. પરંતુ તેમના સ્પંદનો વિશ્વવ્યાપી બનીને વિસ્તાર પામ્યા. તેને શ્રદ્ધાવાનો ઝીલી શકે છે અને તે અમૃત પાન કરી અમર બને છે. આપણે એ અમૃત ઝીલવાનો પ્રયત્ન કરીએ.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૩૮
Page #142
--------------------------------------------------------------------------
________________
"
રામ સભામાં અમે રમવાને ગ્યાતા,
પસલી ભરીને રસ પીધો રે.'' (અમૃત)
૦૮. નિસ્વાર્થ દીર્ઘદૃષ્ટિ
કયાંક વાંચેલું અત્રે ઉષ્કૃત કર્યું છે, તે વ્યક્તિનું ક્ષેત્ર કઈ સાત્ત્વિક કે તાત્ત્વિક ન હતું. ફિલ્મ જગત એમનું ક્ષેત્ર. તે એલેક ગિનેસ સિનેમા જગતમાં વિખ્યાત હતા. તેની પાછળ યુવા પેઢી તો ગાંડી હતી. તેના પાત્રવાળી એ સિનેમા રજૂ કરનાર તો અઢળક ધન કમાયો.
એલેકની આ ખ્યાતિ સાંભળી દારૂનો મોટો વેપારી તેમની પાસે આવ્યો. અને પોતાની દરખાસ્ત મૂકી કે તમે મારી કંપનીના દારૂની જાહેરાત માટે એક પોઝ આપો તમને કરોડ રૂપિયા આપું. તમારે ફકત એક દારૂની પ્યાલી હોઠે અડાડીને પછી અને લિજ્જતવાળો પોઝ આપવાનો છે.
તમારે ફકત પાંચ મિનિટ આપવાની છે. અને તેમાં પરિશ્રમ નથી. છતાં કરોડો રૂપિયા મળવાના છે.
ઍલૅક ગિનેસે નમ્રતાપૂર્વક પણ મક્કમપણે કહ્યું કે હું સિનેમા જગતમાં કામ કરું છું પણ દારૂ પીતો નથી. નશો નાશને નોતરે છે. એવો નશાયુક્ત ચહેરો બતાવી લાખો યુવક યુવતીઓના જીવન બરબાદ કરવાનું બદનામ કામ મને ખપતું નથી. ધન તો મૂકીને જવાનો છું. પણ લાખો યુવક યુવતીઓના જીવનની બરબાદીનું કલંક મારે માથે ચોંટાડવું નથી. તમે ફરી મારી પાસે આવવાનો પ્રયત્ન કરતા નહીં.
આમ તો સિનેમા જગતનો માનવ, ધન સંપત્તિનો લાલચુ હોય છતાં આ માનવ તો ભાવિ પેઢીનો હિત ચિંતક. આજે સિનેમા જગતમાં કેટલાયે અભિનેતા આવું ઘોર પાપ ધનના લોભે કરતા હોય છે. તેમના માટે વિચારવા જેવું આ કથન છે.
પરંતુ ધનના લોભે પરહિત ચિંતક તો જાણે કોઈ જૂના યુગની નગણ્ય પ્રણાલી છે તેમ માની તેઓ ઘોર દુષ્કૃત્ય કરી રહ્યા છે. કુદરત સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૩૯
Page #143
--------------------------------------------------------------------------
________________
સમય આવે ન્યાય તોળશે ત્યારે શું થશે? ધનના મદમાં આવો વિચાર કદાચ ઈશ્વર તેમને પહોંચાડી શકશે?
હે જીવમાન છે તને આ માનવદેહ કાકતાલીય ન્યાયે મળ્યો હોય, કાગડો ડાળ પર બેસે અને ડાળ તૂટે, કાગડાને થાય કે મારાથી તૂટી. તારી આકૃતિ પશુની જેમ આડી નથી, ઉભી છે છતાં શા માટે આદત વશ આડી ચાલે ચાલે છે? ઈન્ડિયાધીન? ક્રોધાદિ કષાયને આધીન? કુટેવોને આધીન? તું સત્સંગમાં જનારો તને વધુ કહેવાનું ન હોય.
સત્સંગ તને આત્માના વૈભવ તરફ લઈ જશે. સંતોની એવી શક્તિ છે કે તેને એક પળમાં આત્મલોકમાં લઈ જાય. તારી તૈયારી છે ને? સંતોએ કહેલા સતુમાં શ્રદ્ધા મૂક. તારા બધા જ દોષો દૂર થતા ઝળહળા કરતું આત્મતેજ તને પ્રાપ્ત થશે. ભલે વીજળીના ચમકારા જેટલો સમય હોય પણ તને સત્યનો પ્રકાશ મળશે.
સનું ચિત્ત ચિંતન રે કરવું
સત્ વાયક નિશ્ચય ઉચ્ચરવું. સમુદ્રનું એ બિંદુ તારી જિદ્વાને સ્પર્શે, ખારાશનો અનુભવ થાય, ત્યારે તને વિશ્વના તમામ સમુદ્રના જળનો સ્વભાવ અનુભવમાં આવશે. તેમ એક પળ, ઘડી કે આધી ઘડી સંતના સમાગમથી, દેહભાવનું તાદાભ્ય છૂટી જશે અને આત્માનું સત્ એક ક્ષણ માટે તું અનુભશે. આત્માનુભૂતિની એ ચમત્કૃતિ છે. બધી પળોજણ મૂકીને એ માણી લે.
બેર બેર નહિ આવે અવસર બેર બેર નહિ આવે.
૦૯. સ્વર્ગ-નરક કયાં છે ?
વસંતપુરના રાજા ધર્મ પ્રિય હતા. તેમને એક પુત્ર હતો. રાજા કરતા રાજપુત્રોનો રુઆબ વધુ હોય છે. રાજાને પ્રજાના હિતનું લક્ષ હોય. યુવાન રાજકુમારને હું રાજકુમાર છું તેવો અહમ્ હોય છે. રાજા રાજકુંવરને યોગ્ય શિક્ષણ માટે ગુરુકુળમાં મૂકવા ગયા,
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪)
Page #144
--------------------------------------------------------------------------
________________
ગુરુ કહે તમારા રાજપુત્રને હું રાખી શકીશ નહિ, મારી શિક્ષણ પદ્ધતિ કડક છે.
હું બે લાકડી રાખું છું. પ્રારંભમાં ભૂલ થાય તો લાકડાની લાકડીથી શિક્ષા કરું છું. પણ વિદ્યાર્થી શિક્ષણમાં નિપુણ થાય પછી લોઢાની લાકડીથી સજા કરું છું.
અર્થાત્ મારું શિક્ષણ જાગૃતિનું છે. પળેપળ કિંમતી છે. ભૂલ કે પ્રમાદ જેવા દૂષણો ચલાવતો નથી. તમે રાજા છો. રાજકુમારને શિક્ષા કરું અને મારા પર નારાજ થઈ કંઈ પગલાં લો, તે અમારી પદ્ધતિને માન્ય નથી.
રાજા કહે ગુરુદેવ હું આ શિક્ષણ પદ્ધતિથી સંતુષ્ટ છું. મારા રાજકુમારને એવી વિનિમય પદ્ધતિથી તૈયાર કરો, તેમાં સંમત છું.
શિક્ષણમાં તૈયાર થયા પછી પ્રમાદ કે અહમ્ ન પોષાય તેથી ગુરુદેવ આ પદ્ધતિ અખત્યાર કરતાં. શિષ્યો પણ એવા તૈયાર થતા કે લોખંડની તલવારનો માર ખાવાનો વારો ન આવતો, રાજકુમાર એ રીતે તૈયાર થઈ ગયો, તેનું શિક્ષણ જોઈ રાજા પ્રસન્ન થયા.
ગુરુદેવ! કંઈ સેવા-લાભ આપો, ગુરુદેવ નિસ્પૃહ હતા. તેમને કિંઈ જરૂરિયાત ન હતી. વળી રહસ્યવાદી હતા. રાજાની સહાય લેવામાં કયારે પણ તેમની પદ્ધતિના સહભાગી બનવું પડે. તેથી રાજયની સહાય લેતા નહિ.
આવા ગુરુજનોની પરીક્ષા લેવાવાળા પણ હોય છે. એકવાર રાજાનો એક સૈનિક આવ્યો. તેણે કહ્યું હું રાજાનો સૈનિક છું. તેણે પૂછ્યું સ્વર્ગ શું ને નરક શું? તે મારે સમજવું છે. કારણ કે મને કયાંય સ્વર્ગ કે નરક દેખાતું નથી.
ગુરુ કહે, તું સૈનિક લાગતો નથી કુંભાર છું તારું કામ ગધેડા સાચવવાનું છે. તને શું સમજણ પડશે? તલવાર ચલાવતા આવડે છે ? આ સાંભળી સૈનિક મ્યાનમાંથી તલવાર કાઢી ઉભો થયો. તમે શું બોલો છે? કંઈ સમજો છો? ગુરુદેવ તરત જ બોલ્યા, ભાઈ, આ ગુસ્સોએ નરક.
સૈનિક આ સાંભળી શાંત પડયો. એણે ગુરુદેવની માફી માંગી, સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪૧
Page #145
--------------------------------------------------------------------------
________________
હાથ જોડીને શાંતિથી બેસી ગયો.
ગુરુદેવ કહે ભાઈ આ સ્વર્ગ. શાંતિ મળીને? ગુસ્સો, આવેગ, અશાંતિ એ બધા નરકના દ્વાર છે. સમતા, ક્ષમા, શાંતિ અને પ્રેમ એ સ્વર્ગના દ્વાર છે.
બંગલો સુંદર હતો. પણ કોઈ કારણસર તે ભૂતિયો મનાવા લાગ્યો, સુંદર હોવા છતાં કોઈ રહેવા ન જતું, તેમ આ દેહ ભૂતિયા બંગલો છે, તેમાં યોગી મોહથી કેવી રીતે રહે?
કોઈ વ્યક્તિ બીમાર પડે તો ઘરે ન રહે હોસ્પિટલમાં રહે તેમ જેને ભવરોગ દેખાય તે સંસારમાં કેવી રીતે રહે? સંસારનો ત્યાગ કરી સાધના ક્ષેત્રે રહે.
“પ્રભુ આ વિનંતિ હવે તો સ્વીકારો, નથી ગમતું ભવમાં હવે તો ઉગારો !”
૮૦. રામ કયા વસે છે ?
સંત કબીર નાતિ પાતિ ભેદ વગર સત્સંગ કરતાં. બાળપણમાં સંયોગવશાત્ માએ જન્મ આપીને નદી કિનારે વસ્ત્ર રહિત ત્યજી દીધા હતા. યોગાનુયોગ ત્યાંથી એક મુસ્લીમ દંપતી પસાર થતા હતા. તેમને કાને બાળકના રડવાનો અવાજ આવ્યો. જોયું તો તરતનું જન્મેલું બાળક. રડતું મૂકીને કેવી રીતે જવાય? તેમણે આ બાળકને અપનાવી લીધું. પોતે નિઃસંતાન હતાં, રાજી થયા.
છ મહિના પછી નામ વિધિ માટે મુલ્લાજી પાસે લઈ ગયા. મુલ્લાજી કહે આ તમારું બાળક નથી અને કોનું છે તે ખબર નથી તેથી જાત જાણ્યા વગર નામકરણ વિધિ નહિ થાય.
આ દંપતિએ પોતે તેનું નામ કબીર રાખ્યું. કબીર બાળપણથી સંત પ્રેમી હતો. પરંતુ તેની નાત જાતની ભાળ ન હોવાથી તેના ગુરુ થવા કોઈ તૈયાર ન હતું.
પરંતુ આંતરિક ભાવનાને બળે તેને એક ગુરુએ શિક્ષણ આપ્યું. ૧૪ ૨
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #146
--------------------------------------------------------------------------
________________
પણ કબીર સ્વયં પૂર્વના સંસ્કાર લઈને આવેલા, અને સંતત્ત્વ એમના લોહીમાં હતું.
બાળપણમાં પાલક પિતા વણકરને ત્યાં વણકરી શીખેલા, તેથી તેમણે વણકરી શરૂ કરી. પણ મનમાં સતત રામનું રટણ રહ્યા કરે, સર્વત્ર પ્રભુ છે. સર્વમાં પ્રભુ છે. તેમને એવા દર્શન થતા અને એ રીતે જરૂર પડે અન્યને સમજાવતા, પ્રભુભજનમાં તલ્લીન રહે. વણકરીથી જીવન નભે, તેમને વધુ આવશ્યકતા જ ન હતી.
તેઓ પાસે સત્સંગીઓ આવતા પણ ઘણા તેમને મુસ્લિમ માની વિરોધ કરતા. એકવાર કેટલાક વિરોધી આવીને તેમને અપશબ્દો સંભળાવી ગયા. કબીર તો વણાટકામ કરતા હતા. કંઈ જવાબ કે પ્રતિકાર ન થવાથી તેઓ પાછા વળ્યા. કબીર માનતા રામ બધામાં છે. શા માટે પ્રતિકાર કરવો. આપણું મન શુદ્ધ હોય, પ્રભુમય હોય તો તેની અસર કેવી પડે ?
પેલા વિરોધીઓ ત્યાંથી નીકળ્યા. પણ કબીરના ભાવની અસર પડ્યા વગર ન રહી. તેઓ માફી માંગવા પાછા આવ્યા કબીરના જીવનની શુદ્ધતાથી તેમની ઓરા પવિત્ર હતી. તેની અસર થઈ હતી. તેઓએ માફી માંગી.
કબીર કહે તમારા શબ્દો રામરામ થઈને મારા કાનમાં ગયા છે. એટલે તમે કહો છો તેની મને ખબર નથી એના નામ સિવાય મારી પાસે કંઈ નથી.
મોટા પૂજાપા લઈ જનારના હૃદયમાં, કાનમાં રામ આવી રીતે વસે તો રામ થવું મુશ્કેલ નથી. એકવાર કબીર બજારમાંથી નીકળ્યા. ત્યાં ઘંટી ચાલતી હતી.
“ચલતી ચાકી દેખ કે દીયા કબીરા રોય દોપાટન કે બીચ મેં બાકી બચા ન કોય?” બે પડની ચાકીમાં પડતા બધા જ દાણા પીલાઈ જાય છે. આમ જીવો રાગ દ્વેષમાં પીલાતા જ રહે છે. પછી તેમની નજર ખીલડામાં ગઈ ત્યાં થોડા દાણા બચ્યા હતા. અર્થાતુ જે રાગ, દ્વેષ, મોહ, માયા, જગતના પ્રપંચથી દૂર રહ્યા છે તે બચ્યા છે. બાકી હા, હા, આ જગત સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪૩
Page #147
--------------------------------------------------------------------------
________________
રાગદ્વેષના પડમાં પીસાઈ રહ્યું છે.
“ખલક સબ રૈનકા સ્વપ્ના સમજ, મન કોઈ નહિ અપના કઠણ હૈ લોભકી ધારા, બહત સબ મન સંસાર, કુટુંબ પરિવાર સુતદારા, ઉસી દિન હો ગાય ન્યારા, નિકલ જબ પ્રાણ જાયેગા, કોઈ નહિં કામ આવેગા ! સદા મત જાણો યહ દેહા, લગાવો રામસે નેહા, કટેગી જમકી તબ ફાંસી કહે કબીર અવિનાશી.'
..
૮૧. પશુઓમાં પ્રેમનું અનોખું દર્શન
હે માનવ ! પ્રેમની ભાવના પક્ષીઓથી ઊંચી રાખજે નીચે ન આવતો.
એક જંગલમાં એક મોટું વૃક્ષ હતું. તે એટલું પુરાણું હતું કે પાંચ છ પેઢીના પક્ષીઓ તેના આશરે રાત્રિ સુખેથી ગાળતા. વૃદ્ધ પક્ષીઓ વિસામો લેતા. વૃક્ષના પાંદડે પાંદડે પક્ષીઓના વિસામાની આભા રચાઈ હતી. વૃક્ષના પાન અને પક્ષીઓની જાત એકમેક થઈ ગયા હતા. ભલે વાચા ન હતી પણ સાંકેતિક ભાવનાનું બળ વહેતું હતું.
એકવાર જંગલમાં દવ લાગ્યો. વૃક્ષે સાંકેતિક ભાવ વ્યક્ત કર્યો હે પક્ષીઓ ! તમે ઊડી જાવ. આ દવ તમને ભરખી જશે. પક્ષીઓએ પણ સાંકેતિક સંજ્ઞામાં જવાબ આપ્યો કે અમારી પાંચ પેઢીના તમે રક્ષક છો, તમને છોડીને અમે નહિ જઈએ.
વૃક્ષે કહ્યું મારાથી તો ખસાય તેમ નથી. નહીં તો તમને લઈને સ્થળાંતર કરી દઉં. પણ તમે સૌ ઊડી જાવ. પક્ષીઓ કહે, અમે તમારી સાથે ભસ્મીભૂત થઈશું પણ તમને નહિ છોડીએ.
આ લખનાર ભાવુક કોઈ લેખકે ભાવનાની ખૂબ ઉત્તમતા કુદરત સાથે વ્યક્ત કરી છે. દાવાનળને આ સાંકેતિક ભાવના પહોંચી હોય તેમ દાવાનળ સ્વયં અટકી ગયો, આ વૃક્ષ સુધી આવ્યો જ નહિ.
૧૪૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #148
--------------------------------------------------------------------------
________________
વૃક્ષ એકેન્દ્રિય જાતિનું, પક્ષીઓ પંચેન્દ્રિય પણ તિર્યંચ યોનિવાળા, તેમની ભાવનાથી દાવાનળ અટકાવી શકયા. તો માનવ મૈત્રીભાવના, પ્રેમ, વાત્સલ્ય, સુબુદ્ધિ જેવા તત્ત્વોથી વિશ્વમાં કેટલી સુવાસ અને સત્ ભાવનાઓ વડે સુખ પહોંચાડી શકે ? બોમ્બ જેવા વિનાશક તત્ત્વોનું સર્જન કેમ કરે? કે તેનો ઉપયોગ કરી સંહાર કેમ કરે? વિચારણીય છે.
તેનું એક લેખકે એક રૂપક સારું આપ્યું છે. એક જંગલમાં સિંહને કિંઈ તકલીફ થઈ. તે નિરાશ થઈ ભૂખ્યો તરસ્યો બેઠો હતો. ત્યાંથી એક મુસાફર જતો હતો. તેને દયા આવી, સિંહ પાસે આવ્યો, સિંહના પગમાં મોટી શૂળ પેઠી હતી. તે તેણે કાઢી, સિંહ સ્વસ્થ થયો. પણ ત્રણ દિવસનો ભૂખ્યો હતો, સામે માણસ હાજર હતો, તેણે પ્રકૃતિવશ માનવ પર તરાપ મારવા પ્રયાસ કર્યો.
માનવે તેને કહ્યું ભાઈ સિંહ, ઉપકારનો બદલો આવો હોય ! સિંહે કહ્યું હું ત્રણ દિવસનો ભૂખ્યો છું પ્રવાસી એ કહ્યું ઉભો રહે, આ ગાય આવે છે તેની પાસે ન્યાય કરાવીએ. તેણે ગાયને પૂછયું કે મેં આ સિંહને રાહત આપી છે. હવે તે મને ખાવા તૈયાર થયો છે. તું ન્યાય કર.
ગાયે કહ્યું જો ભાઈ ન્યાયની વાત કરું તે પહેલા સાંભળ, આ હું ગાય, ખેડૂતને દૂધ આપતી, હવે ઘરડી થઈ એટલે મને કતલખાને મોકલવા તૈયાર થયો છે, તે માનવને શું ન્યાય આપવો? ગાય વિદાય થઈ.
ત્યાં એક ઝાડ હતું. ઝાડને ન્યાય પૂછયો. ઝાડ કહે જો ભાઈ, આ માણસો જરૂર પૂરતા લાકડા લઈ જાય તે તો સમજયા, પછી વધુ કાપીને ધન કમાવાનો ધંધો કરે છે. તેને સંતોષ નથી તેવા માણસને શું ન્યાય આપવો ?
આમ જંગલમાં પૂછતા જ રહ્યા, દરેકનો અભિપ્રાય એક જ આવતો, વૈજ્ઞાનિક શોધોએ આવી સૃષ્ટિ પર શું ગુજાર્યું છે. જેનો જવાબ કુદરત આપે છે. ક્યાંક અતિવર્ષા, ધરતીકંપ સાગરની મર્યાદા પણ છૂટી જાય છે, આમ માનવના બેહદ સ્વાર્થ સામે કુદરત પણ કોપે છે. માટે હે માનવ ! સૌના સુખમાં રાજી થા જેવું તને સુખ વહાલું છે. તેવું જીવ માત્રને વહાલું છે. તેમ કરવાથી પુણ્યયોગે તને બધે મળી સુખ રહેશે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪૫
Page #149
--------------------------------------------------------------------------
________________
- ૮૨. યોગીની નિર્ભયતા
સિકંદર મહા પરાક્રમી હતો. તેની પાસે રાજ્ય તો મોટું હતું પણ રાજ્ય વિસ્તારની લાલસા એનાથી મોટી હતી. એટલે તે યુદ્ધ નીકળ્યો. ઘણી બહાદુરીથી ત્રણ પૃથ્વી જીત્યો. અઢળક ધન, ઝવેરાત મેળવ્યું, તે લઈને પોતાને દેશ જવા નીકળ્યો. પોતાની જીતના પરાક્રમને વાગોળતો અહંકારમાં તે જંગલમાંથી પસાર થતો હતો..
માર્ગમાં તુર્કસ્તાનના રાજા તેના સત્કાર માટે ભેટ સોગાદ લઈને સામે આવ્યો. તે સિકંદરને પોતાના રાજ્યમાં લઈ ગયો. ભોજન સમયે અનેક રસવતી સામગ્રીઓ પીરસવામાં આવી, પણ સિકંદરની સોનાની થાળીમાં ઝવેરાત પીરસવામાં આવ્યું. બાજુમાં જ તુર્કસ્તાનના રાજાની બેઠક હતી. સિકંદરે તેની સામે જોયું. આ શું? આહારની થાળીમાં ઝવેરાત? તેણે રાજા સામે જોયું.
તુર્કસ્તાનના રાજાએ નીડરતાથી છતાં વિનયપૂર્વક કહ્યું કે આપ ત્રણ પૃથ્વી જીતીને શું લઈને જઈ રહ્યા છો? કેટલો મોટો સંહાર કરી છેવટે સાથે તો ઝવેરાત જ લઈને જાવ છો ને? તેથી આપની થાળીમાં આહારની જગાએ ઝવેરાત મૂક્યું છે. માફ કરજો, જે પૃથ્વીને જીત્યા તેતો અહીં જ રહેશે. ઝવેરાત પણ સાથે નહિ આવે તો મેળવ્યું શું?
જે ના આવે સંગાથે તેની મમતા શા માટે?” સિકંદર ઘણો વિચક્ષણ હતો. તે વાતનો મર્મ પામી ગયો અને શાંત રહ્યો, પછી જમવાની યોગ્ય વિધિ થઈ. સમયોચિત વિદાય થયો.
વિકરાળ દળ અને અઢળક સંપત્તિ સાથે ગર્વ સહિત જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં જંગલમાં એક વૃક્ષ નીચે તેણે એક ધ્યાનમગ્ન યોગીને જોયા. યોગીની ધ્યાન મુદ્રા જોઈ સિકંદર પ્રભાવિત થયો. તેને મનમાં થયું કે ધનાદિ ઝવેરાત તો ઘણું મેળવ્યું. તેમ આ યોગીને પણ સાથે લઈ જઉં.
તે ઘોડા પરથી ઉતર્યો અને બોલ્યો તે યોગી! આંખ ખોલો અને મારી સાથે મારા દેશ ચાલો. મેં ધન ઝવેરાત તો ઘણું મેળવ્યું છે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪૬
Page #150
--------------------------------------------------------------------------
________________
તમારા જેવા યોગીને પણ સાથે લઈ જાઉં?
યોગી મહાત્માએ આંખ ખોલી, એ દૃષ્ટિમાં જ્ઞાનની તેજસ્વિતા હતી. તેમણે પ્રેમથી જવાબ આપ્યો. આ અમારી પવિત્ર ભૂમિ છે. તારી ભૌતિકતાયુક્ત ભૂમિમાં આવવાનું શું પ્રયોજન છે?
સિકંદર કહે, હે યોગી ! જો તમે મારા આદેશનો સ્વીકાર નહિ કરો તો આ તલવાર વડે માથું, ધડથી જુદું થઈ જશે.
આ સાંભળીને યોગી તો ખૂબ હસ્યા અને બોલ્યા.
હે રાજા ! અમે સંસાર છોડયો ત્યારે શરીર પરથી ધડને (વાસનાને) ઉતારીને જ નીકળ્યા છીએ. તારે આ ધડ ઉતારવું હોય તો ઉતાર અમને કંઈ હર્ષ શોક નથી. દેહ પર ધડ રહે કે ના રહે. અમે પ્રાપ્ત કરવા જેવું અમૃત પ્રાપ્ત કરી લીધું છે. યોગીની આ નિર્ભયતા જોઈ સિકંદર નમી પડ્યો. તેણે વિચાર્યું કે આ યોગી બેઠક જેટલી જગાની તો ઠીક પણ શરીરની પણ માલિકી ધરાવતા નથી. શરીર પરથી ધડ જુદું થાય એટલે મૃત્યુ. તેનો પણ જેને ડર નથી એ યોગી મારા કરતાં ઘણા પરાક્રમી છે. તલવાર મ્યાન કરી નમન કરીને વિદાય થયો.
ભારતના યોગીઓ પાસે આત્મબળ હતું. અને શરીરાદિ પદાર્થો પર તેમના બળનું ઐશ્ચર્ય હોતું નથી. દેહ પડે, રહે કે જાય તેઓનું જીવન આત્મબળ ધરાવતું હોય છે. જેને કોઈ છેદી ભેદી શકતું નથી. સર્વ અવસ્થામાં એ સતુ રૂપે જ હોય છે.
“અબ હમ અમર ભયે ન મરેંગે.”
૮૩. માનવ જીવનનો વૈભવ .
તમારા સંસારના વૈભવ કરતાં આની જાત ભાત જુદી છે.
પ્રશમરતિ ગ્રંથકાર જણાવે છે કે ઘણા પુણ્યબળથી મનુષ્ય જન્મ, કર્મભૂમિ, આર્યદેશ નીરોગિતા-આયુષ્ય બળ, સંપતિ, સત્ દેવગુરુ, સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪૭
Page #151
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર શ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત થવા છતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થવું દુર્લભ છે.
૧. મનુષ્ય જન્મ : ચોર્યાશી લાખયોનિમાં મને મનુષ્યજન્મ મળ્યો, નરક તિર્યંચ ગતિ અતિ દુખદાયી અને પરાધીન છે, દેવગતિમાં સુખ પણ અંતે ત્યજવાના છે. માનવજન્મ આત્મકલ્યાણ અર્થે પુરુષાર્થ કરવાની પૂરેપૂરી તક છે. બુદ્ધિશક્તિ જ્ઞાનરૂપે પરિણમે ત્યારે માનવજીવન કલ્યાણ માર્ગે વળે છે. સમ્યગ્ દર્શનને યોગ્ય બને છે.
૨. કર્મભૂમિ : એટલે જયાંથી કર્મક્ષય કરવાનો યોગ મળે તેવી ધર્મ સાધન પ્રાપ્તની ભૂમિ. અકર્મભૂમિ-યુગલિકભૂમિ કે જ્યાં વીતરાગ દેવ ગુરુ ધર્મનો યોગ ન મળે તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તો કયાંથી થાય ?
૩. આર્યદેશ : જ્યાં દેવગુરુ ધર્મનો યોગ મળે. કલ્યાણ મિત્રો મળે, ભક્ષ્યાભક્ષ્યનો વિવેક મળે. કેટલાક અનાર્ય દેશ એવા છે જયાં પ્રાણી જન્ય આહાર સિવાય કંઈ મળે નહિ. કોઈ પુણ્યની પળે મનુષ્યાયુનો બંધ થયો, માનવજન્મ મળ્યો પણ જો પશુ જેવો જીવનયોગ થયો તો જન્મ ગુમાવ્યો.
૪. આર્યકુળ : આર્યકુળમાં જન્મેલા બાળકને બાળપણથી સુસંસ્કાર વિનય, ભક્ષ્યાભક્ષ્યની સમજ મળે. માતા-પિતા ગુરુજનો ધર્મ જીવનનું સિંચન કરે.
નીરોગિતા ઃ : શુભ યોગે બધી સામગ્રી મળી પણ અશાતાવેદનીય કર્મથી ઘેરાઈ ગયો. દેહની આળપંપાળ છૂટે નહિ ત્યાં આત્મ કલ્યાણ કયાં કરે ? શરીરએ એક સાધન છે. જે સાધનામાં ટકાવે છે. માટે નીરોગીતાની જરૂર છે.
૬. આયુષ્ય : આ બધું છતાં આયુષ્ય અલ્પ હોય તો સાધનાનો સમય કયાં મળે ?
૫.
૧૪૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #152
--------------------------------------------------------------------------
________________
૭. શ્રદ્ધાઃ આ બધું પુણ્યયોગે મળ્યું પણ જો વીતરાગ દેવ, ગુરુ,
શાસ્ત્ર શ્રવણનો યોગ ન મળ્યો તો જન્મ ન ફળ્યો.
હે જીવ, માન કે કોઈ મહા પુણ્યોદયે આ બધું મળ્યું. આ વાંચીને આંગળીને વેઢે કારણોને ગોઠવીને વિચારજે. પુણ્યયોગે તારી ગણતરી સફળતા સૂચવતી હોય તો પણ એ વીજના ઝબકારાની જેમ પાછી વિલીન ન થાય તે માટે પૂર્ણતા પામતા સુધી પ્રમાદ ન કર.
પૂ. ગૌતમસ્વામી જાગૃત, મેધાવી, છતાં પ્રભુ તેમના હિત માટે વારંવાર કહેતા “સમય ગોયમમા પમાયે.” કોઈ માણસ વાહન ચલાવીને જઈ રહ્યો છે. ગંતવ્ય સ્થાન પાંચ સાત કિ.મિ. બાકી છે અને એક સખત ઝોકું આવી ગયું. ગાડી ખાડામાં પડી. ચાલકના સો વરસ ક્ષણમાત્રમાં પૂરા થયા.
તેમ જયાં સુધી જીવ પૂર્ણતા ન પામે ત્યાં સુધી તેણે ચૈતન્યની શક્તિને પ્રકાશિત રાખવાની છે.
સંયમ સુધીના સોપાન સર કરવાના છે. તને દેવ ગુરુનો સાથ છે શાને મૂંઝાય છે?
પૂ. યશોવિજ્યસૂરી કહે છે “પ્રભુ! તમે આ તમારો વેશ આપી મને તારી દીધો. કયાં હું એક અબૂધ બાળક ! મને ઊંચક્યો, ભક્તિ આપી, મોક્ષમાર્ગની સીડી આપી તમારો ઉપકાર શું માનું !”
બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વાળું.
છે૮૪. આત્માના છ સ્થાનક
પૂ. ઉ. યશોવિજ્યજીએ સમક્તિની સડસઠ બોલની સજઝાયમાં આ છ પદનું નિરૂપણ કર્યું છે, જે સમ્યકત્વના શિરમોર જેવું છે. તત્ત્વોની શ્રદ્ધા જેમ સમ્યગુદર્શનનું કારણ છે. તેમ આ છ પદનો બોધ સમ્યકત્વને ટકાવનારો છે. સાધનરૂપ છે. છ પદ (૧) આત્મા છે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪૯
Page #153
--------------------------------------------------------------------------
________________
(૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્તા છે. (૪) આત્મા ભોક્તા છે. (૫) આત્મા મોક્ષ સ્વરૂપ છે. (૬) મોક્ષના ઉપાય છે.
આત્મા છેઃ જગતના તમામ પદાર્થોનું પરિણમન દરેકના પ્રદેશમાં થાય છે. આત્મા અને પુદ્ગલનુ પરિણમન પરસ્પર નિમિત્તથી થાય છે. આત્મા ચૈતન્ય ગુણથી પ્રસિદ્ધ છે. જગતમાં જેમ ઘટપટાદિ પદાર્થો છે તેમ આત્મા એક પદાર્થ છે. તે સ્વ-પર પ્રકાશક છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત શક્તિવાળો પૂર્ણ છે. કોઈ સંયોગોથી તે ઉત્પન્ન થતો નથી તેથી તેનો નાશ પણ નથી. પુલ સાથે સંયોગવિયોગ થાય છે. આત્મા નિત્ય છેઃ આત્મા નિત્ય છે. તે કોઈ સંયોગોથી ઉત્પન્ન થતો નથી. તેથી નાશ પણ પામતો નથી. તેના ગુણો સહભાવી હોવાથી કયારેય નાશ પામતા નથી. અવસ્થાઓ બદલાય છે. દેવમટીને માનવ થાય તો પણ આત્માનિત્ય રહે છે. જેમકે સાકરને દૂધમાં ભેળવો તો ગળપણ નાશ પામતું નથી. તે તેનો મૂળ ગુણ છે. તેમ બાળાદિ અવસ્થાઓ બદલાવા છતાં આત્મા નાશ પામતો
નથી. આત્મા ત્રિકાળ વર્તી છે. તેથી તેનો નાશ નથી. ૩. આત્મા કર્તા છે પદાર્થ માત્ર ક્રિયા સંપન્ન છે. આત્માનો ઉપયોગ
સ્વરૂપને જોય નથી બનાવતો ત્યારે શેય પદાર્થોમાં તપ થઈ, રાગાદિ ભાવ કરે છે ત્યારે આત્મા કર્મનો કર્તા બને છે. આત્મા અને કર્મનો સંયોગ સ્વાભાવિક નથી સાંયોગિક છે. સાકર અને ગળપણ જેવો નથી પણ દૂધપાણી જેવો છે. જે કર્મથી છૂટો પડે
આત્માનો અનંત ગુણો આદિનો સંબંધ સ્વભાવિક છે. તે આવરણ હોવાથી પ્રગટ થતા નથી. આત્મા વિભાવદશા વડે કર્મનો કર્તા
છે. સ્વરૂપથી સુખ અને આનંદનો કર્તા છે. ૪. આત્મા ભોક્તા છેઃ અજ્ઞાનવશ આત્મા અને પુદ્ગલનો સંયોગ
થયો છે. તે કર્મ છે. તે જીવે જ રાગાદિ ભાવોથી કર્મો કર્યા છે માટે કર્મનો ભોકતા છે. આત્મામાં વેદક ગુણ હોવાથી વિભાવથી કર્મનો ભોક્તા છે. સ્વરૂપથી સ્વાનંદનો ભોક્તા છે. માટે મોક્ષનું
૧૫૦
સત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રયોજન છે. ૫. મોક્ષ છેઃ કર્મના સંયોગે વ્યવહારથી આત્માને કર્તાપણું છે માટે
ભોક્તાપણું પણ છે. તેમ કર્મનું ટળવાપણું છે. કર્મના અપરિચયથી ઉપશમ કરવાથી કષાયની મંદતા થાય છે. અંતે ક્ષય થાય છે. પદાર્થોના મૂળ ગુણોનો નાશ ન થાય આવરણ દૂર થતા તે ગુણો પ્રગટ થાય છે જેમ તેલના અભાવે દીવો તેજ છોડી દે છે. તેમ આત્મામાં કર્મોરૂપી તેલના અભાવે કર્મોને કારણે થયેલી અશુદ્ધતા
દૂર થઈ આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. ૬. મોક્ષનો ઉપાય છે : મોક્ષ છે તો તેને પ્રાપ્ત કરવાના ઉપાયો છે.
કર્મબંધ થયા કરે તો આત્મા કયારે પણ મુક્ત ન થાય. જેમ કર્મબંધના કારણો છે તેમ મોક્ષ કારણો છે. ભક્તિ, શાસ્ત્રશ્રવણ તપાદિ બાહ્ય સાધનો છે.
મિથ્યાત્વનું પ્રતિપક્ષી સમ્યગદર્શન
અજ્ઞાનનું પ્રતિપક્ષી સમ્યગ્રજ્ઞાન અસ પ્રવૃત્તિનું પ્રતિપક્ષી સમ્યગચારિત્રા આ ત્રણેનો અવિનાભાવી સંબંધ છે. તે ત્રણે અભેદ પરિણામશુદ્ધસ્વરૂપને પ્રકાશે છે તે નિજસ્વરૂપને પામે છે. માટે મિથ્યાત્વાદિનો પરિહાર કરી શુદ્ધઉપયોગ સાધ્ય કરવો તે મોક્ષનો ઉપાય છે. આ છે સ્થાનકને શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાં છ પદના પત્ર તરીકે પ્રરૂપણા કરી છે.
૮૫. મૂળા શેઠાણી ! આ
ચંદનાની આશ્ચર્યજનક ગુણ ગ્રહણતા.
મથાળું જોઈ નવાઈ ન પામશો. ચંદનાએ પ્રસંગમાં શું સારું જોયું હતું તે જાણવું છે.
રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરે અભિગ્રહ લીધો છે. ભગવાન
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૫૧
Page #155
--------------------------------------------------------------------------
________________
ભિક્ષા માટે નીકળે છે. મૌનધારી છે. અભિગ્રહ ગુપ્ત છે. ૧૨૫ દિવસ પૂરા થયા છે. રાજા, પ્રજા, શ્રેષ્ઠિઓ સૌ રોજે જાતભાતની વસ્તુઓ તૈયાર કરે છે, પ્રભુ જરા નજર કરે છે, પાછા ફરે છે, સૌ ચિંતિત છે.
એક દિવસ તેઓ ચંદનબાળાને બારણે આવી ઉભા પારણે, અભિગ્રહ શું હતો ?
ભીક્ષા આપનાર મૂળ રાજકુમારી હોય,
ત્રણ દિવસની ઉપવાસી હોય, માથે મૂંડો હોય, પગમાં બેડી હોય,
ઉમરા વચ્ચે ઉભી હોય. વર્તમાનમાં દાસીપણે હોય. આંખમાં આંસુ હોય હાથમાં સૂપડામાં અડદના બાકુળા હોય. પ્રભુને જોઈને ચંદનબાળા પુલક્તિ થઈ આંખમાં હર્ષના આંસુ આવ્યા.
પ્રભુને બાફેલા અડદના બાકુળાથી પારણું થયું. ઘરે ઘરે મેવા મિઠાઈ હતા પણ અભિગ્રહ પ્રમાણે યોગ ન હતો. પ્રભુને પારણું થતાં પંચ દિવ્ય પ્રગટ થયા. જેમાં હીરા, રતન, આભૂષણો, વિગેરે અનેક ચીજો હોય. પ્રભુની વિદાય પછી પંચ દિવ્યની સામગ્રી લેવા રાજ સૈનિકો આવ્યા. હાજર રહેલા કોઈ દેવે અટકાવ્યા. આ પંચ દિવ્યની માલિકી ચંદનાની છે.
આથી ચંદનાને કહેવામાં આવ્યું કે આ સામગ્રી સ્વીકારો. ચંદનાએ કહ્યું એ સામગ્રી મૂળા શેઠાણીને આપો. આ પ્રસંગના મૂળમાં મૂળા શેઠાણી છે. જો તેમણે મને આ ટકોમૂંડો કરાવી સાંકળે બાંધી ન હોત તો હું નવકાર મંત્રનું રટણ સતત આ રીતે ક્યાંથી કરત! અને મંત્રના પ્રતાપે પ્રભુ આ આંગણે પધાર્યા. પ્રભુનો અભિગ્રહ પૂરો થવામાં મૂળાશેઠાણી નિમિત્ત છે. માટે આ સર્વ સામગ્રી તેમને સુપ્રત કરો. પ્રભુના અભિગ્રહ પ્રમાણે તેમણે જાણે તૈયારી કરી ન હોય?
આ સાંભળી મૂળા શેઠાણી લજવાઈ ગયા. ચંદનાને પગે પડયા. પણ ચંદનામાં આવું દ્વેષની સામે પ્રેમ અને મૈત્રી બળ કયાંથી આવ્યું? આ પ્રસંગથી મૂળા પણ બોધ પામ્યા. મયણા સુંદરીની જેમ ચંદના પાસે સમક્તિનું બળ હતું. સમતા
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૫૨
Page #156
--------------------------------------------------------------------------
________________
નામનો ગુણ હતો. અપરાધી પ્રત્યે પણ પ્રેમ-મૈત્રી રાખવા. આવા અનેક ગુણોથી ભરપૂર સમક્તિ મોક્ષનું દ્વાર છે.
જ્ઞાનીઓ કહે છે. “હે સુજ્ઞો તમે પરિણભ્રમણના દુઃખથી છૂટવા માંગતા હોવ તો પ્રથમ મિથ્યાત્વને ત્યજી જ્ઞાની ગુરુજનોના બોધ વડે સમક્તિ પામો. તે માટે સંસારને ગૌણ કરી સત્સંગનું સેવન કરો. જે આત્માની શુદ્ધતા પ્રગટ કરે છે. આત્મા દ્રવ્ય શુદ્ધ, વર્તમાન અવસ્થા ગુણમાં ટકવાથી શુદ્ધ પણે વર્તે છે. દષ્ટિ દ્રવ્ય તરફ ગુણ આચરણમાં જેથી પર્યાય શુદ્ધિ ટકે.”
દ્રવ્ય ગુણ શુદ્ધ પર્યાયધ્યાને શિન દીયે સપરાણો રે.
ક
૮૬. જિન પ્રતિમાના દર્શનનો પ્રભાવ છે.
અનાર્ય પ્રદેશમાં આદ્રપુર નગરનો રાજા આન્દ્ર અને આર્યાવર્તના રાજગૃહી નગરીના રાજા શ્રેણિકને મૈત્રી હતી. એકવાર કેટલાક વ્યાપારીઓ આદ્રદેશ ભણી જતા હતા. શ્રેણિક રાજાએ રાજા આદ્રને કીમતી ભેટો મોકલી. મૈત્રી ભર્યા સંબંધને ગાઢ કરવા આદ્રરાજાએ પણ રાજા શ્રેણિકને કીમતી ભેટો મોકલી. તેની સાથે આદ્રકુમારે પણ અભયકુમાર માટે કીમતી ભેટ મોકલી.
અભયકુમાર તે ભેટ જોઈ પ્રસન્ન થયા. તેમણે વિચાર્યું કે અનાર્યદેશમાં વસતા આદ્રકુમારે જિન પ્રતિમાના દર્શન કર્યા નહિ હોય ! આથી તેમણે સુંદર પેટીમાં શ્રી રૂષભદેવની અલૌકિક પ્રતિમા આદ્રકુમારને મોકલી અને જણાવ્યું કે આ પેટી પવિત્ર જગાએ એકાંતમાં ખોલવી.
આકુમારે તે પ્રમાણે પેટી ખોલી, ભગવાનની તેજસ્વી પ્રતિમાના દર્શન થતાં કુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વે ત્રીજા ભવે મગધના વસંતપુર ગામે તે સામાયિક નામે ગૃહસ્થ હતો તેને બંધુમતી નામની પત્ની હતી. કર્માધીન તે અનાર્ય દેશમાં જન્મ્યો. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૫૩
Page #157
--------------------------------------------------------------------------
________________
કુમારે પૂર્વભવ જાણીને મગધદેશ જવાની રજા માંગી. પણ પિતાએ રજા આપી નહિ. તેથી તે મોકો જોઈને ઉપડતા વહાણમાં મગધ દેશ બાજુ જવા ઉપડી ગયા. અને જાતે જ સાધુનો વેશ પહેરી વસંતપુર ગામના એક યક્ષમંદિરમાં ધ્યાનસ્થ ઉભા રહ્યા.
બંધુમતી વસંતપુરના શ્રેષ્ઠીને ત્યાં જન્મી હતી. તેનું નામ શ્રીમતી હતું. તે એ જ વખતે પોતાની સખીઓ સાથે યક્ષમંદિરમાં આંધળાપાટાની રમત રમવા આવી. મંદિરના થાંભલાને પકડીને વર ગણવાની એ રમતમાં શ્રીમતી મુનિને થાંભલો ગણી પકડી લીધા. પછી ખબર પડી કે આ તો જીવંત પુરુષ છે. તેણે સખીઓને કહ્યું કે તે તો હવે આ પુરુષને મનથી વરી ચૂકી છે.
મુનિ આ બનાવથી ત્યાંથી ઝડપથી અન્યત્ર ચાલી ગયા. બાર વર્ષ બાદ પાછા આ નગરમાં આવ્યા. શ્રીમતીએ જોયા અને કહ્યું કે હું તમને તે દિવસે વરી ચૂકી છું. જો હવે તમે મને ત્યજી દેશો તો અગ્નિસ્નાન કરીશ.
આદ્રકુમારનું ભોગાવળી કર્મ બાકી હતું. તેઓ પીગળી ગયા. અને શ્રીમતી સાથે લગ્ન કર્યા. સુખેથી સંસારમાં રહેવા લાગ્યા તેમને એક પુત્ર થયો પરંતુ સંસ્કારવશ બાર વર્ષે પાછા સંયમના ભાવ થયા.
એકવાર શ્રીમતી પુણી કાંતતી હતી. પુત્રે પૂછયું મા, તું શા માટે પૂણી કાંતે છે. તેણે કહ્યું તારા પિતા સંસાર ત્યાગ કરશે ત્યારે નિર્વાહ માટે જરૂર પડશે. આ સાંભળી બાળકે સૂતરના તાર લઈ પિતાને ફરતા વિંટાળ્યા. માને કહે પિતાને બાંધી દીધા છે હવે કેવી રીતે જશે !
પિતા આ જોઈને પુત્રના સ્નેહમાં બંધાઈ ગયા. સૂતરના તારના આંટા બાર ગણી બાર વર્ષ પુનઃ ઘરમાં રહ્યા.
આદ્રકુમારના બાર વર્ષ પૂરા થયા. કુમાર મુનિ થઈ પ્રભુ મહાવીર પાસે જવા ચાલી નીકળ્યા. માર્ગમાં જીવોને બોધ પમાડતા. પાંચસોને લઈને પ્રભુ મહાવીર પાસે સૌ દીક્ષિત થયા. ઉત્કૃષ્ટ સાધના કરી અનુક્રમે મુક્ત થશે. એક પ્રતિમાના દર્શન માત્રથી આદ્રકકુમાર મુક્તિને પામ્યા.
જિન પ્રતિમા જિન સારીખી !
૧૫૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #158
--------------------------------------------------------------------------
________________
૮૦. ધર્મની સાચી સમજ
અધ્યાત્મ એટલે કે ધર્મક્ષેત્રે પણ ચઢતી પડતી થયા કરે છે. વિ.સં. ૧૯૦૦ લગભગ સંવેગી (આચારવાળા) સાધુઓની સંખ્યા ઓછી હતી. યતિઓના હાથમાં ધર્મક્ષેત્રની લગામ હતી. તેઓ આચાર વિચારમાં શિથિલ હતા. એકલ વિહારી, આહારાદિમાં દોષવાળા હતા એટલે શ્રાવકોપણ આચાર વિચારમાં શિથિલ હતા.
પંજાબમાં લુધિયાણામાં દલુયા ગામ છે. બુટાસિંહનું જન્મસ્થળ, તેઓ સ્થાનકવાસી સાધુ પાસે દીક્ષિત થયા. બુટાઋષિ નામે ઓળખાવા લાગ્યા. વિદ્યાપારંગત હતા. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને તેમને જિનપ્રતિમા મૂર્તિમાં શ્રદ્ધા થઈ. તેમણે મુહપત્તિનું બંધ છોડી દીધું.
એકવાર શ્રી અોસિંહઋષિ સાથે તેમનો શાસ્ત્રાર્થ ગોઠવાયો. શાસ્ત્રોના ઉલ્લેખો બતાવ્યા અને જીત્યા. તે પછી તેમને અમદાવાદથી નીકળેલા સંઘના શ્રાવકો મળ્યા. તેમણે કહ્યું તમે અમદાવાદ પધારો. ત્યાં તમને સંવેગી સાધુઓ મળશે. અમદાવાદ આવી પૂ. મણિવિજ્ય દાદા પાસે સંવેગી દીક્ષા ગ્રહણ કરી. બુદ્ધિ વિજ્ય નામકરણ થયું પણ તેઓ બુટેરાયજી તરીકે જ ઓળખાયા.
તેઓ શિથિલાચારી સાધુઓને સમજાવતા. શ્રાવકોમાં ભક્ષ્યાભક્ષ્યનો વિવેક ન હતો. એકવાર મૂલચંદજીના પાત્રમાં રીંગણાનું શાક વહોરાવી દીધું. મૂલચંદજી કહે અમે સાધુઓને આ રીંગણા ન ખપે, શ્રાવકો કહે બધા સાધુ વહોરે છે.
આ બનાવ પછી મૂલચંદજી વૃદ્ધિચંદજી બુટેરાયજીએ તે માટે શ્રાવકો સાથે ચર્ચા કરી અને સંવેગી સાધુઓની સંખ્યામાં વધારો કર્યો. ગોચરીની શુદ્ધિ થઈ ત્યારે વિરોધીઓએ આક્ષેપ કર્યો કે તમે સ્વાદિષ્ટ ગોચરી મળે ત્યાં જાઓ છો.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૫૫
Page #159
--------------------------------------------------------------------------
________________
બુટેરાયજીએ પંજાબ બાજુ વિહાર કર્યો. ત્યાં ગોચરીની શુદ્ધિ માટે ધ્યાન રાખવું પડતું. એકવાર કોઈ ટીકા કરનારને સાથે લઈ ગોચરી નીકળ્યા.
કોઈ જગાએ સચિત દૈવ્ય સાથે વસ્તુ હોય. કાચા પાણીથી હાથ ધોઈને ગોચરી ધરે, કયાંય નિર્દોષ ગોચરી ન મળી, તે દિવસે ઉપવાસ થયો.
બીજે દિવસે પણ એવું જ બન્યું. ઉપવાસ થયો. ટીકાકાર શાંત થયો. પછી બુટેરાયજીના ઉપદેશથી શ્રાવકોમાં જાગૃતિ આવી. સંવેગી સાધુઓની સંખ્યા વધી.
યતિનો શિથિલાચાર ઘટતો ગયો. લોકો સાચી સમજમાં આવ્યા. આમ બુટેરાયજીનો હમણાં કોઈ ઉલ્લેખ ખાસ સંભળાતો નથી. પણ તેમણે આચાર વિચારની શુદ્ધિ માટે સંવેગી સાધુઓને વૃદ્ધિ કરી મહાન કાર્ય કર્યું હતું.
૮૮. ઔદાર્ય ગુણ
તે કાળે તે સમયે હરિષેણ નામે રાજા અને પ્રીતિમતિ રાણી સુખેથી સંસાર સુખ ભોગવતા હતા. એકવાર વિશ્વભૂતિ આચાર્ય નગરના ઉદ્યાનમાં પધાર્યા હતા. રાજા રાણી સપરિવાર ઉપદેશ સાંભળવા ગયા. ઉપદેશ શ્રવણ કરી હરિષેણ રાજાને વૈરાગ્ય થયો તેમણે સંયમ લેવાનો નિર્ધાર કર્યો.
પ્રીતિમતિને પતિનો વિયોગ દુઃસહ લાગ્યો તેણે પણ પતિ સાથે સંયમ ધારણ કર્યો. તે કાળે તે સમયે જંગલમાં આશ્રમ વ્યવસ્થા હતી. સંયમ ધારણ કરી તેઓ આશ્રમમાં રહેવા લાગ્યા. સંયમ ધારણ કર્યો ત્યારે રાણી ગર્ભવતી હતી. સાધ્વીને ગર્ભવતી જોઈ આશ્રમના સૌ સાધુજનોએ તેમનો ત્યાગ કર્યો, અન્યત્ર ચાલ્યા ગયા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૫૬
Page #160
--------------------------------------------------------------------------
________________
સાધ્વીએ નવમાસે પુત્રીને જન્મ આપ્યો. ત્યાર પછી તે ગુજરી ગઈ. બાળકીને ઉછેરવાની જવાબદારી ઋષિને શિરે આવી. આશ્રમમાં બાપ દીકરી બે જ હતા. કન્યાનું નામ ઋષિદત્તા રાખ્યું.
એકવાર મેદારથ રાજાનો પુત્ર કનકરથ કાવેરીના રાજા કૃતવર્મની કન્યા સાથે લગ્ન કરવા સાજન સાથે જઈ રહ્યો હતો. વચમાં આવતા આશ્રમમાં તેણે ઋષિ અને તેમની સુંદર કન્યાને જોયા. કન્યાને જોઈને કનકરથે ઋષિને કહ્યું કે આ કન્યા સાથે હું લગ્ન કરવા માંગું છું.
સાથે આવેલા અમાત્યોએ સમજાવ્યા પણ કનકરથ તો આગળ જવા માંગતો ન હતો. તેણે ત્યાં જ ઋષિદત્તા સાથે લગ્ન કર્યા.
ઋષિએ પોતાનું કાર્ય સમાપ્ત થયું જાણી જાતે સમાધિ લઈ દેહ ત્યજી દીધો. ઋષિદરા આશ્રમમાં ઉછરેલી તેને કશા વ્યવહારની ખબર નથી તેણે ઘણું કલ્પાંત કર્યું. છેવટે કનકરથે તેને શાંત કરી. કનકરથ ઋષિદત્તા સાથે પાછો ફર્યો.
સાસુની પ્રેમાળ છાયામાં ભોળી ઋષિકન્યા રાજમહેલમાં સુખમાં દિવસ પસાર કરતી હતી.
ત્યાં અચાનક આંધી ચઢી આવી. કનકરથ સાથે રુક્મિણિના લગ્ન નક્કી થયેલા. તે તો વિફરી તેણે એક યોગિની દ્વારા યોજના કરી.
તે યોગિની નગરમાં આવી. તે મેલી વિદ્યા વડે રોજે એક બાળકને મારતી અને તેનું માંસ ઋષિદત્તાના ઓશીકે મુખ આગળ મૂકતી. રોજે બાળકની હત્યા થતી. તેનું કારણ આ યોગિનીએ સભામાં કહ્યું. હેમરથ રાજા અતિ ગુસ્સે થઈ ઋષિદત્તાને જલ્લાદોને સોંપી દે કે આ હત્યા કરનારીને જંગલમાં જઈ તેને જીવતી સળગાવી દો.
જલ્લાદોએ અગ્નિ સળગાવ્યો પણ ઋષિદત્તાને પુણ્ય પ્રતાપે અતિ વર્ષા થવાથી ઋષિદત્તા બચી ગઈ. નિરાધાર થયેલી તે જંગલમાંથી માર્ગ શોધી પિતાના આશ્રમે પહોંચી. ત્યાં જઈને પિતાએ આપેલી બે મંત્રેલી ગુટિકા મંદિરમાં રાખેલી હતી. એક રૂપ પરિવર્તનની અને બીજી છૂપાઈ જવાની. પ્રથમ તેણે રૂપરિવર્તન કરી પુરૂષ વેષ ધારણ કર્યો. પ્રભુ ભક્તિમાં મન લગાડી નિશ્ચિત થઈ.
સમય પસાર થતો જાય છે. કનકરથ ઘણો દુઃખી છે. વળી પિતાના સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૫૭
Page #161
--------------------------------------------------------------------------
________________
કહેવાથી પુનઃ રુક્મિણીની સાથે લગ્ન કરવા નીકળ્યો, માર્ગમાં આશ્રમ આવતા ખૂબ દુઃખી થયો. આગળ વધી ન શક્યો. તરૂણ ઋષિને જોઈને આશ્ચર્ય પામ્યો.
તરૂણઋષિ સાથે તેને ખૂબ ગમી ગયું. અને તેને પોતાની સાથે આવવા વિનંતિ કરી. તેને સાથે લઈ કનકરથ કાવેરી પહોંચી રુક્મિણી સાથે લગ્ન કર્યા. રાત્રે રુકિમણીએ હોંશમાં આવી કનકરથને જણાવ્યું કે તેણે જ યોગીની સાધી હતી. તે નગરજનોની હત્યા કરી તેની વિદ્યા વડે છૂપાઈને ઋષિદત્તાના મુખ પર માંસ ચોપડતી હતી. આ સાંભળીને કનકરથ તરત જ ચિતા સળગાવી બળી મરવા તૈયાર થયો. અને રુકિમણીને કાઢી મૂકી.
તરૂણ ઋષિએ તેને વાર્યો અને સમજાવ્યો કે ઋષિદત્તા જીવંત છે. તમને થોડા વખતમાં મળશે તે માટે તમારે મને મુક્ત કરવો પડશે. બંનેનું સાથે મળવાનું શકય નથી.
તરૂણઋષિ દૂર જઈ ઋષિદત્તારૂપે હાજર થયો. કનકરથ ખૂબ પ્રસન્ન થયો. તેણે રુક્મિણીને તો અગાઉ મહેલમાંથી કાઢી મૂકી હતી.
ઋષિદત્તાએ સઘળી હકીકત જણાવી અને એક માંગણી કરી કે તેઓ રુક્મિણીને સ્વીકારે. પ્રથમ તો કનકરથ ના માન્યો પણ ઋષિદત્તાએ કહ્યું આતો પૂર્વ કર્મના ફળ છે. તેમાં કોઈનો દોષ નથી. આ ઔદાર્ય ગુણ હતો.
અંતે કનકરથ માની ગયો. રુક્મિણી તો ઋષિદત્તામાં ચરણમાં પડી. અત્યંત રૂદન કરી પશ્ચાતાપ કરવા લાગી. અંતે સુખદ મિલન થયું. | ઋષિદત્તાએ જણાવ્યું કે તરૂણઋષિ પોતે જ હતી. અનુક્રમે કનકરથ બંને રાણીઓ સાથે પોતાના રાજ્યમાં પહોંચ્યો.
રાજ્યમાં આ ધર્મ વિજય મુનિ પધાર્યા હતા. ઋષિદત્તાએ વૈરાગ્ય પામી સંયમ ધારણ કર્યો. મુક્તિ પંથે પ્રયાણ કર્યું. કથાનું તાત્પર્ય ઉદાર મન, ઔદાર્યગુણને પ્રગટ કરે છે. ઋષિદત્તાને રુક્મિણીએ દુઃખ આપવા છતાં તેણે ઉદાર થઈને કનકરથને મનાવીને પોતાની સાથે સ્થાન આપ્યું. ૧૫૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #162
--------------------------------------------------------------------------
________________
૮૯. મદ શું છે જાણો છો ?
મદ ઝરતો હાથી કાબુમાં ન રહે, વ્યાકુળ થઈ ઝૂરતો રહે છે. મનુષ્ય અજાગૃત દશામાં કેટલા મદથી પીડાય છે ? શાસ્ત્રકારોએ તેના આઠ પ્રકાર કહ્યા છે.
માનવે વિચારવાનું છે કે મદ-અહંકાર, અભિમાન કરવાથી શું મળે છે ? કદાચ આ જન્મમાં તને કંઈ મળ્યું હોય તો તે ચાર દિવસની ચાંદની જેવું છે. પ્રાણ નીકળશે ત્યારે કર્મ પોટલી તે જે સ્વયં બાંધી છે તે જ તારી માલિકીની છે. તે નિરાંતે લઈ જજે. છતાં તારે ત્યજવા જેવું શું છે તે શાસ્ત્રકાર જણાવે છે. મદ જેવા દોષોને જાણજે છોડવા પ્રયત્ન કરજે.
આઠમદ : દરેકનું વિરૂપ.
જાતિમદ : અનંત કર્મોની પરાધીનતામાં તારે શાનો મદ-અહં કરવો છે ? તારા હાથમાં છે શું ? સરી જતી રેતી જેવું તારું જીવન છે. પછી શાને મદ કરે છે ? તને જાતિ કે મા બાપ પસંદ કરીને જન્મ મળવાનો નથી. જન્મ્યો સાવજ નગ્ન પછી મદના કેટલા વાધા પહેર્યા. જયાં જન્મ્યો ત્યાં જાતિ લાગુ પડી. ગયો કે તારું નામ નનામી થયું. જાતિ ગર્વ ભસ્મી ભૂત થયો. સમ્રાટો બાદશાહો ચક્રવર્તી બધું જ ત્યજયું. ત્યારે મુક્ત થયા. તારી પાસે શું છે ? શ્રેષ્ઠ માનવ કે સાધક બનવામાં તું સૌથી શ્રેષ્ઠ પદવી, પૂર્ણતા પામીશ. તે છે સિદ્ધ અવસ્થા.
૨. કુળમદ : ઉત્તમ કુળમાં કદાચ જન્મ્યો તો ધર્મ માર્ગેવળી જા. બાકી કુળ, બુદ્ધિ, સંપત્તિ, કીર્તિના મદ ત્યજવા જોઈએ. કુળની સંપત્તિ આદિનો મદ ત્યજી આત્મ આરાધન કરી તે વડીલો મૂકી ગયેલી ઈજ્જતની, દાનાદિની વૃદ્ધિકર. ઉત્તમકુળ મળ્યું તેનો સદ્ઉપયોગ કરીજા.
૩. રૂપમદ : તું તારા કોઈ વડીલના ૧૦, ૨૦, ૩૦, ૬૦, ૮૦, ૯૦ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૫૯
૧.
Page #163
--------------------------------------------------------------------------
________________
૪.
વર્ષના તબક્કાવાર ફોટા જરા ધારીને જો જે પછી તારી પણ તેજ તબક્કાની કલ્પના કરજે, કયાં ગયું ? આંખનું તેજ ? કયાં ગઈ મુખની પ્રભા ? કયાં ગઈ દોડવાની શક્તિ ? એક વૃદ્ધ વડીલ વાંકા વળીને ચાલતા હતા એક યુવાને પૂછ્યું, કાકા, શું શોધો છો ? ભાઈ યુવાની શોધું છું, યુવાન આગળ વધ્યો, કાં વધશે ? કાકાની જગા લેશેને ? રૂપ શોધશે કે યુવાની ? યુવાની દિવાની બનાવી જવાની પાછી નથી આવવાની.
ત્વચા વગરનું શરીર જોયું છે ! તારું ગજું શું ! તે ઋષભદેવાદિના શરીર સડન પડનવાળા ન હતા છતાં રાખી શકાતા નથી. આ ચાર દિવસની ચાંદની જેવું શરીર કેવી રીતે સાચવીશ ? એક સદ્ઉપયોગ છે તે આત્મકલ્યાણ.
બળમદ : સિકંદરે પૃથ્વી જીત્યા પછી કહ્યું. અબજોની મિલકત આપતા એ સિકંદર ના બચ્યો, તારું બળ કેટલું ? દશમસ્તકના બળવાળા રાવણનું મૃત્યુ આગળ ના ચાલ્યું એના પ્રમાણમાં તારી પાસે શું છે ? ભાઈ, અંધારામાં દોરડી જોઈને તું ગભરાવાવાળો. કયા બળ પર ઝઝૂમે છે ? તારી પાસે એક બળ છે આત્માનું. તે અમર છે. મરતું નથી. અમર બનાવે છે.
૫. લાભમદ : જીવનમાં સુખરૂપ જીવી શકાય તેવા ધનાદિની પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર અંતરાયકર્મ છે. તમને કોઈ વસ્તુની જરૂર હોય છે. તે શ્રીમંત પાસે વસ્તુ છે પણ તમને તેને આપવાની ઈચ્છા ન થાય. જો લાભાંતરાય કર્મનો ઉદય ન હોય તો દાતા પ્રસન્નતાથી આપે. આમ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય કે ન થાય તો મદથી ખેદ નહિ કરતા સમતા રાખવી.
૧૬૦
૬. બુદ્ધિમદ : અન્ય કરતા તમે કંઈ વધુ જાણો છો તેવો મદ થાય ત્યારે તમારે શ્રુતજ્ઞાનીઓને, મહાજ્ઞાનીઓને યાદ કરવા. તો તમારો મદ શાંત થશે. જ્ઞાનીને જ્ઞાનની સમજ હોવાથી જ્ઞાનનો મદ ન થાય પણ કેવળ શાસ્ત્ર કે વિદ્વાનને જ્ઞાનની સમજ ન હોવાથી મદ થાય. ત્યારે વિચારવું કે જ્ઞાનીઓ કેવા ધીર ગંભીર સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #164
--------------------------------------------------------------------------
________________
૭.
છે ? તેમની આગળ મારી બુદ્ધિ, જ્ઞાન કેટલું ? વળી બુદ્ધિ તારી સાથે કયાં આવવાની છે.
લોકપ્રિયતા મદ : અન્યની કૃપારૂપ પ્રિયતાથી અભિમાન થાય છે. ગુણથી મેળવેલી લોકપ્રિયતા પુણ્ય જનિત છે. લોકપ્રિયતાની ભીખ ? ધનથી મેળવેલી લોકપ્રિયતા ધન ચાલી જતાં કોઈ સામુ પણ નહિ જુએ. જન પ્રિયત્ત્વ તો ધર્માત્માનો ગુણ છે. ધન સંપત્તિ હોય કે ન હોય ગુણવાન સૌને પ્રિય હોય છે. તેમને દીનતા પીડતી નથી. યશનામ કર્મ પુણ્ય તેમને વરેલું છે. માટે ભાઈ લોક રંજનની ભીખ ન માંગ. સત્કાર્યો વડે જન પ્રિયત્વ તને ગુણ રૂપે સ્વયં યશ આપશે.
૮. જ્ઞાનમદ : સ્થૂલિભદ્ર જેવા સંયમી શ્રુતજ્ઞાન તો પામ્યા પણ સિંહ થવાનું માન પેદા થયું. આગળનું શ્રુત જ્ઞાન અંતરાય પામ્યું. બહુશ્રુત આચાર્યાદિ સાથે અને ભાવપૂર્વક મેળવેલું શ્રુતજ્ઞાન વાસ્તવમાં દરેક મદને હણનારું છે. તેનો મદ કેમ થાય ? તેનાથી માષતુષ મુનિને કેવું પ્રબળ જ્ઞાનાંતરાય કર્મ ચોંટી ગયું. તારી પાસે કેટલું જ્ઞાન ? સમ્યગ્ જ્ઞાનથી રાગાદિ દૂર થાય છે. તે સિવાય સંસાર વૃદ્ધિનું કારણ બને છે. કારણકે મદથી જ્ઞાન ટકતું નથી.
કોઈ પણ પ્રકારના મદ, અભિમાનના ઉદયમાં આત્મા પાપકર્મથી બંધાય છે. કુળ કે જાતિનો મદ કર્યો નીચ ગોત્ર મળ્યું. જયાં તુચ્છકાર ભર્યું જીવન જીવ્યો. રૂપનો મદ નરકના બીભત્સરૂપ આપશે. બળ મદ તને આ જીવનમાં આંગળી ઊંચી ન કરી શકે તેવી અશાતાઓથી ઘેરી લેશે. લાભમદ લોભરૂપે પરિણમી મમાણ જેવી દશા કરશે. તારા ભાગ્યમાં હશે તે મળવાનું છે. બુદ્ધિ અને જ્ઞાન મદ તો ભયંકર છે. મંદબુદ્ધિપણું ઉદયમાં આવતા પશુવત્ જીવન જીવવું પડશે. લોકમાં પ્રિય થવાની ભીખ ન માંગ પણ પ્રિય થવાના ગુણ કેળવી લે. હે જીવ એક પણ મદ-અહં કરવા જેવો નથી. માનવભવ એળે જશે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬૧
Page #165
--------------------------------------------------------------------------
________________
૯૦. કરમનો કોયડો અલબેલો
જેમ સર્વત્ર પરમ તત્ત્વનો વાસ છે. તેમ કર્મ સત્તાનો પણ સર્વત્ર વાસ છે પ્રગટ કે અપ્રગટ કરેલા કર્મનું પરિણામ સ્થળ કાળની મર્યાદા વગર પોકારે છે.
મહાભારતનું યુદ્ધ સત્તર દિવસે મહાસંહાર કરી પૂરું થયું. કૌરવો હાર્યા, એકસો પૂરા ભાઈઓમાંથી કોઈ ન રહ્યું. પાંડવોની જીત મનાવાઈ. યુદ્ધિષ્ઠિર મહારાજા થયા. રાજ્યાભિષેક થયો. સૂમસામ એવી રાજસભા. અરે સ્વાગત માટે શણગાર સજેલી નારીઓ કયાં હતી ? કોઈએ પુત્ર ગુમાવ્યો, કોઈએ પતિ ગુમાવ્યો હતો. શોક હતો કે આનંદ ? સુરાજ્યનું એક કર્તવ્ય રહ્યું. ઉત્તરાધિકારી હજી અભિમન્યુની પત્નીના ઉદરમાં હતો તેથી તે બચ્યો હતો.
યુદ્ધવિરામની સ્થિતિ સમાપ્ત થતાં શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા, જીતેલા છતાં હારેલા, થાકેલા ફરજ બજાવીને આવ્યા હતા. હિંડોળા ખાટ પર બેઠા હતા. પટરાણી રુકિમણી તેમની સેવામાં હાજર થયા. અને પૂછયું : હે માધવ ! યુદ્ધમાં ભીષ્મ પિતામહ જેવા બ્રહ્મ નિષ્ઠ, જ્ઞાની, ગુરુદ્રોણ જેવા જ્ઞાની. પુણ્યવંતા આત્માઓને કપટથી મારવામાં તમે કેમ અગ્રેસર થયા ? એમની મહાનતાનો મહિમા તમને ન આવ્યો ? અને તમે જ પાપના સાથી બન્યા !
પ્રથમ તો શ્રી કૃષ્ણ શાંત રહ્યા. પણ જ્યારે રુકિમણીએ પુનઃ પૂછ્યું ત્યારે જવાબ આપ્યો કે હે મહારાણી ! એ બંને મહામાનવો હતા, ગુણવાન હતા, પણ તેમનાથી એક કાર્ય એવું બની ગયું કે તેમના કે ગુણ દ્વારા થયેલા પુણ્યો ધોવાઈ ગયા.
જ્ઞાન
હે દેવી ! જયારે નિરાધાર એવી દ્રૌપદીની લાજ ભરસભામાં લૂંટાતી હતી ત્યારે કંઈ પણ કરવાને શક્તિમાન છતાં તેમણે કૌરવોને રોકવા પ્રયત્ન ન કર્યો. ન સભાનો ત્યાગ કર્યો તેમની આ નિર્બળતાના પાપે તેમની બધી જ શ્રેષ્ઠતા ના ગુણને ધોઈ નાંખ્યા. તેનું પાપ તેમને ભોગવવું પડયું.
૧૬૨
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #166
--------------------------------------------------------------------------
________________
રુકિમણીએ પુનઃ પ્રશ્ન પૂછયો. શ્રેષ્ઠ એવા દાનવીર કર્મવીર, પરાક્રમી કર્ણએ ઈન્દ્રને રક્ષિતબળ જેવા કુંડળ અને કવચ દાનમાં આપ્યા હતા. આવા મહાન દાતાને પણ કયા પાપે કપટથી માર્યા. વળી તેમાં તમે સાથ આપ્યો !
હે મહારાણી ! અભિમન્યુ એકલો નરવીર સાત કોઠા જીતવા નીકળ્યો ત્યારે તેની સામે સાત શૂરવીરો લડવા પ્રેરાયા. છેવટે અભિમન્યુ નીચે પડયો. મૃત્યુની નજીક હતો. નજીકમાં ઊભેલા કર્ણ કે જેની પાસે પાણીનો કુંભ હતો. તેની પાસે પાણી માંગ્યું. દાનેશ્વરી કર્ણ પાસે પાણીની આશા હતી. પરંતુ દુર્યોધનની મિત્રતા ખાતર એ આ માનવપણું-ક્ષત્રિયપણું ભૂલ્યો. બાળ યોદ્ધો પાણી પાણી કરતો તરસ્યો મરણ પામ્યો. આ એક જ પાપ તેના ઘણા ગુણોનું ભક્ષણ કરી પાપનું સિંચન કરતું ગયું.
વળી એજ પાણીના ઝરાની લબ્ધિ વાળો એ જ પાણીના કાદવમાં પૈડું ફસાયું અને કાળનો કોળિયો બન્યો. અશુભ ભાવે બાંધેલા કર્મો ઉદયમાં આવે ત્યારે સ્થળ કાળની મર્યાદા છોડીને આવે છે. તે કર્મ ઈન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે ભગવાન ભોગવ્યા વગર છૂટયા નથી. હિસાબ ચૂકતે કર્યા વગર કોઈ મુક્ત થતું નથી. આ કર્મસતાની સર્વત્ર આણ છે. વાસ્તવમાં ધર્મ સત્તા પણ બળવાન છે પણ તે જીવો પાસે તત્ત્વ અને સત્વનું ઓજસ માંગે છે.
કર્મનો તો કોયડો અલબેલો, તેને જાણવો નથી સહેલો.
. ૯૧. વર્તમાન કાળમાં શ્રમણીજીઓનું પ્રદાન છે.
કાળના વહેણમાં પરિવર્તન થતું જ રહે છે, તે કાળે શ્રમણીજીઓ પંડિતો પાસે અભ્યાસ કરતાં પણ એ અભ્યાસની સરવાણીઓ તેમના વર્તુલ સુધી મર્યાદિત રહેતી. તે કાળે મને વિદૂષી શ્રી સુલોચનાશ્રીનો પરિચય થયો હતો.
તેમની સરળતા, વિદ્ધતા મને સ્પર્શી ગયેલા જો કે તે વખતની મારી ભૂમિકા અને રૂચિની મંદતા હોવાથી થોડા બોધ સિવાય કંઈ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬૩
Page #167
--------------------------------------------------------------------------
________________
લાભ લીધેલો નહિ પણ અલ્પ મળેલો લાભ મારા સ્મરણમાં અંક્તિ થયો હતો તેની સ્મૃતિ થઈ.
તેમને સ્યાદ્વાદ મંજરી (કથંચિત) જેવા ગ્રંથોનું નિર્માણ કરેલું પણ મારી જાણ પ્રમાણે તેમના તેવા ઉત્તમ ને આવકાર વેગ મળ્યો ન હતો.
મેં લગભગ વીસેક વર્ષ પહેલા જૈન સૈદ્ધાંતિક શબ્દ કોષ લખેલો, તેને સારી રીતે સંશોધન કરી આપે તે માટે આચાર્ય ભગવંતોને મળી પણ કોઈને એવો અવકાશ ન હતો તે માટે પૂરતી તૈયારી ન હતી.
પણ કોઈ આચાર્યશ્રીએ મને પૂ. શ્રી સુલોચનાશ્રીજીનું નામ સૂચવ્યું. હું મારા લખાણનો થોકડો લઈને પાલીતાણા તેમની પાસે પહોંચી. ઘણા વ્યસ્ત હતા. પણ સઉલ્લાસ મને પૂરતો સમય આપ્યો, અને શબ્દકોષનું સંશોધન સહેજે સ્વીકાર્યું. મારા આશ્ચર્ય વચ્ચે ઘણા વ્યસ્ત હોવા છતાં પંદર દિવસે સંશોધન કરીએ આપ્યું. આજે તેઓની ઉપસ્થિતિ નથી પણ આ પ્રસંગ યાદ આવે છે ત્યારે મન તેમના પ્રત્યે ઝૂકે છે. તેમણે વિદ્વતાને નમ્રતાને અને પ્રેમતત્ત્વ સાથે જીવનમાં ગુંથી લીધા
હતા.
સાંભળેલું કે તેમના સમયે તેમણે ઘણી મુશ્કેલીથી પ્રવજ્યા ગ્રહણ કરી હતી. કેટલા દિવસો તો છૂપા રહ્યા. ક્ષુધા, તૃષા વેઠયા પણ સંસાર ભણી પીઠ કરી તે ઉજવળ રીતે નીભાવી. સમાજે તેમની શક્તિનો લાભ પૂરતો લીધો નથી તેવું લાગે છે.
કાળના પ્રવાહ સાથે બધું બદલાતું રહે છે. આજે તો સમાજમાં શ્રમણીઓની વિદ્વતા અને શક્તિને ઘણો અવકાશ મળે છે.
શ્રી રમ્યરેણુ શ્રમણજીએ તો સમાજને કર્મગ્રંથ જેવા કઠિન ગ્રંથો ભેટ ધર્યા છે. મહાયશા જેવા વિદ્વાન શ્રમણીનું પણ ઘણું પ્રદાન છે. તત્ત્વજ્ઞાનને સહજપણે સમજાવતા પૂ. શ્રી નંદિયશાજી અને અન્ય શ્રમણીઓનો સમાજને ઘણો લાભ મળે છે.
પૂ. શ્રી પ્રશ્મિતાશ્રીજીનું તો આ ક્ષેત્રે ઘણું પ્રદાન છે. તેમની નિશ્રામાં ઘણી શ્રમણીઓ જીવનને ધન્ય બનાવી રહ્યા છે. કાળે પડખુ બદલ્યું છે ને ? એટલે શ્રમણીજીઓએ સંયમ અને જ્ઞાનક્ષેત્રે વિકાસે ફાળ ભરી છે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬૪
Page #168
--------------------------------------------------------------------------
________________
કચ્છ વાગડ જેવા પ્રદેશમાં પણ આ ક્ષેત્ર વિકસતું જાય છે. હવે છાનું છપનું લેવાનો કાળ ગયો. પણ વાજતે ગાજતે આ પ્રક્રિયા વિકસતી જાય છે.
જો કે મારો આ ક્ષેત્રે પરિચય ઘણે અલ્પ છે. એટલે વધુ લખી શકી નથી. પણ એવા યોગ મળે ત્યારે આનંદ થાય છે તે સૌ પ્રત્યે શીર ઝૂકે છે કે ધન્ય છે. તેમના સંયમને અને પ્રદાનને. શિક્ષિત, ધનવાન, વિદ્વાને આ ક્ષેત્રે મોટું પ્રદાન છે.
શ્રી બહેન મહારાજે તો આ કાળે આશ્ચર્ય આપ્યું. સ્વયં અનેક કાર્યો આચાર્યશ્રીની હારોહાર કર્યા અને પ્રવર્તિની પદવીને પાત્ર થયા. તેમની શક્તિ અને સેવાને ધન્ય છે, નમન છે.
સંસારી રીતે સુખી પણ વાસ્તવમાં દુઃખ સમજયા તેમણે ઝૂકાવ્યું કહો કોણ સુખી?
અંતમાં સમગ્ર શ્રમણીઓના સંસાર ત્યાગના માર્ગને અતી નમ્રભાવે વંદન કરું છું. આ ક્ષેત્રે મારો પરિચય ઘણો અલ્પ છે.
( ૯૨. બહુ રત્ના વસુંધરા રે
વીજાપુરમાં જન્મ્યા. ભણતર મુંબઈ, ઘડતર પૂ. શ્રી ભુવનભાનુસુરિજીની નિશ્રામાં, વડપણ ધોળકાગામની ભૂમિ. સગપણમૈત્રી, આત્મવત્ સર્વ ભૂતેષુ સમગ્ર વિશ્વ. યુવાનોને અનુમોદનીય આ એક જીવન ગાથા છે. ગુણાત્મક આત્મ શક્તિનો આવર્ભાવ છે.
વર્ષો પહેલાની વાત છે. યૌવનકાળમાં તેઓ ઉપસ્થિત હતા. પૂજયપાદ આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજીની નિશ્રામાં અચલગઢ આધ્યાત્મિક શિક્ષણની શિબિરમાં અચાનક રાત્રે ૧૨-૩૦ વાગે. ઝડપી વાવાઝોડું ફૂંકાયું. વરસાદ વરસવા લાગ્યો, લાઈટો બંધ થઈ ગઈ મંડપ બેસી જવા લાગ્યા. એક યુવાનને અંતઃ પ્રેરણા થઈ આ આફત આત્મશક્તિના બળ વગર કેવી રીતે શમે? અને એ યુવાને ભીષ્મ સંકલ્પ કર્યો કે આ તોફાન ૧૫/૨૦ મિનિટમાં શાંત થઈ જાય તો મારે આ જીવન બ્રહ્મચર્ય સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬૫
Page #169
--------------------------------------------------------------------------
________________
પાળવું અને ઘીનો ત્યાગ કરવો. આત્મબળની ભાવના સાકાર થઈ. વીસ મિનિટમાં વાવાઝોડું સલામ ભરીને શાંત થઈ ગયું.
આ સ્વયં લીધેલી પ્રતિજ્ઞાઓ પ્રાતઃકાળે તેમણે પૂજ્યને જણાવી તેમની પાસે રજીસ્ટર્ડ કરાવી (લીધી.) પૂજ્યો પ્રસન્ન થયા પણ આશ્ચર્ય
પામ્યા.
આવી ભીષ્મ પ્રતિજ્ઞાના સહારે તમારું આત્મબળ ગજબનું વિકાસ પામ્યું. બાંગલાદેશ અને પાકિસ્તાનના યુદ્ધમાં નીડરતાથી મિત્રો સાથે પહોંચી ગયા. વરસતી બોમ્બની આગમાં સેવાપરાયણ રહ્યા. યુદ્ધવિરામ પછી સેવાકાર્ય કરનારને સન્માન મળે તે સ્વાભાવિક છે પણ તે ન લેવું તમારે માટે સ્વાભાવિક છે અને હતું.
સેવાકાર્ય અને આત્મ સાધના સુંદર રીતે થઈ શકે શકે તે માટે તમે મુંબઈ શહેરને છોડી ધોળકા ગામે સ્થાયી થયા. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની છાયામાં તમારું કાર્ય આગળ વધ્યું પછી તો જિન મંદિરોનું નિર્માણ, જિર્ણોધ્ધાર ઉપાશ્રય રચના એ તમારો જીવન મંત્ર થઈ ગયો. આ ઉપરાંત સંયમીઓની વૈયાવચ્ચ, વિહારધામોની અવિરત સેવાઓ થતી રહી. છતાં તમે ગુપ્ત રહ્યા. પશુધન બચાવવું એ તો તમારું પ્રદાન કેવી રીતે વર્ણવવું ?
આશ્ચર્ય એ છે કે આવા કાર્યો માટે ફંડફાળાની જાહેરાત કરવી ન પડે. પણ એ પ્રવાહને રોકવો પડે. કાર્ય નિષ્પન્ન થયું. હિસાબ ચૂકતે, ટ્રસ્ટી તરીકે પણ આર્કિચન્ય રહ્યા. છતાં વસ્તુપાળના પગલે પગલે લક્ષ્મી પાંગરતી તેમ તમારી નિસ્પૃહ સેવાને લક્ષ્મીજીએ વધાવી હતી. તમારું કાર્ય બોલતું રહેતું. તમારી નિસ્પૃહકાર્ય પરાયણતા જ લક્ષ્મીદેવીએ વધાવી હતી.
મોરબીનો મચ્છુ ડેમ તૂટયો, મોરબી ડૂબ્યુ. માનવોની આફતની સીમા નથી અને તમે તમારા સૈન્ય સાથે પહોંચી ગયા. ગાંઠને ખર્ચે ખીચડી ખાઈ લેવાની અને અવિરત પ્રેમમય સેવા ધરી દેવાની હસતે મુખે કશી પછી ફરિયાદ તો હોય જ કયાંથી ?
આફતો આવી દોડી જાવ પછી આરામ ? ના ભાઈ, કેટલાયે જિનમંદિરો, પ્રતિમાજી ભરાવવી, પુસ્તક પ્રકાશનનું કાર્ય, જિણોદ્ધાર,
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬૬
Page #170
--------------------------------------------------------------------------
________________
વૈયાવચ્ચ, વિહારધામો, દુષ્કાળમાં પીડિતોની સેવા સાથે અંગત સાધનાનું બળ ભળતું.
ચ્છનો ભૂકંપ, બનાસકાંઠાનું પૂરનું તાંડવ નૃત્ય અને તમારું હૃદય હાલી ઉઠે. તમારા પગ દોડે, બે હાથ તો સેવામાં તત્પર અમને લાગે કે તમારા દેહમાં કોઈ દેવનો વાસ છે? ડાબે જમણે મિત્રોનો સાથ તો મળે જ. દેવો પણ ખૂશ થતા હશે. વંદન કરતા હશે.
તમારા આ સર્વકાર્યમાં ગુરુદેવના આશીષ તો કાયમી સાથે. પૂ. ગુરુજીનો દેહવિલય થયો. તમારા અંતરની વેદના કોણ જાણે?
કોઈને પ્રશ્ન થાય કે આ બધામાં તમે તમારી સાધના કયારે કરો ? અરે સાધના તો તેમની સાથીદાર છે. તેનું બળ તો પ્રગટ જોઈ રહ્યા છીએ. કથંચિત તમે સંયમ માર્ગે ગયા હોત તો આત્માનું શાસન તો કર્યું હોત પણ આ તમારું શ્રાવકજીવન કંઈ ઓછું ઉતરે તેમ નથી.
આવી બહુમુખી પ્રતિભાનો પ્રભાવ વિરલ જોવા મળે, સૂર્યને પૂછે તે અંધારું જોયું છે? સન્માનને પૂછે તે આ વિરલ વિભૂતિને જોઈ છે. તે કોઈ મુગટધારી નથી. તદ્ન સાદા કપડા, ઘરબારમાં સાદાઈ, એમની ઉપસ્થિતિ જ શોભાયમાન છે. ત્યાં બાહ્ય આડંબર ઝાંખો પડે છે.
અંતે એકવાત બનાસકાંઠા સેવા કાર્ય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તમારા દર્શન માટે બોલાવ્યા ત્યારે તેઓ તમારા ચરણ સ્પર્શ કરી રહ્યા ત્યારે તમે અતિ નમ્રભાવે નમી રહ્યા. છતાં વાતનો કોઈ પેપરમાં ઉલ્લેખ નથી. કેવી નિસ્પૃહતા? આવા પ્રસંગોની મિત્રોમાં ચર્ચા પણ નહિ. આ તમારી તપશ્ચર્યા જ છે.
નિરાંતના સમયમાં અંગત સાધના, શ્રાવકધર્મ અન્વયે ચૂસ્ત પાલન ભક્તિમાં ભીંજાયેલા ગુરુજનોની આજ્ઞાપાલનમાં તત્પર છતાં ત્યાંય વિવેકપૂર્ણ સત્ય ને વળગી રહેનારા. નિવાસે હોય ત્યારે સામાયિકનું સારુ વાળી લો, આઠ દસ તો થઈ જાય.
સૌના હૃદયમાં તમારું સ્થાન કેવું? તમારા પૂ. માતુશ્રીના અવસાન સમયે ગામજનો ભેદભાવ વગર ઉમટી પડયા. જેની કુક્ષીએ આવું અનુપમ રતન પ્રગટયું છે તે માતાની પાલખી બેન્ડવાજા સાથે સૌએ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૬૭
Page #171
--------------------------------------------------------------------------
________________
નવાજી.
ધન્ય તે માતા પિતા કુલવંશ. આટલા કાર્યભારને વહન કરવા છતાં બોજો કેમ નથી. મેં કર્યું તે વિચાર સુધ્ધા નથી. નાણાંનો હિસાબ કાર્ય સાથે પૂરો થાય. પછી વિકલ્પને સ્થાન કયાં રહે? મુક્તિ પણ કેટલે દૂર રહે?
રત્નસુંદરજીના કલિયુગની કમાલમાંથી વાંચીને અત્રે ઉધૃત કર્યું છે. પ્રગટ કરવાનો ભય હતો પણ આ પુસ્તકના સહારે સાહસ કર્યું છે. એશ આરામી યુવાનોને પ્રેરણા દાયક છે.
હજી તો ઘણું ય બાકી રહી જતું હશે. મારે નિકટના પરિચયનું પુણ્ય નથી. એટલે દૂરથી જેટલું જાણ્યું તે ભાવનારૂપે પ્રસ્તુત કર્યું છે. પૂ. શ્રી આચાર્ય ભગવંત રત્નસુંદરજી લિખિત કલિયુગની કમાલપુસ્તકના આધારે છે.
અંતે વયોવૃદ્ધ હોવાથી સુભાશીષ આપું છું. દીર્ધાયુ બનો, નિરપેક્ષ સેવાકાર્ય કરતા રહો. આત્મ ઉપાસનાને સેવતા રહો. હજી સુધી લેખનમાં નામ નથી આપ્યું.
આ કથન કોને માટે છે અંતે નામકરણ કરું છું આ છે. કુમારભાઈ વિ. શાહ સેવાભાવી સાથે ઉત્તમ ઉપાસક ને વંદન હો.
ક્ષમાયાચના સહિત શુભભાવના.
૯૩. સર્વ જગ થયું ખારું છે
| (ભક્તિમયી મીરાં) “મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારૂં” મીરાંનો જન્મ મેડતા નજીક કુડકી ગામે થયો હતો. મીરાંના માતાનો સ્વર્ગવાસ થયો ત્યારે મીરાંની ઉંમર ચાર વર્ષની હતી. કુટુંબમાં મીરાંની સંભાળ લે તેવું કોઈ ન હોવાથી દાદા દુદાજીએ મીરાંને મેડતા બોલાવી લીધા. દુદાજીનું કુટુંબ વૈષ્ણવ ભક્તિથી રંગાયેલું હતું. મીરાંના
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬૮
Page #172
--------------------------------------------------------------------------
________________
શિક્ષણ માટે એક પંડિતની નિયુક્તિ કરી હતી. મીરાંએ પંડિતજી પાસે ધાર્મિક તથા ભક્તિગ્રંથોનો અભ્યાસ કર્યો હતો.
મીરાંને એક સાધુબાબા પાસેથી શ્રીકૃષ્ણની મૂર્તિ મળી હતી. મીરાં શ્રી કૃષ્ણની પૂજા, ભક્તિ નૃત્ય કરતી. વળી એકવાર એક જાનના વરઘોડાના વાજાં સાંભળી, ગાડામાં બેઠેલા વર-વધૂને જોઈ મીરાંને લગ્ન કરવાની ઈચ્છા થઈ. મીરાં દાદાને કહે, “મારે પરણવું છે” મીરાં દાદાની લાડલી દીકરી. મીરાંના બોલે દાદા બંધાઈ જાય. ગૃહમંદિરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ. દાદાને થયું, હજી લગ્નવયની વાર છે. પણ તેની ઈચ્છા પૂર્તિ તો કરવી. એટલે બે-ચાર સખીઓની હાજરીમાં દાદાએ મીરાંને શ્રીકૃષ્ણની મૂર્તિ આપી કહ્યું, “તારા લગ્ન આ મૂર્તિ સાથે થયા. બાળ મીરાં મૂર્તિને હૈયે લગાડી નાચવા લાગી.
વાસ્તવમાં સમય જતાં મીરાં લગ્નને યોગ્ય વયની થઈ. પિતાએ મેવાડના રૂપાળા રાણા સાથે તેના લગ્ન કર્યા. મીરાંએ વિદાય વેળાએ પાલખીમાં શ્રીકૃષ્ણને સાથે લીધા. મીરાંને જોઈ વડીલો પ્રસન્ન થયા. સામાન્ય વિધિ પતી ગઈ. મીરાંએ સુંદર ઓરડામાં શ્રીકૃષ્ણની સજાવેલી મૂર્તિને પધરાવી. મીરાં મનોમન વિચારે છે. દાદાએ શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે પરણાવી, પિતાએ મેવાડના રાણા સાથે પરણાવી. પુનઃ મીરાં ભક્તિ કરવા લાગી.
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે...... સંસારીનું સુખ એવું, ઝાંઝવાના નીર જેવું
તેને તુચ્છ કરી ફરીએ રે..... મીરાંબાઈ બલિહારી, આશા મુને એક તારી
હવે હું તો બડ ભાગી રે.... રાજવંશમાં પ્રણાલિ હતી. નવ વરવધૂ પ્રથમ કુળદેવીના દર્શન વિધિ કરે પછી બીજો વ્યવહાર શરૂ થાય. તે સમયે રાજ પરિવારના મંદિરમાં મીરાને દેવીના દર્શન કરવા માટે નણંદ ઉદા કહેવા આવી પણ મીરાં અધૂરી પૂજાએ ઊઠી નહીં, સાસુની આજ્ઞાની અવગણન! સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬૯
Page #173
--------------------------------------------------------------------------
________________
આખો રાજવંશ ખળ ભળી ઊઠયો, રાણા ભોજ પણ રૂઠ્યો. મીરાંએ કારણ આપી તેમને મનાવી લીધા, મીરાં રાણાની સેવા પતિવ્રતા સ્ત્રીની જેમ કરતી.
જેમ જેમ ભક્તિ ગીતનું શ્રવણ થતું તેમ તેમ રાણો મીરાંની પવિત્રતા નિહાળી વિચારવા લાગ્યો. આ પવિત્ર મીરાં ભોગ માટે ન હોય. સમય પસાર થતો ગયો. રાણાને મીરાંનું આકર્ષણ ભોગ બાજુ ખેચતું, પવિત્રતા ત્યાગ બાજુ ખેંચતી. રાણો ખૂબ મૂંઝાતો. ત્યાં વળી પડોશી રાજાની યુદ્ધની નોબત વાગી. અંતરમાં યુધ્ધ, બહાર યુદ્ધ. રાણો યુદ્ધના મેદાનમાં પહોંચ્યો. ત્યાં દુશ્મન રાજાને હાથે મરાયો. મીરાંને દુ:ખ તો થયું. પણ તે તો પ્રભુને શરણે હતી.
કાયા કારણ ભેખ લીધો, રાણાજી, ગિરધર વિના ઘડીયે ન ગોઠે રાણા, હરિ રસ ધોળી ધોળી પીધા. મોહને મોહન કર્યાં કારમા અતિશે રાણા, કંથ પહેરીને નેડા કીધા
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર જંગલમાં જઈને ડેરા કીધાં.
સમયનું વહેણ વહ્યું જાય છે. ભક્તિનો રંગ ઘેરો થતો જાય છે. કુટુંબીઓને એ પસંદ નથી. સાસુની આજ્ઞાની અવગણનાથી સૌ નારાજ
હતા.
રાણાના મૃત્યુ પછી તેમનો ભાઈ વિક્રમસિંહ ગાદીએ આવ્યા. પણ પેલું રાજવંશના રિવાજનું અપમાન ભૂલાયું નથી. મેવાડની રાણી મીરાં ભક્તોની ભીડમાં રહે તે સાસુ, દિયર, નણંદ કોઈને પસંદ ન હતું. તેઓનો મીરાં પ્રત્યેનો અણગમો વૃદ્ધિ પામ્યો. આ પીડાને કાયમી દૂર કરવા એકવાર ઝેરનો પ્યાલો મોકલ્યો. મીરાંને દાસીએ ચેતવી પણ મીરાં તો પ્યાલો ગટગટાવી ગઈ. આખરે રાણાએ મીરાંને ભૂતિયા મહેલમાં રાખી.
ભૂતિયા મહેલ અને રાજમહેલમાં મીરાંને કોઈ અંતર નહોતું. ભક્તિ નિરાંતે થતી છતાં કસોટી ઘણી થઈ. એકવાર મીરાં ગિરધારી
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૭૦
Page #174
--------------------------------------------------------------------------
________________
સાથે વાર્તાલાપ કરતી હતી. રાણા સમજ્યાં કોઈ પરપુરુષ સાથે વાર્તાલાપ ચાલે છે. રાણા તો ખુલ્લી તલવારે નીકળ્યો. ભૂતિયા મહેલમાં ગયો. મીરાંને ઘા કરવા ગયો પણ આ શું? ત્યાં કોઈ પુરુષતો હતો નહીં! ગિરધારી જ હસતા ઊભા હતાં. ઘા કર્યા વગર રાણો હતાશ થઈ પાછો ફર્યો. છેવટે તેણે મીરાંને કહ્યું કે તમે આ ધતિંગ છોડી દો. અથવા મેવાડ છોડી વૃંદાવન જતાં રહો તો આ ફજેતી અટકે.
મારે હરિ ભજ્યાની વેળા રે, ભેર વિના કોને કહીએ, ભેદુડા હોય તો ભેદ પિછાણે, સંતો અગમ-નિગમની ખબર લઈએ,
ઊંડારે નીર જોઈને માંહે ન ધસીયે, કાંઠે બેઠા બેઠા નાહીયે રે, માયાનું રૂપ જોઈ મન ન ડગાવીએ સંતો, પ્રભુ થકી પ્રીત લગાવીએ રે, બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર, ચરણ કમળ ચિત્ત લાઈએ રે.”
મીરાં તો ઉમળકાભેર વૃંદાવન ઉપડી. સાધુસંતોની મંડળી, ગામે ગામ જતાં, લોકો મીરાંના દર્શન માટે ઉમટી પડતા. વૃંદાવન એટલે ગિરધારીનું ધામ. મીરાં સુખેથી ભક્તિ કરવા લાગી.
આ બાજુ મેવાડની પડતી થવા લાગી. ઉદાને સમજાઈ ગયું કે ભાભીની ભક્તિની જાહોજલાલી હતી. તે ભાઈ સાથે ગઈતેણે ભાઈને સમજાવ્યો, મીરાંભાભીને પાછા તેડાવો. આ બાજુ મેડતામાં ભાઈ જયમલને ખબર પડી. તે તો જાતે જ વૃંદાવન પહોંચી ગયા. મીરાંને પ્રેમભર્યો કાગળ આપ્યો. તમે મેવાડ પાછા આવો. સૌ તમારા દર્શન માટે તડપે છે. રાણાએ અને પ્રજાએ ખાસ વિનંતિ કરી છે.
મીરાં પ્રભુને સમર્પિત હતી. તેણે કાગળ ગિરધારીના ચરણમાં મૂક્યો. બારણા બંધ થયા. ઘણીવાર થવાથી પૂજારીએ બારણા ખોલ્યાં પણ આ શું? મીરાં ક્યાં ? ચારેબાજુ જોયું. કંઈ નિશાની ના મળી. છેવટે મીરાંની સાડીનો સફેદ ટુકડો ગિરધારીને ગળે જોયો. સૌ નમી રહ્યા.
આવી સમર્પિત ભક્તિમયી બીજી મીરાં થવી દુર્લભ છે. બધું જ ગિરધારીની ઈચ્છા. ઝેર મળ્યું, કરંડીયામાં સાપ મૂકયા. મીરાં તો ગિરધારીમય હતી, ત્યાં ઝેર શું કરે અમૃત થાય. સાપ ફૂલ થઈ પ્રગટ થયા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૭૧
Page #175
--------------------------------------------------------------------------
________________
ઝેરને પણ અમૃત કરવાની ફરજ પ્રભુને પડી,
ધન્ય ધન્ય એ ઘડી. જે ઘડી માટે મીરાંબાઈને મુસીબત નડી. સજ્જનો મીરાંની ભક્તિ સમજવા, માણવા તો મીરાં જ થવું પડે. સર્વ જગ ખારૂ લાગે ! રાજમહેલ રૂડા ન લાગે ? ભક્તિમાં મીરાંની પવિત્ર શક્તિ જ દર્શિત થાય છે. મીરાં આનંદધનજીના સમકાલીન હતા. બંનેમાં ભક્તિની મહાનતા હતી.
. ૯૪. સન્મિત્ર જ્યોતિબાળા બહેન
સંસારના સૌ પ્રાણીઓ સન્મિત્ર મુજ વહાલાહ હજો.
સગુણમાં આનંદ માન મિત્ર કે વેરી હજો. દુઃખીયા પ્રતિ કરૂણા અને દુશ્મન પ્રતિમધ્યસ્થતા શુભ ભાવના પ્રભુ ચાર આ પામો હૃદયમાં સ્થિરતા.
- શ્રી અમિતગતિ સામાયિક સંસાર એટલે સુખ દુઃખનો સરવાળો કદી બાદબાકી. એવા અટપટા જીવનમાં સન્મિત્ર અગત્યનું અંગ છે. સુખમાં સન્માર્ગ બતાવે. દુઃખમાં યોગ્ય દિલાસો આપે સહાય કરે. સામાન્ય મિત્રતા અને સન્મિત્રમાં કંઈક અંતર પડે છે. સન્મિત્ર આત્મકલ્યાણ વાળું છે અને અન્યને પણ એજ રાહ બતાવે. એવા સન્મિત્ર હતા જ્યોતિબહેન.
મારું અને બહેનનું જન્મસ્થળ એક જ નાગજીભૂદરની પોળ. પરંતુ વયના અંતરને કારણે ત્યારે મિત્રતા થઈ ન હતી.
જ્યોતિબહેન સાદાઈને વરેલા, શ્રીમંત કુટુંબની પુત્રી પણ ખાદીધારી એટલે અન્ય રીતે પણ જીવનની જરૂરિયાત ઓછી, ઉદાર દીલ, ઉપકારક વૃત્તિ, જીવદયા એ એમના જીવનનું અંગ હતું.
તેઓના લગ્ન શ્રીમદ્ રાજચંદ્રના ભક્ત કુટુંબમાં થયા હતા. પોતે દહેરાવાસી સંસ્કારના હતા. પરંતુ શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતથી અને
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૭૨
Page #176
--------------------------------------------------------------------------
________________
અન્ય શ્રુતજ્ઞાનની આરાધનામાં દઢ થયા હતા.
પાછળના વર્ષો તેઓ ઈડર અને ત્યારપછી આરાધના ભવન કોબામાં સ્થિર થયા. બંને જગાએ તેમની સંત સેવા, સહધ્યાયીઓમાં મૈત્રી, આહારના સંયમી એવું આરાધક જીવન હતું.
મૌનની આરાધના માટે ઈડર રહેતી ત્યાં મને તેમનો આત્મિય પરિચય થયો. મને આ માર્ગમાં સન્મિત્ર મળ્યાનો આનંદ હતો, જો કે તેઓ ૮૨ વર્ષની વયે ચિર વિદાય થયા. ત્યારે મને મોટી ખોટ તો પડી જ.
અમે મળતા ત્યારે કલાકો સુધી સત્સંગની હેલી થતી. મારા જીવનમાં એ અમૂલ્ય તક હતી. તેમના મુખે વચનામૃતના પત્રો, શ્રી સમયસારજી જેવા ગ્રંથોના શ્રુતજ્ઞાનનો સચોટ બોધ મળતો.
પોળમાં રહેતા ત્યારે કે આશ્રમમાં પ્રાણીદયા તેમના જીવનનું અંગ હતું. તરતના જન્મેલા કૂતરીના બચ્ચાને ખોળામાં લઈ ટોટી વડે દૂધ પીવરાવી ઉછેરવા ઘાયલ થયેલા પશુઓની પાટાપીંડી કરવી. તેમને સહજ હતું. એ પ્રાણીઓ પણ ડાહ્યા થઈ તેમના પ્રેમને ઝીલી લેતા.
ઘણા વચનામૃત તો તેમને હૈયે હતા કંઠસ્ય હતા. આશ્રમના મહિલા વિભાગના વડીલ અને વકીલ (સમાધાનની રૂએ) હતા. આજે અચાનક તેમનું આત્મિય સ્મરણ થઈ આવ્યું અને કલમમાં કંડાગઈ ગયું. કારણ કે અમારે માટે સન્મિત્રનું સ્મરણએ મૂડી છે. પ્રેરણાનો સ્ત્રોત છે. સૌને આવા સન્મિત્રો મળો તેવી શુભેચ્છા સાથે.
*
૯૫. સંસાર અસાર છે. તે
લગભગ ત્રીસેક વર્ષો પહેલા એ યુવાને શ્રી ચંદ્રભાનુજીનું પ્રવચન સાંભળ્યું. આ સંસારરૂપી પાણીને ગમે તેટલું મથો માખણ ન નીકળે. સંયમને ધારણ કરો કદાચ પ્રારંભમાં કષ્ટ લાગે તો પણ અંતે પરમસુખ છે. થોડા પ્રવચનો સાંભળ્યા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૭૩
Page #177
--------------------------------------------------------------------------
________________
એ યુવાનમાં પૂર્વના આરાધનનું બળ હશે. મુંબઈમાં ઘરે શ્રીમંતાઈ તો વિપુલ હતી. પણ પ્રવચનના ભણકારા વાગતા હતા. આ સૌ ક્ષણ ભંગુર છે. ઝાંઝવાની નીર જેવું છે. તે યુવાને એક દિ નિવાસે જઈ માને કહ્યું મારે સંસારમાં રહેવું નથી.
મા ધર્મના સંસ્કારવાળા હતા. વિરોધ ન કર્યો પણ કસોટિ કરતા રહ્યા. યુવાન દરેક કસોટિમાંથી પાર ઉતરતો કારણ કે સંસારની સુવિધાનો મોહ નશો ઉતરી ગયો હતો.
કોઈ મિત્રનો પરિચય થતા શ્રી ગોયંકાજીના કેન્દ્ર ઈગતપુરી વિપશ્યનાની સાધના માટે ગયા. લગભગ છ વર્ષ સાધના કરી કંઈક સફળતા મેળવી. ઈડર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં એકાંતમાં રહી આત્મસન્મુખતાની દૃઢતા માટે પ્રયત્નશીલ રહ્યો. ત્યારે ત્યાં તેમનો પરિચય થયો.
તે દરમ્યાન આત્મ સાધક શ્રી હરીભાઈનો મેળાપ થયો તેમના સમાગમે શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ કર્યો. વિપશ્યનાની સાધના તો ચાલુ જ હતી. તેમાં વચનામૃતથી વિશેષ જાગૃતિ આવી. પછી મુંબઈ જવાનું નહિવત બનતું. ઈડરનો નિવાસ સ્થાયી બન્યો.
શ્રી હરિભાઈનું અવસાન થયું. તેમની બિમારીમાં તન મનથી સેવા કરી. પછી ઈડર ઉપરની નિર્જન ટેકરી પરની ગુફામાં એકાંતવાસ શરૂ કર્યો.
પ્રભુ ભક્તિ પરાયણ, ગુરુ આજ્ઞા ધારક, વચનામૃતના સહારે, વિપશ્યનાની સાથે ગુફાવાસી મૌની બન્યા. વળી જન સંપર્ક નહિવતુ બન્યો. કયારેક સંયોગવશાત્ મુંબઈ અમદાવાદ આવતા. આશ્રમના રસોડેથી એકવાર ઉપરની ગુફામાં મર્યાદિત વસ્તુનુ ટીફીન મંગાવી
એકવાર આહાર કરી લેતા. એકાંત સેવન છતાં આશ્રમના કર્મચારીઓને તેઓ પોતિકા લાગતા.
૧૭૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #178
--------------------------------------------------------------------------
________________
એકવાર તેમના માતુશ્રી આશ્રમમાં આવ્યા. તેમણે જોયું કે ગુફાની ધરતી ઉંચી નીચી છે. ગુફાનો દરવાજો નથી. વન્ય પશુઓ આજુબાજુ ફરે છે. ભાઈની ના છતાં થોડું ઠીક કરાવી જાળી નાંખી. પણ તેઓ કહેતા તે બધા મિત્ર બની ગયા છે. ચિંતા કરવાની જરૂર નથી. માથે ભગવાન છે પછી ચિંતા શી?
ગમે તે ઋતુ હો એ ગુફા ગરમ થાય કે ઠંડી થાવ વર્ષા થાવ કે વાદળા થાવ. તે તો પોતાની મસ્તીમાં સાધના કરતા રહે છે. તેમનું તન, મન એ રીતે ઘડાઈ ગયું છે.
વિપશ્યનાનો મૂળ હેતુ જ આ દેહની અનિત્યતાને અનુભવી દેહનો નેહ ત્યજી આત્મ સ્પર્શના કરવાની છે. કહેતા કે અનિત્યતા દઢ થાય છે અનુભવાય છે.”
છૂટે દેહાધ્યાસતો નહિ કત તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ ધર્મનું મર્મ.
- શ્રીમદ્ રાજચંદ્ર ઈડરમાં રહેતા જ્યોતિબા સાથે તેમનો સંપર્ક ઘેરો હતો. તેમની સાથે મને તેમનો લાભ મળતો. વળી કોઈવાર નિવાસે આવતા પણ
ખરા.
એકવાર હું બિમારીમાં હતી ત્યારે મને મળવા આવ્યા. મેં કહ્યું હું દેહ નથી. શુદ્ધ આત્મા છું. બોલું છું પણ ટકાતું નથી દર્દમાં મન એકાકાર થાય છે.
ઉપયોગમાં દર્દમાં જાય ત્યારે ગમે છે? ના ગમે નહિ. તો પછી જ્યાં ન ગમે ત્યાં ઉપયોગ નહી લઈ જવાનો. ભાઈ ! દેહભાવ એવો છૂટયો નથી.
તમે વારંવાર દેહ અનિત્ય છે તેવી નિંરતર ભાવના ભાવો, ઉડે સુધી ત્યાં પહોંચો, પછી જૂઓ કોણ જણાય છે. જે જણાશે તે તમારું સ્વરૂપ છે. વધુ નથી લખતી આ તેમની ઈચ્છા વિરૂદ્ધ રજા વગર લખ્યું છે. ક્ષમા કરે.
યોગેશભાઈ અધિક શતાયુ ભવઃ
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૭૫
Page #179
--------------------------------------------------------------------------
________________
છે૬. અનોખી પ્રતિભા - ગુરુમા )
(પૂ. શ્રી ચંદ્રશેખરજી) આ પુસ્તક લખતા વાંચેલા, સાંભળેલા સ્મરણમાં રહેલા, પ્રસંગપટોને આકાર આપતી હતી. ત્યારે પૂ.પં. શ્રી ગુરુવર્ણ ચંદ્રશેખરજીનું એક વ્યાખ્યાન સ્મરણમાં આવ્યું. ત્યારે ખબર ન હતી કે “ગુરુમા” નામનો એક ફૂટ ચોરસ ગ્રંથ પૂરા પાંચ કિલો જેવો પ્રસિદ્ધ થયો છે. જેમાં પૂજ્યશ્રીની જીવનગાથા અભૂત રીતે જણાવી છે.
તે ગ્રંથ નિરાંતે ટેબલ કે નાનું ડેસ્ક લઈને વંચાય તેવું છે. તે વાંચતી ગઈ, બધાં જ પ્રસંગો વિશિષ્ટ ચમત્કારિક, સાહસભર્યા, હૃદયદ્રાવક હૃદયમાં વણાયેલા કરેંગે યા મરેગે, તેમાં કયા લખવા અને કયા મૂકવા ? તેથી અહોભાવ કરવાની ભાવના સેવું છું. તેમાંથી ચૂંટીને લખવાનું મારું ગજુ શું?
જૈન શાસનની ગરિમાથી જરા પણ ઉતરતું કાર્ય થાય જ કેમ? તેની સામે તેમનો સિંહનાદ ગાજે, શિક્ષણક્ષેત્રે અજૂગતું થાય કે આમરણાંત ઉપવાસ શરૂ થઈ જાય. કતલખાના બંધ કરાવવા જેવા અતિ કઠિન પૂરેપૂરા પુરૂષાર્થ માંગે તેવા, અરે કોઈ તેમને જ મિટાવી દે તેવી દહેશતવાળા કાર્યોની સામે આંદલનોનું પરિણામ આવે પછી તેમનો જીવ ઝપે, અગર તો અનશનનું અહિંસક તત્ત્વ-સાધન લઈ બેસી જાય. કાર્યક્રમ સફળ થયે જ છૂટકો.
આવા તો કેટલાક પ્રસંગો આલેખવા? માટે ભાવના કરું ભલામણ કરું, “ગુરુ મા”ને વાંચો, વંચાવો, માણો, એવી ઉર્જાપુરૂષની આ ગાથા છે.
એક પરાક્રમી મહારાજાની ગૌરવગાથા, ઝાંખી પડે. પારણાથી પુત્રના લક્ષણ પ્રગટ થયા છે. એટલું લખું છું મારી કલમ બહુ નાની પડશે. તમે સૌ વાંચવા પ્રેરાય તે માટે અત્રે ઉલ્લેખ કરું છું.
વિવિધ પ્રસંગો વિવિધ પરાક્રમે કાર્ય પાર પાડે જ છૂટકો અગર આત્મ વિલોપનની તૈયારી. કોઈ કાર્યક્રમનું વ્યવસ્થિત ફંડ થાય. પછી ૧૭૬
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #180
--------------------------------------------------------------------------
________________
જાણે પોતે કંઈ જ કર્યું નથી. પાટ પરથી ઉભા થાય. એવી નિસ્પૃહતા ફંડની હેલી થાય.
સાધુ સાધ્વીજનોને ભણાવવા, વિદ્યાર્થીઓ સાથે સંગોષ્ઠિ કરવી. ચૌમાસી વ્યાખાનોમાં હજારોની સંખ્યામાં શ્રોતાઓને ઉદ્બોધન કરવું. યુવાનોને સમાર્ગે વાળવા. તપોવન જેવી સંસ્કાર સિંચન માટે સંસ્થાઓ ઉભી કરવી. સુરત જેવા શહેરના પ્લેગમાં જરાય શંકા વગર સેંકડો સાધકો સાથે કાર્યરત રહેવું. દેશના વડાપ્રધાનાદિ અનેક મોભાદાર નેતાઓની સાથે સહજતાભર્યો છતાં મક્કમ નિર્ણય હોય જ.
અંગત જીવનમાં આહારાદિનો સંયમ. પ્રમાર્જન ચૂકે નહિ. શિષ્યોને તે માટે છૂટ લેવા ન દે. સંયમજીવનની વિરાધના ન થાય તે માટે સદા જાગૃત. અહો ! અહો !
બધું જ અજબ બાળપણ ધાર્મિક લક્ષણયુક્ત યુવાનીમાં સંયમમાર્ગે જવા થનગનાટ. ગુરુવર્યની સેવા પ્રાણરૂપે, શાસ્ત્રાભ્યાસમાં પારંગત, તપોવન જેવા સંકુલનું નિર્માણ. જીવદયા એમનો બીજો પ્રાણ.
પુછવાનું મન થાય તમે સાહેબ બહુરૂપી છો ? પુસ્તકો કયા૨ે લખો છો ! કહે અરે ! હવે નિવૃત્ત થઈ એકાંતમાં જવું છે. અને એકવાર વંદન કરવા ગઈ ત્યારે વય સાઈઠ ઉપર હશે, કંઈક બિમારી હતી.
સાહેબ થોડુંક જનકલ્યાણ માટે પણ જેની પાસે કામ લો છો તેનું ધ્યાન રાખવું પડે. (શરીરનું)
“હવે તો નિવૃત્ત થઈ અંતર-આત્મારાધન કરવું છે. સાહેબ ! તમે અંતરમાં રહો છો તેથી આત્મશક્તિ કામ કરે છે. આવું તો ઘણું છે તમે જ વાંચજો જરૂર વાંચજો.
૯૦. ગુરુકૃપા અનોખું રહસ્ય છે
એક આશ્ચર્યજનક ઘટના બની. લેખક એક મિત્રને મળવા ગયા હતા. ત્યાં બેઠક પાસે જૂના પુસ્તકનો જથ્થો પડયો હતો. તેમાં જોતાં એક પુસ્તક હાથ આવ્યું તેના આગળના પાના ન હતા. લગભગ ચોથા સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૭૭
Page #181
--------------------------------------------------------------------------
________________
પાના પર જોયું તો નવતત્ત્વનું વિવેચન હતું. પછીના પાના પર અદ્ભૂત આલેખન હતું ખૂબ ગમ્યું.
આ ઘટના ૧૯૮૩ની છે. આગળના પાના ન હોવાથી કયાં મળે કેમ મળે તે મિત્રોને પૂછવા માંડયું. અને શુભ સંકેત મળ્યો કે કચ્છથી મળે. પૂ. આ. શ્રી કલાપૂર્ણજીનું લખેલું છે.
૧૯૮૪માં કચ્છની યાત્રાએ જવાનું થયું પણ ઉપરની વાત વિસરાઈ ગયેલી. પરંતુ નવતત્ત્વના પુસ્તક પર કરેલા શુભભાવે અવસર આપ્યો. અમે માંડવી દર્શન કરવા ગયા હતા. ત્યાં એક ભાઈ કહે આજે આચાર્ય ભગવાન પધાર્યા છે. અને મને સ્ફૂરણા થઈ. એ જ નવતત્ત્વના બોધવાળા, ચાલો વંદન કરવા જઈએ.
શિયાળાના સાંજના સાત વાગેલા એટલે રાતની શરૂઆત પેલા ભાઈ કહે હવે આચાર્યના દર્શન નહિ થાય. બહેનોને રાત્રે જવાની મનાઈ છે. અમે બે બહેનો હતા. ભાવ કરીને ઉપાશ્રયે ગયા. બહાર ઉભા રહી પૂછાવ્યું કે અમદાવાદથી બે બહેનો આવ્યા છે. નવતત્ત્વના પુસ્તક માટે પૂછવું છે. માર્ગદર્શન મેળવવું છે.
શુભોદયે પૂ. સાહેબજી એક શિષ્યને સાથે લઈ બહાર આવ્યા. અમે વંદન કર્યા. સાહેબજી શિષ્ય સાથે ઓસરીમાં બેઠા.
સાહેબજી, આપનુઁ લિખીત નવતત્ત્વ જોવા મળ્યું તે ખૂબ રુચ્યું. અદ્ભૂત લાગ્યું. પણ મને વધુ જાણકારી નથી. છતાં એવો ભાવ થયો છે કે નાઈરોબી-આફ્રિકા સત્સંગ માટે જવાનું છે. તો આ પુસ્તકો ૩૦૦ જેવા મળે તો ત્યાં લઈ જઉ અને ત્યાંના બહેનોને સ્વાધ્યાય કરાવું ! તો આપ આજ્ઞા અને માર્ગદર્શન આપશો ! કારણ કે મને નવતત્ત્વનું વિશેષ જ્ઞાન નથી.
સાહેબજી તરત જ બોલ્યા કે, (૧) જીવ : જીવ એટલે ચેતન તત્ત્વ, જીવે છે તે જીવ છે. ચારે ગતિમાં છે. (૨) અજીવ - અચેતન એટલે જીવ નથી તેવા જડ પદાર્થો, દેહ ખાટલા પાટલા વિગેરે. (૩) પુણ્ય ઃ : જીવના નિમિત્તાધીન શુભભાવ તે પુણ્ય, તેના ઉદયે સુખ મળે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૭૮
Page #182
--------------------------------------------------------------------------
________________
(૪) પાપઃ જીવના અશુભભાવથી પાપ બંધાય તેથી દુઃખ પડે. (૫) આસવઃ મિથ્યાત્વાદિથી કર્મો આવે, પુણ્ય, પાપ બંને આસ્રવ છે. (૬) સંવરઃ ભાવનાઓ, ગુણ ચિંતન જેવા નિમિત્તોથી આવતા કર્મો રોકાય તે સંવર, રાગાદિ રોકાય તે ભાવ સંવર છે. (૭) નિર્જરાઃ જૂના કર્મો જે બંધાયા છે તે તપાદિથી નિર્જરા પામે. (૮) બંધ ઃ જીવ સ્વભાવે મુક્ત છે. વિભાવથી કર્મબંધ થાય છે. (૯) મોક્ષ : જીવ સ્વયં મોક્ષ સ્વરૂપ છે. શુદ્ધ ભાવથી કર્મોનો ક્ષય થવાથી જીવ મુક્તિ પામે તે મોક્ષ.
લગભગ પંદર વીસ મિનિટમાં આટલું સમજાવીને કહે આ પ્રમાણે સરળ રીતે સમજાવજો. મને એક પાઠમાં કેટલું આવડે? પણ સમય ન હતો. બીજે દિવસે અમે વહેલા નીકળવાના હતા. વળી નજીકના દિવસોમાં નાઈરોબી જવાનું હતું.
પરંતુ સાહેબની શુભાશિષ, કૃપા, કહો, લબ્ધિ કહો. એ પુસ્તક ત્રણેકવાર વાંચ્યું અને બધા પાઠ આવડી ગયા. પછી તો ૩૦૦ પુસ્તકો લઈને નાઈરોબી ગયા. વર્ગની જેમ નવતત્ત્વના પાઠ કરાવવા માંડયા. સાહેબજીનું પુસ્તક સરળ ભાષામાં હતું. તેમણે સ્વમુખે પાઠ કરાવ્યો તેની લબ્ધિ કહો. (ત્યારે એની ગમ ન હતી પણ પાઠ આવડી ગયા હતા તેથી આજે તેવું સમજાય છે.) અમને સૌને યોગ્યતા પ્રમાણે ફળશ્રુતિતો થઈ જ. તે લંડન, અમેરિકા, નાઈરોબી પ્રચાર પામી.
પછી તો હાલ્યું. પૂ. આ. ભંદ્રકરજીની પાસે જવાનું થતું તે કહે તમે નવતત્ત્વ હજી પણ સરળશૈલીમાં લખો. લખ્યું, તેઓશ્રીએ જોયું છપાવવાની આજ્ઞા આપી. હજાર હજાર નકલોની દસ આવૃતિ થઈ પછી તો લંડન એમરિકામાં ૨૦/રપ વર્ષ નવતત્ત્વની રમઝટ ચાલી ઘણા સત્સંગીઓએ લાભ લીધો. અમેરિકામાં મળેલી સત્સંગની ભેટ તે પરિમલને કેમ ભૂલાય?
૧૯૯૦માં સંયોગાધીને અમેરીકાના લોસએન્જલિસ શહેરમાં ચારમાસ માટે જવાનું થયું. શ્રી મણીભાઈ મેહતાનો પરિચય થયો. તેમણે સેન્ટરમાં મારા પ્રવચનોની વ્યવસ્થા કરી. મારા નિવાસથી પ્રવચન માટેનું સ્થળ પાંત્રીસ માઈલ દૂર હતું.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૭૯
Page #183
--------------------------------------------------------------------------
________________
સત્સંગ પ્રેમી પરિમલને કેમ ભૂલાય? પ્રથમ દિવસે શ્રી મણીભાઈ લઈ ગયા પણ રાત્રી નિવાસ વિણામહેન્દ્ર ખંધાર ને ત્યાં ગોઠવાયો, તેમને ત્યાં સત્સંગ પ્રેમી યુવાન પરિમલ શનિ-રવિ રજા ગાળવા આવતા તે ત્યાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા અને ગ્રીન કાર્ડ પણ મળવાનું હતું.
રાત્રી નિવાસના દિવસે પરિમલનો પરિચય થયો અને શનિવારે લઈ જવાની સોમવાર સવારે મારા સ્થળે મને મૂકી દેવાની જવાબદારી લીધી. આમ શનિથી સોમ સવાર સુધી સતત પરિચય રહ્યો.
દરેક શનિ અને સોમવારે ગાડીમાં પાંત્રીસ માઈલ શું કરવું? મને થયું કે નવતત્ત્વના પાઠ વાગ્યું અને પરિમલ સાંભળે, પચીસ વર્ષનો પુવાન અભ્યાસથી પરિચિત, તત્ત્વપ્રેમી એટલે એને શ્રવણ કરેલા પાઠ કંઠસ્થ થવા લાગ્યા. ધીમે ધીમે તે તત્ત્વની અસર ઘેરી થવા લાગી પુસ્તકના પાઠ લગભગ પૂરા થયા.
તેણે પૂછયું કે હજી આ તત્ત્વાના ગ્રંથો તો કેટલા હશે? તેનો અભ્યાસ ભારત ભૂમિમાં સારો થાય.
થોડા દિવસ ગયા એણે એક ચમત્કાર સજર્યો, મને કહે મેં ગ્રીન કાર્ડ લેવાનું માંડી વાળ્યું છે. અને હું ભારત આવી ત્યાં સ્થિર થઈ આ તત્ત્વનો વધુ અભ્યાસ કરીશ. માતા-પિતાને મનાવી લઈશ.
તેણે અમેરીકા રહેવાની અને ત્યાંના સ્વ વિકાસની બધી વાત ત્યજી ભારતની વાટ પકડી. ભારત આવી દિગંબર મહામુની પૂ. વિદ્યાસાગરના પરિચયથી પ્રભાવિત થઈ આજીવન બ્રહ્મચર્યનું વ્રત લીધું. મુંબઈનું કામકાજ ઘરબાર સમેટી અમદાવાદ સ્થાયી થયા જેથી ઈડર જેવા તીર્થમાં આરાધના કરી શકાય. આજે તેઓ વૃદ્ધ માતાપિતાની સેવા સાથે દઢતાથી પોતાની સાધના કરે છે. નવતત્ત્વના અભ્યાસથી તેમનામાં રહેલા જન્માંતરીય સંસ્કાર જાગ્યા અને પ્રભુના પંથે વળી આત્મ કલ્યાણ કર્યું. પૂ. શ્રી એ નવતત્વમાં આવા બીજો મૂક્યા છે. જે વટવૃક્ષની જેમ વિકેસે છે. અને જીવો ધન્ય બની જાય છે. પરિમલ પૂરા રંગાઈ ગયા. હાલ અવિરત તેમની સાધના ચાલે છે.
૧ ૮O
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #184
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
આજ્ઞાની આરાધના અને વિરાધનાનું ફળ
(પૂ. પંન્યાસજીના શ્રુતના આધારે) આજ્ઞાની આરાધનામાં મંગળ છે. વિરાધનામાં અમંગળ છે. આજ્ઞાની આરાધનામાં શ્રુતજ્ઞાન અને ચારિત્રનો સમાવેશ થાય છે. અત્રે પંન્યાસજીએ આજ્ઞાનું સ્વરૂપ અભૂતપણે બતાવ્યું છે. (૧) નમો અરિહંતાણં : અરિહંત પરમાત્માની આજ્ઞા વિશ્વમૈત્રીની છે.
જે તીર્થકર થયા તે સૌએ વિશ્વના તમામ જીવોનું સુખ ઈચ્છયું. તે માટે સાધનાયુક્ત શક્તિ મેળવી જેથી તીર્થંકરના ભવમાં જીવોના કલ્યાણની સઘળી સામગ્રી તેમના ચરણોમાં આવી વસી. સમવસરણની સઘળી રચના અને પ્રભુનું જીવન, તેમનો શ્વાસ પણ વિશ્વમૈત્રી માટે હતો. આપણે આપણા જીવનમાં આ મૈત્રીભાવને સ્થાપિત કરીએ, તે ધર્મધ્યાનનો પ્રથમ આજ્ઞાવિચય છે.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરો, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહો. નમો સિધ્ધાણં : સિદ્ધ પરમાત્માની આજ્ઞા સમદર્શિત્વની છે. અર્થાત્ સર્વ જીવો સિદ્ધ સમાન છે, જે જીવ આરાધે સમજે તે થાય. આ પદ એમ જણાવે છે કે મૂળ સ્વરૂપ સિદ્ધ સમાન છે. આ સર્વ વિવિધ ભેદો કર્મના નિમિત્તે પડેલા છે. સિદ્ધાણંપદ સર્વ જીવનું સમદર્શિત્ત્વ સિદ્ધ કરે છે. જ્યાં ઉંચ નીચના ભેદ ટળી જાય છે.
સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય.” (૩) નમો આયરિયાણં ઃ આચાર્ય ભગવાનની આજ્ઞા પાંચ આચાર
વડે સૌ જીવનું કલ્યાણ ઈચ્છવું. એ આચારોનું પાલન કરવું તે આજ્ઞા છે. ગુરુ આજ્ઞામાં રહી નિશ્ચિતતાથી સાધના કરવી તે
પારતંત્રતાથી નિશ્ચિતતા છે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૮૧
Page #185
--------------------------------------------------------------------------
________________
(૪) ઉપાધ્યાયની આજ્ઞા, શ્રુત આરાધનની છે, તાત્ત્વિકતામાં તે ઉપાસક
છે, નિપૂણ છે, તે શ્રુતજ્ઞાનનું બળ શ્રેણિ આરૂઢ થતાં જીવને સહજ બને છે. જે સામર્થ્યયોગ સુધી પહોંચાડે છે. શ્રુત અધ્યયત
ધર્મરૂપ છે. (૫) નમો લોએ સર્વ સાહૂણં વિશ્વના સર્વ સાધુજનો શિરસાવદ્ય છે,
તેમનું જીવન-તેની ચર્ચા સાધકને ઘણું શીખવે છે. સાધુ કેમ હરે, કેમ ફરે, કેમ સૂએ, કેમ ચાલે, કેમ આહાર લે, તે સર્વેમાં ઉપયોગિતા સમજે છે, તે આસક્ત કયાંય થતો નથી. તે સાધુ
સાધકને સહાયક છે. પન્યાસજી જણાવે છે :
શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા વિશ્વમૈત્રીની છે. શ્રી સિદ્ધ પરમાત્માની આજ્ઞા સમદર્શિત્વની છે. શ્રી આચાર્ય ભગવાનની આજ્ઞા સદાચારપાલનની છે. શ્રી ઉપાધ્યાયની આજ્ઞા શ્રુતાધ્યયની છે. શ્રી સાધુ ભગવંતની આજ્ઞા સાધનામાં સહાય કરવાની છે.
આ પાંચે આજ્ઞા મંગળરૂપ છે. બાકી બધું અમંગળ છે. આરાધેલી આજ્ઞા શીવપદ આપે છે. વિરાધેલી આજ્ઞા ભવપરંપરા આપે છે.
ધ્યાન અને કાર્યોત્સગનો પ્રસાદ અકે કાળે જે રાજમાર્ગ હતો, કાળબળે તે કેડી બની ગઈ. કેડી બની તો બની પણ તેના ઉપર ધૂળ વળી ગઈ, વપરાશ ઘટયો. એકલદોકલ વટેમાર્ગ એ કેડીને ટૂંઢતા ટૂંઢતા ચાલે છે તો ચાલે છે.
એક સાદી વાત કરીએ તો વિભાવો અને વિકથાઓ આત્મદષ્ટિએ નિઃસાર છે. માટે તેમાં મનુષ્યભવની આયુષ્યમર્યાદાને અને વિશેષ શક્તિને ન ખરચવા, પણ જ્યાં છીએ ત્યાંથી ઉપર ઊઠવા માટે સહાયક રૂપે ખપમાં લેવા.
- પૂ. પ્રદ્યુમ્નસૂરિજી અવચેતન ચિત્તના અંધારિયા ખૂણામાં અવધાન-હોશઅવેયરનેસ'નો શેરડો તાકવાનો અને તેના પ્રકાશમાં દેહ-મન-વચનથી ૧૮૨
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #186
--------------------------------------------------------------------------
________________
“સ્વ'ને જુદા પાડવાનો પ્રયોગ અવિરત-ક્ષણપ્રતિક્ષણ કર્યા કરવાની પ્રક્રિયા એ જ છે કાયોત્સર્ગ.
કાર્યોત્સર્ગ બૌદ્ધિક પ્રક્રિયા નથી અને સામાન્યરૂપે આરાધક વર્તુળો માનતા હોય છે તેમ, માત્ર કર્મક્ષય કરવાની વિધિ નથી. કાયોત્સર્ગ ચિંતનક્રિયાને સારો ઓપ આપવાની પદ્ધતિ નથી, અવચેતન ચિત્તના તળિયે જમા થયેલ “કાંપને ઉલેચવાની વિધિ છે; રાગ-દ્વેષ-ઈચ્છાતૃષ્ણા-ભ્રમ-ભય-અજ્ઞાન જેવા મળોને અધ્યસાયોમાંથી ગાળી-નિતારી દેવાની ચેતનાના ઊંડા સ્તરે ચાલતી પ્રક્રિયા છે.
- પૂ. ઉ. ભાનુવિજ્યજી દેહ અને મતિની જડતા દૂર થાય, તિતિક્ષા વધે, અનુપ્રેક્ષા બળવાન બને, એકાગ્રતા અને ધ્યાનમાં પ્રગતિ-આ કાયોત્સર્ગનાં ફળ છે. દેહની જડતા દૂર થતાં સ્કૂર્તિ અનુભવાય. શિથિલિકરણ સહજ બને. મતિની જડતા મટતાં બાહ્ય સમસ્યાઓનાં નિરાકરણ સરળ બને. ગ્રહણ-શક્તિ, સમજશક્તિ વધે.
નમસ્કાર મંત્ર કે લોગસ્સ સૂત્રના સ્મરણમાત્રથી કર્મક્ષય થઈ જાય એવી યાંત્રિકતા શાસ્ત્રોને અભિપ્રેત ન હોય. કર્મક્ષયનું પરિણામ પ્રગટે છે ઉપયોગની પ્રખર શુદ્ધિથી.
કાયોત્સર્ગમાં શુદ્ધોપયોગ છે, સંવર છે. ગુતિ છે, ભાવના છે, નિર્જરા છે, સામાયિક છે, જ્ઞાનયોગ છે, ધ્યાનયોગ છે, સંલીનતા છે, કાયકલેશ છે, પ્રતિક્રમણ છે, ભેદજ્ઞાન છે. ચિત્તશુદ્ધિ અને આત્માનુ ભૂતિમાં ઉપકારક એવા સાધના બિન્દુઓને પીસી-ઘૂંટી-વાટીને આત્મસાત કરવાની બહુલક્ષી અને “એકે હજારા' જેવી પ્રક્રિયા એટલે કાઉસ્સગ્ન. સર્વથા અક્રિય અવસ્થા સુધી પહોંચવા માટેની ક્રિયા એટલે કાઉસ્સગ્ન.
પ્રશ્ન એ છે કે પ્રભુ વિરે આપેલી એ (કાયોત્સર્ગ)પ્રક્રિયાનું વૈજ્ઞાનિક સ્વરૂપ આપણે જીવિત રાખી શક્યા છીએ ખરા? ભવ્ય ભૂતકાળના નામે ગૌરવ ભલે લઈએ પણ અનુભૂતિનો શૂન્યાવકાશ એથી પૂરાશે નહિ.
આખરે એક પ્રશ્ન હૃદયને કોરશે ? શા માટે “પર” પદાર્થો કે પર” વ્યક્તિઓમાં દશ્યોમાં દ્રષ્ટા અટવાયા કરે છે ? “પર” ઉપરનો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૮૩
Page #187
--------------------------------------------------------------------------
________________
આટલો લગાવ કેમ?
તમે જોશો કે, બધું જ “પર” સામાન્ય મનુષ્યને આકર્ષતું નથી. એને એ “પર” જોડે જ સંબંધ છે, જે એના “હું'ને કયાંક સ્પર્શે છે. સંપત્તિ કરોડોની બીજાની હોય, એ સાથે સામાન્ય જનને સંબંધ નથી, એને પોતાની સંપત્તિ જોડે જ સંબંધ છે.
તો, પરમાં રસ છે એનું કારણ છે અહંચેતના. મારી પ્રશંસા કરનાર સામાન્ય વ્યક્તિઓ પણ મને વિશિષ્ટ લાગશે; મારા “હું'ને એમણે પુષ્ટ કર્યું ને !
“છે?
સમાજે વ્યક્તિને ઓળખ માટે નામ આપ્યું. માણસે એ નામની આસપાસ બહુ મોટું જાળું ફેલાવી દીધું. અને એને હું જોડે સમ્બદ્ધ કર્યું. હું એટલે આ!”
હું સાધના કરું છું, કરી શકું છું એવો અહંકાર આવે તો પરમ ચેતના કઈ રીતે કામ કરશે?
ભક્ત ગૌરાંગ : ભગવાન ! કયારેક તણખલું વાળનારને વશ નથી રહેતું. હવામાં ઉડી જયા છે. મારે તો માત્ર તારે આધીન થઈને રહેવું છે. એટલે હું તણખલા કરતાંય હીન છું.
બાહ્યતપ અત્યંતર તપને પુષ્ટ કરશે. અભ્યત્તર તપની પાછળની ત્રિપદીમાં ત્રણ તત્ત્વો આવે છે : સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ.
પોતાનો વાસ્તવિક પરિચય આપે તે સ્વાધ્યાય-આનન્દધનતાની દિશામાં ડગ માંડવા તે ધ્યાન અને બહિર્ભાવને સંપૂર્ણતય દૂર કરી પોતાની ભીતર ઉતરી જવું તે કાયોત્સર્ગ.
આત્મજ્ઞાનને અનુભૂતિની ધરા પર જઈ જે સંવેદવું તે સમ્યગુ દર્શન.
યોમાં અટવાયેલ ઉપયોગ જ્ઞાતા ભણી ફંટાય તે જ્ઞાતા ભાવ. ઉપયોગી જ્ઞયો-પદાર્થો કે વ્યક્તિઓ જણાય ત્યારેય લેપ ન હોય. ન હર્ષ, ન પીડા. માત્ર જાણવાનું અગણિત જન્મોના પ્રવાહને કારણે આવેલી નબળાઈ એ છે કે સાધક પદાર્થો કે વ્યક્તિઓને બે ભાગમાં વહેંચી દે છેઃ અનુકૂળ, પ્રતિકૂળ, અનુકૂળ મળે ત્યારે રતિભાવ, પ્રતિકૂળ પદાર્થ ૧૮૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #188
--------------------------------------------------------------------------
________________
વગેરે મળે ત્યારે અરતિભાવ.
સાધકની સાવધાની અહીં જરૂરી છે. પર પદાર્થો કે વ્યક્તિત્વો તરફ એણે જવું નથી. અને ઉપયોગી પદાર્થો વપરાય ત્યારે રતિઅરિતનો ભાવ ન ઊઠે તેવું કરવું છે.
બહુ મઝાનો સવાલ એ થઈ શકે કે ફૂલ બીજે દિવસે કરમાય તો નવાઈ કે તાજું ને તાજું રહે તો નવાઈ ? માટીનો ઘડો બે-પાંચ વર્ષ ટકે તો નવાઈ કે ફૂટી જાય તો નવાઈ ?
શરીર પુદ્ગલ છે, અને પુદ્ગલનો ધર્મ જ નષ્ટ થવું તે છે. તો શરીર માંદું પડે તોય શી નવાઈ અને મૃત્યુની ક્ષણોની નજીક હોય તોય શું ?
તમે માત્ર જુઓ તો નિર્લેપતા, જોવાની ક્ષણોમાં રિત, અતિ આવી તો લેપદશા.
સ્વાનુભૂતિની પગથારે
નિશ્ચયદૃષ્ટિ અને વ્યવહાર દૃષ્ટિનું અદ્ભૂત સમતુલન છે શ્રી સીમન્ધર જિન સ્તવનામાં. સરળ ગુજરાતીમાં લાખયેલી એની કડીઓ વાંચતાં, અનુપ્રેક્ષતાં પ્રારંભિક સાધકની દૃષ્ટિ સામે છવાયેલ નિશ્ચય વ્યવહારની અસ્પષ્ટતાનું ધુમ્મસ ફંટાતું જાય છે અને ભાગવત પથ આ જ છે એવો નિશ્ચય તેના મનમાં ઊગે છે.
સ્તવનાની આ કડી બહુ પ્રસિદ્ધિ છે :
નિશ્ચયદૃષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર..... નિશ્ચયદૃષ્ટિ એટલે મંજિલ
વ્યવહાર દૃષ્ટિ એટલે માર્ગ.
મંજિલ અને માર્ગ કેવા તો અન્યોન્ય સાપેક્ષ છે ! મંજિલ વિના માર્ગ કેવો ? અને માર્ગ જ ન હોય કે માર્ગે ચલાય જ નહિ તો મંજિલ શી રીતે મળે ?
આપણા યુગના સાધના મનીષી પૂજ્યપાદ પંન્યાસજી ભગવંત શ્રી ભદ્રંકરવિજ્યજી મહારાજ સાહેબે કહ્યું હતું કે અતીતતી યાત્રામાં સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૮૫
Page #189
--------------------------------------------------------------------------
________________
આ આત્માએ પ્રભુના બે મોટા અપરાધો કર્યા છે : જડ પ્રત્યે રાગ અને ચેતન પ્રત્યે દ્વેષ.
ના હમ મનસા, ના હમ શબદા,
ના હમ તનકી ધરની; ના હમ ભેખ, ભેખધર નાંહિ,
ના હમ કરતા કરની; ના હમ હરસન, ના હમ ફરસન, - રસ ન ગંધ કચ્છ નાંહિ...
આનન્દધન ચેતનમય મૂરત... ઉત્કૃષ્ટ એવી જે જ્ઞાનદશા છે તે ચારિત્ર છે. અને આવી નિર્વિકલ્પ જ્ઞાનદશામાં ઉપયોગમાં વર્તનાર સાધકને કર્મોનું આગમન સંભવતું નથી.
અનુપ્રેક્ષા એ રીતે ચૂંટાશે કે વિકલ્પોને પાર શી રીતે જવું? વિચારો આવ્યા જ કરે છે ત્યારે એમનામાં ભળવાને બદલે એમને જોવાના. અથવા જાપનું કોઈ નાનું પદ લઈ ઉપયોગને ત્યાં મૂકી વિચારોમાંથી મનને હટાવવું.
- પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજ્યજી મ.સ.ના કથનનો સાર
આત્મતત્ત્વ પર નિશ્ચયર્દષ્ટિએ સાધક વિભાવન કરે છે ત્યારે તે સંવેદે છે કે હું એક, અખંડ, જ્ઞાયક, ચિત્, ચૈતન્યમૂર્તિ છું. આ બોધે છે અહંકારથી રહિત શુદ્ધ “હું' નો બોધ. જ્યાં સુધી સાધક આવા શુદ્ધ હું'નો બોધ નથી કરતો, ત્યાં સુધી તે નિશ્ચયથી મિથ્યાદૃષ્ટિ છે.
પારમાર્થિક પરિસ્થિતિ ન સમજવાથી હું દાન આદિ ક્રિયાનો કર્તા છું' એવાં વિપરીત વચનો બોલી બોલીને આત્મા ફરી ફરી (વારંવાર) કર્મનો બંધ કર્યા કરે છે.
કર્તાભાવને બદલે જ્ઞાતા ભાવ, જ્ઞાયકભાવને ગ્રહણ કરનાર આત્મા પારમાર્થિક સુખને પામે છે.
આચારાંગ સૂત્રમાં આ વાત કહેવાઈ છે. અકસ્મસ્ય વવહારો ન થિઈ, કપૂણા અવાહી જાઈ છે (૧/૩/ર/૧૧૦) રાગ અને દ્વેષનો પરિણામ શેના વડે થાય છે? કર્મના ઉદયને કારણે થાય છે. અને એથી, ઔદયિક હોવાથી, તે વિભાવરૂપ છે. સ્વભાવરૂપ નથી. ૧૮૬
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #190
--------------------------------------------------------------------------
________________
ધ્યાન : આંતર યાત્રા હું સંગોષ્ઠિમાં શ્રોતાઓને એક પ્રશ્ન પૂછતો હોઉં છુંકોઈ લાકડી મારે તો પીઠ વગેરે ઉપર સોજો આવી જાય. પણ કોઈ કડવા શબ્દો કહે તો શું થાય? શું કાનમાં સોજો આવે?
તમારો એક અનુભવ છે. વહેલી સવારના ભક્તિનો કાર્યક્રમ હોય, પાંચથી આઠ સુધી એમાં વહીને તમે ભીના બનેલ હો..આયોજક તરફથી નાસ્તાનું નિમંત્રણ હોય, તમે નાસ્તો કરવા બેઠા. ચા ઠંડી હતી. અને નાસ્તામાં કંઈ ઠેકાણું નહોતું. તમે અપ્રસન્ન બની જાવ છો. કેમ? કેમ આમ થયું? ત્રણ કલાકની ભીનાશ એક ચાના કપે ખતમ કરી નાખી. શું થયું?
આ ધ્યાનને પ્રારંભમાં આપણે ધ્યાનાભ્યાસ કહીશું. અભ્યાસ થતો જશે, આગળ વધતું જશે, ત્યારે એ ધ્યાનાભ્યાસ જ ધ્યાનમાં બદલાશે.
ભગવાન કહે છે : તારી પાસે શરીર છે અને એને આહારમાં અને વસ્ત્રાદિનાં પુગલો જોઈશે; મારી આજ્ઞા પ્રમાણે તું એ પુદ્ગલોનો ઉપયોગ કરી શકે, પણ એ પદાર્થોમાં ગમા-અણગમારૂપે, તારો ઉપયોગ ન રહેવો જોઈએ.
ક્રોધનો ઉદય આવે. વિકાર ચિત્તમાં ઊઠયો. તમે એમાં ભળી જતા...હવે ક્રોધમાં ભળવાનું નથી. ક્રોધને જોવાનો છે.
એ ક્યારે બને?
ક્રોધ દશ્ય છે, તમે દષ્ટા છો; આ દૃષ્ટિબિન્દુ સ્થિર થયેલ હોય તો આ વાત બની શકે. પોતાની ભીતર ઊઠતા વિકારોને સાધક જુએ...મનમાં માત્ર જોવાનો ઉપયોગ ચાલ્યા કરે...આ જોવું તે દષ્ટાભાવ..દર્શનરૂપી ગુણની અહીં પ્રાપ્તિ થઈ. આ છે રૂપસ્થ ધ્યાન.
મારું સ્વરૂપ કર્મોથી ને રાગ-દ્વેષથી અલિપ્ત છે. હું અખંડાકાર ઉપયોગની ધારામાં વહેતું અસ્તિત્વ છું... આ રીતે આત્માભાવમાં સતત જાગૃતિ સાધકે રાખવી છે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૮૭
Page #191
--------------------------------------------------------------------------
________________
જુગ જુગ ઝંખુ છું તમને.. ફૂલ ચીમળાઈ જશે, મુરઝાઈ જશે, કો'કના પગ તળે એ રોંદાઈ પણ જશે, પુષ્પ આ બધું સહન કરી લેશે; એ નહિ સહી શકે સુગંધ વિનાના પોતાના અસ્તિત્વને.
આપે જ એનો જવાબ આપેલો કે સ્વાધ્યાયનો અર્થ સ્વનું અનુભાવન, સ્વનું સ્પર્શન છે. ને એ સંદર્ભમાં ચોવીસ કલાકનો સ્વાધ્યાય શકય છે. ક્રિયા કરતાં, ભાવ વિભોર બની લોગસ્સ.” જેવાં સૂત્રને ઉચ્ચારતાં જિનગુણને સ્પર્શીને નિજગુણ સ્પર્શવાનું બને.
પ્રભુના નિર્મલ સ્વરૂપની કે પ્રભુના ગુણોની અનુભૂતિ તે જ સમ્યગુજ્ઞાન...અને એ જ અનુભૂતિ ઊંડાણથી સ્પર્શે તે સમ્મચારિત્ર...
ત્યાગ, વૈરાગ્ય અને સંયમ મને આપીને પ્રભુએ મારી ભીતર નિઃસ્પૃહ ભાવ જગાવ્યો. એ નિઃસ્પૃહતાને કારણે સર્વસંગનો ત્યાગ થઈ ગયો.
પ્રભુ! તમે મને કેવું મઝાનું સૂત્ર આપ્યું! સર્વનો અસંગ બરોબર પરમ સંગ...અને એ પરમસંગની પળો આનંદ જ આનંદ. પ્રભુ ! પરમસંગની એ પળો મારા નિર્મળ ચૈતન્યની નજીક સરતી પળો થઈ
ગઈ.
૧૮૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૮૯
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
% મારી નોંધ 8
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
––––
Page #193
--------------------------------------------------------------------------
________________
#6 મારી નોંધ 8
|
|
|
|
|
|
|
|
|
૧૯O'
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૯૧
8 મારી નોંધ છે
* |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
––––––––
|
| |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
––––
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૯૨
′′ મારી નોંધ
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગ
Page #196
--------------------------------------------------------------------------
________________ આ મહાવીરનું શાસન છે આ મહાવીરનું શાસન છે, જ્યાં સૌના સરીખા આસન છે આ મહાવીરનું શાસન છે... વિતરાગનું મંદિર મોટું, મૂર્તિ માનવતાની; સત્યના જ્યાં દીપ પ્રકાશ, આરતી છે અહિંસાની; જ્યાં સમતાનું સંકીર્તન છે... આ મહાવીરનું શાસન છે... ઊંચનીચના ભેદ નહીં જ્યાં, નહીં કૂળના અભિમાન; બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્રના એક સરીખા સ્થાન; આ અભેદનું જ્યાં દર્શન છે... આ મહાવીરનું શાસન છે... મહાવીરે દુનિયાને દીધી અનેકાંતની દૃષ્ટિ; એના શબ્દ શબ્દ શાતા પાસે સારી સૃષ્ટિ; જ્યાં સર્વોદયનું શિક્ષણ છે... આ મહાવીરનું શાસન છે... અસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઈ જા; ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા; મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા; તું, હીણો હું છું તો, તુજ દરશના દાન દઈ જા.